આપણા દરેક સંકલ્પને પૂરો કરવાનો સિમ્પલ ઇલાજ

2 COMMENTS

  1. તમારો આભાર, આવા ખુબજ સરસ વિડિઓ માટે.
    સૌરભ સર, મારે આના પરથી જ એક સ્વાનુભવ કહેવો છે. મેં છેલ્લાં લગભગ 4 વરસથી ચા કે કૉફીમાં સાકર બંધ કરી છે. દિવસમાં ફક્ત બે જ વખત જમું છું અને નિયમિત 1 કલાક ઓછામાં ઓછું ચાલું છું.
    પહેલાં હું ખૂબ જ સાકરવાળી ચા પીતો, જરા પણ કસરત નહોતો કરતો અને ખાવાનું પણ અનિયમિત હતું.

    મેં આ બધું કોઈ પણ પ્લાન વગર કે કંઈ પણ નક્કી કર્યા વગર શરૂ કર્યું અને હજી પણ ચાલે છે. ક્યારેક જ એવું થાય કે રૂટિન ફોલો ના થાય પણ ભાગ્યે જ એવું થાય.

    હવે મારો પોતાનો આ અનુભવ છે કે જ્યારે આપણે કંઈ પણ નક્કી કરીએ તો એનું પ્લાનિંગ કરીએ છીએ એમાં આપણા મનને વિરોધ કે આળસ કરવાનો મોકો મળે છે અને આપણે કરી નથી શકતા. મેં જેટલી પણ સારી આદતો કેળવી એમાં મેં મારા મનને તૈયાર થવાનો મોકો ના આપ્યો. અચાનક જ નક્કી કરી લીધું કે આજથી સાકર બંધ, રોજ ચાલવાનું શરૂ વગેરે.

    એના શૉકવેવથી મારું મન ઉભરે એ પહેલાં તો મેં કડક રીતે રૂટિન અપનાવી લીધું અને શરૂઆતમાં થોડું આકરું પડ્યું પણ ક્યારે પણ મનમાં અંતરાયો આવ્યા નહીં.

    આ વસ્તુ બધાને માટે રિલેવન્ટ ના પણ હોય પણ મારો જાત અનુભવ શેર કરયો.

    મને ગુજરાતીમાં લખવાની બહુ આદત નથી તો જોડણી કે વ્યાકરણની ભૂલ હોય તો માફ કરજો.

    • બહુ જ સરસ વાત કરી તમે. અભિનંદન. તમારો અનુભવ સૌ કોઈને પ્રેરણા આપનારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here