બિહારમાં તો શાંતિથી પતી ગયું, બંગાળમાં મમતા ઉત્પાત મચાવવાના મૂડમાં છે : સૌરભ શાહ

(લેફ્ટ, રાઈટ અને સેન્ટર : ‘ઑપઇન્ડિયા’. શુક્રવાર, 28 નવેમ્બર 2025)

વીસેક વર્ષ પહેલાં હું મુંબઈ છોડીને અમદાવાદ થોડાં વર્ષ કામ માટે ગયો ત્યારે મેં 2004ની લોકસભા ચૂંટણીમાં મારો મતાધિકાર જળવાઈ રહે એટલે અમદાવાદના સરનામે મતદાતા ઓળખપત્ર કઢાવવા માટે અરજી આપી અને મને કોઈ અગવડ વગર સમયસર વોટર્સ આઈ.ડી. મળી પણ ગયું. એ પછી 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ મેં મતદાન કર્યું. એ વખતે મને ખબર પડી કે મારા મુંબઈના જૂના સરનામે લીધેલું મારું વોટર્સ આઈ.ડી. કાર્ડ કૅન્સલ થયું નથી—મારું નામ મુંબઈ અને અમદાવાદ બેઉ ઠેકાણે મતદાર તરીકે બોલે છે. મેં અરજી કરીને મુંબઈની મુંબઈની મતદારયાદી માંથી મારું નામ કઢાવ્યું.

2009માં મુંબઈ પાછો આવી ગયો ત્યારે મેં તકેદારી રાખીને બેઉ કામ સાથે કર્યાં—મુંબઈમાં મતદારયાદીમાં નામ ઉમેરાય અને અમદાવાદમાંથી કમી થાય. એ પછી મારું નામ એક જ મતદારયાદીમાં બોલે છે.

મતાધિકારનો દુરુપયોગ કરવાનો કોઈ ઈરાદો ન હોય તો પણ એક જ મતદાતાનું નામ બે મતવિસ્તારોની યાદીમાં હોઈ શકે છે. સ્થળાંતર પામેલા, ગુજરી ગયેલા અથવા અન્ય કોઈ કારણસર ખોટી રીતે ઉમેરાયેલા કે બાદ થઈ ગયેલા મતદારોના નામવાળી મતદારયાદી નિયમિત અપડેટ થવી જ જોઈએ. જેઓ આ દેશના નાગરિક નથી, જેમને ભારતીય બંધારણ તથા ભારતીય કાનૂનો હેઠળ મતાધિકાર મળ્યો જ નથી એવા લોકોનાં નામ પણ મતદારયાદીમાં એક યા બીજાં કારણોસર ઉમેરાઈ જતાં હોય છે. આવું દરેક રાજ્યમાં બનવાનું. રાષ્ટ્રીય સ્તરે આવાં નામોની ગણતરી કરવા બેસીએ તો કુલ આંકડો કરોડો પર પહોંચે. આને કારણે ચૂંટણીનાં પરિણામો પર ખોટી મોટી અસર પડવાની શક્યતા ખુલતી હોય છે.

મતદારયાદીમાં સઘન સુધારણાની પ્રક્રિયા એટલે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન— એસ. આઇ. આર. (SIR). આ પ્રક્રિયા કંઈ નવીનવાઈની નથી. 2003 અને 2004 દરમ્યાન ભારતમાં SIR થયું જ છે. પણ અગાઉ ક્યારે અત્યારની જેમ SIR સામે વિરોધ નથી થયો.

ગુજરાતમાં એસઆઈઆરની જવાબદારી નિભાવતા બુથ લેવલ ઑફિસર (બી.એલ.ઓ) તરીકે નિમાયેલા સરકારી શિક્ષકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે એવો માહોલ કૉન્ગ્રેસ અને ‘આપ’વાળાના ટુકડા પર જીવતા પત્રકારો-છાપાં તથા યુટ્યુબ ચૅનલો દ્વારા થઈ રહ્યો છે. ગુજરાતનું જોઈને બીજાં રાજ્યોમાં પણ આ ખેલ શરૂ થયો છે. નોટબંધી વખતે જેટલાં મોત થતાં એ તમામ માટે નોટબંધી જવાબદાર છે એવો પ્રચાર વિપક્ષોએ કર્યો. અત્યારે સરકારી શિક્ષકનું કુદરતી મૃત્યુ થાય તો પણ એસઆઇઆરના નામનું બિલ ફાડવામાં આવી રહ્યું છે.

બિહારમાં એસઆઈઆરની પ્રક્રિયા શાંતિથી પતી ગઈ. બિહાર કરતાં ગુજરાતની વસ્તી લગભગ અડધી છે. બિહારમાં એસઆઇઆર વખતે બીએલઓની જવાબદારી નિભાવતા સરકારી શિક્ષકો તેમજ અન્ય સરકારી કર્મચારીઓ તરફથી શારીરિક/માનસિક અગવડો પડવાની કોઈ ફરિયાદ મળી નથી. ગુજરાતમાં જ કેમ? ગુજરાતમાં અમદાવાદના ચંડોળા તળાવ પરથી હજારો બાંગ્લાદેશી ઘૂસપેઠીયાઓની બસ્તી સફળતાપૂર્વક હટાવવામાં આવી. આ ઘૂસપેઠીયાઓ અને બંગાળ-આસામ જેવા સરહદી રાજ્યોમાંથી ગુજરાતમાં ઘૂસેલા વિદેશીઓ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસની જેમ ગુજરાતમાં પણ કૉન્ગ્રેસ-‘આપ‘ની વોટ બૅન્ક બની જશે એવું સપનું શેખચલ્લી જેવા વિપક્ષી રાજનેતાઓ સેવી રહ્યા છે. એટલે જ એસઆઇઆરનો વિરોધ કરીને ગુજરાતના નાગરિકોને ભરમાવી રહ્યા છે.

સરકારી શિક્ષકોને કે અન્ય સરકારી કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવામાં આવે છે ત્યારે સરકાર તરફથી એમને મળતા માસિક પગાર-ભથ્થાં-આર્થિક લાભો ઉપરાંત ઇલેક્શન કમિશન તરફથી વધારાના આર્થિક લાભ-ભથ્થાં ઇત્યાદિ મળતાં હોય છે.

દાયકાઓથી કૉન્ગ્રેસે પાળેલા કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા વકીલોએ ભૂતપૂર્વ આપિયા અને માફીબાજ પ્રશાંત શાંતિ ભૂષણ સાથે મળીને એસઆઇઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ભારે ઉત્પાત મચાવ્યો. ફાઈનલી સુપ્રીમ કોર્ટે આ તમામ વિરોધને નામંજૂર કરીને કહી દીધું કે ઇલેક્શન કમિશનને એસઆઈઆર કરવાનો પૂરેપૂરો બંધારણીય અધિકાર છે, એમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું કે બિહારમાં એસઆઈઆર થયા પછી શાંતિથી ચૂંટણીઓ થઈ, પરિણામો પણ આવી ગયા અને હજુ સુધી એક પણ મતદારે ફરિયાદ નથી કરી કે અમારું નામ એસઆઈઆરને કારણે મતદાર યાદીમાં નહોતું.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) અને ભાજપના વર્તમાન સંસદસભ્ય તથા દલિત નેતા બ્રિજ લાલે કહ્યું છે કે બંગાળમાં ચૂંટણીઓ દરમ્યાન ભાજપના કાર્યકરોના ઘરોની આગળ ભાજપના વિરોધીઓ સફેદ સાડી, ફુલ અને નાળિયેર મૂકી જતા હોય છે—જો ભાજપ માટે કામ કરશો તો તમારી ઘરવાળી વિધવા થઈ જશે.

આવું જ કેરળમાં પણ થતું. આરએસએસના કાર્યકર્તાઓને આ જ રીતે ધમકી આપવામાં આવતી અને વાત વણસી જતી ત્યારે કતલ પણ કરવામાં આવતી.

પણ બંગાળ (અને કેરળમાં પણ) હવે માહોલ બદલાઈ રહ્યો છે. બેઉ રાજ્યોમાં બીએલઓને ધમકી આપવાનું તો ચાલુ જ છે પણ બેઉ રાજ્યોમાં હવે આવી ધમકીઓનો સામનો કરવા ભાજપના કાર્યકરો વિશાળ સરઘસોનું આયોજન કરીને ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 28 લાખ ફર્જી નામોને મતદારયાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આમાંના 9 લાખ મતદારો મૃત્યુ પામેલા છે છતાં એમનાં નામ મતદારયાદીમાંથી દૂર નહોતાં થયાં અને શક્યતા એવી છે કે એમના નામે તૃણમૂલના તોફાનીઓ મતદાન કરી આવતા. બંગાળમાં નામ કમી કરવાની પ્રક્રિયા હજુ પૂરી નથી થઈ.

બંગાળમાં કેટલીક જગ્યાએ તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ ચૂંટણી પંચે નીમેલા બીએલઓની જગ્યાએ પોતાના કાર્યકરોને આ કામગીરી કરવા નીમે છે જેથી ઘૂસપેઠિયાઓનાં નામ કપાઈ જતાં રોકી શકાય. જ્યાં પોતાના કાર્યકરોને મોકલી નથી શક્યા ત્યાં એસઆઇઆરનો વિરોધ કરવા સ્થાનિક લોકોની ઉશ્કેરણી કરીને દેખાવો કરવામાં આવે છે.

ઇલેક્શન કમિશનને આ બાબતે ફરિયાદ મળતા ચૂંટણી પંચે દિલ્હીથી કલકત્તા હુકમ છોડ્યો છે કે બંગાળના પોલીસ તંત્રે આવી હરકતો સામે કડક પગલાં લેવા જોઈએ.

હવે સિનારિયો એ છે કે રાજ્યની પોલીસ પર રાજ્યના મુખ્યમંત્રીની હકુમત હોય છે. બંગાળની પોલીસ મમતા બેનર્જીના ઇશારે જ ચાલવાની છે. શું આવા સંજોગોમાં મોદી-અમિત શાહ લાચાર બનીને, હાથ પર હાથ જોડીને બેસી રહેશે?

ના.

મમતાની મંશા પુરી ના થાય એ માટે અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપના છ ચુનંદા નેતાઓને બંગાળના વિવિધ પ્રદેશોમાં મોકલી આપ્યા છે— ચૂંટણીની તારીખો જાહેર થાય, મતદાન થઈ જાય અને પરિણામો આવી જાય ત્યાં સુધી એ સૌએ ત્યાં જ રહેવાનું છે. સેનાપતિ ખુદ, ગૃહમંત્રી પોતે, આગામી મહિનાઓ દરમ્યાન બંગાળની વારંવાર મુલાકાત લેતા રહેશે એવી જાહેરાત પણ થઈ છે.

આ રીતે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓનું મનોબળ વધારીને સંગઠનને મજબૂત કરીને, વિસ્તારીને બંગાળી મતદારો નિર્ભિક રીતે મતદાન કરી શકે એવું વાતાવરણ ઊભું થશે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ગુંડાગીરીમાં પાવરધી એવી તૃણમૂલ કૉન્ગ્રેસેના કાર્યકર્તાઓ જંપીને બેસી રહેવાના નથી. આવા સંજોગોમાં શું થઈ શકે એમ છે?

ઘણું બધું.

બંગાળમાં માર્ચ-એપ્રિલ 2021માં ચૂંટણી થઈ અને મે 2021માં નવી વિધાનસભાની રચના થઈ. 2021ની પાંચમી મેએ મમતા બેનર્જીની મુખ્યમંત્રી તરીકેની સોગંદવિધિ થઈ. 2026ના મે મહિનામાં બંગાળ વિધાનસભાની પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં ત્યાં ચૂંટણી થવી જરૂરી છે, નવી સરકારની રચના થવી જરૂરી છે. એસઆઇઆરની વિધિ સમયસર પૂરી થાય થઈ જાય તો જ અપડેટેડ મતદારયાદી મુજબ મતદાન થઈ શકે. મમતા અને એના ગુંડાઓ એસઆઇઆર વિરુદ્ધ તોફાનો કરીને આ પ્રક્રિયા પૂરી નહીં થવા દે તો ઇલેક્શન કમિશન બંગાળની વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો નક્કી નહીં કરે. ઇલેક્શન કમિશનને એવી ફરિયાદો પણ મળી છે કે બીએલઓ તરીકે કામ કરતા લોકોને વળતર-ભથ્થા માટે દિલ્હીથી જે રકમ મોકલવામાં આવી છે તે રકમ બંગાળની સરકારે બીએલઓ સુધી પહોંચવા દીધી નથી જેને કારણે આ કામગીરી નિભાવતા લોકો હતોત્સાહ થઈ ગયા છે.

એસઆઇઆરની પ્રક્રિયામાં વિઘ્નો ઉભા કરીને બાંગ્લાદેશીઓ, રોહિંગ્યાઓ તથા અન્ય ઘૂસપેઠિયાઓ થકી ઊભી કરેલી પોતાની વોટ બૅન્ક સાચવવાના પ્રયાસોમાં મમતાની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. એસઆઇઆરના માર્ગમાં તેઓ જેટલાં રોડાં નાખશે એટલી ચૂંટણી પાછી ઠેલાતી જશે. અને મે 2026 પહેલાં નવી વિધાનસભાની રચના ન થઈ શકી તો બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે, મમતાના હાથમાંથી બંગાળની શાસનવ્યવસ્થા પરની પક્કડ છૂટી જશે અને મોદી-અમિત શાહના હાથમાં આવી જશે. મમતા માટે આ તરફ વાઘ અને પેલી તરફ ખીણની પરિસ્થિતિ છે.

લાસ્ટ બૉલ

મોદી રક્ષતિ રક્ષિતઃ

— સ્વામી સુગુનેન્દ્ર તીર્થ

(શુક્રવાર, 28 નવેમ્બરના રોજ કર્ણાટકના ઉડુપી શહેરમાં શ્રીકૃષ્ણ મઠ તેમજ પર્યાય પુટ્ટિગે મઠ દ્વારા આયોજિત એક લાખ વ્યક્તિઓના સમૂહ ગીતા પાઠ દરમિયાન સ્વામીજીએ વડાપ્રધાનની હાજરીમાં સંસ્કૃતમાં આપેલા વક્તવ્યમાં આ વાત કહી. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરશે (ધર્મો રક્ષતિ રક્ષિતઃ) એ જ રીતે તમે જો મોદીની રક્ષા કરશો તો મોદી તમારી રક્ષા કરશે.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here