કેજરીવાલ અને આપિયાઓ : કામ નહીં કરનારાઓ તમને પણ કામ કરતાં રોકશે (કેજરીવાલની કલંકથા: 12) : સૌરભ શાહ

(‘ન્યુઝવ્યુઝ’,Newspremi .com : બુધવાર, 26 ફેબ્રુઆરી 2025)

છેવટે અરવિંદ કેજરીવાલનાં પાપોનો હિસાબકિતાબ દિલ્લીની વિધાનસભામાં જાહેર થવા લાગ્યો છે. ગઈ કાલે વિધાનસભામાં દિલ્લી રાજ્યના આવકખર્ચના આંકડાઓનું ઑડિટિંગ કરતા ‘કેગ’ રિપોર્ટ રજૂ થયા. આ રિપોર્ટ અત્યાર સુધી કેમ બહાર ન આવ્યા ? મુખ્યમંત્રીપદ દરમ્યાન કેજરીવાલે ન આવવા દીધા.

ચૂંટણી પંચ કે એવી બીજી ઘણી સ્વાયત્ત સંસ્થાઓની જેમ ‘કેગ’ (CAG અર્થાત્ Comptroller and Auditor General of India) પણ સ્વતંત્રપણે કામ કરતી ભારતના બંધારણ મુજબ ઘડાયેલી સંસ્થા છે. એનું કામ ભારતના દરેક રાજ્ય (તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશો) ઉપરાંત કેન્દ્ર સરકારના હિસાબકિતાબ પર નજર રાખવાનું છે. ‘કેગ’વાળા સરકારી આવક-ખર્ચના કૉમ્પ્યુટર પરના ચોપડાઓ તપાસીને ઑડિટિંગ કરી ઑડિટ રિપોર્ટ તૈયાર કરે છે. આ સીલબંધ રિપોર્ટ ખોલવાની સત્તા બે જ જણને હોય છે. ‘કેગ’ તરફથી કેન્દ્ર સરકારનો ઑડિટ રિપોર્ટ રાષ્ટ્રપતિને તથા રાજ્ય સરકારોના રિપોર્ટ જે તે રાજ્યના રાજ્યપાલને (દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નરને) સોંપવામાં આવે છે. રાષ્ટ્રપતિજી લોકસભાના સ્પીકરને તથા ગવર્નરસાહેબ વિધાનસભાના સ્પીકરને મોકલી આપે. સ્પીકરશ્રી લોકસભા\ વિધાનસભામાં આ રિપોર્ટ મૂકે અને વડા પ્રધાન કે મુખ્ય પ્રધાનને સોંપે ત્યારે જ પબ્લિકને જાણ થાય કે રિપોર્ટમાં શું છે.

દિલ્લી રાજ્યમાં કેજરીવાલનું શાસન રહ્યું ત્યાં સુધી એણે સ્પીકર દ્વારા ‘કેગ’ના રિપોર્ટ વિધાનસભામાં રજૂ થવા દીધા નહીં. કહેવાની જરૂર નથી કે સ્પીકર ‘આપ’ પાર્ટીના જ હતા. દિલ્લીમાં સત્તાપલટો થયા પછી ભાજપની સરકાર આવી એટલે સ્પીકરે ‘કેગ’ના રિપોર્ટ્સને વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપી જેને કારણે કેજરીવાલનાં કાળાં કામોનો વધુ એક ભાંડો ફૂટ્યો.

દિલ્લી વિધાનસભામાં પેશ થયેલા ‘કેગ’ના બેમાંથી એક ઑડિટ રિપોર્ટમાં શું છે ? રિપોર્ટ મુજબ:

1. 2021-22માં ‘આપ’ની નવી શરાબનીતિ લાગુ થવાને કારણે દિલ્લી રાજ્યની તિજોરીને રૂ. 2,026 કરોડનું નુકસાન થયું છે.
2. માત્ર 3 જથ્થાબંધ વેપારીઓને 71% માલ સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવી.
3. શરાબના છૂટક વિક્રેતાઓ નીમવા માટે લાયસન્સ આપવામાં ઘોર ગેરરીતિઓ આચરી. કેટલાક ખાસ લોકોને બહુ ફાયદો કરાવી આપવામાં આવ્યો.
4. જે વિસ્તારોમાં શરાબની દુકાનો ન હોવી જોઈએ ત્યાં પણ ઠેકા ખોલવાનાં લાયસન્સ આપવામાં આવ્યાં.
5. શરાબ ઉત્પાદકોને અમુક જ હોલસેલરોને સપ્લાય કરવાનો આદેશ આપ્યો.
6. એલ.જી. અને કેબિનેટની સાથે મંત્રણા કર્યા વિના જ સરકારે પોતાની મુનસફીથી નિર્ણયો લીધા.
7. મનીષ સિસોદિયા અને એના સાથી પ્રધાનોએ નિષ્ણાતોની આપેલી સલાહની ઘોર અવગણના કરી.
8. હોલસેલરોનો માર્જિન 5%થી વધારીને લગભગ અઢી ગણો સીધો 12% કરી આપવામાં આવ્યો.
9. ખાસ બ્રાન્ડસને પ્રમોટ કરવા માટે મોનોપોલી સર્જીને કાર્ટેલો બનવા દીધી.

પ્રથમ રિપોર્ટમાં કેજરીવાલનું શરાબકૌભાંડ બહાર આવ્યું તેનો બચાવ ‘આપ’ની ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેના કરે છે. અને કહે છે કે ‘અમારી માગ છે કે એલજી, સીબીઆઈ તથા ઈડીની જાંચતપાસ કરો કે આ ત્રણેયે અમારી સરકારની શરાબનીતિને રોકીને રાજ્યને રૂ. 2,000 કરોડનું નુકસાન કેમ કરાવ્યું ?’

ઊલટા ચોર કોતવાલ કો ડાંટે.

બીજો રિપોર્ટ દિલ્લી સરકારના આરોગ્ય ખાતાને લગતો છે. એમાં કહેવાયું છે કે :

1- ત્રણ હૉસ્પિટલો બાંધવા માટે જે ખર્ચનું બજેટ મંજૂર થયેલું તેના કરતાં કેજરીવાલની સરકાર દ્વારા રૂ. 382 કરોડ વધુ ચૂકવવામાં આવ્યા છે.
2- છેલ્લાં પાંચ વર્ષમાં દર્દીઓ માટે માત્ર 1,300 પલંગની જ વધારાની સુવિધા ઉમેરાઈ છે.
3- દિલ્લી રાજ્યને હસ્તક સરકારી હૉસ્પિટલોમાં કેપેસિટી કરતાં લગભગ બમણા (189%) દર્દીઓનો ભરાવો છે. દર્દીઓએ પલંગ શેર કરવા પડે છે. અનેક દર્દીઓએ જમીન પર સૂઈ રહેવું પડે છે.
4- હૉસ્પિટલો બાંધવામાં 3થી 6 વર્ષનો વિલંબ થયો છે.
5- મોહલ્લા ક્લિનિકો ખખડધજ અવસ્થામાં છે. 2017માં 1,000 મોહલ્લા ક્લિનિક શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું. જેમાંથી માત્ર 523 મોહલ્લા ક્લિનિક માર્ચ 2023માં કાર્યરત હતા. મોહલ્લા ક્લિનિક માટે જે બજેટ ફાળવવામાં આવેલું તેમાંથી માત્ર 28% રકમ જ વપરાઈ છે. ( બાકીની રકમ ક્યાં ગઈ?). સ્ટાફનાં રાજીનામાં, સ્ટાફની અછત, સાધનોની અછત તથા દર્દીના આરોગ્યની જાંચ-તપાસમાં બેદરકારી—આ ખામીઓથી મહોલ્લા ક્લિનિક ગ્રસ્ત છે. ઘણી વખત તો માત્ર 60 સેકન્ડમાં જ દર્દીની જાંચતપાસ કરી નાખવામાં આવે છે. મહોલ્લા ક્લિનિક બરાબર ચાલે છે નહીં એનું ઈન્સપેક્શન છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર 2 ટકા મહોલ્લા ક્લિનિકમાં થયું છે.
6- કોવિડ વખતે દિલ્લી રાજ્યને જે ફંડ આપવામાં આવ્યું હતું. તેમાંથી રૂ. 200 કરોડ વપરાયા વિના જ પડ્યા રહ્યા છે.
7- આરોગ્યસેવાઓ માટે ફાળવવામાં આવેલી જમીનો વપરાયા વિનાની પડી છે.
8. કેટલાય મહોલ્લા ક્લિનિક મહિનાના ત્રીસમાંથી 22-23 દિવસ બંધ રહેતા હતા.
9. અમુક મહોલ્લા ક્લિનિકમાં થર્મોમીટર અને ઑક્સિમીટર જેવાં સાધનો પણ નહોતાં.
10. એકવીસ મહોલ્લા ક્લિનિકમાં ટોયલેટ નહોતાં.
11. દિલ્લી રાજ્યસરકાર દ્વારા સંચાલિત 27 હૉસ્પિટલમાંથી 14માં આઈસીયુ નથી, 16માં બ્લડ બેન્ક નથી, 8માં ઑક્સિજન સપ્લાયની સુવિધા નથી, 12માં એમ્બ્યુલન્સ સેવા નથી અને 15માં મૃતદેહ સાચવવા માટે કોઈ મૉર્ગ નથી.

બજેટનો 40% હિસ્સો આરોગ્ય અને શિક્ષણ માટે ખર્ચ કરવાનો દાવો કરતી ‘આપ’ સરકારે કરોડો રૂપિયાની જાહેરાતો કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા.

આ તો હજુ બે જ રિપોર્ટ દિલ્લીની વિધાનસભામાં મૂકાયા છે. આવા બીજા ડઝનેક રિપોર્ટ વારાફરતી આગામી દિવસોમાં રજૂ થવાના છે.

આ બે રિપોર્ટ પરથી તમે જોઈ શકો છો કે કેજરીવાલને અને એના આપિયાઓને ન તો વહીવટ કરતાં આવડે છે, ન વહીવટ કેવી રીતે કરવો એ શીખવાની આ લોકોમાં દાનત છે. અને પાછી વાતો મોટી-મોટી કરવી છે- ‘સ્વરાજ’ ચોપડી વિશેના લેખોમાં તમે જોયું એમ.

મતદારોને મફતિયા માલની માયાજાળમાં ફસાવીને અને મતદારોની આંખમાં ધૂળ નાખવા બિકાઉ મીડિયા દ્વારા પોતાની પબ્લિસિટી કરાવીને સત્તા પર આવેલા કેજરીવાલની ઊડીને આંખે વળગે એવી ટ્રેઈટ વિશે આપણે એક કરતાં વધારે વાર વાત કરી ગયા છીએ- જે કામ કરતાં આવડતું નથી, જે કામ કરવાની દાનત પણ નથી તે કામ બીજાઓને કારણે નથી થતાં/થયાં એવી પટ્ટી પઢાવવાની અને ખરીદી લીધેલા મીડિયા દ્વારા પ્રજા સુધી આ જુઠ્ઠી વાત ‘ન્યુઝ’ બનાવીને પહોંચાડવાની.

તમને યાદ હોય તો 2018માં કેજરીવાલે કેવું નાટક કરેલું? 13 જૂને કેજરીવાલ 1,000 આપિયાઓનું સરઘસ કાઢીને એલ.જી.ના નિવાસસ્થાને–રાજનિવાસ પર ગયેલો. શું કામ? એલ.જી. અને સરકારી અધિકારીઓ અમને કામ કરવા દેતા નથી- એવી ફરિયાદ લઈને. એ પછી રાજનિવાસના વેઈટિંગરૂમના સોફા પર સૂઈને કેજરીવાલ, ડેપ્યુટી સી.એમ. મનીષ સિસોદિયા, ગૃહમંત્રી સત્યેન્દ્ર’ જૈન અને કામગાર મંત્રી ગોપાલ રાયે ધરણા કરી હતી. આખી રાત સૂતા રહ્યા. 9 કરતાં વધુ દિવસ સુધી આ નૌટંકી ચાલી.

ગઈ કાલે આતિશી સહિત બાકીના તમામ આપિયાઓએ વિધાનસભાની કાર્યવાહી ખોરવી નાખવા હુલ્લડ મચાવ્યું જેને કારણે એ સૌને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા પડ્યા. એક તો પોતે કામ કરવું નહીં અને બીજાઓ કરતા હોય ત્યારે એમને કરવા દેવું નહીં.

2018ની 22મી જૂને મેં લખેલા એક લેખનું શીર્ષક છે : ‘કામ નહીં કરનારાઓ તમને પણ કામ કરતાં રોકશે.’ કેજરીવાલ વિશે, અગાઉ તમને જણાવ્યું છે એમ, 2012-13ના વખતથી હું લખતો આવ્યો છું. એને સત્તા મળી તે પહેલાં અને એની સત્તાનાં દસપ્લસ વર્ષ દરમ્યાન મેં કેજરીવાલની આકરામાં આકરી ટીકા કરતા લેખો લખ્યા છે. કુલ 50થી વધુ લેખો વીતેલા બાર-તેર વર્ષમાં લખાયા. એમાંની ઘણી માહિતી મેં આ સિરીઝમાં લીધી છે. આજે ‘કામ નહીં કરનારાઓ તમને પણ કામ કરતાં રોકશે’લેખ આખો ફરી વંચાવું. આઠ વર્ષ પહેલાં લખાયેલી એકેએક વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે:

***

કામ નહીં કરનારાઓ તમને પણ કામ કરતાં રોકશે :સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, મુંબઈ સમાચાર, 22 જૂન 2018)

જે લોકોને કામ નથી કરવું એ લોકો તમને પણ કામ નહીં કરવા દે. હા, હું અરવિંદ કેજરીવાલની વાત કરું છું.

નવ દિવસ સુધી કોઈના ઘરમાં ઘૂસીને ધરણા કરનારો માણસ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. આ જે લક્ષણ છે તે એનાર્કિસ્ટનું લક્ષણ છે-અરાજકતાવાદીનું. અને તમે હવે જાણી ચૂક્યા છો કે સેક્યુલરવાદીનું મહોરું પહેરીને મહાલતા માકર્સવાદીઓ કે સામ્યવાદીઓ કે ડાબેરીઓ કે લાલભાઈઓ એનાર્કિસ્ટ હોવાના અને તેઓ આવી અરાજકતાને સક્રિય ટેકો પણ આપવાના.

મુખ્યમંત્રી પોતાના રાજ્યના રાજ્યપાલ (લેફટન્ટ ગવર્નર)ના નિવાસસ્થાનમાં ઘૂસીને નવ-નવ દિવસ સુધી ત્યાં જ પડ્યા પાથર્યા રહે, હટવાનું નામ ન લે, ઉપરથી પોતાની ટીમને બોલાવી લે એવું ભારતે ક્યારેય જોયું નથી. આવા લોકોને મીડિયાએ ધોકે ધોકે ધોઈ નાખવાના હોય. આ પ્રકારના ગંદા નાટક બદલ મુખ્યમંત્રીપદેથી એમણે રાજીનામું આપવું પડે એવી શરમજનક પરિસ્થિતિ એમના માટે સર્જવાની હોય. એને બદલે કેજરીવાલ જેવા જ કેટલાક એનાર્કિસ્ટ માર્કસિસ્ટ પત્રકારો જઈ જઈને કેજરીવાલનો ઈન્ટરવ્યૂ લઈ આવતા હતા, જાણે કેજરીવાલે કોઈ બહાદુરીનું કામ કરી નાખ્યું હોય. લોકતંત્રની વાતો કરનારાઓ અને મોદીને લોકશાહી શીખવાડનારાઓ જ લોકતંત્રની મજાક ઉડાવતા થઈ ગયા છે. તેઓ પોતે જો લોકશાહીમાં માનતા હોત તો લોકશાહીમાં સર્જાયેલી બંધારણીય સત્તાઓનો આદર કરતા હોત. એને બદલે સુપ્રીમ કોર્ટથી માંડીને લેફટનન્ટ ગવર્નરપદ સુધીના લોકશાહીના એકેએક પાયાઓની તેઓ મજાક બનાવી ચૂક્યા છે, એનો ઉપહાસ અને દુરુપયોગ કરી ચૂક્યા છે.

નવ દિવસના ધરણા પછી આઈ.એ.એસ. અફસરો સાથેની એક દિવસ મીટિંગ થઈ ન થઈ ત્યાં તો પેલો માણસ પોતાના ડાયાબિટીસના દર્દનો ઉપચાર કરાવવા દસ દિવસ માટે ભાગી ગયો.

મુદ્દાની વાત એ છે કે એને કામ જ નથી કરવું. આંગણ સીધુંસપાટ હોય તોય એ ટેઢુંમેઢું છે એવી ફરિયાદો કર્યા કરવી છે.

થોડાક પાછળ જઈએ. આ ઈશ્યુ ક્યાંથી ઊભો થયો તે જાણીએ.

દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી કેજરીવાલે આડેધડ નિર્ણયો લેવા માંડ્યા. અનેક નિર્ણયો અમલમાં મૂકી શકાય એવા હતા જ નહીં, જેની કેજરીવાલને પણ ખબર હતી, પણ ચૂંટણીપ્રચાર વખતે પ્રોમિસિસ આપીને જે પલાળેલું તે મૂંડવું તો પડે જ.

કૉલેજમાં ભણતું તમારું બાળક એના મિત્રોને પ્રોમિસ આપી આવે કે તમે મને કૉલેજની ચૂંટણીમાં જીતાડીને જી.એસ. બનાવશો તો હું કૉલેજના બધા સ્ટુડન્ટ્સને ફાઈવસ્ટાર હૉટેલમાં પાર્ટી આપીશ. પેલો જીતી જાય તમારી પાસે આવીને કહે કે પપ્પા, મારે કૉલેજના પાંચસો જણાને ફાઈવસ્ટારમાં પાર્ટી આપવી છે, મેં પ્રોમિસ આપ્યું છે.

પપ્પા શું કહેશે? ગધેડા, પૈસા ઝાડ પર ઊગે છે? કોણે કહ્યું’તું આવાં પ્રોમિસો આપવાનું.

ઉદ્દંડ અને ઉડઝૂડિયા કેજરીવાલને દિલ્હીની બ્યુરોક્રસીએ આ જ કહ્યું. કેજરીવાલના અને એમના સાગરીતોના આડા ટેઢા ધંધાઓની ફાઈલ ક્લિયર થતી બંધ થઈ ગઈ. વાજબી રીતે જ એવા ઉટપટાંગ નિર્ણયોની ફાઈલો પર અફસરોએ સહી કરવાનું બંધ કર્યું. કારણ કે જો ફાઈલો ક્લિયર કરતા રહે તો ભવિષ્યમાં આ બ્યુરોક્રેટ્સ જ વાંકમાં આવે અને એમાંથી જે નિર્ણયો કૌભાંડ સમાન હોય તે જો કોર્ટમાં પુરવાર થાય તો જેલમાં એમણે જવું પડે, નહીં કે કેજરીવાલ અને એમની ટોળકીએ.

આ સંઘર્ષમાં એક વખત કેજરીવાલ સાથે મીટિંગમાં આવેલા એક આઈ.એ.એસ. અફસરને કેજરીવાલના જ સાથીઓએ માર મારીને અધમૂઓ કરી નાખ્યો.

મુખ્યમંત્રી તમાશાબીન બનીને જોયા કરે છે, વચ્ચે પડવાની વાત તો બાજુએ રહી. પોલીસ ફરિયાદ થાય છે અને કેજરીવાલના સાથીઓની ધરપકડ થાય છે, કોર્ટમાં કાર્યવાહી થાય છે.

આઈએએસ અફસરોને બદનામ કરવા કેજરીવાલે જાહેર કર્યું કે એ લોકોએ અમારા વિરુદ્ધ હડતાળ પાડી છે, અમારું કંઈ કામ નથી થતું. આ વાતને ચિક્કાર પબ્લિસિટી મળી. આઈએએસ અફસરોએ પ્રેસને કહ્યું કે કોઈ હડતાળ બડતાળ નથી કરી, માત્ર ગેરકાનૂની કામની ફાઈલો જ અમે અટકાવી છે, બાકી બિઝનેસ ઈઝ એઝ યુઝઅલ. આ વાતને મીડિયાએ સહેજ પણ પબ્લિસિટી આપી નહીં. કારણ કે આપે તો કેજરીવાલ અને ગૅન્ગની માફિયાગીરી ખુલ્લી પડી જાય.

કેજરીવાલે પોતાના દર્દના ઈલાજ માટે 10 નહીં 100 દિવસની રજા લેવી હોય તો લે, એમને હક્ક છે, પણ આઈએએસ અફસરો સાથે શરૂ થયેલી મંત્રણા અટકાવીને દસ દિવસનો વિરામ શા માટે? એમની પાસે ડેપ્યુટી સીએમ સિસોદિયા છે, એને પોતાના સ્થાને મૂકીને હવાફેર કરી આવે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ માણસે કામ કરવું જ નથી, કામ કરવાની કોઈ દાનત જ નથી. છાશવારે મને અન્યાય થાય છેનાં નાટકો કરીને પબ્લિસિટી મેળવવી છે અને જે લોકો કામ કરે છે એમને કામ કરવા દેતા નથી એ.

આપણી આસપાસ આવા અનેક એનાર્કિસ્ટો-માકર્સિસ્ટો સેક્યુલરિયાઓ છે જેમણે કામ કરવું નથી અને જેઓ બીજાને કામ કરવા દેવા માગતા નથી. પોતે તો નવરી બજારમાં બેઠા હોય. કોઈને કોઈ સંસ્થા સાથે સંકળાઈને તગડું ઑનરેરિયલ, માનધન, મેળવતા હોય. બીજાં પચાસ નાનાંમોટાં રેકેટ ચલાવીને વગર મહેનતે ઘેરબેઠાં પૈસા મેળવી લેતા હોય એટલે ઘર ચલાવવાની ફિકર ન હોય.

અહીં આપણે લોકો મહિનાના અંતે બે છેડા કેવી રીતે ભેગા થશે એની ચિંતામાં દિવસરાત બરડો ફાટી જાય એટલું કામ કરતા હોઈએ.

આ લોકો આપણને કામ ન કરવા દેવા માટે, આપણું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરવા માટે જાતજાતના ઊંધા ધંધા કરીને આપણા પગમાં આંટી મારતા રહે છે.

કેજરીવાલ લેફ. ગવર્નરના ઘરમાં ઘૂસીને સોફા પર આડા પડીને ધરણા કરતા હતા ત્યારે એક કાર્ટૂન ક્યાંય જોયું હતું. આમ્રપાલી જેવી સાડી અને કંચુકી પહેરેલા કેજરીવાલ મેનકાનૃત્ય કરીને ઝાડ નીચે ધ્યાન ધરી રહેલા મોદીનો તપોભંગ કરવાની કોશિશ કરે છે, પણ મોદી ધ્યાનમગ્ન છે.

આપણી આસપાસ કેજરીવાલવેડાઓ કરતા લુખ્ખાઓને જોઈને આપણે ડિસ્ટર્બ થવાને બદલે માનવાનું કે આ નવરી બજારમાં ફરતા લુખ્ખાઓને આપણામાં મોદી દેખાય છે અને મોદી સુધી પહોંચવાની આ લુખ્ખાઓની કોઈ ઔકાત નથી એટલે આપણી સમક્ષ મુજરો કરે છે.

***

કેજરીવાલની કલંકકથાઓ હજુ પૂરી થઈ નથી.

(ક્રમશઃ)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. saurabh bhai hu tamaro bahu j moto fan chu.

    Kejriwal nu to hu khoon j kari nakhu jo government mane maaf kare to.

    aene joine j gusso aavi jay che k 2 tamacha marvanu man thai jay.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here