ડીપ સ્ટેટનો બૉસ બિલ ગેટ્સ અમેરિકાનો જ નહીં આખી માનવજાતનો દુશ્મન છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, NewsPremi.com : મંગળવાર, 1‌‌2 નવેમ્બર 2024 )

આપણે બહુ જલદી અંજાઈ જનારી પ્રજા છીએ. આપણે જ નહીં અમેરિકનો પણ. કેટલીય વખત આગળ-પાછળ જોયા વિના અમુક લોકોને માથે મૂકીને નાચવા માંડીએ છીએ. જે લોકોએ કોઈ એક ક્ષેત્રમાં ઉજળું કામ કરીને દેખાડ્યું હોય એમને પ્રતિષ્ઠા, માન-મરતબો, શ્રીમંતાઈ, વગ વગેરે પ્રાપ્ત થાય એ સમજી શકાય એમ છે. મળવું જ જોઈએ. ના મળે તો ઉજળાં કામ કરવાનો ઉત્સાહ ક્યાંથી આવે. બીજાઓને એવું કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળે?

બિલ ગેટ્સ આવો જ એક વ્યક્તિ છે! (સૉરી, સૉરી. ‘આવી’ જ એક વ્યક્તિ છે). બિલ ગેટ્‌સે માઈક્રોસોફ્ટ દ્વારા, વિન્ડોઝની ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા જગત આખાના કમ્પ્યુટરક્ષેત્રે લિટરલી ક્રાંતિ સર્જી દીધી. સ્ટીવ જૉબ્સે ઍપલના કમ્પ્યુટર દ્વારા અને ઍપલની આગવી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આવી ક્રાંતિ સર્જી.

પણ આ બેઉમાં ફરક છે. સ્ટીવ જૉબ્સે પોતાને મળેલાં મનપાન, ધન ઇત્યાદિનો ઉપયોગ દુનિયાનું અહિત કરીને પોતાનાં ગજવાં ભરવા માટે ક્યારેય નહોતો કર્યો. એવો પ્રયત્ન પણ નથી કર્યો. સ્ટીવ જૉબ્સની દળદાર જીવન કથા લખનારા ફેમસ બાયોગ્રાફર વૉલ્ટર આઇઝેકસનના પુસ્તક પરથી તમને ખબર પડશે કે સ્ટીવ જૉબ્સે ક્યારેય પોતાના દેશ વિરુદ્ધ કોઈ કૃત્ય નથી કર્યું. અમેરિકાના ડીપ સ્ટેટનો એ હિસ્સો નહોતો. વૉલ્ટર આઇઝેકસને બેન્જામિન ફ્રેન્કલિન, લિયોનાર્દો દ વિન્ચી અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની ખૂબ વખણાયેલી બાયોગ્રાફીઓના ગ્રંથ લખ્યા છે. સ્ટીવ જૉબ્સે સામે ચાલીને પોતાની જીવનકથા લખવાનું આમંત્રણ આઇઝેકસનને આપ્યું હતું. વૉલ્ટરે શરત મૂકી કે તારા વિરોધીઓને, તારા વિશે નૅગેટિવ બોલનારાઓને પણ હું મળીશ અને એમની વાતોમાં દમ હશે તો પુસ્તકમાં લખીશ પણ ખરો. બોલ છે, મંજૂર? મંજુર. સ્ટીવ જૉબ્સની જીવનકથાના અનેક ઠેકાણે એની જિંદગીની એવી કેટલીક વાતો પણ છે જે આપણી જિંદગીમાં હોય અને કોઈ એ વિશે જાણી જાય તો આપણે ભોંઠા પડી જઈએ.

સ્ટીવ જૉબ્સના જે પ્લસ-માઇનસ હોય તે પણ તે ક્યારેય અમેરિકાના ડીપ સ્ટેટનો હિસ્સો નહોતો. બિલ ગેટ્સ છે. ( બાય ધ વે, વૉલ્ટર આઇઝેકસને લખેલી લેટેસ્ટ બાયોગ્રાફી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આવી. ઈલન મસ્કની એ જીવનકથા પણ વાંચવા જેવી છે. ઈલન મસ્ક અમેરિકાના ડીપ સ્ટેટને ખતમ કરવા ડોનાલ્ડ ટ્રમ્પની પડખે અડીખમ ઊભો છે, એટલું તમારી જાણ ખાતર ).

બિલ ગેટ્સ અમેરિકન ડીપ સ્ટેટનો એક મહત્વનો હિસ્સો છે, ફાઈનાન્સર પણ છે. રોબર્ટ એફ. કેનેડી જુનિયરે હમણાં એક પોડકાસ્ટમાં બિલ ગેટ્સને નાગો કરી નાખ્યો. અમેરિકાના 35મા પ્રેસિડન્ટ જ્હોન એફ. કેનેડી, જેમની છડેચોક હત્યા થઈ અને જેમને મેરેલિન મનરો સાથે લફડું હતું તે, ડેમોક્રેટ હતા. એમનો સગો ભાઈ રોબર્ટ એફ. કેનેડી પણ ડેમોક્રેટ હતો, રાજકારણમાં પણ હતો. આ ભાઈનો દીકરો રોબર્ટ એફ. કેનેડી જુનિયર પણ ડેમોક્રેટ હતો પરંતુ બાઈડન-કમલાનું કુશાસન જોઈને પાંત્રીસમા પ્રેસિડન્ટના ભત્રીજાની આંખો ખુલી ગઈ અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરતા થઈ ગયા. ટ્રમ્પે એમને કહેવડાવ્યું છે કે તમારે મારા શાસનમાં, મારી સરકારમાં, મારા પ્રધાનમંડળમાં, જે કામ કરવાની ઈચ્છા હોય તે કહેજો, હું તમને એ જવાબદારી સોંપીશ. રોબર્ટ એફ. કેનેડીને અમેરિકનોના સ્વાસ્થ્ય વિશે ભારે ફિકર છે, એ વિષયને લગતા તમામ પેટા ક્ષેત્રોનો એમનો ગજબનો અભ્યાસ છે. ટ્રમ્પ એમને આરોગ્ય મંત્રીની આસપાસનો જે કંઈ હોદ્દો હોય તે સોંપીને એમને છૂટો દોર આપશે.

તો રોબર્ટ એફ. કેનેડી જુનિયરે હમણાં એક પોડકાસ્ટમાં કહ્યું કે બિલ ગેટ્સની સખાવત, એમનો ધર્માદો વાસ્તવમાં તો વધુ પૈસા કમાવવાનો નુસખો છે, કીમિયોછે. કેવી રીતે? સમજાવે છે— ગેટ્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુ.એચ.ઓ.- ‘હુ’) ને તોતિંગ દાન કરે છે. દાનની રકમ એને ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. આમ કરીને ગેટ્સ ‘હુ’ (WHO) પર વર્ચસ્વ ધરાવતો થઈ જાય છે. ‘હુ’ એના કબજામાં આવી જાય છે. ‘હુ’ ના કર્તાધર્તાઓ ગેટ્‌સના ગજવામાં આવી જાય છે. આફ્રિકાના લગભગ તમામ દેશોના આરોગ્યના બજેટ માટે ‘હુ’ તરફથી મદદ મળે છે. ગેટ્સ દ્વારા એવો માહોલ ઊભો કરવામાં આવે છે કે જે દેશ એવું પુરવાર કરે કે અમારા દેશની અમુક ટકા પ્રજાને ફલાણા-ફલાણા રોગની રસી આપવામાં આવી છે તે દેશને ‘હુ’ તરફથી આટલી રકમની મદદ મળશે. આ રસી કોની પાસેથી ખરીદવામાં આવે છે? એ ફાર્મા કંપનીઓ પાસેથી જે બિલ ગેટ્‌સની માલિકીની હોય અથવા એ કંપનીઓમાં ગેટ્સના હ્યુજ સ્ટેક્‌સ હોય. ગેટ્સના મોટાભાગના દાન-ધર્માદાના પ્રોજેક્ટ પાછળ આવી ગણતરી હોય છે એવું રોબર્ટ એફ. કેનેડી જુનિયરે જાહેરમાં કહ્યું છે.

Screenshot

બિલના બીજા પણ ઘણા કાંડ છે. ટ્રમ્પના શાસનમાં પોતાની વાટ લાગવાની છે એની બિલ ગેટ્સને ગળા લગી ખાતરી છે. બિલ ગેટ્‌સ સામે એક નહીં, અનેક આક્ષેપો છે. જો એ બધા આરોપ પુરવાર થાય તો એણે બાકીની આખી જિંદગી જેલમાં ગાળવી પડે એવા ગંભીર ગુનાઓ એની સામે દર્જ થઈ શકે છે, થશે જ. અને એટલે જ બિલ ગેટ્‌સે, એમાંથી બચવા માટે, ટ્રમ્પના વિજય પછી તરત જ જાહેર કરી દીધું કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે કોઈપણ કામ કરવા માટે હું તૈયાર છું, અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવા માટે હું તમને કોઈ પણ મદદ કરવા તૈયાર છું!

રોબર્ટ એફ. કેનેડી જુનિયરે ‘ધ રિયલ ઍન્થની ફાઉચી : બિલ ગેટ્‌સ, બિગ ફાર્મા, ઍન્ડ ધ ગ્લોબલ વૉર ઑન ડેમોક્રસી ઍન્ડ પબ્લિક હેલ્થ’ નામનું પુસ્તક છેક ત્રણ-ચાર વર્ષ પહેલાં લખ્યું છે જે નવેમ્બર 2021માં પ્રગટ થયું હતું— બાયડનકમલાના શાસનના પ્રથમ વર્ષમાં. બાયડનની સોગંદવિધિ થઈ તે જ દિવસે ૨૦ જાન્યુઆરી 2021ના રોજ, બાયડને ચીફ મેડિકલ ઍડવાઈઝર ટુ ધ પ્રેસિડન્ટ તરીકે ફાઉચી મહાશયની નિમણૂક કરી હતી. નવેમ્બર 2021માં ફાઉચીનાં કાળાં કૃત્યો ઉઘાડા પાડતું કેનેડીનું પુસ્તક પ્રગટ થયું જેને લીધે ફાઉચી બિલ ગેટ્‌સની સાથે કેવી રીતે કુલડીમાં ગોળ ભાંગતો હતો તેની વાત પ્રજા સુધી પહોંચી. 31 ડિસેમ્બર 2022માં ફાઉચીએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ એ હોદ્દા પર કોઈ નથી આવ્યું.

કોરોના દરમિયાન ટ્રમ્પ પ્રેસિડન્ટ હતા અને ફાઉચી એમને વૅક્સિન વિશે અષ્ટમપષ્ટમ પટ્ટી પઢાવતો હતો. ટ્રમ્પને ફાઉચીની સલાહ ગળે ઉતરતી નહોતી. ટ્રમ્પ સાચા હતા. ફાઉચીની દાનત ખોરી હતી. ફાઉચીએ અમેરિકન પ્રજાના સ્વાસ્થ્યની જાળવણીની જવાબદારી નિભાવને બદલે કઈ રીતે પ્રજાની આંખમાં ધૂળ નાખી એની સિલસિલાબંધ વિગતો આ પુસ્તકમાં તમને મળશે. સરકારના જે ઉચ્ચ અધિકારીઓએ ફાઇઝર પર નજર રાખવાની હતી, મીડિયાના જે લોકોએ ફાઇઝરના કૌભાંડો ખુલ્લા પાડવાનાં હતાં તે જ લોકો પોતાની ફરજ બજાવવાને બદલે ચૂપ રહ્યા અને આ જ લોકો વખત જતાં ફાઇઝરમાં તગડા પગારે જોડાઈ ગયા. ગુજરાતમાં અને દેશ આખામાં રાજ્ય/કેન્દ્ર સરકારના અનેક ઉચ્ચ અધિકારીઓને નોકરીમાંથી નિવૃત્ત થઈને એવી કંપનીઓમાં તોતિંગ પગારની નોકરી મળી જતી હોય છે જે કંપનીઓને આ અધિકારીઓએ પોતાની સરકારી નોકરી દરમિયાન ફાયદો કરાવી આપ્યો હોય. અમેરિકાની ચૂંટણીના રિઝલ્ટ પછી લખાઈ રહેલા લેખોનો આશય એ જ છે કે આપણે સમજી શકીએ કે ભારત અને અમેરિકા -આ બેઉ કદાવર દેશોના દુશ્મન કૉમન છે. લેફ્ટિસ્ટો અને એમને નચાવતા ડીપ સ્ટેટના ગૅન્ગસ્ટરો.

ડીપ સ્ટેટના બૉસ બિલ ગેટ્સના કારનામાઓની વિગતોમાં ઊંડા ઊતરવું હોય તો નાઓમી વુલ્ફે એમી કેલી સાથે જેનું હિંમતભેર સંપાદન કર્યું છે તે પુસ્તક : ‘ધ ફાઇઝર પેપર્સ : ફાઇઝર્સ ક્રાઇમ્સ અગેન્સ્ટ હ્યુમેનિટી’ પણ તમારે વાંચવું જોઈએ જે હમણાં જ, આ વર્ષના સપ્ટેમ્બરમાં પ્રગટ થયું છે. એમનું આવું જ બીજું પુસ્તક આવતી સાલ એપ્રિલમાં પ્રગટ થવાનું છે. જેમાં ફાઇઝર જેવી બીજી ઈન્ટરનૅશનલ ફાર્મા કંપની મૉડર્‌નાની પોલ ખોલવામાં આવશે.

આપણે ત્યાં અને જગત આખામાં સ્યુડો ઇન્ટલેક્ચુઅલો ડીપ સ્ટેટ સાથે સંકળાયેલા પુસ્તકોને માથે ચડાવીને ભોળા નિર્દોષ વાચકોને ગુમરાહ કરતા હોય છે. દસેક વર્ષ પહેલાં યુવલ નોઆ હરારીના પુસ્તક ‘સેપિયન્સ : અ બ્રીફ હિસ્ટરી ઑફ હ્યુમનકાઈન્ડ’ને પરદેશમાં ખૂબ ચગાવવામાં આવ્યું હતું. ભારતમાં એની તામિળ, હિન્દી, તેલુગુ અને બીજી ભાષાઓમાં પણ આવૃત્તિઓ પ્રગટ થઈ. ગુજરાતીમાં પણ આ ફડતુસ પુસ્તકનો અનુવાદ પ્રગટ થયો. ‘સેપિયન્સ’માં લખેલી વાતોને ચકાસ્યા વિના એનાં ભરપેટ વખાણ કરનારી એક આખી જમાત ઊભી થઈ છે. ‘સેપિયન્સ’માં લખેલી દરેક વાત જાણે વેદવાક્ય હોય એ રીતે ઘણાં વંઠી ગયેલા બૌદ્ધિકો એને પોતાનાં લખાણોમાં ટાંકે છે. ‘સેપિયન્સ’ ન વાંચી હોય તો તમે અભણ છો અને વાંચ્યા પછી એની ટીકા કરો તો તમે બેવકૂફ છો એવી હવા આ પુસ્તકની આસપાસ લેફ્ટિસ્ટોએ ઉભી કરી છે. હું સ્પષ્ટ માનું છું કે જો તમે ‘સેપિયન્સ’ના ચાહક હો તો તમે સીધી યા આડકતરી રીતે ડીપ સ્ટેટના ઍક્ટિવ યા પેસિવ સમર્થક છો. ‘સેપિયન્સ’ જેવા કચરપટ્ટી પુસ્તકને બદલે આગળ જે ત્રણ પુસ્તકોનાં નામ લખ્યાં છે તે તમારે વાંચવા જોઈએ, એના વિશે વિચારવું જોઈએ, એમાં રહેલી માહિતીને સમજીને સાદી ભાષામાં વાચકો સુધી પહોંચાડવી જોઈએ જેથી ડીપ સ્ટેટ કેવી રીતે હ્યુમેનિટીનું, માનવજાતનું ધનોતપનોત કાઢવામાં પ્રવૃત્ત છે તેની વિગતો દુનિયા સુધી પહોંચે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here