ગુરુ નાનકના શબ્દો ‘ધુરંધર’ અને ‘ધુરંધર-ટુ’નું સેન્ટ્રલ સત્ય છે. ફિલ્મમાં અજિત ડોભાલનું પાત્ર ભજવતા અજય સન્યાલ ઉર્ફે લાજવાબ અભિનેતા આર. માધવનના મોઢે આ પવિત્ર શબ્દો બોલાયા છે :
સુરા સો પહેચાનિયે
જો લરૈ દીન કે હૈત
પૂરજા પૂરજા કટ મરે
કભુ ના છાંડે ખેત
ખેત અથવા તો ક્ષેત્ર એટલે કુરુક્ષેત્રની રણભૂમિ. શૂરવીરની પહેચાન શું છે ? તો કહે : જે દીન માટે, પોતાના ધર્મ માટે લડે છે. ક્યાં સુધી લડે છે ? ક્યાં સુધી લડે છે ? શરીરના ટુકડે ટુકડા ન થઈ જાય ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી એ લડે છે, રણમેદાનમાંથી ક્યારેય પીછેહઠ કરતો નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં ગુરુ નાનકના આ શબ્દો ટાંક્યા છે અને ચાર દાયકા પહેલાં આવેલી ટીવી સિરીઝ ‘તમસ‘માં પણ ગવાતા તમે સાંભળ્યા હશે. જે લોકોમાં શૌર્યની ભાવના નથી, જેઓ વીર નથી, જેઓ માતૃભૂમિની રક્ષા કરવાનો પોતાનો ધર્મ બજાવવા માગતા નથી એમને ગુરુ નાનકના આ અતિ જાણીતા પવિત્ર શબ્દો ન ગમે એ સ્વાભાવિક છે.
‘ધુરંધર’ ફિલ્મોના સાડા સાત કલાકના રનિંગ ટાઈમ દરમ્યાનનો સ્થાયી ભાવ આ છે : કોઈપણ ભોગે માતૃભૂમિની રક્ષા કરવાનો ધર્મ બજાવવાનો છે.
પણ જેહાદી માનસિકતા ધરાવનારા પાકિસ્તાનપ્રેમી સેક્યુલરોને ગુરુ નાનકના આ શબ્દો સામે વાંધો છે. તેઓ પાકિસ્તાન સાથે ‘અમન કી આશા’ની ઝંડી ફરકાવીને શરણાગતિ સ્વીકારનારા કોંગ્રેસીઓની પડખે ઊભા છે.
રવિવાર સુધીમાં ‘ધુરંધર-ટુ’નું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન રૂ. 761 કરોડનું હતું એવું જિયો સ્ટુડિયોઝ દ્વારા અનાઉન્સ થયું એ પછી સોમવારે, ગઈકાલે 23 માર્ચે, રૂ. 66.35 કરોડ ઉમેરાયા. આંકડો સવા આઠસો કરોડ પાર કરી ગયો. કદાચ આ વીકએન્ડમાં રૂ. 1,000 કરોડ થઈ જશે.
સોશિયલ મીડિયામાં બે-ત્રણ એવી વાતો વાંચી જે ક્યારની મારા મનમાં ઘૂંટાતી હતી પણ મેં એ વાતો કોઈનીય સાથે શેર નથી કરી. ‘ધુરંધર-ટુ’ના પેઇડ પ્રિવ્યુના દિવસથી રોજ હું એના કલેક્શનના અધિકૃત આંકડા ચેક કરું છું અને બુક માય શો પર વિવિધ થિયેટરોના બુકિંગ પર પણ નજર ફેરવું છું— આ રકમ મારા ઘરમાં આવવાની હોય એટલો ઉમંગ, એટલો આનંદ, એટલો હરખ મને થતો હોય છે.
મારા મનની વાત ટ્વિટર પર કેટલાક લોકોએ જાહેરમાં મૂકી આપી. આમાંથી કોઈ મારું સગું નથી, ઓળખીતું નથી. એમણે લખ્યું કે કોને કોને લાગે છે કે ‘ધુરંધર-ટુ’ની કમર્શિયલ સફળતા તમારી અંગત સફળતા છે ?
મેં આંગળી ઊંચી કરી.
કોઈએ લખ્યું : ‘ધુરંધર-ટુ’ સિવાય મનમાં બીજો કોઈ વિચાર ન આવતો હોય એવા કેટલા ?
મેં ફરી આંગળી ઊંચી કરી.
એક જાણીતા ટ્વિટર હેન્ડલે કહ્યું : અમે બીજીવાર ‘ધુરંધર-ટુ’ જોવા જવાના છીએ. મેં રિપ્લાય નાખ્યો : મેં એક કરતાં વધારે વાર જોઈ લીધી છે !
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ‘ધુરંધર’ પછી ધરખમ સ્તરે બદલાવાની છે એવું રામ ગોપાલ વર્માએ ભવિષ્ય ભાખ્યું છે જેમની સાથે હું શત પ્રતિશત સહમત છું. બૉલિવુડની લિયારી ગૅન્ગના અર્શદ પપ્પુઓ અને આ પપ્પુઓનું પછવાડું સુંઘી સુંઘીને ઉછળતા-કુદતા-નાચતા છગ્ગુસત્તુઓ બેબાકળા બની ગયા છે, ‘ધુરંધર-ટુ’ના કલેક્શનના આંકડા જોઈને. જવાન-પઠાણને તો ‘ધુરંધર-વન’એ જ 1,300 કરોડનું કલેક્શન કરીને પછાડી દીધા છે. રામુજીએ બીજો ભાગ રિલીઝ થાય તે પહેલાં કહી દીધું હતું કે વન કરતાં ટુ ડબલ બિઝનેસ કરશે. અને હવે લાગે છે કે 2,500 થી 3,000 કરોડનો બિઝનેસ કરશે.
‘ધુરંધર’ ફિલ્મોની કમર્શિયલ સફળતાનો આનંદ છે પણ વાત માત્ર અહીં આવીને અટકી જતી નથી. રાધર અહીંથી શરૂ થાય છે. ‘આદિત્ય ધર મારો નવો ગુરુ છે, અગાઉની મારી ફિલ્મો વખતે હું ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા (‘ગૉડફાધર’)ને ગુરુ માનતો,’ આવું રામ ગોપાલ વર્મા જાહેરમાં બોલી શકે છે જેણે ‘સત્યા’, ‘રંગીલા’, ‘શિવા’, ‘સરકાર’ બનાવી, જેને આદિત્ય ધર સહિત અનેક ફિલ્મકારો પ્રગટપણે કે મનોમન પોતાના ગુરુ માને છે તે રામુજીના શબ્દોનું, મંતવ્યોનું, અનુભવોનું ઘણું મોટું મૂલ્ય છે. સુપર ક્રિએટિવ બનવાના ધખારામાં તણાઈ જઈને કેવી કેવી ભૂલો કરીને ઊંધે માથે પડીએ એ અનુભવ પણ એમણે લીધો છે.
માત્ર રાષ્ટ્રવાદીઓ જ બેઉ ‘ધુરંધર’ ફિલ્મોને આકંઠ માણી શકે છે. આતંકવાદીઓના સ્લીપર સેલની કામગીરી કરીને કમાણી કરનારાઓને સ્વાભાવિક રીતે જ આ ફિલ્મો જોઈને સ્થાનવિશેષમાં અસહ્ય બળતરા થવાની જ છે.
રજનીકાન્ત, રાજામૌલી અને અલુ અર્જુન સહિતના દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક ધુરંધરોએ આ ફિલ્મના મોંફાટ વખાણ કર્યાં છે. જેમને ફિલ્મ મેકિંગ કોને કહેવાય તેની ખબર છે તે સૌ આ માસ્ટરપીસ, પાથ બ્રેકિંગ અને ગેમ ચેન્જર ફિલ્મને ‘જો-તો’થી જોખ્યા વિના માથે મૂકીને નાચી રહ્યા છે. પણ પ્રકાશ રાજ, વિશાલ દદલાની, ધ્રુવ રાઠી, રવિશ કુમાર અને આ સૌનાં ગલુડિયાંઓ તથા હિન્દુદ્વેષી રાષ્ટ્રદ્રોહી બાબાબેબીઓ બાળોતિયામાં છીછીપીપી કરીને ભારતના વાતાવરણને કરાંચી-લાહોર-રાવલપિંડી-પેશાવર-ઇસ્લામાબાદ જેવું બનાવી દેવાની નાકામિયાબ કોશિશ કરી રહ્યા છે. એ સૌ ખસ્સીઓને આપણા સૌના વતી દૂરથી જ अस्सलाम वालेकुम व रहमतुल्लाही व बरकातहू.
‘ધુરંધર-ટુ’ જોયા પછી ઓટીટી પર ‘બોર્ડર-ટુ’ જોવા બેઠા તો અમને એ કાર્ટુન ફિલ્મ જેવી લાગી એવું કોઈકે સોશિયલ મીડિયા પર લખ્યું છે. ‘ધુરંધર’ ફિલ્મોની લાંબા ગાળાની અસર હવેનાં વર્ષોમાં જોવા મળશે. હિન્દી અને અન્ય ભાષાઓની {ખાસ કરીને દક્ષિણની} ફિલ્મોનું ફાઇનાન્સ, સ્ટ્રકચર, ગ્રામર અને ટ્રીટમેન્ટ— બધું જ બદલાઈ જવાનું છે. ભારતીય સિનેમા દાયકાઓ જૂની ફોર્મ્યુલામાંથી, લેફ્ટિસ્ટ વિચારસરણીમાંથી અને પ્રેક્ષકોને (બીપ) બનાવવાની મેન્ટાલિટીમાંથી બહાર નીકળવાની છે. સુવર્ણ અક્ષરોમાં લખી રાખો આરસની તકતી પર: “ઓ જેહાદીઓ, સિનેમા જગતમાં પણ ‘અચ્છે દિન’ આવી ગયા છે.”


તાજા કલમ: સોમવારે, ૨૩ માર્ચે રાત્રે બાન્દ્રાના ૭ સિંગલ સ્ક્રીન થિયેટરોના ઐતિહાસિક સંકુલ G7 ના ‘ગેઈટી’માં ધુરંધર2 જોયું. બુધવારે પેઇડ પ્રિવ્યુ જોયા પછી આ આઠમી વાર જોયું.
લોઅર અને અપર સ્ટૉલ વત્તા બાલકની અને ડ્રેસ સર્કલ મળીને કુલ અલમોસ્ટ એક હજાર ( ટુ બી પ્રીસાઇસ ૯૭૨) સીટ્સના આ થિયેટરમાં સ્કૂલ-કૉલેજમાં હતા ત્યારથી મિત્રો-બહેનપણીઓ સાથે ‘પિચ્ચરો’ જોવા ગયા છીએ. અડધી સદી વીતી ગઈ. છેલ્લાં થોડાં વર્ષોમાં આ જગ્યા ભાઈલોકોની ફિલ્મો આવતી ત્યારે આજુબાજુના છપરીઓથી છલકાઈ જતી. પણ યે નયા હિન્દુસ્તાન હૈ. હવે અહીં ‘ધુરંધર2’ના તમામ શો હાઉસફૂલ જાય છે. G-7ના ગેઈટી અને ગેલેક્સી સૌથી મોટા થિયેટરો. એ પછી જેમિની આવે જે જરા નાનું. આ ત્રણેય થિયેટરોમાં ‘ધુરંધર2’ના રોજના ચારચાર શો લાગે છે અને બધા જ શો હાઉસફૂલ જાય છે. બાકીના જેમ, ગ્લેમર જેવા પચાસ-સોની કેપેસિટી ધરાવતા થિયેટરોમાં અસ્સીફસ્સી જેવી ફાલતુ ડિરેક્ટરની ફડતુસ હીરોઈનવાળી ફડચામાં જતી ફિલ્મો ચાલે છે જેનું કોઈ ઘરાક નથી.
ગેઈટીના ઑડિયન્સ સાથે જોવાની મજા ઔર છે! તમામ આઇકોનિક સંવાદો વખતે તાળીઓ, દરેક દિલખુશ સીન પર સિટીઓ👏🏻
મજાની વાત એ છે કે સોમવારે રાત્રે ૮.૩૦ના શો માટે અમે પહોંચ્યા ત્યારે આ વીક ડે હોવા છતાં શો હાઉસફૂલ હતો અને ટિકિટો બ્લેકમાં વેચાતી હતી! અમે તો બુકિંગ કરાવી દીધું હતું પણ આવી ડિમાન્ડ જોઈને બૉલિવુડની લિયારી ગેન્ગના અરશદ પપ્પુઓ કેવા ઊંચાનીચા થતા હશે.🤩

• • •
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












