એક્સક્યુઝ મી, વૃદ્ધાવસ્થા કંઈ બીજું બાળપણ નથી : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ: રવિવાર, 19 જાન્યુઆરી 2024)

સાઠે બુદ્ધિ એ લોકોની જ નાઠે છે જેઓ ત્રીસ-ચાલીસ-પચાસની ઉંમરે બેદરકારીથી જીવન જીવ્યા હોય છે. વૃદ્ધાવસ્થા ન તો જીવનનો લાચારીભર્યો ગાળો છે, ન પરવશપણે જીવવાનો સમય છે, ન ક્ષુલ્લક વાતોમાં પડ્યાપાથર્યા રહેવાનો વખત છે.

60 કે 65ની ઉંમર વટાવી ગયેલા તમામ લોકોને એક લાકડીએ હાંકી શકાય નહીં. સરકાર ભલે એ સૌને સિનિયર સિટિઝનના એક લેખલ હેઠળ સરખા ગણતી હોય પણ આ સિનિયર સિટિઝનોની જિંદગી એકસરખી નથી હોતી, એમની માનસિકતા પણ અલગ અલગ પ્રકારની હોય છે, એમની સામાજિક પરિસ્થિતિઓમાં પણ વિવિધતા હોય છે. મારે હિસાબે ચાર પ્રકારના સિનિયર સિટિઝનો હોય છે.

પ્રથમ પ્રકાર બહુ કૉમન છે. આ પ્રકારના વૃદ્ધો તમને ઠેર ઠેર જોવા મળે છે. અને એટલે જ તમે માની લો છો કે સિનિયર સિટિઝનો બધા આવા જ હોય-નવરા ધૂપ. કામધંધા વિનાના. રોજ સવારે પાર્કમાં કે ગાર્ડનમાં જઈને યોગ કે અટપટી કસરતો કરીને તંદુરસ્તી જાળવવાનો સંતોષ મેળવે અને રોજ સાંજે નાના-નાની પાર્કના બાંકડે બેસીને પોતાના પરિવારજનોથી માંડીને પાડોશીઓ અને દિલ્હીના પોલિટિશ્યનો સુધીના સૌ કોઈની ગૉસિપ કરે.

પેન્શનની એફડીના વ્યાજ પર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલી મરણમૂડીની આવક પર જીવનાનારા આ પહેલી કૅટેગરીના વૃદ્ધોને વધતી જતી મોંઘવારી સિવાય બીજી કોઈ ચિંતા હોતી નથી. પોતાના ગ્રુપના દરેક મેમ્બરની વર્ષગાંઠ નિમિત્તે યોજાતી બર્થ-ડે પાર્ટીઓમાં તેઓ મૂકેશના અવાજમાં જીના યહાં મરના યહાં ઇસ કે સિવા જાના કહાં ગાતા હોય છે. અને આમાંના કોઈ મેમ્બર ગુજરી જાય ત્યારે એની પ્રાર્થનાસભામાં જઈને મૂકેશનું જ પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે ગણગણતા હોય છે.

આ વૃદ્ધોએ પોતાના ઍક્ટિવ વર્ષોમાં કવિ સિતાંશુ યશશ્ર્ચંદ્રની કવિતાના આ શબ્દોને ચરિતાર્થ કરવા સિવાય જિંદગીમાં બીજું કંઈ ખાસ ઉકાળ્યું હોતું નથી: ‘ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.’ નિવૃત્તિનાં વર્ષો તેઓ રાહ જોવામાં વિતાવી દેતા હોય છે – મૃત્યુની રાહ. સામાન બાંધીને પ્લૅટફૉર્મ પર આવી ગયો છું, બસ હવે ટ્રેન આવે એટલી જ વાર.

આ પહેલા પ્રકારના વૃદ્ધોને કારણે જ વૃદ્ધાવસ્થા વગોવાઈ છે.

બીજા પ્રકારના વૃદ્ધો પ્રથમ કેટેગરી કરતાં જરાક બેટર હોય છે – જરાક જ. તેઓ પહેલી કેટેગરીના વૃદ્ધોની જેમ જ જિંદગી જીવે છે પણ ક્યારેક ક્યારેક ‘સમાજને ઉપયોગી’ એવાં કામ પણ કરતા રહે છે. જેમ કે, પોતાના સમાજના કે પોતાની જ્ઞાતિના નાનામોટા મેળાવડા કે સમારંભોનું આયોજન કરવું. એના ફોટા સેશિયલ મિડિયામાં મૂકવા, નાનાનાના છાપાના તંત્રીઓ સાથે સારાસારી રાખીને એમની ડિજિટલ એડિશનમાં એ ફોટાઓ છપાવવા. ક્યારેક હૉસ્પિટલોના જનરલ વૉર્ડમાં મોસંબી વહેંચવા જવું, શિયાળામાં ફૂટપાથવાસીઓને ધાબળા ઓઢાડતા હોય એવી રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર ચિપકાવવી, ઉતરાણમાં ઘાયલ કબૂતરોની સારવાર કરતા હોય એવા ફોટા પડાવવા, ઉનાળામાં તૂટેલા માટલામાં પાણી ભરીને ઘરની અગાશી પર મૂકવું, ઘરમાં કામ કરવા આવતી મેઈડના બાળક માટે જૂનમાં પેન્સિલ-રબર અને નોટબુક લઈ આવવાં, બૅન્કમાં-રેલવેમાં-ફ્લાઈટમાં અને બીજે જ્યાં મળે ત્યાંથી સિનિયર સિટિઝન માટેના લાભ મેળવવા. પોતે ‘સમાજને ઉપયોગી’ કાર્યો કરે છે એટલે સમાજે પણ પોતાને સિનિયર સિટિઝન તરીકે માન આપીને લાંબી લાઈનમાં આગળ જવા દેવા જોઈએ, બેસવા માટે બીજાઓએ પોતાની સીટ ખાલી કરી આપવી જોઈએ, ઘરમાં રહેતા દરેક સભ્યે પોતાનો પડ્યો બોલ ઝીલીને દવાનો સમય, ચાનો સમય, જમવાનો સમય અને લાફ્ટર ક્લબમાં જવાનો સમય સાચવવો જોઈએ એવો આગ્રહ રાખતા તેઓ થઈ જાય છે. વખત જતાં આવા આગ્રહો આદતવશ હઠાગ્રહમાં પલટાઈ જાય છે જેને કારણે એમની જિંદગીનો છેલ્લો દસકો અતિશય કડવાશભર્યો થઈ જતો હોય છે.

ત્રીજી કેટેગરીના વૃદ્ધો પોતાના પરિવારથી, સમાજથી, મિત્રો-સ્વજનોથી દૂર કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને રહેતા હોય છે. અહીં એમના ખાવાપીવાની સગવડો સચવાઈ જાય છે. જરૂર પડ્યે દાક્તરી સારવાર તાત્કાલિક મળી જતી હોય છે. એકબીજાની કંપની મળી જતી હોય છે. નસીબ હોય તો આ ઉંમરે નવા જીવનસાથી પણ મળી જતા હોય છે.

વૃદ્ધાશ્રમોને કારણે પોતાની વૃદ્ધાવસ્થા સચવાઈ ગઈ છે એવો એમને સંતોષ હોય છે જે સાચો હોય છે. પણ વૃદ્ધાશ્રમમાં રહીને ન તો તેઓ પોતાની બાકી રહેલી જિંદગીમાં કશું નવીન, કશુંક રોમાંચક, કંઈક ઉપયોગી એવું કરતા હોય છે. એમનો આખો સમય ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યમાં આવનારા મોતના વિચારો કરવામાં વ્યતીત થતો હોય છે.

આ ત્રણેય પ્રકારના વૃદ્ધોની શારીરિક-માનસિક-સામાજિક હરકતોને કારણે એક છાપ એવી ઊભી થાય છે કે વૃદ્ધાવસ્થા એ તો બીજી બાલ્યાવસ્થા છે, બાળકને સાચવવા પડે એમ વૃદ્ધોને સાચવવા પડે, એમની જીદ પૂરી કરવી પડે, એમનો ગુસ્સો સહન કરવો પડે, એમને રાજી રાખવા એમની બધી વાતે હા એ હા કરવી પડે.

પણ આ તો તમને તમારી આસપાસ પ્રગટપણે દેખાય છે એવા વૃદ્ધો થયા. તમારી નજરે તેઓ રોજરોજ ચડે છે એટલે તમે માની લો છો કે વૃદ્ધાવસ્થા આવી જ હોય. ફિલ્મોમાં, નાટકોમાં, નવલકથાઓમાં કે મીડિયા-સોશ્યિલ મીડિયામાં લખાતા લેખોમાં બહુધા તમે આવા જ વૃદ્ધો વિશે વાંચ્યું છે, જોયું છે. આ બધું સાચું છે પણ તે સંપૂર્ણ સત્ય નથી. બધા વૃદ્ધો કંઈ આ ત્રણ કેટેગરીવાળા નથી હોતા. તમામ સિનિયર સિટિઝનોની લાઈફ કંઈ આ ત્રણ કેટેગરીવાળા ડોસાડગરા જેવી હોતી નથી.

સિક્સ્ટી કે સિક્સ્ટી પ્લસની ચોથી કેટેગરી પણ છે. આ કેટેગરીના સિનિયર સિટિઝનોને ‘વૃદ્ધ’ કહેવાનું કોઈનેય ગમતું નથી. એમની અવસ્થાને ‘વૃદ્ધાવસ્થા’ કહેવાનું મન થતું નથી. તેઓ પોતાનાં વીતેલાં 60-65 વર્ષના અનુભવોને કારણે જે જિંદગી જીવે છે તેને ‘વાઈબ્રન્ટાવસ્થા’ કહેવાય.

આ ચોથી કેટેગરીના વડીલોનું જીવન વાઈબ્રન્ટ હોય છે, એમના વિચારો વાઈબ્રન્ટ હોય છે અને એમની આસપાસના મિત્રો-સ્વજનો તેમ જ એમનું આખું વાતાવરણ-આખું જગત વાયબ્રન્ટ હોય છે.

વિવિધ ઉદ્યોગો અને બિઝનેસના ટોચના કર્તાહર્તા, માલિકો, મૅનેજિંગ ડાયરેક્ટરો કે સીઈઓ – આ સૌમાં તમને પચાસ ટકા કરતાં વધુ પ્રમાણમાં આવા ‘વાઈબ્રન્ટાવસ્થા’ ધરાવતા સિનિયર સિટિઝનો જોવા મળશે. રાજકારણમાં આવા અનુભવીઓની બોલબાલા છે. ધર્મથી માંડીને ફિલ્મજગત અને સાહિત્ય સહિતની કળાનાં વિવિધ ક્ષેત્રોમાં તેમ જ મોટા મોટા અખબારી જૂથોની મૅનેજમેન્ટમાં તેમ જ દરેક પ્રકારના મીડિયાને દિશાદોર આપનારા પત્રકારોમાં આ ચોથી કેટેગરીના સિનિયર સિટિઝનોને આદરપૂર્વક જોવાય છે. સમાજના દરેક ક્ષેત્રમાં વિશાળ અનુભવવાળાઓને દિલથી રિસ્પેક્ટ મળે છે. એમની સલાહ સોનાની ગણાય છે. સિક્સ્ટી સુધી નહીં પહોંચેલા લોકો – એમના અનુભવોમાંથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે.

આ ચોથી કેટેગરીના ‘વૃદ્ધો’ બગીચામાં જઈને લાફ્ટર ક્લબના સભ્યો સાથે મોટેમોટેથી કૃત્રિમ અને વિકરાળ હાસ્ય કરતા નથી એટલે તમને દેખાતા નથી. આ ‘વૃદ્ધો’ને આવું કરવાની જરૂર નથી હોતી કારણ કે તેઓ પ્રસન્ન જીવન જીવતા હોય છે. એમના જીવનમાં કકળાટને સ્થાન જ નથી. એમને ખબર હોય છે કે પોતાની જિંદગી પોતાના કન્ટ્રોલમાં છે એટલે એમને બીજાઓ માટે ફરિયાદ નથી હોતી.

ઉંમરની સાથે આવતી શારીરિક મજબૂરીઓને આ સૌ ‘વૃદ્ધો’ પોતપોતાની રીતે ટૅકલ કરે છે. ભરપૂર કામ કરે છે અને ભરપૂર મોજમઝા કરે છે. તેઓ ખોટેખોટા નાચણવેડા નથી કરતા. તેઓ યુવાન દેખાવા ફાંફાં નથી મારતા, ઉંમરને છાજે એ રીતે વર્તે છે. પોતાના કરતાં દસ-વસ-ત્રીસ કે ચાળીસ વર્ષ નાના લોકો સાથે હળીમળીને કામ કરતાં એમને આવડે છે કારણ કે પોતે જ્યારે એ ઉંમરના હતા ત્યારે એમને પોતાના કરતાં એક-બે-ત્રણ-ચાર દસકા મોટા લોકો સાથે હળીમળીને કામ કરતાં આવડતું હતું.

આ ચોથી કેટેગરીના ‘વૃદ્ધો’ કોઈપણ દેશ માટે, દરેક ક્ષેત્ર માટે, સમાજના દરેક સ્તર માટે ઘણી મોટી મૂડી હોય છે. ઉંમર વધવાની સાથે તેઓ વધારે ઉપયોગી બન્યા છે – દેશ માટે, પોતાના ક્ષેત્ર માટે, સમાજ માટે. તેઓ કોઈના માથે પડીને પરવશ જિંદગી જીવવામાં નથી માનતા. એમણે ઓવર ધ યર્સ પોતાની સિસ્ટમો ગોઠવી દીધી હોય છે. પોતે એક્ટિવ જિંદગી જીવે છે એટલે એમને રોજના બે-ત્રણ-ચાર ટંકની દવાઓ-ટેબ્લેટો લેવાનું યાદ કરાવવા માટે બીજાઓની સહાયની જરૂર નથી પડતી. યોગ કે વ્યાયામ કરવા માટે તેઓ સ્વનિર્ભર છે. પોતાના ખાવાની અને ‘પીવાની’ ચિંતા કરવાની જવાબદારી તેઓ બીજાના પર નથી નાખી દેતા. પોતાની પસંદગીનાં કપડાં, શૂઝ અને બીજી મનગમતી એસેસરિઝ માટે તેઓ બીજા પર ભારરૂપ નથી બનતા.

કામ કરતી વખતે તેઓ એવો ઇગો નથી પંપાળતા કે પોતે ‘કેટલી દિવાળીઓ’ જોઈ છે. આમ છતાં બીજાઓનું કોઈ કામ અટકતું હોય કે બગડતું હોય ત્યારે તેઓ પોતાના અનુભવોના આધારે બગડેલી બાજી સંભાળી લેતા હોય છે.

જાહેરજીવન જીવતી આવી કેટલી વ્યક્તિઓનાં નામ તમે ગણાવી શકો? જેઓ પબ્લિકલી જાણીતા નથી પણ તમારા સર્કલમાં સૌના પરિચિત છે એવા કેટલા લોકો તમને યાદ આવી રહ્યા છે. તમને અંદાજ પણ નહીં હોય, તમને દેખાતા પણ નહીં હોય એવા હજારો નહીં લાખો આવા ‘વૃદ્ધો’ને કારણે આ દેશની સિસ્ટમો ચાલી રહી છે. રાજકારણ અને કળાથી માંડીને દરેક ક્ષેત્રના ધ્રુવના તારા જેવા આ ‘વૃદ્ધો’ની રિસ્પેક્ટ જાળવીએ અને ક્યારેય એમના વિશે એવું ના વિચારીએ કે વૃદ્ધાવસ્થા તો બીજી બાલ્યાવસ્થા છે.

પાન બનારસવાલા

એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા….

-કવિ નિરંજન ભગત (18 મે 1923 – 1 ફેબ્રુઆરી 2018)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. બહુ સારી જાણકારી આપી. હું એ ઉંમરે પહોંચીશ ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખીશ. અને વૃધ્ધોની એક આદત પણ છે…… અમે આમ કરેલું….. તેમ કરેલું…. એવી વાતો વાગોળ્યા કરવાની અને બીજાના માથે માર્યા કરવાની. અત્યારના જમાના સાથે જોડાતા એ બધાને નથી ફાવતું. એ લોકો change, સ્વીકારી જ નથી શકતા. એટલે ઘરમાં કાયમના ડખા થયા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here