(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૭ જુલાઈ ૨૦૨૧)
આઝાદી પછીના ભારતમાં અત્યાર સુધી શિક્ષણના ક્ષેત્રમાં અનેક ખોટાં કામ થયાં. હવે બધું જ સુધરી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ ની સાથે ટેક્સ્ટ બુક્સમાં ધરખમ સુધારા આવશે. રાજ્યસભાએ એક નોટિફિકેશન દ્વારા નિષ્ણાતો અને આમ નાગરિકો પાસે સૂચનો મંગાવ્યા છે કે પાઠ્યપુસ્તકોમાં ઘૂસી ગયેલી ભારતવિરોધી ખોટી-જુઠ્ઠી વાતોને કેવી રીતે દૂર કરવી.
એક નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંજોગોમાં આજની તારીખે પણ ઉપયોગી એવાં પ્રાચીન શિક્ષણ-સૂત્રો વિશે વાત થઈ જાય. આચાર્ય વિજયપાલ પ્રચેતાએ આ સૂત્રો વિશે સંશોધન કર્યું છે.
આપણા તમામ પ્રાચીન વિચારકોએ વિદ્યાર્થી જીવન દરમ્યાન ભાષાને લગતી પરિપકવતા વિશે અને શાસ્ત્રોને કંઠસ્થ કરવા વિશે બહુ ભાર મૂક્યો છે. ભાષાને લગતી પરિપકવતામાં વિદ્યાર્થીના ઉચ્ચારો સૌથી મહત્ત્વના છે. સંસ્કૃત ભાષામાં ઉચ્ચારણની સ્પષ્ટતાને ઘણો મોટો ગુણ માનવામાં આવ્યો છે. વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસ માટે અભિવ્યક્તિની મધુરતા, લયબદ્ધતા અને સુસ્પષ્ટતા સૌથી અગત્યનાં છે. વિદ્યાર્થી જે કંઈ શીખે છે એમાંથી એ યાદ રાખીને કેટલું વ્યકત કરી શકે છે તેનું ઘણું મહત્ત્વ છે. પ્રાચીન કાળમાં વિદ્યાર્થીને પ્રારંભથી જ ‘શિક્ષણ સૂત્ર’ શીખવાડવામાં આવતા. આ સૂત્રો આજની તારીખે પણ એટલા જ રિલેવન્ટ છે. આ ‘શિક્ષણ સૂત્ર’માં યાજ્ઞવલ્ક્ય શિક્ષણ, પાણિનીય શિક્ષણ, માંડુકી શિક્ષણ ઈત્યાદિ સૌથી મહત્ત્વનાં છે.
સંસ્કૃત શ્લોક ટાંકીને વાત કરવાને બદલે આપણે મૂળ શ્લોકના અર્થ ટાંકીને વાત કરીશું.
યાજ્ઞવલ્ક્ય શિક્ષણમાં કહેવાયું છે: ‘જે વિદ્યાર્થી ઉપાંશુ (અર્થાત્ ગણગણ કરતો હોય એ રીતે ધીમું ધીમું) બોલે છે, અથવા ભડભડિયાની જેમ ઝડપથી બોલે છે અથવા ભયભીત થઈ ગયો એમ ડરી ડરીને ઉચ્ચાર કરે છે એ રીતે ભલે તેે હજાર શબ્દો બોલી નાખે છતાં એના બોલવામાં સ્પષ્ટતા આવતી નથી. આથી વિદ્યાર્થીએ ન તો ઉપાંશુ ન શીઘ્રતાપૂર્વક ઉચ્ચારણ કરવા જોઈએ. ભય છોડીને ધૈર્યપૂર્વક બોલવું જોઈએ.’
આને જરા વિગતે સમજીએ. વિદ્યાર્થીકાળથી સ્પષ્ટ બોલવાની પ્રેકટિસ પાડવી જોઈએ. ઉચ્ચાર પ્રમાણે હોઠનો આકાર બદલાવો જોઈએ. બોલવાનું શીખવું માત્ર અભિનેતા, વકતા, નેતા વગેરે માટે જ અગત્યનું નથી. એક આમ આદમી જ્યારે પૂરતા આરોહ-અવરોહ સાથે પણ સાહજિક રીતે, સહી ઉચ્ચારો સાથે, સામેવાળા સુધી પોતાનો અવાજ પહોંચે તે રીતે, ધીરજપૂર્વક બોલે છે ત્યારે એનો ઈમ્પેક્ટ પડવાનો જ છે. યાજ્ઞવલ્ક્યની આ સલાહ આજની જનરેશનના દરેક વિદ્યાર્થીને, ફૉર ધેટ મૅટર જેઓ ભણીગણીને ધંધો-નોકરી કરતા થઈ ગયા છે એમને કે સૌ કોઈને લાગુ પડે. આપણી આસપાસ એવી ઘણી વ્યક્તિઓને આપણે જોઈ-સાંભળી છે જે ગણગણતી હોય એવી રીતે બોલે અથવા ઘાંટા પાડીને વાત કરે અથવા કર્કષ અવાજે વાતચીત કરે. સુમધુરતાથી બોલવાનું શિક્ષણ નાનપણથી જ માણસને મળવું જોઈએ એવી આપણી પ્રાચીન પરંપરા છે.
પાણિનિનો એક શ્ર્લોક ટાંકીને કહેવામાં આવ્યું છે કે બોલનારે આટલી વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ: ‘માધુર્ય, અક્ષરવ્યક્તિ (ઉચ્ચારની સ્પષ્ટતા), પદચ્છેદ (અલ્પવિરામ, પૂર્ણવિરામનું ધ્યાન રાખીને યોગ્ય જગ્યાએ પૉઝ લેવા), સુસ્વર, ધૈર્ય અને લયયુકતતા – બોલનારમાં આ છ ગુણ જોઈએ.’
માંડુક્ય લખે છે: સુતીર્થ (અર્થાત્ શ્રેષ્ઠ ગુરુ) પાસેથી શીખીને, ચહેરો સૌમ્ય રાખીને, ઉત્તમ સ્વરે વ્યકત થતા વેદ મંત્રોચ્ચાર સાંભળવા ગમે છે. કુતીર્થ (અજ્ઞાની અધ્યાપક) પાસેથી શીખવા મળેલાં અશુદ્ધ રીતે થતા વેદ મંત્રોચ્ચારના પાપમાંથી આજીવન મુક્તિ મળતી નથી. એટલે બાલ્યકાળથી જ શુદ્ધ ઉચ્ચારો દ્વારા બોલતાં શીખવું જોઈએ.
અહીં વેદ મંત્રોચ્ચારની વાત કહી છે. આપણે કોઈપણ વાતમાં ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ એવો આગ્રહ રાખી શકીએ છીએ.
યાજ્ઞવલ્ક્ય કહે છે: પાંચ પ્રકારના વિદ્યાર્થીઓ વિદ્યાગ્રહણ કરી શકતા નથી. ૧. ચંડ (ઉગ્ર, કલહપ્રિય), ૨. સ્તબ્ધ (ઉદ્ધત, ઘમંડખોર),૩. આળસુ, ૪. રોગી, ૫. આસક્ત (સ્ત્રી અથવા કોઈપણ વિદ્યાવિરોધી પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો હોય એવો).
અને વિદ્યાપ્રાપ્ત કોને થાય છે? ૧. જે જનસમૂહને સર્પ ગણીને પોતાનાથી દૂર રાખી એકાંતસેવી બને છે, ૨. જે માનપ્રતિષ્ઠાથી નરકની જેમ ગભરાય છે, ૩. જે સ્ત્રીવિષયક આસક્તિની રાક્ષસીથી ગભરાય તે રીતે ડરતો હોય તે જ વિદ્યાર્થી વિદ્યાને પ્રાપ્ત કરી શકે છે. જે વિદ્યાર્થી ભોજનાવલંબી ન હોય અને સ્ત્રી માટે આસક્ત ન હોય તે જ ગરુડ અને હંસની જેમ દૂર દૂરના દેશોમાં જઈને વિદ્યાભ્યાસ કરી શકે છે.
હજુ બીજાં થોડાંક શિક્ષણ – સૂત્રો છે. બહુ કામનાં છે. દરેક પ્રાચીન સૂત્ર આજના જમાનામાં પણ ઉપયોગી છે. દરેક સૂત્રનું ઈન્ટરપ્રીટેશન આજના સમય પ્રમાણે કરવું જોઈએ. ભોજનાવલંબીનો મતલબ ત્યારે એવો થતો કે ભોજન માટે આસક્તિ ન હોવી જોઈએ. અત્યારે એ અર્થનો વિસ્તાર કરીને કહી શકાય કે ભોજન માટે આસક્તિ ન હોવી એનો અર્થ એ નહીં કે ભાવતાં ભોજન ખાવાનાં નહીં. પણ મને માના હાથની દાળઢોકળી જ ભાવે કે પત્નીના હાથનો ગાજરનો હલવો જ ભાવે એવો આગ્રહ રાખશે એ ઘરની બહાર, પરદેશ, જઈને શિક્ષણ નહીં મેળવી શકે. એણે અમેરિકા જઈને બર્ગરનો અને ઈટલી જઈને પાસ્તાનો ટેસ્ટ કેળવવો પડશે. તો જ એ હાર્વડમાં ભણવા જઈ શકશે કે ફૅશન ડિઝાઈનિંગના અભ્યાસમાં આગળ વધી શકશે.
વધુ આવતા બુધવારે.
સાયલન્સ પ્લીઝ!
શિક્ષણ લેવામાં પૈસાનું નહીં પૅશનનું રોકાણ કરવું જોઈએ.
— અજ્ઞાત
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
દિલીપકુમાર સારા કલાકાર હતા અને તેની મોટા ભાગની ફિલ્મો જોવી ગમતી, પણ તેના માટે લાંબા લખાણો કે તેની દસ ટોપ ફિલ્મો વિશે લખીને તમારો અને અમારો સમય ના બગાડવા વિનંતી છે. તમારી શૈલી ને હિસાબે વાંચવી ગમશે નહિ કે તેમના કામ માટે કે વ્યક્તિત્વ માટે….કારણકે મોટે ભાગે બધું ખુબ ચવાયેલું જ / પહેલાં કહેવાઈ ગયેલું જ હોય છે. આમ ગણો તો ઘણા સારા કલાકારો, સંગીતકારો, કવિઓ, લેખકો વિ. ઘણાએ સારા સારા યોગદાનો આપેલા જ છે ,તે જ રીતે દિલીપકુમારનું પણ ગણાય.
તેને બદલે કોઈ બીજા વિષય કે સાંપ્રત સમસ્યા કે કોઈ અનન્ય વ્યક્તિત્વ વિશે લખો તો ગમશે.
સલાહ બદલ આભાર, સાહેબ! બીજા અનેક વિષયો પર ચિક્કાર લખ્યું જ છે અને લખાતું જ રહેશે.
દિલીપકુમાર વિશે પણ લખવું જ જોઈએ.