તમે સરવાળો શેનો કરો છો: તમારી તકલીફોનો કે ખુશીની પળોનો : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 7 ઑગસ્ટ 2024)

‘ટ્રેઝર આયલૅન્ડ’ અને ‘સ્ટ્રેન્જ કેસ ઑફ ડૉ. જેકિલ ઍન્ડ મિસ્ટર હાઈડ’ જેવી સદાબહાર વાર્તાઓ કહેનાર રોબર્ટ લુઈ સ્ટીવન્સન કહે છે કે: ‘આનંદમાં રહેવાની આપણી ફરજ છે, આપણે આ ફરજને બહુ સીરિયસલી લેતા નથી. આનંદમાં રહીને આપણે દુનિયાને અનેક પ્રકારે છૂપા ફાયદા કરાવીએ છીએ.’

આ એક નવી વાત છે. માણસે પોતાના માટે તો હૅપી રહેવું જ જોઈએ, એમાં એનો જ ફાયદો છે. પોતાની આસપાસનાઓ માટે પણ ખુશ રહેવું જોઈએ, એમાં એનો સ્વાર્થ છે. પણ માણસ પોતે જો ખુશ હશે, આનંદમાં હશે, હૅપી હશે તો દુનિયાને પણ એનો ફાયદો છે એ વાત નવી છે, મૌલિક છે.

દુનિયાને શું ફાયદો થતો હશે તમારી હૅપીનેસથી? તમારા ખુશ રહેવાથી દુનિયા આખીને ઘણો મોટો ફાયદો છે? આ દુનિયા ઉદાસ, મનહૂસ ચહેરો લઈને ફરતા, ગમગીન લોકોથી આગળ નથી વધતી. દુનિયા આનંદી, ઉત્સાહી અને ઉમંગભર્યા લોકોથી આગળ વધે છે. મોં લટકાવીને બેસી રહેતા લોકો દુનિયાનું કશું ભલું નથી કરતા, જેઓ આનંદી હોય, પ્રસન્ન હોય – પછી ભલે એ પ્રસન્નતા બહાર દેખાતી હોય કે ન હોય – એવા જ લોકો દુનિયાની પ્રગતિમાં ભાગ લઈ શકે છે.

રાલ્ફ વાલ્ડો એમર્સન અમેરિકન નિબંધકાર, પ્રવચનકાર અને કવિ. બેઝિક્લી ફિલસૂફ ટાઈપનો, એનું આ વાક્ય રવીન્દ્રનાથ ટાગોરની યાદ અપાવે. ટાગોરે કંઈક આ મતલબનું કહ્યું હતું: તમારી અપૂર્ણતાઓ છતાં જે તમને ચાહે છે એ જ તમારો ખરો મિત્ર છે. એમર્સને ટાગોરના જન્મ પહેલાં કહ્યું હતું: ‘હું જે છું એને જો તમે ચાહી શકો તો આપણે બંને વધારે સુખી થઈશું.’

આપણે કોઈને પ્રથમવાર મળીએ છીએ અને ચાહવા લાગીએ છીએ એ પછી આપણે જેને મળ્યા હતા એ વ્યક્તિને નહીં આપણે જેને મળવા માગીએ છીએ એ વ્યક્તિને જોવા માગીએ છીએ. એનામાં આ જે છે તે ન હોવું જોઈએ અને આટલું ઉમેરાવું જોઈએ એવી આશા રાખીએ છીએ. પ્રથમ મિલન કે પ્રથમ મુલાકાત વખતે આવી કોઈ આશા-અપેક્ષા હોતી નથી. પાછળથી ઉમેરાતું જાય છે: તું આમ નહીં કર, તું આવું નહીં બોલ, આને નહીં મળવાનું, આ રીતે… વગેરે. અને આવું કરવાથી બંને જણ દુ:ખી થાય છે.

સરકારી જાહેરખબરોમાં એક વાક્ય ખાસ આવે છે: જેમ છે, જ્યાં છે, તે હાલતમાં વેચવાનું છે… સામેની વ્યક્તિ જેવી છે, એવી જ તમારે સ્વીકારી લેવાની. ન સ્વીકારી શકીએ તો એનાથી દૂર થઈ જવાનું. પણ જેમ હસવું ને લોટ ફાકવો બેઉ સાથે શક્ય નથી એમ ‘તું આટલી બાબતે બદલાઈ જા’ એવો સતત આગ્રહ રાખવો અને ‘હું તારી પાસેથી પ્રેમ-સદ્‌ભાવ-હૂંફ પામતો રહું’ એવી માગણી રાખવી – આ બેઉ શક્ય નથી. વ્યક્તિ જે છે તે – તમે એમને મળ્યા ત્યારે તમારી કોઈ જીદ નહોતી કે એ બદલાય. અત્યારે તમે કહેશો કે ના, પણ એ વ્યક્તિ હવે બદલાઈ ગઈ છે, પહેલાં જેવી નથી રહી. જરા ધ્યાનથી જોજો એ નથી બદલાઈ. તમે બદલાઈ ગયા છો. એને જોવાનો તમારો નજરિયો બદલાઈ ગયો છે. એટલે જ એમર્સને કહી દીધું: ‘ઈફ યુ કૅન લવ મી ફૉર વૉટ આય એમ, વી શૅલ બી હૅપીઅર.’

‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’, ‘ધ બ્રધર્સ કારમાઝોવ’, ‘ધ ઈડિયટ’ અને ‘નોટ્સ ફ્રોમ ધ અન્ડરગ્રાઉન્ડ’ જેવી મેગાકથાઓના જીનિયસ સર્જક ફ્યોદોર દોસ્તોએવસ્કી સાવ સિમ્પલ વાત કહે છે પણ વાત પતાની છે. આપણે પોતે પણ આવું ઘણી વખત નથી વિચારતા: ‘માણસને પોતાની તકલીફોના સરવાળા મારવાનું જ ગમે છે; એ ક્યારેય પોતાની ખુશીઓની ગણતરી કરતો નથી.’

તમે જોજો. માણસ પોતાના ભૂતકાળ વિશે વાત કરશે ત્યારે એ પોતે કઈ કઈ તકલીફોમાંથી ગુજર્યો છે એની જ વાત કરશે. કઈ કઈ મઝાઓ કરી છે એની સ્મૃતિ જાણે એનામાંથી ભુંસાઈ ગઈ હોય છે. તમે પોતે પણ તમારા વર્તમાન વિશે વિચારતાં એકલા બેઠા હશો ત્યારે તમને અત્યારે કઈ કઈ ચિંતાઓ સતાવે છે, કઈ કઈ બાબતે તકલીફ છે, કઈ કઈ પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ છે એ વિશે જ વિચારો આવશે. અત્યારે જીવનમાં તમારી પાસે એવું કેટલું બધું સરસ સરસ જે જીવનમાં ક્યારેય નહોતું, બીજાઓના જીવનમાં તો અત્યારે પણ નથી, એવો વિચાર નહીં આવે તમને. તમારી પાસેની ખુશીઓનો સરવાળો તમારી તકલીફો કરતાં હંમેશાં મોટો જ હોવાનો, ગમે તેવી પહાડ જેવી આપત્તિમાં પણ. જરા શાંતિથી ગૌર કરજો આ વિશે.

રૂપાળી અમેરિકન કવયિત્રી સિલ્વિયા પ્લાથે અકુદરતી રીતે ૩૦ વર્ષની ઉંમરે જ પોતાનું જીવન ટૂંકાવી દીધેલું. એને એનાં કારણો હશે. એણે કહ્યું હતું: ‘મારી પાસે ચૉઈસ છે: કાં તો હું કૉન્સ્ટન્ટલી ઍક્ટિવ અને હૅપી રહું કાં પછી નિષ્ક્રિય રહીને આત્મખોજ કર્યા કરું અને સૅડ રહું. કાં પછી આ બેઉ અંતિમો વચ્ચે લોલકની જેમ ઝૂલતી રહીને પાગલ થઈ જાઉં.’

કહેવાનો મતલબ સમજ્યા? કવયિત્રીના શબ્દો છે. વારંવાર ઈન્ટ્રોસ્પેક્શન કર્યા કરવાની જરૂર નથી. આખો દિવસ પડ્યા રહીને હું કોણ છું, મારી લાઈફનો રિયલ પર્પઝ શું છે, ભગવાન છે કે નહીં, આ જિંદગીનો હેતુ શું છે, મૃત્યુ પછી જિંદગી છે કે નહીં એવા સવાલોના જવાબો શોધવાને બદલે જે કામ આવડે, જેવું આવડે, જે કોઈ કામમાં રસ પડે તે કરતાં રહેવું જોઈએ. તો જ તમે ખુશ રહેશો. બાબાગુરુઓની ટીવી ચૅનલો તમને ઊંધા રવાડે ચડાવી દેશે, તમે ડિપ્રેસ થઈ જશો અને કવિપતિ તથા બે બાળકો હોવા છતાં સિલ્વિયાએ નાની ઉંમરે આપઘાત કર્યો એવી મનોદશા થઈ જશે તમારી. માટે સાવધાન. હૅપી થવું હોય તો એવી માનસિકતા છોડીને જે તમને હૅપી હૅપી કરે છે એમની મેન્ટાલિટીને ઓળખો, સ્વીકારો અને એ રીતે જીવો.

આવતા બુધવારે વાત પૂરી.

સાયલન્સ પ્લીઝ

માંગને સે મિલ સકી નહીં હમેં એક ભી ખુશી,

પાયે હૈં લાખ રંજ તમન્ના કિયે બગૈર.

– કતિલ શિફાઈ

સુખ સિરીઝના આ પહેલાંના લેખોની લિન્ક-

૧. ભૂતકાળના સુખને યાદ કરીને સુખી થવાને બદલે દુ:ખી થવાય છે : સૌરભ શાહ
https://wp.me/pabnlI-3eU

૨. કભી ખુશી, કભી ગમ : ખુશીને બમણી કરવાની અને ગમને ઘટાડવાની કોઈ રીત છે ખરી? – સૌરભ શાહ
https://wp.me/pabnlI-3f2
• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. Kuch to log kahenge logoka kam hai kehna..
    What Saurabh shah writes is absolutely right but why not?Let’s share every thing when we meet all fine friends,our pains,our success,our losses all gains let’s laugh openly
    And lets wheep openly,all feelings should be
    Shared and that can some times can create
    lovely stories.

  2. I differ here. I never speak about my pains , failures etc. rather I talk about my fortune, my success, my achievements etc. and I really believe I am blessed, has more than average and I am really happy with my life

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here