(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧)
એક સવાલ રહી રહીને થયા કરે છે. શું દરેક પુરુષે સંસાર માંડવો જરૂરી છે? ફૉર ધૅટ મેટર શું દરેક સ્ત્રીએ સંસાર માંડવો જરૂરી છે?
ઈન્ટરનેશનલી ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને એ હવા આજે નહીં તો કાલે ઈન્ડિયામાં પણ આવવાની.
માણસ પરણે છે શું કામ? એનાં સામાન્ય કારણો પર ઝડપથી નજર નાખી લઈએ તો: હૂંફ, સેક્સ, ભોજન, વંશવારસ, સલામતી. આ પાંચ સિવાયનાં પણ નાનાંમોટાં કારણો હોઈ શકે. હૂંફ કે પ્રેમ કે લાગણીઓની આપલે – આ બધું માત્ર લગ્ન કરવાથી જ પુરુષને કે સ્ત્રીને મળી શકે એવું હવે રહ્યું નથી. (આમ જુઓ તો એવું ક્યારેય નહોતું). સેક્સનું પણ એવું જ. બે ટંકના ભોજન માટે કોઈ પુરુષ આજની તારીખે લગ્ન કરતો હોય તો તે મૂરખ જ ગણાય. વંશવારસ કે બાળકો? નાનાં બાળકો અડોશપડોશ, સગાંમિત્રો, બધાને ત્યાં હોવાનાં. રમાડી આવવાનાં. બાળકોને ઉછેરવાની મઝા ચોક્કસ હોવાની. પણ બાળઉછેરની મઝાની સામે એ માટે ખર્ચવા પડતા તનમનધન અનેકગણા હોવાનાં. સરવાળે હિસાબ ખોટનો. અને વંશ ચાલુ રહે એ માટે બાળકો પેદા કરવા એ તો સરાસર મૂર્ખામી જ છે એવું હવે બધાને સમજાવા લાગ્યું છે. આપણે કંઈ મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજ છીએ કે આપણો વંશવેલો ચાલુ રાખવાની ચિંતા કરવી પડે? ઘડપણની ટેકણલાકડી તરીકે સંતાનો કોને કામ લાગ્યાં કે તમને કામ લાગવાનાં? તમે પોતે તમારાં માબાપની વૃદ્ધાવસ્થા બહેતર બનાવવા શું મોટું ઊકાળી લીધું? અને આર્થિક કે ઈમોશનલ સિક્યુરિટી માટે લગ્ન કરનારાઓને ખબર છે કે મૅરેજ આ બેમાંથી એકેય પ્રકારની સલામતી આપવાને સક્ષમ નથી. આવી સલામતી આપવાનો ભ્રમ પેદા જરૂર કરે છે. અને ક્યારેક આર્થિક અને/અથવા ઈમોશનલ સિક્યુરિટી મળી પણ ગઈ તો એની ઘણી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. આવું રિયલાઈઝેશન વર્ષો પછી થાય છે પણ ત્યાં સુધીમાં લગ્નનું ચોકઠું એવું જડબેસલાક બેસી ગયું હોય છે કે કોઈ કાળે એમાંથી ચસકવું શક્ય નથી હોતું.
લગ્ન કરવાનાં જે દેખીતાં કારણો છે તેમાંનું એક પણ કારણ એવું સોલિડ નથી કે ફલાણા કારણસર જો લગ્ન ન કર્યાં તો માણસનું જીવન અધૂરું રહેશે કે ખોરવાઈ જશે કે ફંટાઈ જશે.
સમય બદલાય છે. ઝડપથી બદલાય છે. અને સમય સાથે તાલ નહીં મેળવી શકનારા પાછળ રહી જાય છે અથવા દૂર ફેંકાઈ જાય છે.
દીકરીઓ ભણતી થઈ, ઉચ્ચ કેળવણી લેતી થઈ, પ્રોફેશનલ કોર્સીસ કરતી થઈ. મોટા થયા પછી નોકરી કરવી હોય તો શિક્ષિકા, કલાર્ક કે નર્સ જેવી જ નોકરીઓ થઈ શકે એવું રહ્યું નથી. પુરુષો જે કંઈ નોકરી કરી શકે તે તમામ નોકરી હવે સ્ત્રી કરી શકે છે. પ્રોફેશનલ કોર્સીસમાં માત્ર ઈન્ટીરિયર ડિઝાઈનિંગના જ કોર્સ સ્ત્રી કરે એ જમાના પણ ગયા. ટૂંકમાં પુરુષો જેટલું જ સ્ત્રી કમાતી થઈ ગઈ છે. તો પછી હવે એણે આર્થિક સલામતી માટે પરણવાનો સવાલ નથી આવતો. સ્ત્રી પોતે ધારે તો પુરુષને આર્થિક સલામતી આપી શકે. પણ એવા, પરાવલંબી, પુરુષ સાથે જીવન જોડવાનું કઈ સ્ત્રી પસંદ કરે?
આ બાજુ પુરુષ પણ વિચારતો થઈ ગયો કે મને જે સ્ત્રી ગમે છે તે ફિનાન્શ્યલી મારા પર ડિપેન્ડન્ટ ન હોવી જોઈએ. એ પોતે સ્વતંત્રપણે કામકાજ કરે અને પોતાના પૂરતું અથવા એના કરતાંય વધારે કમાઈ લે જેથી કાલ ઉઠીને છૂટાં પડ્યાં તો કમસે કમ આ એક બાબતના ટ્રોમાથી બચી જવાય. કે અલગ થયા પછી એ જીવનનિર્વાહ કેવી રીતે ટકાવશે?
પશ્ર્ચિમમાં નવી જનરેશનને લગ્ન કરવાનું મન ઓછું થાય છે કારણ કે ડિવોર્સ લેવા કેટલા આકરા છે તેની એમને ખબર હોય છે. આપણે ત્યાં હજુ પરણવા માટે થનગનતાં યુવક-યુવતીઓમાં જાગૃતિ આવી નથી. ત્યાં તો લગ્ન વખતે જ નક્કી થઈ જાય કે છૂટા પડવાનું આવશે તો કઈ રીતે છૂટા પડીશું. પ્રી-નપ્શલ એગ્રીમેન્ટને કારણે પ્રભુતામાં પગલાં માંડતાં પહેલાં તમને તમારી જવાબદારીનું ભાન થઈ જાય છે કે ડિવોર્સ તમને ક્યા ભાવે પડવાના છે. જેમને ન પોસાય તે લગ્ન કરવાનું જ માંડી વાળે.
વધુ ને વધુ વ્યસ્ત થતા જતા જીવનમાં સંતાનોનો જન્મ એક ઘણું મોટું બોધરેશન છે. એક વખત એવો આવશે જ્યારે અતિ શ્રીમંત યુગલોને જ બાળક પેદા કરવું પોસાશે. બાળકના જન્મ પાછળ, એના ઉછેર, શિક્ષણ તેમ જ મોજશોખ પાછળ જે કંઈ રિસોર્સીસ વપરાય છે તેમાંથી કોઈ પણ પુરુષ કે કોઈપણ સ્ત્રી પોતાની લાઈફ છે (કે હોઈ શકે?) એના કરતાં બહેતર બનાવી શકે.
જીવનસાથી હોય તો જીવનસંધ્યાએ કંપની રહે, કાળજી લેનારું કોઈ હોય એવી કન્સેપ્ટ પણ હવે જુનવાણી થઈ ગઈ. જીવનસાથી આજીવન રહેશે કે નહીં એની ખાતરી નથી. અડધે રસ્તે જ બેઉ છૂટાં પડી જાય એવું બને. અને જો અંત સુધી સાથે જ રહ્યાં તો એકબીજાને ખુશ કરીને રહ્યાં કે નહીં એ સવાલ તો ઊભો રહેવાનો જ છે. એકબીજાથી ખુશ ન હોય એવા જીવનસાથીઓ વૃદ્ધાવસ્થામાં સાથે હોય કે ન હોય, શું ફરક પડે છે?
પાયાની વાત. આર્થિક સમૃદ્ધિ વધતી જશે એમ લગ્નની અનિવાર્યતા ઘટતી જવાની. પાછલી જિંદગી ગાળવા માટે ફાઈવસ્ટાર કૉટેજીસ જેવા વૃદ્ધાશ્રમો (હવે તો એને પણ કંઈક ફેન્સી નામ આપવું જોઈએ) જેમને પોસાય એમની પાસે કકળાટ કરતો જીવનસાથી ન હોય તે જ સારું છે. સેક્સ અને ભોજન આ બેઉની બાબતમાં તમે જેટલા સમૃદ્ધ (બધી રીતે) એટલી આ બેઉની ગુણવત્તા ઊંચી. અને મિત્રોનો જ્યાં સુધી સવાલ છે, હૂંફ અને લાગણીઓની આપલે થઈ શકે એવા સંબંધોનો સવાલ છે ત્યાં માનવાનું કે તમારી ફટેહાલ, ચિંથરેહાલ પરિસ્થિતિમાં આ બધું ઓસરી જતું હોય છે અને સમૃદ્ધિ આવતાં જ એમાં ભરતી આવતી હોય છે.
જે લોકો ગુજરાતી વાંચી શકે છે એવી પ્રજાની ફરજ છે કે પોતાના કુટુંબના કે એમની આસપાસના પંદર પ્લસના ટીનેજર્સના મનમાં આ લેખમાંના મધ્યવર્તી વિચારને રોપે અને ઊછરવા માટે હવા, પાણી, ખાતર આપતાં રહે.
સાયલન્સ પ્લીઝ!
જિંદગીમાં શું કરવાથી શું થઈ જશે એની ખાતરી હોત તો જીવવાની મઝા ઓછી થઈ જાત.
— અજ્ઞાત
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
Saurabh Bhai,
I am from Australia and I totally agree with you on this article.
After reading this comment section, I have realised that you are saying things way before its time in front of audience who has very timid, orthodox and media driven mindset.
but again kudos to you.
Dev
” દરેક” પુરૂષ નહિ. પણ મોટાભાગે પુરૂષ અને સ્ત્રી એક બીજા ના પુરૂક બની ને જીવે તે તો જરૂરી છે એવું હું માનું છે. બાકી તો જે રમત આપણે નહિ રમી હોય તેના રેફરી થવું અઘરુ કામ છે.
ખાલી આજ લેખ જોડે મારી સહમતી ખૂબ જ ના બરાબર છે.
સ્વામી વિવેકાનંદ ને સામે રામકૃષ્ણ પરમહંસ પણ તો છે.
આજના યુગમાં સંસાર માંડવા જતા પહેલા એમાં આવતા ” ભયસ્થાનો ” ને આપે આજે રજૂ કરી બતાવ્યા છે , સર. આજની પેઢી આ વાંચી…. જાણી અને સમજીને આગળ વધે તો સારુ રહેશે દરેક માટે.
પછી હિન્દુઓની વસ્તી ઘટતી જશે તેનું શું????
અરે ભાઈ, મારી વાત સમજો તો ખરા. હું હેડિંગમાં જ કહી દઉં છું કે’દરેક’ પુરુષે સંસાર માંડવો જરૂરી નથી. ગુજરાતી ભાષામાં એનો અર્થ એ થયો કે ‘દરેક’ માટે જરૂરી નથી, કેટલાક લોકોએ એ જંજાળથી દૂર રહેવું જોઈએ, બધેબધા પુરુષોએ દૂર રહેવું એવું કોણ કહે છે!
માફ કરજો પણ તમારી દલીલો પાંગળી છે
બાબાના કારખાના સંસારીઓ માટે ચાલે છે
સ્વામીઓનું audience કોણ?
‘દરેક ‘પુરુષો માટે સ્વામી થવુ જરૂરી નથી
जंजाल थी દૂર રહેવું છે તેને આવી સલાહોનીપણ જરૂર નથી
ઘણાં દેશમાં બાળકો પેદા કરવા માટે incentives આપવામાં આવે છે
पश्चिम માં ભલે divorce મોંઘા પડે અહીં તો ફરી લગ્ન કરનાર વધારે છે
કુટુંબ ભાવનાનો Jay हो!
This debate is endless
સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું છે? એમણે સંસાર માંડ્યો હતો? હિન્દુત્વનું કામ એમણે જેટલું કર્યું એમાંનું કેટલામા ભાગનું કામ આપે સંસાર માંડીને કર્યું!
બહુજ બોલ્ડ વિષય લઈને આવ્યા છો, તમારા વિચારો સાથે હું સહમત નથી, કારણ કે હિન્દુત્વ ના વિચારો સાથે આનો મેળ મળતો નથી, હિન્દુત્વ ના વિચારો માં, એક કોમ ની વસ્તી વધે સાથે આપણી વસ્તી પણ મેળ ખાવી જોઈએ, કારણ સિધ્ધ થયેલ છે, જ્યારે પણ પરદેશી આક્રમણકારો તરફથી યુદ્ધના લલકાર થયા ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એમની સંખ્યા નો થયો અને આપના વિરો ના બલિદાનો એળે ગયૉ, બીજું કારણ હિન્દુત્વ ના સંસ્કારો જે મળ્યા છે , તે વંશ વરસ માટે નહિ પણ એક સુંદર સમાજ રચના ની વ્યાખ્યા ઉપર છે, સ્વચ્છંદી સમાજ જેમાં કોઈ ને કોઈ સંબંધનો આદર જ ન રહે એવી સમાજ રચના કોઈ કામ ની જ નહીં, આ સાથે ચેતવણી ના રુપે કોણ પાત્ર સાથે સંબંધ બંધાય છે એ પણ જોવું રહ્યું, કારણ કે આપણા કોમ ની સ્ત્રી તો આ વાત સ્વીકારીને આગળ પણ વધે, પરંતું બીજા સમુદાય ના લોકો આ વાત ને એટલી જ સહજતાથી સ્વીકારીને આગળ વધશે? દરેક સમાજ નો પુરુષ તો સ્ત્રી શરીરને ભોગવતો જ આવ્યો છે,પરંતુ ખાસ એક સમાજ જે આમાં આગળ છે, ગુનાહો માં મોનોપોલી છે, જેમને પોતાના સમાજ ની સ્ત્રી ઓ નો આદર નથી, જેને માટે એક પત્નીત્વ નો કાયદો તેમના તલ્લાક ના કાયદાને છીનવી ને ધરાર ઘડવો પડ્યો, શું એમના માટે આ વિચાર છુટ્ટોદોર નહિ બને? કારણ કે આપણે અને આપનો સમાજ ઓલરેડી લવજેહાદ ની સમસ્યા ઓથી પીડાઈ રહ્યો જ છે, હું એમ નથી કહેતો કે આ વિચાર તરત અમલ માં આવી જશે અને લોકો એને અનુરૂપ વર્તવા માંડશે, પણ આપણે જો આવી રીતની ટ્રેનિંગ એમના 15 વર્ષના ટીનેજર ને સમજાવશો તો આવનારા વર્ષો હિન્દુસ્તાન માટે દુર્ભાગ્યપૂર્ણ હસે, અને તમે હિન્દુત્વ અને અખંડ ભારત સાથે મોદી સર ના સમર્થક થઈ ને આવા વિચારો ના સમર્થક ના બનો એવી વિનંતી.
નરેન્દ્ર મોદીનું નામ સાંભળ્યું છે? એમણે સંસાર માંડ્યો? હિન્દુત્વનું કામ એમણે જેટલું કર્યું એમાંનું કેટલામા ભાગનું કામ આપે સંસાર માંડીને કર્યું!
સરસ. લગ્ન ન કરે તો ચાલે. પરંતુ આપણે હિન્દુ. વૈદીક સંસ્ક્રુતીને વરેલા(hope વરેલા is clear. પરણેલા). તે મુજબ સંસાર કરવો તે પ્રભુ પ્રેમ સુધી પહોંચવાની સીડી. “સંસારમાં સરસો રહે ને મન મારી પાસ. લગભગ નરસીંહ મહેતા. એટલે આવશ્યક. જો સમજણ પાકી થાય તો.
સ્વામી રામદેવનું નામ સાંભળ્યું છે? એમણે સંસાર માંડ્યો? હિન્દુત્વનું કામ એમણે જેટલું કર્યું એમાંનું કેટલામા ભાગનું કામ આપે સંસાર માંડીને કર્યું!
સૌરભભાઇ, લગ્ન કરવા વિષે ના તમારા વિચારો સાથે હું જરા પણ સહમત નથી. દુઃખ પણ છે કે તમારા જેવા પ્રબુધ્ધ માણસ આવા વિચારો કરે છે અને લોકોને ખોટે રસ્તે લઈ જાય છે.
તમારા વિચારો જમાના પ્રમાણે વ્યાવાહરિક કહી શકો પણ તેનું પરિણામ કુટુંબો તથા નવસર્જનની વિમુખ કરશે. તેથી સ્વાર્થ અને ટુંકી જરૂરિયાત સિવાય કોઈ સંબંધ કે ભાવનાઓ નહિ હોય અને બીજા પ્રાણીઓની જેમ આપણે પણ જીવન જીવતા થઈ જઈશું. સમર્પણ ની ભાવનાનો સદંતર લોપ થશે અને નવી પેઢીનો ઉછેર રખડતા રઝળતા થશે. એથી સમાજમાં શક્તિશાળી કે દાદાગીરી જ રાજ કરતી થશે. સારા જીવન માટે જુદી જુદી રીતના બંધનો જરૂરી હોય છે. લગ્ન પણ તેમાંનું જ એક છે.
સ્વામી સચ્ચિદાનંદનું નામ સાંભળ્યું છે? એમણે સંસાર માંડ્યો? હિન્દુત્વનું કામ એમણે જેટલું કર્યું એમાંનું કેટલામા ભાગનું કામ આપે સંસાર માંડીને કર્યું!
બધા સ્વીકાર કરશે તો આપણુ ભારત ઝડપથી ઈસ્લામિક રાષ્ટ્ર બની જશે.
સામાજિક structure તૂટી જાય. એક bondage ના રહે, સંઢીયાના લીડકા …
Insecurity …can’t manage by money only. Hostel kids get everything but rush to come homes ever, like that.
Difficult to imagine above.
અરે ભાઈ, મારી વાત સમજો તો ખરા. હું હેડિંગમાં જ કહી દઉં છું કે’દરેક’ પુરુષે સંસાર માંડવો જરૂરી નથી. ગુજરાતી ભાષામાં એનો અર્થ એ થયો કે ‘દરેક’ માટે જરૂરી નથી, કેટલાક લોકોએ એ જંજાળથી દૂર રહેવું જોઈએ, બધેબધા પુરુષોએ દૂર રહેવું એવું કોણ કહે છે!
આ વાત જે પ્રજા જે વેજાં પેદા કરે છે એને કેમ સમજાવી શકાય. જેનું ઍક માત્ર કારણ એનાં ધાર્મીક મા ન્યતા છે. ઍ ઘટિયા લોકો કેવી રીતે સમજશે? જયારે આપણા જેવાં ઓછા થતાં જશે… અને એમના જેવા વધતાં જશે.
સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું છે? એમણે સંસાર માંડ્યો હતો? હિન્દુત્વનું કામ એમણે જેટલું કર્યું એમાંનું કેટલામા ભાગનું કામ આપે સંસાર માંડીને કર્યું!