ફોન, ટીવી, સારી તબિયત, સ્ટેબલ રિલેશનશિપ અને લખવું, ઘણું બધું લખવું: સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૫ નવેમ્બર ૨૦૨૫)

ખૂબ લખવું અઘરી વાત છે પણ અશક્ય વાત નથી. બે-પાંચ કે દસ વરસે કંઈક સારું પુસ્તક કે નાટક લખવું એ પણ અઘરું છે, અશક્ય નથી. પણ ખૂબ લખ્યા કરવું, સતત લખ્યા કરવું અને સારું સારું લખ્યા કરવું એ અશક્યવત્ છે. વિદેશમાં આવા એક લેખક છે સ્ટીફન કિંગ જેમણે નવલકથાઓ લખી છે. આધુનિક જમાનાના ચાર્લ્સ ડિકન્સ ગણાતા સ્ટીફન કિંગની અનેક નવલકથાઓ પરથી ફિલ્મો બની છે અને ફિલ્મો બનતી હોય ત્યારે સીધા યા આડકતરી રીતે સ્ટીફન કિંગ સ્ક્રિપ્ટ રાઈટિંગની પ્રોસેસ સાથે જોડાયેલા હોય છે. સ્ટીફન કિંગ હૉરર નવલકથાઓ માટે વધારે જાણીતા છે, પ્રોલિફિક રાઈટર તો છે જ. દર ૩૧મી ઑક્ટોબરે વિદેશમાં હૅલોઈનનો ઉત્સવ મનાવાય અને સ્ટીફન કિંગ પણ હૉરર રાઈટર તરીકે પોતાના ઘરમાં મિત્રો સાથે આત્મા અને ભૂતપ્રેત સાથે સંકળાયેલા આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે. લખવા વિશે સ્ટીફન કિંગે આપેલી ટિપ્સ વાગોળીને મનમાં સંઘરી લઈએ:

૧. તમારા સ્ટડીરૂમમાં ફોન નહીં જોઈએ. ટીવી, વીડિયોગેમ પણ નહીં. બારી હોય તો એના પડદા પણ બંધ કરી દો. ટૂંકમાં કોઈ કરતાં કોઈ ડિસ્ટ્રેક્ર્શન ન હોવું જોઈએ. ફોન સાથે રાખ્યો હશે તો લખવામાં સહેજ બ્રેક આવશે કે તરત તમને ફોન પર ઈમેલ ચેક કરવાનું કે વૉટ્સઍપ-એફબી ચેક કરવાનું મન થવાનું અને માઈન્ડ વધારે ડાયવર્ટ થઈ જશે. લખવામાંથી રિલેક્સ થવા માટે ટીવી સર્ફ કરવાનું મન થશે અને પછી ટીવીમાં કંઈક ઈન્ટરેસ્ટિંગ દેખાશે તો લખવાનું છોડીને તમે ટીવીમાં ડૂબી જશો. લખતી વખતે આવું કોઈ જ ડિસ્ટ્રેક્શન ન હોવું જોઈએ, કારણ કે તમે તે વખતે તમારાં પાત્રો સાથે એક નવી જ દુનિયા રચી રહ્યા છો. એ દુનિયામાં તમારે જ્યાં સુધી ઊંડે ઊતરાય ત્યાં સુધી ઊતરવાનું છે. પાત્રોના મનોભાવો, એમના વિચારો અને એમની લાગણીઓને આત્મસાત્ કરવાનાં છે અથવા તો કહો કે તમારામાં આ જે બધું છે તે તમારે પાત્રોમાં ઠાલવવાનું છે. આ પ્રોસેસ એકચિત્તે થવી જોઈએ. એનો તંતુ તૂટવો ન જોઈએ. ઘણા લેખકો શાંતએકાંત વિનાની જગ્યાઓમા લખી શકે છે, એમને સલામ. પણ દુનિયાની કોઈ ચીજ તમને ખલેલ ન પહોંચાડે ત્યારે જે લખાય છે તે લખાણ ઉત્તમ હોય છે.

૨. લખવાનું પૈસા માટે નથી હોતું, પ્રસિદ્ધિ માટે નથી હોતું, ઓળખાણો વધારવા, મિત્રો વધારવા કે પછી વિજાતીય વાચકો સાથે સુંવાળો સહવાસ વધારવા માટે નથી હોતું. લખવાને કારણે તમારી પોતાની આંતરિક જિંદગી સમૃદ્ધ બને છે અને તમારું લખેલું બીજાઓ સુધી પહોંચે છે ત્યારે એમની આંતરિક જિંદગી પણ એટલી જ સમૃદ્ધ બનતી હોય છે. તમારી નજર ઑસ્કાર તરફ કે ક્વેન્ટિન ટૅરન્ટિનો જેવી ફેમ તરફ હશે તો તમારી લખવાની યાત્રા ઘણી કઠિન અને ફ્રસ્ટ્રેટિંગ બની જશે. તમારી વાર્તા તમારા ઑડિયન્સને જકડી રાખે છે કે નહીં એ જ એકમાત્ર ધ્યેય હોઈ શકે – જ્યારે તમે લખો છો ત્યારે. અને આ અનુભવ એક જાદુઈ એક્સપિરિયન્સ છે, જેને તમે પૈસા-કીર્તિ વગેરેથી ખરીદી શકતા નથી કે એ બધાની બદલીમાં મેળવી શકતા નથી. માત્ર લૂઝર લોકો જ આ મેજિકલ અનુભવને એવી બધી ચીજવસ્તુઓ સાથે બાર્ટર કરવાનું પસંદ કરે.

૩. રિસર્ચ કરવું હોય તો કરો પણ તમારી રિસર્ચ વાર્તાકથનની આડે ન આવવી જોઈએ. આજકાલ ઘણા નાટ્યકારો અને નવલકથાકારો પોતાના વિષયમાં ઊંડા ઊતરીને એટલું બધું સંશોધન કરતા થઈ ગયા છે કે ઉત્સાહમાં આવીને પોતાના નાટક/નવલકથામાં એ બધું જ રિસર્ચ ઠાલવી દેવાની લાલચ રોકી શકતા નથી. લોકો નાટક જોવા આવે છે કે ફિલ્મ જોવા આવે છે કે નવલકથા હાથમાં લે છે ત્યારે એમને તમારી રિસર્ચ સાથે કંઈ લેવા- દેવા નથી હોતી. તેઓ તો તમારી વાર્તામાં તણાઈ જવાનો આનંદ માણવા આતુર હોય છે. તમારી રિસર્ચ જો બોલકી બનીને વાર્તાપ્રવાહમાં આવતી રહેશે તો એ કાંકરાની જેમ ખૂંચવાની. ગમે એટલી ઊંડી રિસર્ચ પણ સારા વાર્તાકથનનું સ્થાન ન લઈ શકે.

૪. ફર્સ્ટ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયા પછી તરત જ એને રિરાઈટ કરવા નહીં બેસી જવાનું. છ અઠવાડિયાં સુધી એને બૅક બર્નર પર મૂકી દો. પછી જાણે બીજાની સ્ક્રિપ્ટ પર કામ કરતા હો એ રીતે એને રિરાઈટ કરો – અલિપ્ત થઈને. પહેલી વાર લખતી વખતે તમે જે જે શબ્દોના, સીનના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા હતા તે શક્ય છે કે હવે તમને નિરર્થક લાગવા માંડે. કાઢી નાખો, કાપી નાખો. રૂથલેસ બની જાઓ. તો જ તમારો સેકન્ડ ડ્રાફ્ટ નિખરી ઊઠશે.

૫. કોઈ લેખક તમને ગમતો હોય તો એના જેવું લખવાની કોશિશ કરશો તો તમે એની છઠ્ઠી ફોટોકૉપી જેવું ફિસ્સું લખાણ જ લખી શકશો. તમે એ લેખકે વાપરેલા શબ્દો, શબ્દપ્રયોગો કે એની શૈલીની નકલ કરી શકશો પણ લખતી વખતે એણે જે પૅશન અનુભવી છે, પોતાનાં પાત્રોની લાગણીઓ સાથે જે એકાત્મતા અનુભવી છે તે ક્યાંથી લાવશો? એટલે તમે જે છો તે જ રહો અને લખો. શક્ય છે કે તમારા મનગમતા લેખક કરતાં પણ વધારે સારું લખી શકો. પણ એવું ત્યારે જ લખી શકશો જ્યારે તમારામાં ઓરિજિનલ લખવાની તીવ્ર મહત્ત્વાકાંક્ષા હોય.

૬. નાટકનો દરેક સંવાદ, દરેક સીન, દરેક અંક કે નવલકથાનું દરેક ચૅપ્ટર એક પછી એક શબ્દ કાગળ પર ઊતરે છે ત્યારે જ લખાય છે. લખવામાં અધીરાઈ નહીં જોઈએ. તમારા વિચારોની ઝડપે કાગળ પર શબ્દો ઊતરવાના નથી. માટે ફ્રસ્ટ્રેટ થયા વિના ધીરજપૂર્વક એક-એક પાનું લખતાં રહેવાનું.

૭. નાટક હોય કે નવલકથા, પહેલો ડ્રાફ્ટ લખવામાં ત્રણ મહિનાથી વધુ વખત નહીં લેવાનો. સ્ક્રિપ્ટ રાઈટિંગ માટે મોટે ભાગે તમને ત્રણ મહિનાનો જ સમય આપવામાં આવતો હોય છે. આમાંથી ૧૦ અઠવાડિયાં ફર્સ્ટ ડ્રાફ્ટ લખવામાં અને બે અઠવાડિયાં રિરાઈટ કરવામાં ગાળવાનાં. સ્ક્રિપ્ટ રાઈટિંગ માટે ફર્સ્ટ અને સેકન્ડ ડ્રાફ્ટ વચ્ચે છ અઠવાડિયાનો ગાળો નહીં હોય તો ચાલશે, કારણ કે તમારી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગયા પછી બીજા ઘણા લોકો એમાં ઈન્વોલ્વ થવાના છે – ડાયરેક્ટર, ઍક્ટર ઈવન પ્રોડ્યુસર. રિહર્સલ દરમ્યાન આ સૌનું ઈન્પુટ તમને મળવાનું છે.

૮. લખવામાં તમે સૌ કોઈને ક્યારેય ખુશ કરી શકવાના નથી. માટે તમારે તમને જ ખુશ કરે એવું લખવાનું. બીજાઓને કેવું લાગશે એની પરવા કરવા જશો તો કૌઆ ચલા હંસ કી ચાલ જેવું થશે. તમે તમારી પ્રતિભા ખોઈ બેસશો. સ્ક્રિપ્ટ પૂરી થઈ ગયા પછી જે સજેશન્સ મળે એમાંથી તમને જે પસંદ હોય કે જે પ્રેક્ટિકલ લાગે તે સ્વીકારો એ જુદી વાત છે. પણ એવું કરવામાં તમારી સ્ક્રિપ્ટનું હાર્દ ખોવાઈ ન જાય, રોળાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. અન્યથા તમે વખત જતાં લેખક મટીને લહિયા તરીકે ઓળખાતા થઈ જશો.

૯. વાંચવાનું. ખૂબ બધું વાંચવાનું. તમામ પ્રકારની સ્ક્રિપ્ટ વાંચવાની, તમામ પ્રકારનાં નાટકો જોવાનાં. ખરાબ નાટકો જોઈને તમને ખ્યાલ આવશે કે તમારે આવી ભૂલો ક્યાં ક્યાં ન કરવી. સારી સ્ક્રિપ્ટ્સ વાંચીને એની ખૂબીઓ શોધવાની. ઘણી વખત તો તદ્દન સિમ્પલ ટ્રિક્સ હોય છે જેને તમે સિમ્પલ હોવાને કારણે જ અવગણતા હો છો.

૧૦. સ્ટીફન કિંગની આ છેલ્લી સલાહ સૌ કોઈએ ગાંઠે બાંધી રાખવા જેવી છે: ‘મને જ્યારે પૂછવામાં આવે છે કે મારી સફળતાનો રાઝ શું ત્યારે હું કહેતો હોઉં છું કે – હું ફિઝિકલી ફિટ રહ્યો છું અને એક જ સ્ત્રી સાથે મેં આટલાં વર્ષો વિતાવ્યાં છે. તંદુરસ્તી વિના, સારા સ્વાસ્થ્ય વિના સારું લખવું શક્ય નથી. અને તંદુરસ્ત રિલેશનશિપ વિના પણ સારું લખવું શક્ય નથી. અને એના કરતાં ઊલટું પણ સાચું છે. હું લખું છું અને મને લખવામાં જે આનંદ આવે છે એને કારણે હું ફિઝિકલી ફિટ રહી શકું છું અને એને કારણે મારી રિલેશનશિપમાં પણ સ્ટેબિલિટી જળવાય છે.’

સ્ટીફન કિંગની વાત પૂરી થઈ.

સાયલન્સ પ્લીઝ!

તમે રોજ તમારા દિમાગમાં જે કંઈ માહિતી ઠાલવ્યા કરો છો તે જ ભૂમિ પર તમારા ભાવિ વિચારો ઉગી નીકળવાના છે.
—અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here