હૅપી બર્થ ડે, સર : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ. બુધવાર, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫)

વર્ષના જુનમાં વ્યાવસાયિક કામસર અમદાવાદમાં સારા એવા દિવસો રહ્યો. જે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાની કમનસીબ ઘટના બની તે વહેલી સવારે હું મારા પ્રકાશકમિત્રની ગાડી લઈને ગુણવંત શાહને મળવા વડોદરા ગયો હતો. વાતમાંથી વાત નીકળી અમારા બંને માટે આદરણીય એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની. ગુરુપૂર્ણિમાએ મોદીજી ગુણવંતભાઈને ફોન કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. મોદીજીની કામગીરી અને એમની સિદ્ધિઓ વિશે વાત કરતા ગુણવંતભાઈએ કહ્યું કે: ‘હમણાં જ મેં એક પુસ્તક માટે પ્રસ્તાવના લખી જેનું મથાળું છે : ‘નરેન્દ્રભાઈનું અવતારકૃત્ય’.

આ સાંભળીને હું ઉછળ્યો. ભાઈ કહે શું થયું! મેં કહ્યું, લાંબી વાત છે. તમે તમારી વાત પૂરી કરો પછી કહું.

ગુણવંતભાઈએ મોદીજીને અવતાર કહ્યા એની પાછળ એમનું લોજિક છે. એમણે એ પ્રસ્તાવનાલેખમાં ગાંધીજીને ટાંક્યા છે. ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’માં અવતારની વ્યાખ્યા આપી છે એવું કહીને ભાઈએ એ વ્યાખ્યા સમજાવી કે ગાંધીજીના મતે અવતાર એટલે શરીરધારી પુરૂષવિશેષ. ભાઈએ કહ્યું કે આ વ્યાખ્યા નરેન્દ્ર મોદીને લાગુ પડે છે. પછી એમણે ઉમેર્યું: હવે, તું તારી વાત કર.

મેં માંડીને વાત કરી. 2019ના ઇલેક્શન પહેલાં એપ્રિલમાં કાંદિવલીમાં એક મોટી સભા હતી — દેશની વર્તમાન પરિસ્થિતિ વિશેની. સભા પ્રમુખ નગીનદાસ સંઘવી હતા જે સ્વાભાવિક રીતે છેલ્લે બોલવાના હોય. એમના પ્રવચન પહેલાં મારે બોલવાનું હતું. મારા પ્રવચનમાં મેં મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા નેત્રદીપક કામોને ટૂંકમાં વર્ણવીને કહ્યું કે મોદી યુગપુરુષ છે અને આ યુગ ભવિષ્યમાં મોદીયુગ તરીકે ઓળખાશે. જેમ ઇતિહાસકારો ગાંધીજીના જમાનાને ગાંધીયુગ તરીકે વર્ણવે છે એમ.

સંઘવીસાહેબે એમના પ્રવચનમાં મને ધોઈ નાખ્યો. એમણે કહ્યું કે સૌરભ તો ગપ્પાં મારે છે. એમ કંઈ બધાને યુગપુરુષ ના કહેવાય. યુગપુરુષ તો ગાંધીજી હતા. મોદી કંઈ યુગપુરુષ નથી.

બીજેત્રીજે દિવસે મારી કૉલમમાં આ સભાનો ઉલ્લેખ કરીને યુગપુરુષવાળી વાત કરી. પછી ઉમેર્યું કે સંઘવીસાહેબની વાત સાચી છે. આજથી હવે હું મોદીને યુગપુરુષ કહેવાનું બંધ કરીશ. હવેથી હું મોદીને અવતાર કહીશ.

ગુણવંતભાઈએ કંઈ મારી આ અવતારવાળી વાત વાંચી ન હોય. એ મૌલિક વિચારક છે. એમણે મોદીને અવતાર કહ્યા. એમણે જ નહીં 2019 થી 2025 વચ્ચેનાં છ વર્ષમાં ઓછામાં ઓછા ચાર સંતો, મહાપુરુષોના મોઢે મેં જાહેરમાં મોદીને અવતાર અથવા અવતારનો પર્યાયવાચક શબ્દો વાપરતા સાંભળ્યા છે.

મને મોદી અવતાર લાગે છે એનું કારણ એ નથી કે આપણે એમનાં મંદિરો બનાવવાનાં કે એમની મૂર્તિની પૂજા કરવાની. સેક્યુલરો અને લેફ્ટિસ્ટો મારી આ અવતારવાળી વાત સાંભળીને લાકડી લઈને મારી પાછળ દોડે છે ત્યારે હું એમને ‘ધ બૅન્ગોલ ફાઇલ્સ’માં ગોપાલ પાઠા જે રીતે પાઠ ભણાવે છે એ જ રીતે જવાબ આપવાની ખ્વાહિશ રાખતો હોઉં છું.

મારું કારણ સિમ્પલ છે. રામ અને કૃષ્ણ અવતાર છે. ભગવાન છે. પણ સૌ પ્રથમ તેઓ ઇતિહાસ પુરુષ છે. રામના જીવતે જીવ કંઈ એમનાં મંદિરો બનાવવામાં નથી આવ્યાં. રામચંદ્રજીની હયાતિ દરમિયાન પ્રજાએ એમને પ્રેમ આપ્યો છે, આદર આપ્યો છે. પણ એમની પૂજા નથી કરી, મૂર્તિઓ નથી બનાવી. રાજા રામ એક ઉત્તમ રાજકર્તા હતા. પ્રજા સુખી રહે અને રાક્ષસોથી સલામત રહે એ જ એમના જીવનનું ધ્યેય હતું. એમની વચનબદ્ધતા તથા નિષ્ઠા – પ્રામાણિકતા – સત્યપ્રિયતા વગેરે પર પ્રજાને ભરોસો હતો. આવું જ શ્રીકૃષ્ણની બાબતમાં. શ્રીકૃષ્ણ યુદ્ધખોર નહોતા. કૌરવો સાથેની વિષ્ટિમંત્રણા માટે તેઓ સામે ચાલીને ગયા હતા. ધર્મના વિજય માટે શું શું કરવું અને શું શું નહીં એની એમનામાં ઊંડી સમજ હતી.

રામ અને કૃષ્ણ હજારો વર્ષ પછી પણ આપણને પ્રેરણા આપતા રહે છે. મોદીમાં આ બધા ગુણ છે અને એ પણ આપિયાઓ તથા પપ્પુપ્રેમીઓ સિવાય સૌ કોઈને પ્રેરણા આપતા રહે છે. ભાગ્યે જ કોઈ દેશપ્રેમી એવો જોવા મળશે જેને મોદી માટે, એમનાં કાર્યો માટે, એમની કાર્યપદ્ધતિ માટે આદર ન હોય.

ગઈકાલે સાંજે સ્વામી ગોવિંદ દેવ ગિરિનાં પ્રથમ વાર દર્શન કર્યા. યુટ્યુબ પર એમની રામ કથા, શિવાજી કથા, મહાભારત કથા અનેક વાર સાંભળી છે. રૂબરૂ મળવાનું સદ્‌નસીબ પહેલી વાર. સ્વામીજી, તમને જો યાદ હોય તો, 22 જાન્યુઆરીવાળી પ્રાણપ્રતિષ્ઠા વિધિની ઉજવણીમાં કેન્દ્રસ્થાને હતા. મોદીએ 11 દિવસના ઉપવાસ-અનુષ્ઠાન બાદ પોતાને પારણાં કરાવવા માટે સ્વામી ગોવિંદ દેવ ગિરિની પસંદગી કરી હતી. અયોધ્યાના રામ મંદિરના ટ્રસ્ટની તિજોરીની ચાવી સ્વામીજી પાસે છે. અયોધ્યાના જ નહીં મથુરાના મંદિર ટ્રસ્ટના પણ તેઓ ખજાનચી છે. આ ઉપરાંત દેશભરમાં પચાસ જેટલા ગુરુકુળોનું સંચાલન તેઓ કરે છે.

સ્વામીજીને મેં નગીનદાસ સંઘવીવાળો કિસ્સો કહીને ગુણવંત શાહની વાત કરી. સ્વામીજીની માતૃભાષા મરાઠી છે પણ તેઓ ગુજરાતી બોલી શકે છે, વાંચી શકે છે. સ્વામીજીએ મને કહ્યું કે તમારી વાત પર ગુણવંતભાઈનો ઠપ્પો લાગે એટલે હવે આ બાબતે કોઈએ કંઈ કહેવાનું ન હોય.

સ્વામીજી અને મોદીજી વચ્ચે પરસ્પર ભાવનાત્મક સંબંધ પણ ઘણો ઊંડો છે. મેં એમને કહ્યું કે આવતી કાલે મોદીજીનો 75મો જન્મદિવસ છે અને ભારત માટે આ જન્માષ્ટમી કે રામનવમી જેવો જ ઉત્સવ છે. અમે ઘરમાં નક્કી કર્યું છે કે એ બે પવિત્ર તહેવારોએ આપણે જેમ ઉપવાસનું વ્રત રાખીએ છીએ એમ કાલે પણ ઉપવાસ કરીને ઉજવણી કરીશું. સ્વામીજીએ અમને આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદ આજના પવિત્ર દિવસે આપ સૌની સાથે વહેંચીને ભગવાનને પ્રાર્થના કરું છું કે મોદીજી સો વર્ષના થાય, એમનું સ્વાસ્થ્ય સંપૂર્ણરીતે એમનો સાથ આપે અને એમના જીવન પરથી, એમનાં કાર્યો પરથી આપણે સૌ પ્રેરણા પામતા રહીએ.

હૅપી બર્થ ડે, સર.

તાજા કલમ : ‘મોદી સ્ટોરી’ એક એવો પ્રોજેક્ટ છે જેમાં મોદી સાથેના સંપર્કથી ઉદ્‌ભવતા પ્રેરણાત્મક કિસ્સાઓ રેકોર્ડ કરવામાં આવે છે. મોદીજીના વર્ક કલ્ચર વિશેની સવા મિનિટની ક્લિપ આ લેખ સાથે મૂકી છે. આ એક નાનકડી વાત એમની કાર્યપદ્ધતિ વિશે ઘણું બધું કહી જાય છે.

https://youtu.be/cBg0sd6btRk?si=PD-Bm-tf1gLH54Tx

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here