( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 4 જાન્યુઆરી 2026 )
ગાંધીનગરની સરકારી કચેરીઓમાંની એકની બહાર ‘કનિષ્ઠ અભિયંતા’ એવું પાટિયું વાંચ્યું ત્યારે બેભાન થતાં થતાં રહી ગયેલો. કૅબિનમાં બેઠેલા ‘આસિસ્ટન્ટ એન્જિનિયર’ને પણ ખબર નહીં હોય કે સરકારી પાર્લન્સમાં એમને ‘કનિષ્ઠ અભિયંતા’ કહેવામાં આવે છે.
ટેક્નિકલ શબ્દોનું ગુજરાતીકરણ કરવાનો રોગચાળો કયા જમાનામાં ફાટી નીકળ્યો તેની ખબર નથી. પણ મારી પાસે ૨૦૦૧માં ગુજરાત રાજ્યના યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે પ્રગટ કરેલો ‘ત્રિભાષી પ્રાવૈધિક પારિભાષિક શબ્દસંગ્રહ’ યાને કિ ‘ટ્રાયલિન્ગવલ ગ્લૉસરી ઑફ ટેક્નિક્લ ટર્મ્સ’ છે જેની પ્રથમ આવૃત્તિ ૧૯૭૭માં પ્રગટ થઈ હતી, તેના પરથી લાગે છે કે આ રોગ ઘણો જૂનો છે.
કૉન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટર એટલે શું એની જાણકારી મને નથી. એનો અર્થ ‘એકસમાન વોલ્ટતા જનિત્ર’ થાય એવું આ દળદાર શબ્દસંગ્રહમાં લખ્યું છે અને એ વાંચીને મારી મૂંઝવણ દસ ગણી વધી જાય છે. જે લોકોને કૉન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટર સાથે કામ પડતું હશે એમને પણ ‘એકસમાન વોલ્ટતા જનિત્ર’ વાંચીને ચક્કર આવતાં હશે.
સરકારી ખર્ચે છપાયેલા ડબલ સાઈઝનાં પોણા છસો પાનાંનો આ શબ્દસંગ્રહ ખરેખર કોઈના કામનો છે? નકામો હોય ત્યાં સુધી હજુ વાંધો નહીં, એટલા પૈસા પાણીમાં ગયા. આમેય સરકારી તંત્રો પૈસાના વેડફાટ માટે જાણીતાં છે. પણ આવા શબ્દકોશો નિરુપયોગી હોવા ઉપરાંત નુકસાનકારક છે. ‘ચૂલા-હાર’ શબ્દ તમે કોઈ સરકારી પ્રેસ રિલીઝમાં વાંચો તો તમને એનો અર્થ ‘કૂકિંગ રેન્જ’ થાય એવી કલ્પના પણ ન આવે. ગુજરાતની કૉલેજમાં કૅમિકલ કે મિકેનિકલ એન્જિનિયરિંગ ભણતા વિદ્યાર્થીને ‘ફ્લ્ક્સ’ એટલે ‘પ્રદ્રાવક’ એવું કહો તો બિચારો ભાગીને પડોશી રાજ્યમાં ઍડમિશન લઈ લેશે. ‘લિક્વિડ હીટ’ને ‘દ્રવોષ્મા’ કે પછી ‘લિક્વિડ લેવલ’ને ‘દ્રવતલ’ કહેવાની કોઈ જરૂર ખરી? ‘લિનિયર રેક્ટિફિકેશન’ને ‘સુરેખ એકદિશકરણ’ કહેવાથી આ કન્સેપ્ટ સમજાઈ જશે? ‘સેલ્ફ ઍડજસ્ટેબલ ફોર્સ’ એટલે શું અને એ ન હોય તો શું કરવું એ વિશે પ્રોફેસર ‘સ્વસમાયોજી બળ’ કહીને સમજાવી શકશે? ‘ટન્ગ બેન્ડ ટેસ્ટ’ કરવાને બદલે ‘જિહ્વક નમન પરીક્ષણ’ કરવાથી જય જય ગરવી ગુજરાત થઈ જશે?
આઝાદી પછી હિંદી ભાષાના પ્રચારમાં જે અતિરેક થયો તેવો જ ગુજરાત રાજ્યની રચના પછી ગુજરાતી ભાષાની બાબતમાં થયો. હિંદીના પ્રચારમાં કેન્દ્ર સરકારનાં વિવિધ ખાતાઓ ઉપરાંત સૌથી મોટું નુકસાન નેશનલાઈઝ્ડ બૅન્કોએ કર્યું. કોઈપણ બૅન્કની શાખામાં જઈને હિંદીમાં લખેલી સૂચનાઓ વાંચો તો લાગે કે તમે સાવ અભણ છો અને અંગ્રેજી સૂચના વાંચો પછી ખબર પડે કે આટલી સાદીસીધી વાતને શું કામ આ બૅન્કવાળાઓ હિંદીમાં ગૂંચવી નાખતા હશે.
કોઈ પણ ભાષા આખરે તો સેતુ છે – એક વ્યક્તિની વાત બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાનું સાધન છે. વડા પ્રધાનના એક કાર્યક્રમ નિમિત્તે ટીવીની ચેનલો દૂરદર્શનના ફૂટેજની સાથે દૂરદર્શનની કમેન્ટ્રી ચલાવતી હતી. એમની હિંદી સાંભળીને તમને થાય કે તમે હજુય અડધી સદી પહેલાંના જમાનામાં જીવી રહ્યા છો. ચીપી ચીપીને તત્સમ્ શબ્દોનો કુચ્ચો કાઢીને બોલાતી કમેન્ટ્રી ટિપિકલ સરકારી હિંદીનો નમૂનો હતી.

સરકારી પરિપત્રોથી માંડીને જાહેરખબરોમાં જ્યારે જ્યારે હિંદી/ગુજરાતી વાંચી છે ત્યારે તમને થાય કે જે સામાન્યજનો સુધી પહોંચવા માટે એમણે જ ભરેલા ટેક્સના પૈસે આ બધો ખર્ચો થાય છે એમના સુધી ખરેખર આ બધી માહિતી પહોંચે એવી દરકાર સરકારી બાબુઓ રાખે છે ખરા?
કોશિયો પણ સમજે એવી ભાષા હોવી જોઈએ એવું ગાંધીજી કહેતા. સાદી, સરળ અને સટિક. ભાષાનો આડંબર કરનારા સાહિત્યકારો બસો-પાંચસો કે બે-પાંચ હજાર વાચકો કરતાં વિશેષ લોકો સુધી ક્યારેય પહોંચી શક્યા નથી કે ભવિષ્યમાં પહોંચવાના પણ નથી. કહેવા ખાતર આમાંના કેટલાક લેખકો લાખો નકલોનો ફેલાવો ધરાવતા છાપાઓમાં છપાય છે પણ એમને વાંચનારા કેટલા? આંગળીને વેઢે ગણાય એટલા. અને એમનું ચમચામંડળ એમને માથે મૂકીને નાચે. ભલે. આપણે શું.
ભાષા નિયમોથી બદ્ધ છે છતાં નિયમોને તોડીને જ ભાષા સમૃદ્ધ થતી જાય છે. દર વર્ષે દરેક ભાષા નવા નવા શબ્દોને અપનાવે છે. સેલ્ફી શબ્દ અંગ્રેજીમાં નવો કૉઈન થયો. આજે એ શબ્દ ગુજરાતીએ અપનાવી લીધો. ગ્રામરને તોડીફોડીને ભાષા આગળ નીકળી જાય છે. જોડણી અને ઉચ્ચારોના નિયમોને પણ ઉલ્લંઘી જાય છે ત્યારે જ ભાષા સમૃદ્ધ બને છે.
સાચવી સાચવીને લખાતી કે ચીપી ચીપીને બોલાતી ભાષા કૃત્રિમ હોય છે. આવી ભાષા જે કહેવાનું છે તે પ્રગટ કરવાને બદલે લખનાર કે બોલનારના મનમાં રહેલા ભાવને છુપાવવાનું કામ વધારે કરે છે. ભાષા દ્વારા બીજાને ઈમ્પ્રેસ કરવાનું કામ બહુ સહેલું છે, પણ ભાષા દ્વારા બીજાના હૃદયમાં સ્થાન મેળવવાનું કામ ઘણું અઘરું છે.
આડંબરયુક્ત ભાષા વાપરીને, આલંકારિક શબ્દોનો શંભુમેળો યોજીને કે ચાર અંગ્રેજી-ઉર્દૂ શબ્દોનો વઘાર કરીને તમે તરત જ બીજાઓને આંજી દઈ શકો છો. પણ તદન સરળ શબ્દોમાં કોઈ દેખાડા વિનાની ભાષા દ્વારા બીજાઓના હૃદય સુધી પહોંચવા માટે એ શબ્દોમાં તમારે સચ્ચાઈનો રણકો ઉમેરવો પડે. અને એ કામ ભાષાના સરકસના ટ્રેપીઝ આર્ટિસ્ટ દ્વારા ન થઈ શકે. એ રણકો ત્યારે જ ઉમેરાય જ્યારે તમે જે કંઈ કહો છો એ વાતમાં તમારી પોતાની પૅશન ઉમેરાયેલી હોય. આયટમ સૉન્ગના ડાન્સ સ્ટેપ્સમાં અને નૈસર્ગિક નૃત્ય કરતી વ્યક્તિની મુદ્રાઓમાં જે ફરક હોય છે તે જ ફરક અહીં પણ જોવા મળે. ઍલન વૉટ્સ નામના ફિલોસોફરે બહુ સરસ વાત કહી હતી: ‘ધ મેનુ ઈઝ નૉટ ધ મીલ.’ ભાષા જે લખાય છે કે બોલાય છે તે માત્ર મેનુ છે. એ લખાયેલા કે બોલાયેલા શબ્દો પાછળની જે ભાવના છે તે જ સાચું ભોજન છે.
પાન બનારસવાલા
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.
– અમૃત ‘ઘાયલ’
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













