(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : 9 ડિસેમ્બર 2025)
ગઈકાલનો દિવસ સોમવાર હતો, અમારા માટે મંગળ દિવસ હતો. આર.એસ.એસ.ના જૉઈન્ટ જનરલ સેક્રેટરી આદરણીય અરુણકુમારજી અમારે ત્યાં પધાર્યા. શાલ ઓઢાડીને અમે એમનું અભિવાદન કર્યું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેઓ સહ-સરકાર્યવાહ. સંઘના ટોચના અડધો ડઝન નેતાઓમાંના એક. સરસંઘચાલક મોહનજી ભાગવત તથા સરકાર્યવાહ દત્તાત્રેય હોસબળેની સાથે સંઘની નીતિઓ તથા સંઘના ભવિષ્ય વિશે નિર્ણયો લઈને એને અમલમાં મૂકવાની જવાબદારી નિભાવતા હોવા છતાં એકદમ ડાઉન ટુ અર્થ સરળ વ્યક્તિત્વ. વિનમ્ર. મિલનસાર. નિરાભિમાની.
સવા કલાક કરતાં વધારે સમય સુધી વાતચીતનો દૌર ચાલ્યો. ઘણું બધું નવું જાણવાનું મળ્યું. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી માંડીને ભારતની બદલાતી જતી ડેમોગ્રાફી વિશેના વિષયો હતા. બંગાળ, કેરળ, તમિલનાડુ અને આસામની પરિસ્થિતિ વિશેની ચર્ચા થઈ.
નાગપુર અને દિલ્હી સ્થિત સંઘના આર્કાઈવ્ઝમાં સચવાયેલા દુર્લભ દસ્તાવેજો તથા રેર પુસ્તકોનો રેફરન્સ માટે ઉપયોગ કરવાનું આમંત્રણ મળ્યું. દિલ્હીના વિજ્ઞાનભવનમાં ત્રણ-ચાર મહિના પહેલાં સંઘની શતાબ્દિ નિમિત્તે મોહનજી ભાગવતનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો એવો જ કાર્યક્રમ પશ્ચિમી ક્ષેત્ર માટે ફેબ્રુઆરીમાં મુંબઈમાં નહેરુ સેન્ટરના ઑડિટોરિયમમાં માત્ર નિમંત્રિતો માટે યોજાવવાનો છે. એમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળ્યું.
2022માં દિલ્લીમાં મોહનજી ભાગવતે દેશના કેટલાક પ્રમુખ પત્રકારોને આમંત્રણ પાઠવ્યું હતું તે વખતે અરુણકુમારજી સાથે મુલાકાત થઈ એ સ્મૃતિઓ તાજી થઈ.
એક મજાની વાત થઈ. અમારી સાથે મારા પરિવારના સભ્યો ઉપરાંત મારા મિત્ર રતન શારદા પણ ઉપસ્થિત હતા. શારદાજી મારા ઘરથી પાંચ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર હીરાનંદાનીમાં રહે છે. એમના બેસ્ટ સેલર પુસ્તક ‘કૉનફલિક્ટ રિઝોલ્યુશન : ધ આરએસએસ વે’ના હિન્દી અનુવાદનું લોકાર્પણ થોડા સમય પહેલાં અરુણકુમારજીએ કર્યું હતું. શારદાજીએ આ પુસ્તકનો ઉલ્લેખ કરીને મને કહ્યું કે : હું તમને મોકલીશ.
મેં કહ્યું : મારી પાસે છે.
એ કહે : અંગ્રેજી નહીં, હિન્દી અનુવાદની વાત કરું છું. મારી પાસે ગઈકાલે જ એની નકલ આવી.
મેં કહ્યું : હિન્દી પણ છે.
પછી મેં શેલ્ફ પરથી અંગ્રેજી નકલ શોધીને એમના હાથમાં મૂકી અને મારી નજર હિન્દીની નકલ શોધતી રહી.
ગયા અઠવાડિયે જ મેં મારા સ્ટડીના તમામ પુસ્તકો બહાર ડ્રોઈંગ રૂમમાં મૂકી, વરસાદન પછીના લીકેજને કારણે થયેલા ડેમેજ પછી નવેસરથી વૉટરપ્રૂફિંગ કરાવી, ડસ્ટ ફ્રી કરીને, ફુગ-મોલ્ડ વિરોધી ટ્રીટમેન્ટ કરાવી, નવું ફ્લોરિંગ અને વૉલપેપર લગાડવાનું કામ ડબલ સ્પીડમાં કરીને બધાં પુસ્તકો સાફ કરીને શનિરવિ દરમિયાન ફરી ગોઠવ્યાં હતાં. એટલે મને ખબર તો હતી કે હિન્દી અનુવાદની નકલ મારી પાસે છે પણ સેંકડો પુસ્તકોમાં એને તરત ગોતવી ક્યાં?

ચમત્કાર. ત્રીસ જ સેકન્ડમાં દૂરથી મારી નજર પુસ્તક પર પડી. તરત કાઢીને રતનજીને કહ્યું કે લો, આના પર હસ્તાક્ષર કરી આપો.
રતનજી કહે ના, અરુણકુમારનો ઓટોગ્રાફ લો. મેં બેઉના લીધા.

રતનજી હજુય પૂછે કે મારી પાસે ગઈકાલે જ આવી અને તમારી પાસે આટલી વહેલી કેવી રીતે આવી ગઈ !
આ સોમવાર અમારા માટે ખરેખર તો મંગળ-વાર બની ગયો.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












