( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 21 મે 2025 )
‘ભાષાનો આ સેતુ ખખડી ગયેલો છે, માટે અનિવાર્ય હોય તો જ આ પુલ પરથી પસાર થવાનું જોખમ ખેડવું.’ આ વાક્ય સ્વ. ચિનુ મોદીની ‘ભાવ-અભાવ’ લઘુનવલમાં વાંચ્યું તે વખતે ચીમનલાલ ઍન્ડ કંપનીના હેન્ડમેડ પેપરના લેટરહેડ પર લખીને કૉલેજનાં પુસ્તકોની ડેસ્ક પર મઢી દીધું હતું.
હવે તો જુબાની થઈ ગયું છે. તે વખતે ખબર નહોતી કે અમારે પણ આ જ ધંધામાં પડવાનું છે. એ વખતે માત્ર છપાયેલા શબ્દોનું વાતાવરણ ગમતું, વાંચવાનું ગમતું અને એ વાતાવરણમાં જિંદગી આખી રહેવા મળે એવો વ્યવસાય મળ્યો તે સદ્ભાગ્ય. ફિલ્મોનો ચાહક ટીનેજર ડોરકીપરની નોકરી લઈ લે અને વખત જતાં પોતે જ ઍક્ટર-ડિરેક્ટર બની જાય એવું જ કંઈક થયું. ખાલી ડોરકીપર જ બનવું હતું જેથી મનગમતા વાતાવરણમાં રહી શકાય.
શબ્દો સાથેનો, છપાયેલા અને બોલાયેલા શબ્દો સાથેનો જેનો નાતો વ્યાવસાયિક છે એમનો શબ્દો તરફ જોવાનો
દૃષ્ટિકોણ જુદો હોય એવું બને. શબ્દો સાથે નિસબત રાખવી ગમે છે, એને લાડ લડાવવા પણ ગમે છે, કારણ કે વિચારો, લાગણીઓની અભિવ્યક્તિ એ સિવાય શક્ય નથી. જો અભિનયના ક્ષેત્રમાં હોઈએ તો મૌન રહીને પણ એક્સપ્રેસ થવાનો વિકલ્પ હોત. પણ આ ક્ષેત્રમાં મૌનનું મહત્ત્વ નથી, કોરો કાગળ ખરીદવાના કોણ પૈસા આપશે? માઈકની સામે ચૂપચાપ ઊભા રહેવાનું નક્કી કરીશું તો કોણ સભામાં હાજર રહેશે?
શબ્દો ગમે છે. એક જ શબ્દને જયારે અલગ સંદર્ભમાં મૂકીને રજૂ કરીએ છીએ ત્યારે એમાંથી વહેતી નવી ઍનર્જી તમારા સુધી કેવી રીતે સડસડાટ પહોંચે છે તે જોવાની મઝા આવે છે. ગુજરાતીના જ નહીં, હિન્દી-મરાઠી-અંગ્રેજી-સંસ્કૃત-ઉર્દૂ ભાષાઓના જેટલા શબ્દોના અર્થ સમજાય છે તેનો સાઉન્ડ, ધ્વનિ કાનને ગમે છે અને આ ભાષાઓના જે શબ્દો નથી સમજાતા એનો ભાવ સીધો હૃદયમાં સંઘરાઈ જાય છે, દિમાગને એની સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં.
બંગાળી, પંજાબી, સાઉથની ચાર ભાષાઓ – તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ–આ બધી જ સંસ્કૃતના પાયા પર ઊભેલી છે એટલે એનું સંભાષણ ન સમજાય તોય એના ધ્વનિમાંથી પ્રગટતો સૂર પકડવાની કોશિશ કરવાની મઝા આવે. આ પ્રાદેશિક ભાષાઓની મોટાભાગની સારી ફિલ્મો અંગ્રેજી સબ-ટાઈટલ્સ સાથે રિલીઝ થતી હોવાથી વાર્તાની બારીકી પણ સમજાઈ જાય, પણ જે ખરેખર સારી ફિલ્મો હોય એને બીજીવાર જોવાની, સબ-ટાઈટલ્સ સામે નજર નાખ્યા વિના, આ ભાષાઓના સંગીતબદ્ધ થયેલા શબ્દો તો ભાગ્યે જ સમજાય તોય મઝા આવે અને કોઈની મદદથી સમજવા મળે તો ઔર મઝા આવે.
શબ્દો બેધારી તલવાર જેવા હોય છે. વાપરતાં ન આવડે તો તમારું જ લોહી વહે. શબ્દો ફ્રેજાઈલ છે, કાચનો સામાન હૅન્ડલ કરતા હોઈએ એવી નાજુકાઈથી એની સાથે કામ પાર પાડવાનું હોય. શબ્દોની આમન્યા જાળવવાની હોય. હાથમાં કલમ કે માઈક આવી જવાથી શબ્દો સાથે ‘પેલું’ કરવાનો હક્ક નથી મળી જતો (સૌજન્ય: મધુ રાય). શબ્દોનો વલ્ગર ઉપયોગ, બેફામ ઉપયોગ થતો જોઈને જીવ ચચરતો હોય છે. શબ્દોની સાદગીમાંથી એનો ખરો વૈભવ પ્રગટ થાય. ઝૂંપટપટ્ટીઓનાં લગ્ન સમારંભોમાં ખૂબ બધાં સસ્તાં ચાઈનીઝ તોરણો જેમ તેમ લટકાવીને ઠઠારો ઊભો કર્યો હોય એ રીતે શબ્દોનો ઠઠારો કાગળ પર ઠાલવી દેવાનો ન હોય. શબ્દોના કોગળા થતા હોય એમ એક પછી એક વિશેષણો, ક્રિયાવિશેષણો અને ઉપમાઓ વાપરીને લોકોને આંજી નાખવાના ન હોય. બહુ સાવચેતીપૂર્વક એક-એક શબ્દ વાપરવાનો હોય. વાંચવામાં આવ્યા એ બધા જ શબ્દોને પચાવ્યા વિના એની કુદરતી હાજતને લોકો સુધી પહોંચાડવાની જરૂર નથી હોતી. જેનું પાચન ન થઈ શકે એવા શબ્દોનું મોઢા દ્વારા વમન કરવાની પણ જરૂર હોતી નથી. વ્યાસ મુનિએ મહાભારતનું ડિક્ટેશન આપતી વખતે ગણપતિને જે સૂચના આપી હતી તે સૌએ ધ્યાનમાં રાખવી: શ્ર્લોકનો-શબ્દનો અર્થ મનમાં સ્પષ્ટ થાય, પૂરેપૂરો સમજાય તે પછી જ એને કાગળ પર ઉતારવાનો.
રંગબેરંગી અને ભપકાદાર કાચના બનાવટી હીરા જડેલાં ટૂંકાં વસ્ત્રો પહેરેલી આયટમ ગર્લ જેટલું જ મહત્ત્વ એવા શબ્દો જડેલા સાહિત્યનું છે. તમારો ધંધો વધારી આપે પણ ન તો તમારા પોતાના સત્ત્વમાં ઉમેરો કરે ન એ શબ્દો જેમના સુધી પહોંચે છે એમના સત્ત્વમાં.
વાણીના વમનથી માંડીને વાણીની વાછૂટ કરનારાઓને હવે સોશ્યલ મીડિયાને કારણે મોકળું મેદાન મળી ગયું છે. શબ્દોનો વેપાર તો પહેલેથી જ થતો આવ્યો છે પણ હવે તો શબ્દોની વેશ્યાવૃત્તિ થવા માંડી છે. મઝાની વાત એ છે કે આવા બીભત્સ ખેલને માણનારાઓ ખુદ પોતાને સંસ્કારી માનતા હોય છે. નાટકો, ફિલ્મો, નવલકથાઓ, કવિતા, લેખો, કૉલમો, પ્રવચનો, વ્યાખ્યાનો અને આવાં તમામ માધ્યમોમાં શબ્દો સાથે ગણિકા જેવો વ્યવહાર થતો જોઈને ક્યારેક ગમગીન થઈ જવાય છે.
પણ પછી આશ્ર્વાસન મળે છે. ગણિકાઓની સામે સીતા, પાર્વતી અને ભવાની છે. શબ્દ સાથે ‘પેલું’ કરનારાઓની સામે ચાર્લ્સ ડિકન્સ , પુ.લ. દેશપાંડે અને નર્મદ-મુનશી-મેઘાણી જેવા મહાન કલમકશ જીવો છે. શબ્દોની આમન્યા જાળવીને, એ કાગળ પર ઉતરતા હોય ત્યારે એમના પગ નીચે લાલ જાજમ પાથરનારાઓ પણ છે. અને એટલે જ શબ્દોની આ દુનિયા હજુય ચમત્કૃતિભરી લાગે છે, વિસ્મયકારક લાગે છે, કૌતુકસભર લાગે છે. જે ઘડીએ લેખકના શબ્દોમાંથી આવી ચમત્કૃતિ પ્રગટતી બંધ થઈ જશે ત્યારે શબ્દો માટેનું વિસ્મય-કૌતુક અટકી જશે. જે ઘડીએ કોઈ લેખકને લાગે કે મારી ભાષાના, મારા દેશના અને વિશ્ર્વના ઉત્તમોત્તમ સાહિત્યના સૂર્ય સામે ઝબૂકતા મારા આગિયા જેવા શબ્દોનું તેજ ઝાંખું થવા માંડ્યું છે તે ઘડીએ લેખક પાસે એક જ વિકલ્પ હશે – આ પુલ પરથી પસાર થવાનું જોખમ ખેડવાનું બંધ કરવું. કવિ મનોજ ખંડેરિયા યાદ આવે છે:
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
સાયલન્સ પ્લીઝ!
તમારી લાગણીની અભિવ્યક્તિ કરવા માટે તમારે શબ્દકોશો જોઈને યોગ્ય શબ્દ શોધવો પડે તો એ શબ્દ તમારા માટે નથી અને આ નિયમને કોઈ અપવાદ પણ નથી.
– સ્ટીફન કિંગ (મહાન અમેરિકન નવલકથાકાર અને વાર્તાકાર જે આજના યુગના ચાર્લ્સ ડિકન્સ ગણાય છે. જન્મ: ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૭).
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો