‘કેરલા સ્ટોરી-ટુ’ – મારો સલીમ, મારો ફૈઝાન, મારો રશીદ જુદો છે…ખરેખર? : સૌરભ શાહ

નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ લિખિત અને કામાખ્યા નારાયણ સિંહ દિગ્દર્શિત ‘કેરલા સ્ટોરી-ટુ’ બૉલિવુડમાં દાયકાઓથી ચાલી આવતી મુસ્લિમોની ગુડી ગુડી ઇમેજનો બુરખો ચીરીને સમાજની વાસ્તવિક પરિસ્થિતિ દેખાડવાની હિંમત બતાવે છે. ફિલ્મના સહલેખક અમરનાથ ઝા છે.

‘કેરલા સ્ટોરી-ટુ’ એક બોલ્ડ ફિલ્મ છે, બિન્દાસ ફિલ્મ છે. બે કલાકની આ ફિલ્મ તીવ્ર ગતિએ ભાગે છે. ઇન્ટરવલ ક્યારે પડે છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. સેકન્ડ હાફ જબરજસ્ત છે. હિન્દી ફિલ્મો જોવાના શોખીનો માટે આ ફિલ્મમાં પૈસા વસૂલ મનોરંજન છે અને સાથે બોનસમાં બંધિયાર દિમાગ ખુલી જાય એવા શૉકિંગ વિચારોનું પેકેજ પણ છે.

નેહરુ અને એમની કોંગ્રેસે આ દેશના નાગરિકોને એવા સંસ્કાર આપ્યા કે તમારે કટ્ટરવાદીઓની સાથે પણ સહિષ્ણુતાથી વર્તવાનું. તમામ મુસ્લિમો માટે સહાનુભૂતિ રાખવાની, એમને અપનાવવાના, એમને સમાજની મુખ્યધારામાં જોડાવા માટે મદદ કરવાની. અન્યથા તમે ‘ઇસ્લામોફોબિક’ ગણાશો, તમને ‘હિન્દુ ફેનેટિક’ ગણવામાં આવશે.

સેક્યુલર બદમાશોના અપપ્રચારને કારણે રેગ્યુલર સિનેમાગોઅર્સ રિલીઝ પહેલાં આ ફિલ્મને ડાબેરીઓના લાલ ચશ્માંથી જોતા થઈ ગયેલા. કેરળની હાઇકોર્ટના એક જજે આ ફિલ્મ પર તદ્દન વાહિયાત અને હાસ્યાસ્પદ કારણોસર પ્રતિબંધ મૂક્યો ત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા અને સોશ્યલ મીડિયાના મુસ્લિમપ્રેમીઓ ( એટલે કે હિન્દુદ્વેષીઓ) દ્વારા જોરશોરથી આ ન્યુઝ ચારેકોર પ્રસરી ગયા. આ ચુકાદાના ગણતરીના કલાકોમાં કેરળની જ હાઇકોર્ટની બે જજસાહેબોની બેન્ચમાં અપીલ કરવામાં આવી અને પ્રતિબંધ ઉઠાવી લેવાનો વાજબી હુકમ થયો. પણ આ ન્યુઝ ભાગ્યે જ કોઈએ ચમકાવ્યા. આને કારણે સામાન્ય પ્રેક્ષક સુધી આ ફિલ્મ રંગેચંગે રિલીઝ થઈ રહી છે એવા સમાચાર પહોંચ્યા નહીં. પ્રથમ ચુકાદા પહેલાં આ ફિલ્મનું મુંબઈનાં તમામ મલ્ટિપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન થિયેટરોમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. પણ ગ્રહણ ટાણે જ સાપ નીકળે એમ શુક્રવાર, 27 ફેબ્રુઆરીના રિલીઝ દિવસે પ્રતિબંધના ચુકાદાને કારણે આ ફિલ્મ ‘બુક માય શો’માં માત્ર 25% થિયેટરોમાં જ રિલીઝ થાય છે એવું બતાવવામાં આવ્યું અને તે પણ બધા દૂર-સુદૂરના આડાઅવળા થિયેટરોમાં — તમે નિયમિત જે થિયેટરોમાં જવાનું પસંદ કરો છો એમાંનું એક પણ થિયેટર લિસ્ટમાં દેખાય નહીં. એક સુંદર ફિલ્મની ભવ્ય રિલીઝને વિરોધીઓએ રગદોળી નાખી. અપીલ પછી તરત બીજો ચુકાદો આવ્યો અને શુક્રવારે સાંજે ફિલ્મ અગાઉ જેટલા જ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ પણ ‘બુક માય શો’ના ગ્રાહકોને બીજા દિવસે, એટલે કે શનિવારે ખબર પડી કે ‘કેરલા સ્ટોરી-ટુ’ અગાઉ નક્કી થયા મુજબ પીવીઆર, આઈનૉક્સ સહિતના તમામ સારા થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તમે તમારા મનપસંદ થિયેટરમાં જઈને માણી શકો છો.

પણ બાય ધૅટ ટાઈમ વિરોધીઓએ અંધાધૂંધી સર્જીને પોતાનું કામ કરી નાખ્યું હતું જેને કારણે ફર્સ્ટ ડેનું કલેક્શન મામુલી થયું જે સમાચારની અસર શનિવારના કલેક્શન પર પડી. વિરોધી મીડિયા ઉછળી ઉછળીને કલેક્શનના આંકડા આપવા લાગ્યું અને સામાન્ય પ્રેક્ષકોને થયું કે આ ફિલ્મ કંઈ જોવા જેવી નહીં હોય.

રવિવારે વર્ડ ઑફ માઉથ ફેલાયા પછી કલેક્શન વધ્યું અને સોમ-મંગળવારે હોળી-ધુળેટીની રજાનો લાભ મળ્યો. ‘કેરલા સ્ટોરી-ટુ’ની ડિસ્ટ્રિબ્યુશન ચેન ધરાવનારાઓ અને એક્ઝિબિટરો ધીરજ રાખીને, આવતા શુક્રવારથી શરૂ થતા બીજા અઠવાડિયે સ્ક્રીનમાં ઘટાડો કર્યા વિના ફિલ્મ બતાવવાનું ચાલુ રાખશે તો આ ફિલ્મનો વર્ડ ઑફ માઉથ એટલો સ્ટ્રોન્ગ છે કે સેકન્ડ વીકેન્ડમાં બધા જ શો છલકાઈ જશે.

મારી પાસે ધુળેટીના દિવસે બે ચોઇસ હતી. કાં તો ઇનસિગ્નિયાની કમ્ફર્ટેબલ સીટ બુક કરીને આરામથી લેટીને આ પિક્ચર જોવું કાં પછી મોટા રેગ્યુલર થિયેટરમાં ઓછો ખર્ચો કરીને ફિલ્મ જોવી. મોટા થિયેટરમાં અડધોઅડધ કરતાં વધુ સીટ બુક થઈ ગયેલી અને સેન્ટરની મનપસંદ સીટ ખૂબ આગળની રોમાં મળતી હતી. અમે નક્કી કર્યું કે પબ્લિકના રિએક્શન મોટા થિયેટરમાં જ જાણવા મળશે. અને મળ્યા. જબરજસ્ત મળ્યા. ફિલ્મના સેકન્ડ હાફમાં પોલીસવાળાઓ એક નઠારા મુસ્લિમ ધર્મગુરુને ઘસડીને ધોલધપાટ કરતા લઈ જાય છે એવું દ્રશ્ય આવે છે. થિયેટરમાં તાળીઓનો ગડગડાટ. પ્રેક્ષકોમાં 75% યંગસ્ટર્સ હતા અને એમાંય છોકરીઓ વધારે હતી. આ છે આ ફિલ્મનો ઇમ્પેક્ટ. એ પછી તો કેટલાય વખત સુધી થિયેટર ‘હર હર મહાદેવ’ના નારાથી ગુંજતું રહ્યું.

‘કેરળ સ્ટોરી’નો પહેલો ભાગ ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થયો ત્યારે અમારા એક શ્રીમંત મિત્રના પત્નીએ મને કહેલું કે અમે અમારી બે ટીનેજ દીકરીઓ પર ક્યારેય કોઈ કામ પરાણે કરાવતાં નથી પણ આ ફિલ્મ જોવા માટે હું બંનેને મારી સાથે લઈ જઈશ.

મને ખાતરી છે કે લંડનમાં ભણેલી બંને દીકરીઓ ‘કેરલા સ્ટોરી-ટુ’ જોવા સામેથી જશે. સાચું કહું તો આપણી આસપાસની દરેક હિન્દુ દીકરીએ, બહેનોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. એમનાં મા-બાપને પ્રેરણા આપવી જોઈએ કે તમે જો તમારાં સંતાનોના ભવિષ્યની ખુશી ઇચ્છતા હો તો એટલીસ્ટ એક વખત એમને ‘કેરલા સ્ટોરી-ટુ’ જોવા લઈ જાઓ અને શક્ય હોય તો એમની બહેનપણીઓ તથા એમની બહેનપણીઓનાં મા-બાપને પણ સાથે લઈ જઈને મોટો પ્રોગ્રામ બનાવો. પિક્ચર જોઈને ક્યાંક બેસીને કૉફી પીઓ, નાસ્તો કરો કે જમવાનો વખત હોય તો સાથે જમો અને આ પિક્ચર વિશે ચર્ચા કરો, સમજો કે આમાં શું કહેવામાં આવ્યું છે.

***

શું કહેવામાં આવ્યું છે ?

એ જ કે લવ-જેહાદના સોફ્ટ લેબલની અસલિયત બહારથી જે દેખાય છે એના કરતાં અનેકગણી કુરૂપ છે. મુસ્લિમ યુવાનો પોતાનો ધર્મ છુપાવીને, બનાવટી હિન્દુ નામની ઓળખ ઊભી કરીને હિન્દુ છોકરીઓને બનાવટી પ્રેમજાળમાં ફસાવે છે તે કંઈ ખાલી રોમાન્સ કે સેક્સની રમત નથી. આ બેકાર મુસ્લિમ યુવાનોને પોતાના ધર્મના ઠેકેદારો તરફથી રોકડા રૂપિયા મળે છે— દલિત છોકરીને ફસાવીને એની સાથે નિકાહ કરવાના 6 લાખ રૂપિયા, બ્રાહ્મણ હોય તો 12 લાખ. આ ભાવ ચાલે છે. બીજી તરફ અમુક મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવ્યા વિના એમ કહીને હિન્દુ કન્યાને ફસાવે છે કે હું તો લિબરલ છું, ધર્મમાં માનતો નથી, આગલી પત્નીને તલાક આપી દઈશ, તું જ મારો સાચો પ્રેમ છે. અને કેટલાક હિન્દુઓએ પોતાનાં સંતાનોને હિન્દુ ધર્મના સંસ્કાર આપ્યા વિના તથાકથિત ‘લિબરલ’ વાતાવરણમાં ઉછેર્યા હોય ત્યારે તેઓ આવા ‘લિબરલ’ મુસ્લિમની જાળમાં સહેલાઈથી ફસાઈ જાય છે. આવા ‘લિબરલ’ મુસલમાન કોણ હોય છે? જેઓ 2047 સુધીમાં ભારતનો નકશો સંપૂર્ણપણે લીલા રંગનો કરી નાખીશું એવું ખ્વાબ જોનારા ષડયંત્રકારોના લીડરો હોય છે. ‘કેરલા સ્ટોરી-ટુ’નો સલીમ આવો જ એક ‘ગઝવા-એ-હિન્દ’વાળો મવાલી છે જે આપણા ગુજરાતી સેક્યુલરોની જેમ મીઠું મીઠું હસે છે, સુષ્ઠુ સુષ્ઠુ બોલે છે અને અત્યંત સેન્સિટિવ હોવાનો દેખાડો કરે છે. કેરળના સુખી અને સંસ્કારી કુટુંબની દીકરીને એના નાસ્તિક તથા લિબરલ પિતાએ લાડકોડમાં ઉછેરી છે. બ્રિલિયન્ટ દીકરી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહી છે— ભવિષ્યમાં કલેક્ટર કે આઈપીએસ અફસર બનશે પણ સલીમ માટે આ હિન્દુ છોકરી ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું સાધન છે.

આ જ રીતે ગ્વાલિયરમાં રહેતી હિન્દુ કન્યા જેવલિન થ્રો (ભાલા ફેંક)ની હરીફાઈમાં નૅશનલ્સમાં ભાગ લેવાની પ્રેક્ટિસ કરી રહી છે જેને રાજુ પોતાની રિલિજિયસ આઇડેન્ટિટી છુપાવીને કન્યાનાં મા-બાપને અંધારામાં રાખીને પરણે છે. પરણ્યા પછી રાજુની અસલિયત ફૈઝાન છે એવી ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.

જોધપુરમાં રહેતી ફિલ્મી હિરોઈન જેવી રૂપાળી સોળ વર્ષની હિન્દુ કન્યાને પોતાના ડાન્સની ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાની હોંશ છે. સંસ્કારી માબાપ દીકરીને એલાઉ કરે છે પણ ઓછા કપડાં પહેરીને જગત આખામાં અર્ધનગ્નતાનું પ્રદર્શન કરવા બદલ રોકે-ટોકે છે. ફિલ્મી હીરો જેવો હૅન્ડસમ લાગતો રશીદ આ ગોરીચિટ્ટી અને ભોળી કન્યાને ફસાવે છે, નિકાહ કરીને પોતાના કટ્ટરવાદી કુટુંબમાં લાવે છે.

યુપીએસસીવાળી કન્યા, જેવલિન થ્રોવાળી કન્યા અને રિલ્સવાળી કન્યાની સ્ટોરી દર્શકના હૃદયમાં ખળભળાટ મચાવે છે. આ ત્રણેય સ્ટોરી પેરેલલ ચાલે છે, કોઈ કન્ફ્યુઝન વિના— એટલું સરસ એડિટિંગ છે અને એટલો સરસ સ્કીન પ્લે લખાયો છે. ફિલ્મમાં અતિ લિબરલ અને અતિ સ્ટ્રિક્ટ બેઉ પ્રકારનાં પેરન્ટ્સની દીકરીઓ શિકાર બને છે. દલિત અને બ્રાહ્મણ બંને જાતિના માબાપની કન્યાઓ ભોગ બને છે.

‘કેરલા સ્ટોરી-ટુ’માં મુખ્ય પાત્રો ભજવતાં અભિનેતા-અભિનેત્રી નવાં છે પણ દરેકના અભિનયમાં સચ્ચાઈ છે. સાઈડ કેરેક્ટર્સ પણ બધા જ વાસ્તવિક દુનિયાનો હિસ્સો હોય એવા છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાની આ એક વધુ સિદ્ધિ છે.

પોણા બે કલાક સુધી ફિલ્મનો અંત શું હશે એનો ઉચાટ રહે છે. છેલ્લી પંદર-વીસ મિનિટમાં ક્‌લાઈમેક્‌સનાં દૃશ્યો શરૂ થાય છે જે જોવા માટે તમારે પૈસા ખર્ચીને થિયેટરમાં જવું પડશે. મારી ગૅરન્ટી છે કે ટિકિટના પૈસા વસૂલ થઈ ગયા છે એવી તૃપ્તિ, એવો સંતોષ, એવો આનંદ થશે.

પણ સાવધાન, આ ફિલ્મ માત્ર આનંદ માટે નથી. આ મુવી આક્રોશ જન્માવે છે. હિન્દુ પરિવારોની નબળાઈ અને મુસ્લિમોની મેલી રમત જોઈને તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો. આવી પરિસ્થિતિમાં તમે શું કરી શકો એવી લાચારી અનુભવો છો. પણ જેમ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ હોય છે એમ આ પહાડ જેવી સમસ્યાનો પણ ઉકેલ છે એવું આ ફિલ્મ જોઈને તમને સમજાય છે.

2014ના જમાના પહેલાં આવી ફિલ્મ કોઈ કાળે ન બની શકી હોત. 2014 પછી તમે બેધડક બનીને વાસ્તવિકતાને એના અસલી સ્વરૂપમાં ફિલ્માવી શકો છો અને લોકો સુધી નગ્ન સત્યને પહોંચાડી શકો છો. નવું સેન્સિબલ સેન્સર બોર્ડ આ ફિલ્મની ચોંકાવનારી વાસ્તવિકતા ધરાવતા કથાનકને-વાર્તાને, સંવાદોને, માહિતીને યથાતથ તમારા સુધી પહોંચાડવાનું પુણ્યકાર્ય કરી શકે છે તે પણ 2014 પછીના શાસનની કૃપા છે.

ગુજરાતી રિવ્યુઅરો બૉલિવુડ, હૉલીવુડ, ઢોલીવુડ, કોલીવુડની ફિલ્મો વિશે કહેવા માટે ગાઈબજાવીને ફેસબુક, ઈન્સ્ટા, યુટ્યુબ, ટ્વિટરના માધ્યમો વાપરતા હોય છે. પણ ઉકા-બકા-પકા-તુક્કા-છક્કાનાં ગલુડિયાં જેવાં આ સમીક્ષકો ‘કેરલા સ્ટોરી-ટુ’નાં વખાણ નહીં કરે, કરશે તો પણ પોતાની હરહંમેશની આદત મુજબ દહીંદૂધમાં પગ રાખશે. જોજો તમે.

‘કેરલા સ્ટોરી-ટુ’ જોઈને વાંકદેખા સમીક્ષકો કહી શકે છે કે ‘આ ફિલ્મમાં એક પણ સારું મુસ્લિમ કૅરેક્ટર કેમ બતાવવામાં નથી આવ્યું? ફિલ્મમાં બધા જ મુસ્લિમોને ખરાબ ચીતરવામાં આવ્યા છે અને હિન્દુઓને વિક્ટિમ બતાવવામાં આવ્યા છે.’

સાચી વાત છે. આ ફિલ્મમાં એક પણ મુસ્લિમ પાત્ર સારું નથી. બધેબધા હલકટ, હરામી, નરાધમ અને રાક્ષસ છે.

તો આ સમીક્ષક ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે ‘મેરે મહેબૂબ’થી માંડીને ‘માય નેમ ઇઝ ખાન’ અને ‘પરઝાનિયા’ સુધીની સેંકડો મુસ્લિમ સેન્ટ્રિક હિન્દી ફિલ્મો આવી ગઈ. એમાં એ લોકોએ એક પણ ખરાબ મુસ્લિમ પાત્ર રાખ્યું હતું? નહીં ને. તો પછી આ ફિલ્મમાં એક પણ સારું મુસ્લિમ પાત્ર નથી એમાં વાંધો શો છે ? તમે તમારી ટાઈપની ફિલ્મો બનાવો. તમને કોણે રોક્યા ? અમે અમારી ટાઈપની ફિલ્મો બનાવીએ તો એમાં તમારે શું ? ડાબેરીઓ, લિબ્રાન્ડુઓ અને સેક્યુલરોનો આ જ પ્રોબ્લેમ છે. પોતે એજન્ડા અને પ્રૉપગૅન્ડાવાળી ફિલ્મો બનાવે છે અને વળી પાછા આપણને કહે છે કે આપણી ફિલ્મો એજન્ડા અને પ્રૉપગૅન્ડાવાળી છે. હકીકત એ છે કે ‘કેરલા સ્ટોરી-ટુ’ જેવી ફિલ્મો ભારતના મુસ્લિમ સમાજની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે.

સવાલ કોઈ એમ કરશે કે શું ભારતના બધા જ મુસલમાનો સલીમ, ફૈઝાન, રશીદ જેવા કે એમનાં સગાંવહાલાંમિત્રો જેવા હોય છે ?

આ સવાલનો જવાબ ધીરજ રાખીને સાંભળો. મુસલમાનોમાં એ.પી.જે. અબ્દુલ કલામ અને પરમવીર ચક્ર વિજેતા અબ્દુલ હમીદ પણ છે. પરંતુ સલીમ, ફૈઝાન, રશીદના પ્રેરણાદાતા આવા મુસ્લિમો નથી. આ ત્રણ અને એના જેવા બીજા કેટલાયનો હીરો ઓસામા બિન લાદેન, અફઝલ ગુરુ કે દાઉદ ઈબ્રાહીમ, રાજદીપ સરદેસાઈ કે રવીશ કુમાર છે. સારા મુસ્લિમોને સલીમ-ફૈઝાન-રશીદ જેવા લોકો ડરાવે છે. સારા મુસ્લિમોનો વાંક એ છે કે તેઓ પોતાના જ સમાજના નઠારા તત્વોને ઉઘાડા પાડીને પોલીસમાં સોંપવાને બદલે એમને છાવરે છે. મુસ્લિમો કરતાં પણ વધારે મોટો વાંક હિન્દુ થઈને સેક્યુલરવેડા કરતા બૌદ્ધિક મવાલીઓની જમાતનો છે જેઓ લવ-જેહાદ જેવું કંઈ છે જ નહીં એવું કહ્યા કરે છે.

લવ-જેહાદ આતંકવાદનું જ એક સ્વરૂપ છે. બારૂદ કરતાં મહોબ્બત વધારે શક્તિશાળી હથિયાર છે એવું ‘ગઝવા-એ-હિન્દ’વાળો સલીમ કહે છે. આ મોહબ્બત એટલે હિન્દુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવવાની ચાલરૂપે વપરાતું હથિયાર. ભારતમાં હિન્દુઓની વસ્તી ઘટી જાય અને મુસ્લિમોની કુદકે ને ભુસકે વધતી રહે એવી પ્રવૃત્તિઓ આતંકવાદીઓ જ માત્ર નથી કરતા, લવ-જેહાદવાળા સલીમો, ફૈઝાનો અને રશીદો પણ કરે છે.

‘કેરલા સ્ટોરી-ટુ’નો પ્લસ પોઈન્ટ એ છે કે સફાઈદાર સ્ક્રીનપ્લે અને દિગ્દર્શન ઉપરાંત એમાં ક્યાંય હાઇપર હિન્દુત્વની વાત નથી. જિંગોઇઝમ નથી. અહીં અત્યંત સેન્સિટિવ સબ્જેક્ટને બહુ જ સેન્સિબલી ટ્રીટ કરવામાં આવ્યો છે, તર્કબદ્ધ રીતે સમસ્યાની રજૂઆત કરવામાં આવી છે, ઉકેલ પણ લૉજિકલ છે.

બીજું, અત્યાર સુધીની ફિલ્મોમાં જો નઠારા મુસ્લિમ તત્ત્વોને ઉઘાડાં પાડવાં હોય તો પણ ડરતાં ડરતાં, એપોલોજેટિક બનીને વાત કરવી પડતી. હવે એવું નથી રહ્યું. એમની ઇકો સિસ્ટમ તૂટી રહી છે. તમે ખુલ્લેઆમ વાસ્તવિકતાને દેખાડી શકો છો અને સેન્સરમાં પણ પાસ કરાવી શકો છો. ‘સરકાર ભલે એમની હોય સિસ્ટમ તો અમારી છે’ એ વાત અમુક વર્ષો પહેલાં સાચી હતી. પણ હવે વાતાવરણ બદલાઈ રહ્યું છે. સરકાર જ નહીં, સિસ્ટમો પણ આપણી બની રહી છે, ઇકો સિસ્ટમ આપણી સર્જાઈ રહી છે જેનો પુરાવો ‘કેરલા સ્ટોરી-ટુ’ છે.

આ ફિલ્મ તમને વિચારતા કરી મૂકે છે. લવ-જેહાદના ત્રણ લેયર્સ તમને એમાં જોવા મળે છે જે વિશે અગાઉ ભાગ્યે જ કોઈએ વિચાર્યું છે :

૧. યુપીએસસીવાળી હિન્દુ કન્યા નાસ્તિકતા અને લિબરલ નરેટિવનો શિકાર છે.
૨. રીલવાળી હિન્દુ છોકરી ઉચ્ચ વર્ણની (આજકાલ જેને જી.સી. કે જનરલ કેટેગરી કે સવર્ણ કહે છે તે વર્ગની) છે. કૃષ્ણભક્ત છે. આસ્તિક છે. સોળ વર્ષની નાબાલિગ અર્થાત જેન-ઝી છે. ટીનએજ રીબેલિયન છે, મૉડર્ન દેખાવા માગે છે. સોશ્યલ મીડિયાથી દોરવાઈને મુસ્લિમ છોકરાની હવસનો શિકાર બનીને એની સાથે નિકાહ કરીને આલિયાબાનુ બની જાય છે.
૩. જેવલિન થ્રોવાળી હિન્દુ કન્યા દલિત છે. એ ન તો લિબરલ છે, ન નાસ્તિક, ન તો એને મૉર્ડન દેખાવાનાં હેવાં છે. બિલકુલ સીધીસાદી મહેનતુ દીકરી છે. એની સાથે પ્યોર જૂઠ બોલીને ઠગાઈ કરવામાં આવે છે.

આ ત્રણેય કિસ્સાનું વર્ગીકરણ તમે આ રીતે કરી શકો :
૧. સેક્યુલર-લિબરલ નરેટિવ.
૨. સોશ્યલ મીડિયા, પીઅર પ્રેશર, ગ્લેમર અને ફિયર ઓફ મિસિંગ આઉટ (ફોમો).
૩. ફેક આઈડેન્ટિટી.

કેટલીક હિન્દુ છોકરીઓને મુસલમાન યુવકો પ્રત્યે આકર્ષણ શું કામ થતું હોય છે? એનું એક કારણ છે ગ્લેમર. તેઓ પ્રભાવિત થઈ જાય છે મુસ્લિમ એક્ટરોથી, મુસ્લિમ ક્રિકેટરોથી. પણ ભૂલી જાય છે કે આ ગટરછાપ સલીમો, ફૈઝાનો, રશીદો પેલી સેલિબ્રિટીઓ જેવા નથી, આતંકવાદીઓ છે, જેહાદીઓ છે, લવ-મહોબ્બત એમનું વેપન છે.

‘કેરલા સ્ટોરી-ટુ’માં ક્યાંય સંસ્કારી મુસ્લિમો નથી દેખાડવામાં આવ્યા જે તમે ‘ચૌદવી કા ચાંદ’ વગેરે મુસ્લિમસોશ્યલમાં બહુ જોયા. આ ફિલ્મનો હેતુ મુસ્લિમ સમાજનું જે એક સડેલું અંગ છે તેના પર પ્રકાશ પાડવાનો છે. આ અંગને જો સમયસર ટ્રીટ કરવામાં નહીં આવે, સમયસર ઑપરેશન કરીને કાપીને દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આખા શરીરમાં, આખા સમાજમાં ગેંગરીન ફેલાઈ જશે એવો વણકહ્યો ગર્ભિત મેસેજ ‘કેરલા સ્ટોરી-ટુ’ તરફથી મળે છે.

હિન્દી ફિલ્મોમાં તમે અત્યાર સુધી ઘણા સારા સારા મુસલમાનો જોયા, જેઓ તહેઝીબથી વર્તન કરતા, કાચના ઝુમ્મરોવાળા ઘરોમાં આદાબ ભાઈજાન, આદાબ અમ્મીજાન વગેરે કહીને બિરિયાની લીજીએ કહેતા હોય. અમન-એખલાસની વાતો કરતા હોય. પણ મુસ્લિમ સમાજના સિક્કાની બીજી બાજુ બતાડવાની આ હિન્દી ફિલ્મોવાળા હિંમત કરતા નહોતા. અહીં ખરેખર વહેશી મુસ્લિમો બતાવ્યા છે. ઘરની વહુ પાસે વેશ્યાગીરી કરાવતી આધેડ ઉંમરની બેશરમ સાસુ બતાવી છે. રેપિસ્ટ મૌલવી બતાવ્યો છે. લોઅર ક્લાસના કે ક્લાસ વગરના કેટલાક મુસ્લિમો ભારતની ડેમોગ્રાફીને બદલવા કઈ હદ સુધીની નીચતા દેખાડી શકે છે તે વાત હિંમતભેર કહેવામાં આવી છે.

આ ફિલ્મ મુસ્લિમો માટે ધિક્કાર પેદા કરે છે એવો આક્ષેપ કેટલાક સેક્યુલરો કરે છે. હકીકત એ છે કે આ ફિલ્મ બધા નહીં પણ ‘આવા’ મુસલમાનો માટે હેટ્રેડ પેદા કરે છે. મુસ્લિમો માટે માન પેદા કરવાવાળી એકતરફી ફિલ્મો ઘણી આવી જે તમે ભરપૂર માણી. તો હવે ‘આવા’ મુસ્લિમોને ખુલ્લા પાડતી ફિલ્મો આવી રહી છે, જે જુઓ અને એન્જોય કરો. અગાઉની મુસ્લિમતરફી ફિલ્મોમાં ખરાબ મુસલમાન કેરેક્ટર મૂકીને બેલેન્સિંગ કરવાના પ્રયત્નો નહોતા થતા તો આ ફિલ્મમાં શું કામ કોઈ સારું મુસ્લિમ પાત્ર નાખીને બેલેન્સિંગ કરવાનો પ્રયત્ન કરે, હેં ?

2023માં રિલીઝ થયેલી ‘કેરલા સ્ટોરી’માં હિન્દુ છોકરીઓને બેવકૂફ બનાવીને બીજા દેશમાં લઈ જઈને એમના પર થતા અત્યાચારોની વાત હતી. ‘કેરલા સ્ટોરી-ટુ’ માં તો આપણા ઘરમાં જ થતા આવા અત્યાચારોની સ્ટોરી છે. અત્યાર સુધી ફેમિનિઝમ અને વીમેન્સ લિબરેશનનું પૂછડું પકડીને દોડતી આન્ટીઓ તમને કહેતી કે તમને અમદાવાદ-રાજકોટ-સુરત-મુંબઈમાં બેસીને અમારી વાતો નહીં સમજાય, જરા ભારતનાં નાનાં શહેરો-ગામોમાં જઈને જુઓ. તો લો, ‘કેરલા સ્ટોરી-ટુ’એ કોચીન, ગ્વાલિયર, આગ્રા, જોધપુરમાં ડોકિયું કરીને જોયું અને જે વરવી વાસ્તવિકતા જોઈ તે તમારા સુધી પહોંચાડી.

ભારત હવે બદલાઈ રહ્યું છે. અમને પવઈથી થિયેટર સુધી લઈ જનારો રિક્ષા ડ્રાઈવર જાળીદાર ટોપીવાળો હતો અને રાત્રે ઘરે પાછા લાવનારા ‘ઓલા’ કૅબના ડ્રાઇવરનું નામ મુસ્લિમ હતું. આમ છતાં અમે સલામતી અનુભવતા હતા કારણ કે આ 2014 પહેલાનું મુંબઈ નથી.. 2023માં ‘કેરલા સ્ટોરી’ જોવા ગયા હતા ત્યારે થિયેટરની બહાર પોલીસ વાન ઊભી રાખવી પડી હતી, થિયેટરમાં પણ ગણવેશધારી પોલીસોની હાજરી હતી. ‘કેરલા સ્ટોરી-ટુ’ વખતે હવે આવા બંદોબસ્તની જરૂર નથી રહી.

ફિલ્મમાં તો કુંવારી હિન્દુ કન્યાઓના ત્રણ જ કિસ્સા લેવામાં આવ્યા છે. ફિલ્મ પૂરી થયા પછી થોડી સેકન્ડ માટે જે માહિતી લખવામાં આવી છે તેના પરથી તમને ખબર પડે છે કે ભારતમાં આવા હજારો કિસ્સા પકડાય છે. કુંવારી હિન્દુ છોકરીઓ ઉપરાંત સારા ઘરોની વહુઓ સાથે પણ સલીમકૃત્ય, ફૈઝાનકૃત્ય, રશીદકૃત્ય થતું હોય છે જેના વિશે પણ ફિલ્મો બનવી જોઈએ અને હિન્દુ પરિવારોના મોભીઓએ પોતાની બહેન-દીકરીઓ ઉપરાંત પુત્રવધુઓને પણ સાવચેતીનું સિગ્નલ આપવા ‘કેરલા સ્ટોરી-ટુ’ બતાવવી જોઈએ.

‘સૈયારા’ જેવી ફિલ્મો માટે બહુ રીલો બની, યંગ છોકરા-છોકરી કપલ તરીકે આવ્યા હોય, ફિલ્મ જોઈને છોકરી ડિસ્ટર્બ થઈ જાય, રડે, હેબતાઈ જાય. પણ ઑડિયન્સ ખરેખર હાલી ગયું હોય ત્યારે થિયેટરમાં કેવો માહોલ હોય એ તમે ‘કાશ્મીર ફાઇલ્સ’, ‘બૅન્ગાલ ફાઈલ્સ’, ‘રોકેટ્રી’ જેવી ફિલ્મોના અંતે થિયેટરોમાં જોયું છે. આ ફિલ્મમાં પણ એવો માહોલ હતો. ફરક માત્ર એટલો કે કોઈ પી.આર. એજન્સી રોકીને આની રીલો બનાવવામાં નથી આવતી. આવી ફિલ્મોનો પ્રચાર-પ્રસાર નૈસર્ગિક રીતે, વર્ડ ઑફ માઉથ દ્વારા થતો હોય છે અને ગણતરીના કલાકોમાં આ વાત ઘરે ઘરે પહોંચી જતી હોય છે.

હિન્દી ફિલ્મોમાં, મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં, આપણી પોલીસને નિકમ્મી, કરપ્ટ અને ભ્રષ્ટ ચીતરવામાં આવતી હોય છે. પોલીસ પરથી ભરોસો ઉતરી જાય એવી અનેક ફિલ્મો તમે જોઈ. કેટલીક, બહુ ઓછી ફિલ્મોમાં તમને પોલીસ કાર્યદક્ષ હોય, પ્રામાણિક હોય અને પ્રજાની શાબાશી મળે એવું કામ કરતી હોય એવું જોવા મળ્યું છે. ‘કેરલા સ્ટોરી-ટુ’ માં પોલીસ પાવરફુલ છે, ઇફેક્ટિવ છે. મવાલીઓ કાયદો હાથમાં લઈ શકે છે તો પોલીસ પણ સામે જવાબ આપી શકે છે, બદમાશો જો ચાકુ હુલાવતા ડરતા ન હોય તો પોલીસ પણ બુલડોઝર ફેરવતા ડરવાની નથી. પોલીસ રિશ્વતખોર નથી, વિલન સાથે મળી ગયેલી નથી, પોતાના કામ પ્રત્યે બેદરકાર નથી- કંટાળેલી નથી, એકલો પડી ગયેલો પ્રામાણિક ઑફિસર હવે એકલો રહ્યો નથી, પોલીસ હવે ‘મારા બાપના કેટલા ટકા’ની ઍટિટ્યુડવાળી રહી નથી.

‘કેરલા સ્ટોરી-ટુ’ના નિર્માતા-લેખક વિપુલ અમૃતલાલ શાહ સાથે મારો ઘણો જૂનો પરિચય છે. એક કચ્છી-ગુજરાતી જેનામાં વેપારી લોહી વહે છે ( એમનો કૌટુંબિક વ્યવસાય વિલેપાર્લામાં ‘પાર્લે બુક ડેપો’ના નામની જાણીતી દુકાનમાં સ્ટેશનરી તથા પાઠ્યપુસ્તકો વેચવાનો ) તે માણસ આવી ફિલ્મો બનાવે ત્યારે વિશેષ આનંદ થાય. ગુજરાતીઓને માત્ર પૈસા જ વહાલા છે એવું મહેણું ભાંગ્યું છે વિપુલે. લગભગ પાંત્રીસેક વર્ષ પહેલાં વિપુલ શાહે ‘આંધળો પાટો’, ‘આવજો વાહલા, ફરી મળીશું’ જેવાં અનેક સુપરહિટ ગુજરાતી નાટકો બનાવ્યાં. ત્યાર બાદ 90ના દાયકાના અંતમાં સુંદર ગુજરાતી ફિલ્મ બનાવી— ‘દરિયાછોરુ’ જે બચ્ચનજીએ જોઈ, ખૂબ વખાણી. એ પછી અમિતાભ બચ્ચનને અને પરેશ રાવલને લઈને વિપુલ શાહે ‘આંખે’ બનાવી, અક્ષય કુમાર સાથે ‘વક્ત’ બનાવી. દિગ્દર્શન કરવા ઉપરાંત નિર્માતા પણ બન્યા. કતરીના કૈફ સાથે ‘નમસ્તે લંડન’, સલમાન ખાન સાથે ‘લંડન ડ્રીમ્સ’, ઐશ્વર્યા રાય સાથે ‘ઍક્શન રિપ્લે’ બનાવી. નિર્માતા તરીકે ‘સિંઘ ઇસ કિંગ’થી માંડીને ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ સુધીની રેન્જની વિવિધ સફળ ફિલ્મો બનાવી. ( ‘બસ્તર‘ના ડાયરેક્ટર સુદીપ્તો સેને જ 2023ની ‘કેરલા સ્ટોરી’નું દિગ્દર્શન કર્યું હતું, જેમની સાથે બે મહિના પહેલાં સુરત લિટરેચર ફેસ્ટિવલમાં ઘણો આત્મીય સમય ગાળ્યો.)

વિપુલ શાહની ટીવી સિરિયલો પણ 1990ના જમાનામાં ખૂબ વખણાઈ: ‘જીવન મૃત્યુ’, ‘અલ્પવિરામ’ અને શૈલેષ દવે-સરિતા જોષીવાળી ‘એક મહેલ હો સપનોં કા’ જે હિન્દી ઉપરાંત ગુજરાતીમાં પણ (‘સપનાંનાં વાવેતર’ નામે) એ જ કળાકારો સાથે સાયમલ્ટેનિયસલી શૂટ થતી — ટીવી પર આવું ભાગ્યે જ બનતું હશે.

કમર્શિયલી ભરપૂર સફળતા મેળવી ચૂકેલા ગુજરાતી નિર્માતા, દિગ્દર્શક અને લેખક ‘કેરલા સ્ટોરી-ટુ’ બનાવે છે ત્યારે તમને ખાતરી થાય છે કે 2014 પછીનું આ નવું ભારત રાષ્ટ્ર છે જ્યાં કાણાને કાણો અને બહેરાને બહેરો કહેવામાં કોઇ પોલિટિકલ કરેક્ટનેસ આડે આવતી નથી.

છેલ્લે એક વાત.

ફિલ્મ પૂરી થયા પછી આ ચાર માહિતી તમને આપવામાં આવે છે, પછી ટાઈટલ્સ શરૂ થાય છે :

1. જુલાઈ 2025માં યુ.પી. પોલીસે રિલિજિયસ કન્વર્ઝન ગૅન્ગના કથિત સરગણા જલાલુદ્દીન ઉર્ફે ‘છાંગુરબાબા’ની ધરપકડ કરી. એના પર અનેક જિલ્લાઓમાં જબરજસ્તીથી ધર્માંતરણ કરાવવાની સિન્ડિકેટ ચલાવવાનો તેમજ યોજનાબદ્ધ રીતે અગણિત યુવતીઓને પોતાની જાળમાં ફસાવવાનો આરોપ છે.

( ઉત્તર પ્રદેશની ઍન્ટી ટેરિરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની નજર ઘણા વખતથી આ જલાલુદ્દીન પર હતી. એની સાગરીત નીતુ ઉર્ફે નસરીન પણ પકડાઈ. એ પોતાને હજરત જલાલુદ્દીન નામનો સુફી સંત ગણાવતો. પોલીસના કહેવા મુજબ ₹300 કરોડનું સામ્રાજ્ય એણે ઊભું કરેલું. એની પાસે અનેક લક્ઝરી કાર્સ, બંગલોઝ, તેમજ એના સાથીઓના નામે રજીસ્ટર થયેલી એનજીઓની માલિકીની ત્રણ ડઝન જેટલી માલમિલકતો છે. યુપીના બલરામપુર સહિતના જિલ્લાઓ ઉપરાંત છેક મહારાષ્ટ્રના પુણે સુધી એનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. મુખ્યમંત્રી યોગીજીની યુપી પોલીસે એના ગેરકાનૂની રીતે બંધાયેલા બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું.)

૨. ઇસ્લામિક દાવા સેન્ટર ખોલનારા મોહમ્મદ ઉમર ગૌતમે 1,000થી વધુ લોકોનું જબરજસ્તીથી ધર્માંતરણ કરાવ્યું. કોર્ટે સપ્ટેમ્બર 2024માં એને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી.

૩. કલકત્તા-આગ્રા ધર્માંતરણ કૉરિડોરના ગૅન્ગ લીડર શેખર રૉય અને ઉશામા ખાનની 2025માં ધરપકડ થઈ. એમના પર આંતર-રાજ્ય ધર્માંતરણ રૅકેટ ચલાવવાનો તથા પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની અગણિત યુવતીઓને બેહલાવી-ફોસલાવી અને ડરાવીને સુનિયોજિત રૂપથી ટાર્ગેટ કરવાનો આક્ષેપ છે.

૪. જુલાઈ 2025માં ઉત્તર પ્રદેશ પોલીસે ‘મિશન અસ્મિતા’ હેઠળ એક મોટા ઑપરેશન હેઠળ અગણિત મહિલાઓને ટાર્ગેટ કરતી આંતર-રાજ્ય ધર્માંતરણ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. આમાં રાજસ્થાનથી જુનૈદ કુરેશી અને મોહમ્મદ અલી જેવા કાવતરાખોરોની ધરપકડ થઈ. આ મિશન હેઠળ પોલીસે અબ્દુર રહેમાન અને 10 અન્ય ટોચના ઑપરેટિવ્સની પણ ધરપકડ કરી. આ લોકો દહેરાદૂનમાં જબરજસ્તીથી ધર્માંતરણ કરાવતા હતા એવો આક્ષેપ છે. બે બહેનો લાપતા છે એવા સમાચારથી ભારે હોહા થઈ ત્યારે આ લોકોનાં કાળાં કારનામાંઓ ખુલ્લાં પડ્યાં.

તો મિત્રો,

‘કેરલા સ્ટોરી-ટુ’ સમય કાઢીને આજે જ જોઈ આવો. વીકેન્ડમાં ફરી જોજો. જોયા પછી તમે પણ કહેશો કે અબ સહેગે નહીં, લડેંગે.

ફિલ્મને મારા તરફથી ફાઇવમાંથી પૂરા પાંચ સ્ટાર.

નિર્માતા લેખક વિપુલ શાહ, નૅશનલ અવૉર્ડ વિજેતા યુવાન દિગ્દર્શક કામાખ્યા નારાયણ સિંહ અને ‘કેરલા સ્ટોરી-ટુ’ના તમામ અભિનેતા-અભિનેત્રીઓ તેમ જ એકે એક ક્રુ મેમ્બરને હાર્દિક અભિનંદન. સ્ટૅન્ડિંગ ઓવેશન. તમે સૌએ એ કામ કરી બતાવ્યું જેને કરતા અત્યાર સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ ડરતા હતા.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here