ભારત ક્યારેય પછાત હતું ? : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 12 નવેમ્બર 2025 )

છીંક ખાવાથી અપશુકન થાય એ વાત સાચી? શુકન-અપશુકન જેવું કંઈ હોતું નથી અને આજના જમાનામાં છીંક આવવી એ કંઈ એવી મોટી બીમારી પણ નથી.

જે જમાનામાં એલોપથીની દવાઓ હજુ જન્મી નહોતી અને આયુર્વેદના ઉપચારોની બોલબોલા હતી એ જમાનામાં છીંક આવવી એ શું કામ અશુભ ગણાતી હશે? શરદી થાય એટલે છીંક આવે. સામાન્ય શરદીમાંથી ન્યુમોનિયા ક્યારે થઈ જાય તે કંઈ કહેવાય નહીં. આયુર્વેદના ઉપચારો અકસીર હોય પણ એની અસર ધીરે ધીરે થાય. ઈન્જેક્શન આપ્યું અને તરત બેઠા થઈ જાઓ એવું આયુર્વેદમાં ન હોય. ઈન્જેક્શનમાંની દવાઓની ભયંકર આડઅસરો જેવી સાઈડ ઈફેક્ટસ આયુર્વેદના ઉપચારોમાં ન હોય એટલે જ એમાં સાજા થતા વાર લાગે. શું કામ વાર લાગે? તમારા ઘરના ત્રણ રૂમમાંથી એક રૂમ મહેમાન આવવાના હોવાથી ચકાચક કરવો હોય તો તમે શું કરો? મારા જેવો અધીરો માણસ એ રૂમના બધે લબાચા ત્રીજા રૂમમાં નાખી આવે અને કોઈ આવે તો એને લાગે, કે વાહ, કેવો ચોખ્ખો-સુઘડ ઓરડો છે આ! પણ ત્રીજો રૂમ કોઈ જુએ નહીં. એ ઓરડો પહેલાં હતો એના કરતાં વધારે લઘરવઘર થઈ ગયો હોય. આ થયો એલોપથીનો ઉપચાર. એક દર્દ સાજું થયેલું લાગે પણ ત્રીજી જગ્યાએ એ રૂમનો બધો જ લબાચો ખડકાઈ જાય. એને સાઈડ ઈફેક્ટ કહેવાય, આયુર્વેદમાં માનનારો માણસ ત્રીજા રૂમમાં લબાચો ખસેડ્યા વિના પહેલા જ રૂમને ધીરજપૂર્વક વ્યવસ્થિત કરતો રહે જેમાં વાર લાગે. ઝીણું ઝીણું ઘણું કામ રહે.

આપણે શરદીની વાત કરતા હતા. એ જમાનાની શરદીની દવા જ્યારે વિક્સ વેપોરબનો જન્મ પણ નહોતો થયો.

પરગામ જતી વ્યક્તિને ઘરની બહાર નીકળતી વખતે છીંક આવે ત્યારે શાણપણ એમાં રહેતું કે એ પ્રવાસ કરવા જવાનું ટેમ્પરરી માંડી વાળે. કારણ કે લાંબી પગપાળા કે બળદગાડાયાત્રામાં જો શરદી લાંબી ચાલે અને ન્યુમોનિયા થઈ જાય તો ઉપચાર કરવા ક્યાં જવું? અને પોતાની જાતને બુદ્ધિશાળી માનતો ચાર ચોપડી ભણેલો માણસ આવી વાતોને ગણકારે નહીં એટલે કોઈ શાણા વડીલે સમજણપૂર્વક છીંક આવે એટલે અપશુકન ગણાય એવું લોકોમાં ઠસાવી દીધું. પછી જુઓ ખેલ. વડીલો છીંક ખાનાર યુવાનને પ્રવાસે જવા જ ન દે. તબિયતની કાળજી લેવા માટે શુકન-અપશુકનની વાત ફેલાવવામાં આવતી. વહેમબહેમનો પ્રચાર નહોતો આમાં. જમાનો બદલાયો અને હવે છીંક તો શું મેજર માંદગીનાં લક્ષણો હોય તોય લોકો પ્રવાસો કરતા જ હોય છે.

આવી તો કેટકેટલીય માન્યતાઓને શુકન-અપશુકનમાં કન્વર્ટ કરીને સમાજજીવન ચાલતું હતું એ જમાનામાં. જમાનો બદલાયો એ પછી આ બધું રિલેવન્ટ રહ્યું નહીં પણ પોતાને રેશનલિસ્ટ ગણાવતા સામ્યવાદીઓ ભારતની આ પરંપરાને આપણી પછાત સમાજવ્યવસ્થામાં બતાવીને આપણામાં લઘુતાગ્રંથિ ક્રિયેટ કરતા રહ્યા.

પગરખાં બહાર ઉતારીને જ ઘરમાં પ્રવેશ કરવો, બીજાઓને ત્યાં પાણી પીતી વખતે પ્યાલાને બોટવાને બદલે અદ્ધરથી પીવું, ચોમાસામાં લીલોતરી ન ખાવી, સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવું વગેરે રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલી અગણિત બાબતો છે જેની હાંસી ઉડાવવાની અમુક પ્રકારના બૌદ્ધિકોને મઝા આવતી હોય છે. આવા લોકોને એમની બુદ્ધિ મુબારક.

આઝાદી પછી એક આખી ઈન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ – ભારતની પ્રાચીન પરંપરાની હાંસી ઉડાવવાની, ભારતીય સંસ્કારો પ્રમાણે જીવનારાઓની ઠેકડી ઉડાડનારાઓની. ભારતમાં રહીને ભારતીયોનું ગૌરવ હણનારાઓની છેલ્લા છ-સાત દાયકા દરમ્યાન બોલબોલા હતી. આપણી રીતરસમોના ધજાગરા ઉડાડતાં શેરીનાટકો ભજવાતાં, ફિલ્મો અને સાહિત્યમાં ભારતની સંસ્કૃતિની મજાક ઉડાડવામાં આવતી, શાળાઓના પાઠ્યપુસ્તકો એવી રીતે લખવામાં આવતા જેને કારણે પાંચ-દસ-પંદર વર્ષની વયનાં કુમળાં માનસો પર એવી છાપ પડતી કે અમે તો ભૂખા-નંગા-જાહિલ-ગંવાર હિન્દુસ્તાનની ઓ’લાદો છીએ. અમારે ‘ક્રાન્તિ’ કરીને આ દેશને ‘સુધારવા’નો છે.

અનેક વિદેશોમાં આવી ક્રાન્તિઓની, ચળવળોની જરૂર હતી. એ દેશો હતા જ એવા. ભૂખ્યા-નિર્વસ્ત્ર-જાહિલ-ગંવાર-અભણ. ભારત એવો દેશ નહોતો, વિશ્ર્વની અગ્રણી સંસ્કૃતિઓમાં મોખરાની સંસ્કૃતિ ભારતની હતી. જે જમાનામાં એલોપથીનો ઉદય પણ નહોતો થયો, શરીરરચનાશાસ્ત્રનો કોઈએ અભ્યાસ નહોતો કર્યો ત્યારે ભારતે વિશ્ર્વને આયુર્વેદની ભેટ આપી હતી. આજની તારીખે ભલભલી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ટકી રહેવા માટે આયુર્વેદના નામે ચરી ખાવા માગે છે. છતાં તેઓ અસલી દેશી કંપનીઓની સ્પર્ધા કરવામાં નિષ્ફળ જાય છે.

ભારત અભ્યાસ અને અધ્યનનની રાજધાની હતી એક જમાનામાં. ફરી એવો ચળકાટ ભારતના શિક્ષણક્ષેત્રને પ્રાપ્ત થાય એ માટે અબજો રૂપિયા કેન્દ્ર સરકાર પ્રમુખ યુનિવર્સિટીઓ પાછળ ખર્ચવાની છે. એક બાજુ કેટલાક લોકો ભારતીય સમાજને નાત-જાત-પાત અને ધર્મના વાડાઓમાં ફરી પૂરીને પચાસ વર્ષ પહેલાંનું રાજકારણ પાછા લાવવા માગે છે. બીજી બાજુ ભારતની બહુમતી પ્રજા ચીન, જપાન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની સાથે ખભેખભા મિલાવતા ભારત માટે પોતે શું શું ફાળો આપી શકે એ વિશે વિચારતી થઈ ગઈ છે.

૧૯૪૭માં આઝાદી આવી ત્યારે ‘નવભારત’ના નામે અનેક બિઝનેસ, ઈન્ડસ્ટ્રી, દુકાનો, હોટેલો, ધંધાઓ શરૂ થયા હતા. પણ સમ હાઉ ઓર અધર આ પાંચ-સાત દાયકા દરમ્યાન ભારતમાંથી નવ-ભારત બની શક્યું નહીં. પાછળ નજર કરતાં લાગે છે કે આ દેશને નવ-ભારત બનાવવાની કોઈ જરૂર જ નહોતી. ભારતને ભારત જ રહેવા દઈએ. માત્ર એટલું જ કરીએ કે આઝાદીથી અત્યાર સુધીના ગાળામાં આ ગૌરવવંતા નામ પર કેટલાક લોકોએ જે મેશ ચોપડ્યા કરી છે તેને દૂર કરીને એને એનો અસલી ઝગમગાટ પાછો આપીએ.

સાયલન્સ પ્લીઝ!

સાધુ: અમે વર્ષો સુધી બોલીએ નહીં, એને અમે મૌનવ્રત કહીએ છીએ.

સંસારી: અમે તેને લગ્ન કહીએ છીએ.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here