(‘ત્રિવિધા’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : શનિવાર, 23 નવેમ્બર 2024)
હાશ. મહારાષ્ટ્રમાંથી ઉદ્ધવ ઠાકરેની મુસ્લિમ પરસ્ત રાજનીતિનો હવે કાયમ માટે અંત આવી ગયો છે. જીતના આનંદ કરતાં વધારે એક ઘાત ટળી એનો સંતોષ છે.
હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના નપુંસક વારસ પાસે હવે ઈવીએમનો વાંક કાઢ્યા સિવાય બીજી કોઈ દલીલ બચી નથી. એક જમાનામાં કૉન્ગ્રેસનો ગઢ ગણાતા મહારાષ્ટ્રે પપ્પુ કૉન્ગ્રેસને પણ લાત મારી દીધી છે. એક જમાનામાં મહારાષ્ટ્રનું ભાવિ નક્કી કરવાનો દાવો કરનારા મહાભ્રષ્ટ શરદ પવાર પણ ટૂંક સમયમાં જ રાજકારણમાંથી બહાર ફેંકાઈ જશે.
મહારાષ્ટ્રના મતદારોએ ભાજપ અને એના સાથી પક્ષ શિંદે-શિવસેનાને લૅન્ડમાર્ક બહુમતીથી જીતાડી દીધા. આ એક ઐતિહાસિક જીત છે. એ વાતનો જેટલો હરખ છે. ઉદ્ધવ, પપ્પુ, પવારને જડબાતોડ તમાચા મારીને ઘરભેગા કર્યા એનો આનંદ છે.
બહુ ખરાબ ગાળામાંથી મહારાષ્ટ્ર પસાર થયું છે. મોદીના નામે ચૂંટાઈ આવીને ઉદ્વવે દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ મુખ્યમંત્રી બનવા માટે ભાજપ સાથે બેવફાઈ કરીને મતદારોની પીઠમાં ખંજર ભોંક્યું, શરદ પવાર સાથે નાતરું કર્યું. 2019ની 28 નવેમ્બરથી 2022ની 29 જૂન સુધી ઉદ્ધવે મુખ્યમંત્રી તરીકે પોતાના ઘરમાં (બાન્દ્રા-પૂર્વના માતોશ્રી બંગલામાં) બેસીને મહારાષ્ટ્ર પર કુશાસન કર્યું. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એ ગાળામાં થયો. વિકાસના પ્રોજેક્ટો ખોરવી નાખવામાં આવ્યા. કોરોનાના કપરા કાળમાં કેન્દ્રની દરમિયાનગીરી ન હોત તો મહારાષ્ટ્રમાં આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો હોત. ઉદ્ધવે તો ગામ આખામાં હોર્ડિંગ લગાવી દીધા હતા કે તમે તમારા કુટુંબને સંભાળો, તમારો પરિવાર તમારી જવાબદારી. એણે તો હાથ ખંખેરી નાખ્યા હતા. અર્નબ ગોસ્વામી પર ખોટા કેસ ઠોકીને એમને જેલભેગા કર્યા. જે કૉન્ગ્રેસને બાળાસાહેબ ઠાકરે જાહેરમાં આવડી ને આવડી ગાળો આપીને દશેરાએ શિવાજી પાર્કની વિશાળસભામાં ગર્જના કરીને કહેતા કે જે દિવસે મારી શિવસેનાનું કૉન્ગ્રેસીકરણ થઈ જશે તે દિવસે હું મારી દુકાન બંધ કરી દઈશ. એ કૉન્ગ્રેસના ચરણમાં ઉદ્ધવ ઠાકરેએ સાષ્ટાંગ દંડવત કર્યા.
એ ઉદ્ધવ-પવાર-પપ્પુ આજે પરાસ્ત થયા.
કોઈ કહેતું હતું કે એ તો ચૂંટણીના થોડા મહિના પહેલાં શિંદે-ફડણવીસ સરકારે લાડલી બહેન યોજના અમલમાં મૂકીને મહિલા મતદારોને દર મહિને દોઢ હજાર રૂપિયા આપવા માંડ્યા એટલે જ ભાજપ અને એના સાથીઓની જીત થઈ. આને કારણે ભાજપને નિઃશંક ફાયદો થયો. પણ તમે જુઓ કે ચૂંટણીપ્રચાર દરમ્યાન ઉદ્ધવ-પવાર-પપ્પુની મહાવિકાસ અઘાડીએ આની સામે રૂપિયા ત્રણ હજાર આપવાનું પ્રોમિસ આપીને મોટાં મોટાં હોર્ડિંગ લગાડ્યાં હતાં. કેમ મતદારોએ આ ત્રણ હજારની લાલચમાં એમને વોટ ના આપ્યો. જે મતદાર દોઢ હજારની લાલચમાં ફસાઈ જાય એ મતદારના મોઢામાં ત્રણ હજાર જોઈને પાણી ના આવે? શિંદે-ફડણવીસનું કામ બોલે છે.
મેં માર્ક કર્યું છે કે આ દેશમાં માત્ર ભાજપ જ ચૂંટણીમાં હાર થાય ત્યારે ડિગ્નિટીભેર પોતાનો પરાજય સ્વીકારી લે છે અને બીજા જ દિવસથી ભાજપના કાર્યકર્તાઓ મતદારોના ઉત્કર્ષ માટે કામ કરતા થઈ જાય છે – સત્તા ન હોવા છતાં. આની સામે વિપક્ષને ન તો હારમાં, ન જીતમાં – ડિગ્નિટી સાચવતાં આવડે છે. પરાજય વખતે તેઓ એલફેલ આક્ષેપો કરતા થઈ જાય છે. ઉદ્ધવનો બાહુક સંજય રાઉત રિઝલ્ટ આવવાના શરૂ થયા ત્યારથી હડકાયા કૂતરાની જેમ ટીવી ચેનલો પર અનાપશનાપ બોલતો રહે છે. વિપક્ષને જીત પણ પચતી નથી. જીત્યા પછી તેઓ મતદારોને ભૂલી જઈને સરકારી તિજોરી સાફ કરવામાં મંડી પડે છે, ભાજપ માટે કિન્નાખોરી રાખીને એના નેતા-કાર્યકર્તાઓને મારીમારીને અધમૂઆ કરી નાખે છે. પશ્ર્ચિમ બંગાળમાં આપણે એ જોયું. કર્ણાટકમાં પણ.
ઉદ્ધવ ઠાકરેના અઢી વર્ષના કુશાસનને સહન કરનારા મતદારોએ આજનું પરિણામ આપ્યું છે. શિંદે-ફડણવીસે જે ઝડપભેર છેલ્લાં અઢી વર્ષમાં ઉદ્ધવે વેરેલી ગંદકી સાફ કરીને રાજ્યને ફરી એકવાર પાટા પર લાવી દીધું એ જોઈને પ્રભાવિત થયેલા મતદારોએ આ જીત અપાવી છે.
મોદી વન નેશન વન ઇલેક્શન લાવવા માગે છે એ સારી વાત છે. પણ એમાં અમારો એક ગેરફાયદો છે. મોદીનું પ્લાનિંગ પાર પડશે તો અમને પાંચ વર્ષે એક વાર ફાફડા-જલેબી ખાવા મળશે. અત્યારે તો છેલ્લા પાંચ મહિનામાં ત્રીજીવાર ખાવા મળ્યા – જૂનમાં ત્રીજી વખત વડા પ્રધાન બન્યા તે દિવસે, હરિયાણા વિધાનસભાના રિઝલ્ટ વખતે, અને આજે તો સવારથી જ ઑર્ડર આપી દીધો હતો!
****
અદાણી પરના અમેરિકન કોર્ટકેસના વિવાદ વિશે ગઈ કાલે લખેલો લેખ પોસ્ટ થયા પછી બીજી બે હકીકતો સામે આવી છે. અદાણીએ સૌર ઊર્જાના પ્લાન્ટના કૉન્ટ્રાક્ટ લેવા માટે લાંચ આપી હતી એવો આક્ષેપ છે. ભારત સરકારના સોલાર એનર્જી કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસ.ઇ.સી.આઈ.) નામના જાહેર ક્ષેત્રના સાહસના ચૅરમૅનનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે અદાલતમાં આરોપનામું દાખલ કરનારા અમેરિકન સત્તાવાળાઓએ આ બાબતે અમારો (એસ.ઇ.સી.આઈ.નો) સંપર્ક કર્યો નથી અને અમારા કોઈ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ કશા પુરાવા એ લોકો પાસે નથી.
વિજય અગ્રવાલ નામના એક જાણીતા ક્રિમિનલ લૉયરે આ કેસનો બારીકીથી અભ્યાસ કરીને વાત કરી છે. તેઓ કહે છે કે આરોપનામાના 45મા ફકરામાં કહેવાયું છે કે અદાણીને આ બધા પ્રોજેક્ટને કારણે 20 વર્ષના ગાળામાં ટેક્સ કપાયા પછી કુલ 2 બિલિયન ડૉલરનો નફો થવાનો હતો. અને 48મા પૅરામાં જણાવાયું છે કે અદાણીએ આ બધા પ્રોજેક્ટના કૉન્ટ્રાક્ટ મેળવવા કુલ 265 મિલિયન ડૉલરની લાંચ આપી છે.
એડવોકેટ વિજય અગ્રવાલનું કહેવું છે કે તથાકથિત લાંચની રકમ (265 મિલિયન ડૉલર)નું 20 વર્ષમાં વ્યાજ જ (ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન-આઈઆરઆર) 2 બિલિયન ડૉલર થઈ જાય. કોઈ માણસ વીસ વર્ષના ગાળામાં ધંધો કરીને 2 બિલિયન કમાવવા માટે પહેલે જ ધડાકે 265 મિલિયન ડૉલરની લાંચ શું કામ આપે?
બીજી એક માહિતી પ્રમાણે ‘2021-22માં અદાણીએ કેટલાંક ભારતીય રાજ્યોના સરકારી અધિકારીઓને લાંચી આપી’ હોવાનો આક્ષેપ છે તે કયાં રાજ્યો છે?
1. છત્તીસગઢ – કૉન્ગ્રેસશાસિત
2. તમિળનાડુ – ડીએમકે (કૉન્ગ્રેસનો સાથી પક્ષ)
3. આંધ્ર પ્રદેશ – વાય.એસ.આર.સી.પી. (એ વખતે એન્ટી બીજેપી)
4. ઓડિસા – (બી.જે.ડી. —એ વખતે એન્ટી બીજેપી)
તો પછી બીજેપી જે રાજ્યોમાં નથી તે રાજ્યોમાં થયેલા તથાકથિત કાંડ માટે રાહુલ ગાંડિયો શું કામ મોદીને ટાર્ગેટ કરે છે. એણે પોતાના પક્ષના રાજ્યશાસકોને કૉલરેથી પકડવા જોઈએ કે સાલાઓ, તમે અદાણી પાસેથી શું કામ લાંચ લીધી?
અદાણી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડે છે. અમેરિકાએ ડીપ સ્ટેટની સાંઠગાંઠથી સત્તા પલટો કર્યા પછી બાંગ્લાદેશ આર્થિક રીતે દેવાળિયું બની ગયું છે. અદાણીનું બિલ બાંગ્લાદેશ ભરી શકે એમ નથી. અમેરિકાનું બાઈડન શાસન એમ ઈચ્છ છે કે અદાણી બાંગ્લાદેશનો કરજો માફ કરી દે. અદાણી જો બાંગ્લાદેશની ઉધારી જતી કરે તો હમણાં ને હમણાં જ સંધુ ય સમુસૂતરું થઈ જાય.
અમેરિકાનું બાઈડન શાસન નથી ઈચ્છતું કે અદાણી અમેરિકન ઇન્વેસ્ટરો પાસેથી મસમોટું મૂડીરોકાણ મેળવીને ભારતને સમૃદ્ધ કરે. અદાણીના સૌર ઊર્જા પ્લાન્ટ વડે ભારતમાં કુલ 4 લાખ નવી નોકરીઓ/નવા રોજગારની સીધી યા આડકતરી તકો ઊભી થાય એમ છે. આ ઉપરાંત આ સૌર ઊર્જા ભારતના પર્યાવરણને ચોખ્ખું કરશે, 900 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ જનરેટ થતો બંધ થઈ જશે.
આ બધાં કારણો પણ છે અદાણીને ફસાવવાના.
કુછ સમઝે, બાબુ ભૈયા!
***
એનું નામ ઉત્કલ ઠાકોર . 2002ની 27મી ફેબ્રુઆરીએ ઉત્કલ કારસેવા કરીને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં અયોધ્યાથી અમદાવાદ જઈ રહ્યો હતો. એની ટિકિટ એસ-4 ડબ્બામાં હતી. મેં આ અઠવાડિયે ઉત્કલ સાથે ફોન પર વાત કરી. એણે ભૂતકાળમાં પોતે નજરે જોયેલી આ ઘટના વિશે છુટક છુટક લખેલું જ છે. મેં એને વિનંતી કરી છે કે એક સળંગ લેખ લખવો જોઈએ, ગમે એટલો લાંબો થાય. આ ઘટનાની સાક્ષી તરીકેના અનુભવનું ડૉક્યુમેન્ટેશન થવું જોઈએ. ફેસબુક પર એ લેખ પોસ્ટ થઈ ગયો છે જરૂર વાંચજો.
1989-90માં લાલકૃષ્ણ અડવાણીએ રામજન્મભૂમિ આંદોલનના શ્રીગણેશ કર્યા ત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી ભાજપ, કિસાન સંઘ, વિશ્ર્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓની જે ટુકડી અયોધ્યા ગઈ તેમાં ઉત્કલ ઠાકોરના પિતા પણ હતા. અખિલેશ યાદવના પિતા મૌલાના મુલાયમ સિંહ યાદવ એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. એમણે આ ટુકડીના તમામ સભ્યોની ધરપકડ કરીને ઝાંસીની જેલમાં પૂરી દીધા હતા.
2002ના ફેબ્રુઆરીમાં ઉત્કલ કારસેવા માટે અયોધ્યા ગયો તે પહેલાં 1992ના ડિસેમ્બરમાં એનાં માતા આ આંદોલનમાં જોડાવા અયોધ્યા ગયા હતા. 2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાથી એક ડબ્બો છોડીને, એસ-4માં પ્રવાસ કરી રહેલા ઉત્કલની ઉંમર 21 (એકવીસ) વર્ષની હતી. એ કહે છે કે જેવો એસ-6 ડબ્બો સળગ્યો કે તરત જ ડબ્બાની બહાર રહેલા અમુક મુસ્લિમોએ વાત વહેતી કરી કે કારસેવકરોએ જ ડબ્બો સળગાવ્યો છે, નરેન્દ્ર મોદીના કહેવાથી આવું કરવામાં આવ્યું. તેઓ લાઉડસ્પીકર વાપરતા હતા. આ વાત મોદી વિરોધી મીડિયાએ તે વખતે બહુ ચગાવી હતી. ઈવન, હિંદુપ્રેમી હોવાનો ઢોંગ કરતા કેટલાક મોદીદ્વેષી પત્રકારોએ પણ ખૂબ ચગાવી હતી. આ પત્રકારોને કૉન્ગ્રેસી નેતા અહમદ પટેલ તરફથી આવું લખવા માટે પ્રેરણા મળતી, પ્રેરણાની સાથે પૈસા પણ આપવામાં આવતા. અને પછી તો એમાંના કેટલાકને શ્રેષ્ઠ ગુજરાતી પત્રકારત્વ કરવા બદલ ઈનામ-અકરામો પણ મળ્યાં.
ઉત્કલ ઠાકોરે મને ફોન પર એવી વાત કરી જે સાંભળીને તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય. સાબરમતી એક્સપ્રેસ 26મી ફેબ્રુઆરીની સાંજે અયોધ્યાથી ઉપડી ત્યારે ફૈઝાબાદના સ્ટેશન પરથી ત્રણ વ્યક્તિઓનું એક નાનું કુટુંબ એસ-4 ડબ્બામાં પ્રવેશી રહ્યું હતું. આ મુસ્લિમ કુટુંબ હતું. ડબ્બામાંનો માહોલ એમને ગભરાવે એવો હતો. સૌના ખભે કેસરી ખેસ, માથે ફેંટા, જય શ્રી રામના નારા, ભજન…
એ ત્રણેયની ટિકિટ એ જ ડબ્બામાં હતી છતાં એ લોકો ડબ્બામાં પ્રવેશતાં ડરતા હતા—વિચારતા હતા કે ટિકિટનો ખર્ચો ભલે નકામો જાય, આ ટ્રેનમાં નથી જવું. ઉત્કલના કહેવા મુજબ ડબ્બામાંના કેટલાક કારસેવકોએ આ મુસ્લિમ પરિવારને સમજાવ્યો કે અમને મુસ્લિમો સાથે કોઈ દુશ્મનાવટ નથી, અમે તો અયોધ્યામાં રામ મંદિર બને તે માટે કારસેવા કરીને આવી રહ્યા છીએ, તમતમારે નિરાંતે તમારી બર્થ પર જઈને સૂઈ જાઓ, તમને કંઈ નહીં થાય.
ત્રણેય ગભરાતાં ગભરાતાં ડબ્બામાં પ્રવેશ્યા તો ખરા પણ આખી રાત આજુબાજુના ડબ્બામાંથી આવતા ભજન-જય શ્રી રામના નારાને લીધે ફફડતા જીવે જાગતા જ રહ્યા. ગોધરા સ્ટેશને ત્રણેય સહીસલામત ઊતરી ગયા અને જતી વખતે ભીની આંખે કારસેવકોનો આભાર માનતા ગયા કે તમે અમને સાચવી લીધા!
એક સામાન્ય હિંદુને એક સામાન્ય મુસ્લિમ સાથે કોઈ વેરઝેર નથી હોતું. બે કોમ વચ્ચે જે અંટસ પડે છે તેનાં કારણો જુદાં છે. એ કારણો અને એનાં નિવારણો વિશે ભૂતકાળમાં મેં ઘણું લખ્યું છે. ઇન્શાઅલ્લાહ, ‘ધ સાબરમતી એક્સપ્રેસ’ ફરી એક વાર જોયા પછી ફરી લખીશું. અરે ભાઈ, તમે એક વાર પણ જોયું કે નહીં? આજે શનિવાર છે. વીક એન્ડમાં જોઈ આવો, હવે તો ટેક્સ ફ્રી પણ થઈ ગયું છે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો