પાંચમા વર્ષનો પહેલો દિવસ

સન્ડે મોર્નિંગ

સૌરભ શાહ

દેશમાં મોદીશાસનનું આ પાંચમું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આગામી ૩૬૫ દિવસ દરમ્યાન મોદી અને એમની સરકાર વિરુદ્ધના ફેઈક્ધયૂઝ તથા પેઈડન્યૂઝનું પ્રમાણ અગાઉ ક્યારેય નહોતું એટલું જોવા મળવાનું. ભલભલા મોદી સમર્થકો પોતાની મત બદલાવી નાખવા તૈયાર થઈ જાય એ હદ સુધીની મિસઈન્ફર્મેશનોનો મારો ચલાવવામાં આવશે. કૉન્ગ્રેસ પાસે આગામી ચૂંટણી લડવાના પૈસા નથી એવો કૅમ્પેઈન વીતેલા સપ્તાહમાં શરૂ થઈ ચૂકયો છે. કૉન્ગ્રેસ પાસે ૭૦ વર્ષથી દેશની તિજોરીમાંથી લૂંટેલા પૈસા છે. કૉન્ગ્રેસ પાસે ૭૦ વર્ષથી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો અને શ્રીમંતોની ગળચી દબાવીને ઓકાવેલા પૈસા છે. કૉન્ગ્રેસ પાસે ભારતની મધ્યમ વર્ગીય અને ગરીબ જનતાનું મખ્ખીચૂસ કજૂસની જેમ શોષણ કરીને મેળવેલા અબજો રૂપિયા છે.

પણ ધનભંડાર કૉન્ગ્રેસની પક્ષની તિજોરીમાં નથી. તમામ ટોચના કૉન્ગ્રેસીઓએ પોતાના ભાગે આવતી આ રકમ દબાવીને છુપાવી દીધી છે અને બાકીની નીચલા સ્તરના એમના અગલિયા-બગલિયા તથા ચરણ લૂછિયાઓમાં વેરી છે.

કૉન્ગ્રેસ પોતે કંગાળ છે એમ કહીને અને મોદીનું બસ હવે આ છેલ્લું જ વરસ છે એમ કહીને શ્રીમંતોને-ઉદ્યોગપતિઓને અને બાકી બચેલા કરચોરોને ડરાવવા માગે છે: અમે કહી દીધું તમને કે અમે જ આવવાના છીએ. તો ચૂંટણી લડવા માટે પૈસા આપવાની આનાકાની નહીં કરતા, નહીં તો જોઈ લઈશું.

આવી ધમકીથી ડર્યા વિના કોઈએ કૉન્ગ્રેસને એક રૂપિયો ચૂંટણી ફંડ માટે ન આપવો જોઈએ. કૅમ્પેઈન કરવો હોય તો ઘરમાં દાટી રાખેલા દલ્લાને કાઢો અને ખર્ચો કરો એમાંથી. આમેય એ પૈસા તમને ચૂંટણી ફંડ માટે જ મળ્યા હતા પણ તમે ગપચાવી લીધા હતા.

હિન્દુત્વને બદનામ કરવા નીતનવાં કૌભાંડો બહાર પાડવામાં આવશે આગામી ૩૬૫ દિવસ દરમ્યાન. કોઈ પાદરીબાબા કે મૌલવીનાં જે પરાક્રમો તમારાથી છુપાવવામાં આવે છે એવું પરાક્રમ કોઈ હિન્દુ સાધુબાવાએ કર્યું હશે તો એને એવું ચગાવવામાં આવશે કે તમને તમારા પોતાના ધર્મ માટે, તમારી આસ્થા માટે થુ-થુ કરવાનું મન થઈ જશે.

રાહુલ પાસે બીજો તો કોઈ ધંધો છે નહીં. અમેઠીનો સંસદસભ્ય છે, પણ પોતાના મતવિસ્તારમાં જઈને કશું કામ કરવું નથી. સંસદમાં જઈને ચર્ચા કરવાની લાયકાત નથી એટલે પછી કરવું શું? ઘરમાં બેઠાં બેઠાં ટ્વીટ કર્યા કરવું: મોદીએ આમ કરવું જોઈએ ને મોદીએ તેમ ના કરવું જોઈએ. આવું બોલવામાં ક્યાં મહેનત કરવાની છે? એણે પોતે તો એવું કંઈ કરવું નથી. જિંદગી આખી જમીન પરથી સળી ઉપાડીને ભાંગીને બે ટુકડા કર્યા નથી. ટ્વિટર અકાઉન્ટ પણ એના નોકરો ચલાવે છે.

મોદી ઉપર આ ૩૬૫ દિવસ દરમ્યાન ચારે તરફથી હુમલાઓ થતા રહેવાના. ચિંતા મોદીની નથી. એ તો કૅપેબલ છે આવા હુમલાઓનો સામનો કરવા માટે. ભૂતકાળમાં આવા અનેક તોતિંગ હુમલાઓનો સામનો કરીને એમણે પુરવાર કર્યું છે કે એમના મજ્જાતંતુઓ ક્યા મટીરિયલના બનેલા છે. ચિંતા આપણા સૌની છે. આપણે મોદી પરના એ હુમલાઓ જોઈને ડરી ન જઈએ કે હવે તો બસ ખલાસ, મોદીનું આવી બન્યું, મોદી ફિનિશ્ડ. સેનાપતિ સાથે કંઈક અમંગળ થયું છે એવી અફવા ફેલાવીને સૈન્યને તિતરભીતર કરી નાખવાની દુશ્મનોની ચાલ પુરાણી છે.

અને આપણું દુશ્મન પાકિસ્તાન નથી. એને તો ધારીએ તો ચપટીમાં રોળી નાખવાની આપણી તાકાત છે. આપણું દુશ્મન ચીન પણ નથી. આપણે ચીન સાથે દોસ્તી રાખીએ એમાં આપણા કરતાં વધારે રસ ચીનને છે અને એટલે જ એ ડોકલામના હાકોટા છાટોકા કરવા છતાં આપણી સાથેની મૈત્રી વધારવા માટે છાશવારે લટુડાંપટુડાં કરતું રહે છે. આપણું ખરું દુશ્મન આ દેશનું પેઈડ મીડિયા છે, જેના ખભા પર ચડીને કૉન્ગ્રેસીઓ, સામ્યવાદીઓ, સેક્યુલરો અને બીજા જુઠ્ઠાણાવાદીઓ આપણને દિવસરાત ભરમાવવાના છે. આવતા ૩૬૫ દિવસ આપણે સૌએ સાવધાન રહેવાનું છે. અતિ અતિ અતિ વિશ્ર્વસનીય સ્ત્રોતો પાસેથી જે ન્યૂઝ મળે તેને જ સાચા માનવા અને જે કમેન્ટ્સ મળે તેને જ કાને ધરવી. બાકીના તમામ સમાચારો વિશ્ર્લેષણોને ક્યાં પધરાવવા એની તમને ખબર છે. હજુ તો બીજા ૩૬૪ દિવસ તમારે કાઢવાના છે.

કાગળ પરના દીવા

ઝયાદા ઑઈલ હી નહીં હૈ. યા તો ‘નમો’ કો ચુન લો, યા ફિર ‘નમૂને’ કો.

સન્ડે હ્યુમર

બકો: પકા!

પકો: બોલ, બકા!

બકો: તને ખબર છે આ પેટ્રોલના ભાવ માટે ખોટો કકળાટ કરનારાઓને ચૂપ કરવા મોદીજીએ શું કરવું જોઈએ?

પકો: શું કરવું જોઈએ?

બકો: નૅટપેકનો જૂનો ભાવ જે હતો ૧ જીબીના ૩૪૧ રૂપિયા તે લઈ આવવો જોઈએ. બધા વૉટ્સેપિયા ચૂપ થઈ જશે.

(મુંબઈ સમાચાર, ઉત્સવ પૂર્તિ, 27 મે 2018)

7 COMMENTS

 1. નયુઝપ્રેમી.કોમ શરુ કરવા બદલ અભિનંદન અને આભાર..મોદીજી માટેનું આપનું અભિયાન
  પ્રશંસનીય. અમે સહુ આપની સાથે જ છીએ.

 2. Namaste Saurabhbhai,
  Congratulations and Thank You. One of my dear friends Vinoobhai Sachania just forwarded this and I should also say thank you to him.
  I am looking forward to reading your articles.
  Best Wishes,
  Pratap

 3. khubaj sachi vat chhe saurabh sir aa last year j khub j agtyanu chhe. twelth science exam na last week jetlu j important chhe.aapde khuba j satark rahevu padse.

 4. ખુબ ખુબ અભીનંદન સૌરભ ભાઈ,

  ન્યૂઝપ્રેમી.કોમ આપને મળવાનું નવું માધ્યમ, જોઈ અપાર આનંદ થયો.

  શ્રી નંદન નિલેકણી નો આપ ના દ્વારા કરેલ ઈન્ટરવ્યુ ની આતુરતા રહેશે.

  ખુબ ખુબ આભાર.

 5. આપણે સૌએ એ હવે નક્કી કરી લેવું જોઈએ કે, દેશ ના કોઈ પણ સમાચાર માધ્યમ પર ક્યારેય પણ આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરીએ, અને ખાસ તો દેશ વિરોધી, હિન્દુ વિરોધી અને મોદીજી વિરોધી સમાચારો ને અવગણી ને સારા અને હકારાત્મક સમાચારો પ્રસરાવી મોદીજી ને ટેકો કરીશું, અને ૨૦૧૯ માં ફરીથી વિકાસ અને હિન્દુત્વની જ જીત થાય તેને લગતા સઘળા પ્રયાસો કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here