ચંદ્રમોહન બાબુલાલ જૈન ઊર્ફે આચાર્ય, ભગવાન અને ઓશો : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : બુધવાર, 11 ડિસેમ્બર 2024)

મારા ડ્રોઈંગરૂમમાં પરદાદા સબુરદાસનું તૈલચિત્ર છે, શ્રીજીબાવાનું ચિત્ર છે, ગુરુ નાનકની તસવીર છે, આર.ડી. બર્મનની મોટી છબિ છે અને ઘરના સ્ટડીરૂમમાં હનુમાનજી, ગુરુ ગોવિંદસિંહ, લતા મંગેશકર અને રજનીશજીની છબિઓ છે.

આજે રજનીશજીની જન્મજયંતિ. 1931મી 11મી ડિસેમ્બરે એમનો જન્મ. રજનીશજીની અને મારા પપ્પાની ઉંમર લગભગ સરખી. પપ્પાનો જન્મદિવસ 1931ની 11મી જાન્યુઆરીએ. ઉંમરમાં પપ્પા મોટા.

હું દસબાર વર્ષનો હોઈશ ત્યારે પપ્પાને રજનીશજીમાં રસ પડવા માંડ્યો હતો. અમે સિટીલાઈટ સિનેમાની સામે રહેતા ત્યારે અમારા જ કૉમ્પલેક્સ (દીનાથવાડી)માં પાછળના મકાનમાં રહેતા પપ્પાના મિત્ર કાપડિયાકાકા પોતાનું કેસેટ ટેપ રેકોર્ડર લઈને અમારે ત્યાં આવતા. બેઉ મિત્રો રજનીશજીનાં પ્રવચનો સાંભળતા. મારે કાને એ અવાજનો રણકાર હજુ ય ગુંજતો રહે છે.

પપ્પાએ રજનીશજીનાં પ્રવચનો વગેરે પ્રગટ કરતું એક હિન્દી સામયિક પણ બંધાવેલું. મસ્જિદ બંદરમાં એની ઑફિસ હતી. પછી તો પપ્પા રજનીશજીનાં સિલ્કના અસ્તરવાળાં મોંઘાં મોંઘાં વેલ પ્રોડ્યુસ્ડ દળદાળ પુસ્તકો ખરીદતા થઈ ગયેલા. રજનીશજી પેડર રોડ પર વુડલેન્ડ્સ બિલ્ડિંગમાં રહેતા ત્યારે પપ્પા એમનાં દર્શને પણ ગયેલા. એમની સાથે વાતચીત પણ થયેલી. રજનીશ પૂના શિફ્ટ થયા એ પછી પપ્પા પૂના પણ ગયેલા. મુંબઈમાં ક્રોસ મેદાનમાં રજનીશનાં પ્રવચન પણ એમણે સાંભળેલાં.

પપ્પાએ પોતાના આયુષ્ય દરમ્યાન રજનીશજીનાં અનેક મોંઘાં પુસ્તકો ખરીદ્યાં. મને એમ કે આ બધો વારસો મને મળશે. મેં મારી રીતે રજનીશજીનાં ઘણાં પુસ્તકો લીધાં છે પણ દુર્લભ અને કલેક્ટર્સ આયટમ જેવી ફર્સ્ટ એડિશનો પર મારી નજર હતી. પણ છેલ્લાં વરસોમાં પપ્પાએ મને પૂછ્યા કે કહ્યા વગર વડોદરાના એમના સિનિયર સિટિઝનના ગ્રુપની લાયબ્રેરીમાં ડોનેટ કરી દીધાં. આજની તારીખે જોકે મારી પાસે પપ્પા પાસે હતાં એનાં કરતાં ત્રણ-ચાર ગણાં વધારે રજનીશજીનાં પુસ્તકો છે પણ પેલી દુર્લભ પ્રથમાવૃત્તિઓનો ચાર્મ કંઈક જુદો જ હોય.

રજનીશજીએ પોતાના હાથે શરૂનાં એકબે પુસ્તકો લખ્યાં. એ પણ પત્રો હતા જેને પુસ્તકરૂપે છાપવામાં આવ્યા. બાકી અત્યારે જે કંઈ 500 જેટલાં પુસ્તકો એમના નામે વેચાય છે તે બધાં જ એમનાં પ્રવચનોની ટ્રાન્સસ્ક્રિપ્ટ છે. રજનીશજીએ પોતાની આ સગવડ સાચવવા જે ટીમ ઊભી કરી તેને દાદ આપવી પડે. રજનીશજીની બોલવાની છટામાં જરાસરખું ગાબડું ન પડે એનું ધ્યાન રાખીને બોલાયેલા શબ્દોને કાગળ પર ઉતારવાનું કામ ધીરજ માગી લે, ખંત માગી લે, ટેલન્ટ તો જોઈએ જ જોઈએ.

1960ના દસકાના જમાનામાં ટેપ રેકોર્ડર સુલભ નહોતાં ત્યારથી રજનીશજી પોતાનાં પ્રવચનોના રેકોર્ડિંગની વ્યવસ્થા કરાવતા. પછી ડુપ્લિકેટરમાં કૉપી કરીને લોકો માટે સુલભ બનાવતા. એમાંથી જ પુસ્તકો પણ બનતા. મારી પાસે રજનીશજીનાં તમામ (તમામ એટલે તમામ) પ્રવચનોનું રેકોર્ડિંગ સમાવતી હાર્ડ ડ્રાઈવ છે જે મેં બેંગ્લોરથી ખૂબ મોંઘા ભાવે મગાવેલી. પુસ્તકો બધાં નથી, ઘણાં છે, પણ બધાં નથી.

રજનીશજી વિશે, એમના વિચારો વિશે, ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓના એમના વિશ્ર્લેષણ વિશે મેં ખૂબ લખ્યું છે. એ બધું મઠારીને પુસ્તક પ્રગટ કરવાનું રહી જ જાય છે. રજનીશજીના અમુક વિચારો સાથે, એમની અમુક મજાકો સાથે હું સહમત નથી પણ એ વિશે હું બહુ દરકાર કરતો નથી. તરબૂચની લીલી છાલ સાથે તમને નિસબત હોય કે એમાં રહેલા લાલ ગર્ભ સાથે! કોઈ મારી આગળ રજનીશની ટીકા કરતું હોય તો હું એને સામો જવાબ પણ નથી આપતો. મારે શું કામ કોઈની આગળ મારી એનર્જી વેસ્ટ કરવી? એવાને કન્વિન્સ કરીને શું ફાયદો જે મનમાં અનેક ગ્રંથીઓ ભરીને બેઠા હોય? આવા તો ઘણા લોકો મારા સંપર્કમાં આવવાની કોશિશ કરતા રહે છે જેમને રજનીશજી જ નહીં, બીજા અનેક મુદ્દાઓમાં મારી સાથે મતભેદ હોય. હું આવા લોકોને મારાથી દૂર જ રાખું છું અને ભૂલેચૂકેથી કોઈ નજીક આવી જાય તો એમની સાથે જીભાજોડી કરવાનું ટાળું છું. હા, જે મારા સહૃદયી છે અને અંગત છે એમની સાથે નિરાંતે ચર્ચા કરીએ, મતભેદો બાવજૂદ વિચાર વિનિમય કરીએ.

રજનીશજીની પોતાની લાયબ્રેરી વિશાળ છે. પૂનામાં સચવાયેલી છે. ટાઢતડકોભેજથી રક્ષણ મળે એ રીતે સચવાયેલી છે. મેં જોઈ નથી, એના વિશે સાંભળ્યું છે. રજનીશજી જે પુસ્તક વાંચી લેતા (કે થરલી જોઈ લેતા) એના છેલ્લા પાને પોતાની લાંબી સહી કરતા. પોતાને ગમી ગયેલાં પુસ્તકો વિશે એમણે એક લેક્ચરસિરીઝ કરેલી. એમાંથી ‘બુક્સ આય હૅવ લવ્ડ’ નામનું પુસ્તક પ્રગટ થયું છે. મેં એ પુસ્તક વિશે પણ લખ્યું છે. વાંચવા જેવું પુસ્તક છે.

રજનીશજીએ આત્મકથા લખવા પાછળ સમય નથી બગાડ્યો. પણ વારતહેવારે એમનાં પ્રવચનોમાં પોતાના બાળપણ વિશે તેમ જ વિવિધ સમયના અનુભવો વિશે વાત કરી છે. ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ સ્પિરિચ્યુઅલી ઈન્ટરેક્ટ મિસ્ટિક’ નામના લગભગ ત્રણસો પાનાંના પુસ્તકમાં આ બધા ટુકડા વણીને રસાળ એડિટિંગ સાથે રજુ કરવામાં આવ્યા છે–મૂળ રજૂઆતમાં કોઈ ફેરફાર કર્યા વિના. પુસ્તકના છેવાડે નોંધ છે કે – કઈ વાત કયા લેક્ચરમાંથી (પુસ્તકમાંથી) લેવામાં આવી છે. આ વિગતો સાથે ઇન્ડેક્સ પણ છે – ઈઝી રેફરન્સ માટે.

‘ચંદ્રમોહન બાબુલાલ જૈન રજનીશ કેવી રીતે બન્યા’ એ શીર્ષકથી મેં એક લેખ ‘સંદેશ’ની મારી રવિવારની કૉલમ ‘તડકભડક’ માટે લખ્યો હતો. એમાં મેં નોંધ્યું હતું કે રજનીશજી 21 વર્ષના હતા ત્યારે જબલપુરના ભંવરપાલ ગાર્ડનમાં એક ઝાડ નીચે એમને ‘બોધિજ્ઞાન’ પ્રાપ્ત થયું હતું. આ આત્મજ્ઞાનને અંગ્રેજીમાં આપણે સ્પિરિચ્યુઅલ (કે સેલ્ફ) એન્લાઈટન્મેન્ટ કહીએ છીએ. 1953ની 21 મી માર્ચે આ આત્મજ્ઞાન થયું એવું રજનીશજીએ પોતે કહ્યું છે.

આપણને સવાલ એ થાય કે આ ‘બોધિજ્ઞાન’ અથવા તો સ્પિરિચ્યુઅલ એન્લાઈટન્મેન્ટ અથવા તો આત્મજ્ઞાન એટલે શું?

શું જગતમાં જાણવા જેવું જેટલું જ્ઞાન છે તે બધું જ એક ચમકારામાં કોઈ ઝાડ નીચે બેસો એટલે તમારામાં ઊતરી આવતું હોય છે? (આપણા જેવા માટે તો વધારે ચાન્સીસ એવા કે જ્ઞાન આવવાને બદલે ચકલું ચરકી જાય). શું એ શક્ય છે કે તમારામાં પડેલી તમામ પ્રજ્ઞા એકાએક જાગૃત થઈ જાય અને ક્ષણભરમાં તમે પ્રબુદ્ધ પુરુષ થઈ જાઓ?

મારી જાડી સમજણ એમ કહે છે કે દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી વિચારતાં વિચારતાં કોઈ એક ઘડીએ તમને એક પ્રશ્ર્નનો જવાબ મળી જાય કે અલ્ટીમેટલી તમારે લાઈફમાં શું કરવું છે તો તે જવાબ જે ઘડીએ પ્રગટ્યો તે તમારા માટે પ્રાગટ્યની ઘડી, આત્મજ્ઞાન કે સ્પિરિચ્યુઅલ એન્લાઈટન્મેન્ટની ઘડી. તમને તમારા અસ્તિત્વનો અર્થ ખબર પડી જાય કે આ જિંદગીમાં હવે પછીનાં તમામ વર્ષો તમારે કયા કામને સમર્પિત કરી દેવાં છે – આ વિશેની દૃઢ નિષ્ઠા બંધાવાની ઘડી તે તમારા બોધિજ્ઞાનની ઘડી.

રજનીશજી 1953માં 21 વર્ષની ઉંમરે જ પામી ગયા હતા કે પોતે શું કરવું છે, કયું કામ કરવું છે, કેવી રીતે કરવું છે. એ પહેલાં એમણે બીએનો અભ્યાસ શરૂ કરી દીધો હતો જેમાં એમનો મુખ્ય વિષય ફિલોસોફી હતો. 1955માં બીએ પૂરું કરીને એ જ વિષય સાથે એમણે એમએ કર્યું—1957માં. પછી રાયપુર સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઉપનિષદ, પતંજલિયોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, મનુસ્મૃતિ વગેરે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો.

બોધિજ્ઞાન થયા પછી, જિંદગીમાં શું કરવું છે તે વિશે મનમાં દૃઢતા આવ્યા પછી, તેઓ સંન્યાસી બનીને કાશી, હરદ્વાર કે હિમાલય જઈને ગુરુની શોધમાં નીકળી શક્યા હોત. એમ કરવું પણ કંઈ ખોટું નહોતું. પણ એમણે એટલો જ કઠિન એવો બીજો માર્ગ લીધો. પોતાને જે વિષયમાં ઊંડો રસ હતો તે તત્ત્વજ્ઞાનના વિષયમાં ઊંડા ઉતરીને ખૂબ અભ્યાસ કર્યો.

પછી એમણે જયપુર યુનિર્વર્સિટીમાં લેક્ચરરની નોકરી લીધી. નોકરી લઈને જીવનમાં આજીવિકાનું કાયમી સાધન મળી જાય અને ઠરીઠામ થવાય એવું સપનું હશે એમનું? ના. રજનીશજીએ લેક્ચરરની નોકરી એટલા માટે લીધી હશે કે તેઓ બોલીને, પોતાની વાણી દ્વારા બીજાઓ સાથે સંવાદ સાધવા માગતા હતા – આ મારી ધારણા છે, આ વિશે એમણે ક્યાંય કહ્યું નથી. જાહેર પ્રવચનોમાં પોતે સફળ જશે કે નહીં એની ખાતરી કરી લેવા એમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની પ્રયોગશાળા ખોલી.

અભ્યાસ કરાવતાં કરાવતાં એમને ખ્યાલ આવ્યો કે ભારતના મહાન ગ્રંથોનું વિશ્ર્લેષણ કરનારા પંડિતો પાસે પાંડિત્ય છે પણ સ્વતંત્રપણે વિચારવાનો કોઈ અનુભવ નથી, મૌલિક દૃષ્ટિ નથી, ચીલો ચાતરવાની હિંમત પણ નથી.

રજનીશજીમાં આવી હિંમત હતી. પછી એમણે જીવનમાં જે કંઈ વાંચ્યું, વિચાર્યું અને વાણી દ્વારા આપણા જેવા કરોડો સામાન્યજનો સુધી પહોંચાડ્યું તેનો આખો ઇતિહાસ આપણી સમક્ષ છે.

ભારતના આ મહાન ફિલસુફ, મૌલિક વિચારક અને ક્રાંતિકારી દર્શકને આજે યાદ કરીએ – એમની વાણી સાંભળીને, એમનાં પુસ્તકોમાંથી કશુંક વાંચીને.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. So happy to read great article of Acharya Rajnish ji (might OSHO is the version of same great personality but for me Acharya or Bhagwan Rajnish is the iconic વિભૂતિ & not comparable to any one in the not only India 🇮🇳 but in the whole world 🌍..🙏💐..I m sharing the lecture screen shot 👇 which I m listening from OSHO world in Hindi audio course..🙏..👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here