( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 8 ફેબ્રુઆરી 2026 )
માણસને શા માટે વારંવાર પોતાની ખામીઓ પર બિલોરી કાચ મૂકીને જોવાનું મન થતું હશે? પોતે બધાથી વિખૂટો થઈ ગયો છે એવી લાગણીથી એ શા માટે વગર કારણે વહોરાતો હશે? આસપાસની વરુ જેવી દુનિયા પોતાને ફાડી ખાશે એવા ભયથી શા માટે એ ધ્રૂજતો હશે?
ગામ આખાને ન્યાયના ત્રાજવે તોળતા રહીએ છીએ પણ જાત વિશે મૂલ્યાંકન કરવું અઘરું છે. કોઈ વખત લાગે કે આપણો કોઈ વાંક નથી, સંજોગો જ ખરાબ છે અને નસીબ પણ ફૂટેલું છે. તો વળી કોઈ વખત તમામ અણગમતી ઘટનાઓના દોષનો ટોપલો જાતે જ માથા પર મૂકીને બેસી જઈએ. સચ્ચાઈનો અમલ બહારથી કરતાં પહેલાં અંદરથી કરવાનો હોય. તટસ્થતાથી ભરેલી સચ્ચાઈ આત્મનિંદા અને આત્મવંચનાના બે અંતિમોની વચ્ચેથી જડી આવે. પોતાની ખામીઓ વિશે સભાન થઈ ગયા પછી પોતે તરછોડાઈ ગયેલા હોવાની લાગણીનું રૂપાંતર પોતાના માટેના પ્રેમમાં થઈ શકે. શરત એટલી કે પોતાની ખામીઓને ઓળખવી, પછી સમજવી અને છેલ્લે એની હાજરીને સ્વીકારી લેવાની તૈયારી રાખવી. જેના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હોય એની સામે જ લડી શકાય અને લડવાનો પ્રયત્ન નિષ્ફળ ગયા પછી એની સાથે જ સંધિ કરીને રહી શકાય.
આત્મપ્રશંસા જેટલી જ હાનિકારક આત્મદયાની લાગણી છે. સેલ્ફપિટીમાં રચ્યાપચ્યા રહેતા લોકોને ચારે બાજુથી સહાનુભૂતિ મળતી રહે એવી અપેક્ષા હોય છેે. એક તબક્કો એવો આવી જાય કે સેલ્ફપિટિમાં રાચતી આવી વ્યક્તિ પોતાની આસપાસના સૌ કોઈ માટે હાંસીનું પાત્ર બની જાય. એવું થાય તે પહેલાં એણે પારખી લેવું જોઈએ કે પોતાનામાં ક્યાં, શું, કેટલું ખોટું છે. દુનિયા પાસેથી મનગમતું બધું જ મેળવી લેવાની લાહ્યમાં આપણે ભૂલી જઈએ છીએ કે જેમની પાસેથી કશુંક પામ્યા છીએ એમને ઊંડે ઊંડે તમારી પાસેથી પણ કશુંક મેળવવાની ઈચ્છા હોવાની. એમને આપવાનું નક્કી કરીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપવામાં ગરિમા હોવી જોઈએ. લેનારને એની લાચારીનો અહેસાસ કરાવીને અપાયેલી કિંમતીમાં કિંમતી ચીજ કે અમૂલ્યમાં અમૂલ્ય લાગણી ધૂળ બરાબરની થઈ જાય.
ડગલે ને પગલે જેને પ્રોત્સાહનની જરૂર ન પડે એ માણસ સંત કોટિએ પહોંચી ગયેલો જાણવો. હતાશા-ઉત્સાહથી જે પર છે એવી વ્યક્તિઓ સંસારમાં બહુ ઓછી જોવા મળે. સામાન્ય માણસને વારંવાર હતાશાની ખાઈમાં ઊંડે સુધી ઊતરી ગયાની લાગણી થઈ આવે. એને તીવ્ર ઈચ્છા થયા કરે કે હવે આશાભર્યા, હૂંફભર્યા, પ્રેમભર્યા બે બોલ કહીને કોઈક આમાંથી પોતાને બહાર કાઢે. નિરાશાજનક વિચારો જીવનમાં નિયમિત આવતા રહેવાના. એનો પ્રવેશ રોકવામાં દર વખતે સફળ ન પણ થઈએ. આવા સમયે માણસ ડેસ્પરેટ બનીને કેટલાક એવા નિર્ણયો લઈ બેસે જેને કારણે જિંદગી હોય એના કરતાં વધારે ગૂંચવાઈ જાય. એ નવી પડેલી ગૂંચ ઉકેલતાં કદાચ જીવન આખું પૂરું થઈ જાય. આવા સમયે કોઈકને ઊજાસભર્યાં શબ્દો કહીને એની આંગળી ઝાલીને એને મૂળ રસ્તે પાછા લાવવાનો પ્રયત્ન કરવા જેવું પુણ્યનું કામ બીજું એકેય નહીં.

ગૂંચ ઉકેલવા માટે અત્યાર સુધી કહેવામાં આવેલા તમામ માર્ગને છોડીને નવો રસ્તો લેવો પડે. કોઈએ કહ્યું છે કે ‘અંતરમાં ન ડંખે તે જ મારું સત્ય અને માંહ્યલો જે કહે તે જ મારો મારગ.’ તો બસ, મન તીવ્રતાથી જે દિશા ચિંધ્યા કરતું હોય તે જ જીવનનો સાચો માર્ગ. પણ એ માર્ગ શોધતાં પહેલાં ઘરેડમાં પડી ગયેલી વિચાસરણીને ખંખેરી નાખવી પડે. નવેસરથી એનો એક-એક ટુકડો જોડીને નવી ભાત ધરાવતી વિચારસરણી ઘડવી પડે.
વિચારોનો આ નવો અવતાર પણ કાયમી નથી એવું માનવું પડે. આગળ વધવા સતત પરિવર્તનશીલ રહેવું પડે, પણ પરિવર્તનનો ડર લાગે છે. નવાનો ભય લાગે એ સ્વાભાવિક છે. જે સદી ગયું છે, જેની ટેવ પડી ગઈ છે, જે પરિચિત વાતાવરણ છે એમાં જ રચ્યાપચ્યા રહેવું ગમતું હોય છે. એટલે જ નવી તક, નવા અનુભવો, નવા વિશ્ર્વથી વિમુખ થઈ જઈએ છીએ અને છેવટે અટવાઈએ છીએ. શું કરવું અને શું ન કરવું એ વિશે બીજાઓના અભિપ્રાયો પર આધાર રાખીને નકશો દોરવાનો થાય ત્યારે આવું જ બને. આવા નકશાનું છેવટનું સ્વરૂપ ગૂંચવાડાનું હોય.
ક્યારેક મન પણ પોતાના જ તમામ કાર્યોનો વિરોધ કરતું થઈ જાય. ક્યારેક બધું નકામું લાગે, ક્યારેક બધું કરવા જેવું લાગે. એક સાથે ઘણું બધું અને ક્યારેક બધું જ કરી નાખવાની હોંશમાં માણસ ભયંકર પછડાટ ખાઈ બેસે. દુનિયાની દોડમાં પાછળ રહી જવાના ભયથી મન સતત ફફડતું રહે ત્યારે આવી પછડાટો અચૂક આપવાની. આ પછડાટો દરમિયાન ક્યારેક કોઈએ સહૃદયતાપૂર્વક કહેલા કડવા પણ સાચા શબ્દો જીરવી શકાતા નથી અને જતનપૂર્વક ઉછેરલ તેવા સંબંધ પર પણ આપણે ઉઝરડા કરી નાખીએ છીએ.
જિંદગીમાં વિકલ્પો ક્યારેય ખૂટતા નથી. જે ઝડપી શકાઈ નથી એ તક ક્યારેય છેલ્લી હોતી નથી. ભૂલભરેલી ગઈકાલને છોડી દેવાની છે. ન જન્મેલી આવતી કાલ વિશેની લાંબી કલ્પનાઓ પણ છોડી દેવાની છે. જે સમય અદીઠ છે તેના પર કોઈનો કાબૂ નથી હોતો. શ્રદ્ધા એક જ છે કે જિંદગી આખી એક ચમત્કાર લાગે એ રીતે ઉપરવાળો ત્યાં બેઠાં બેઠાં આશ્ચર્યચિહ્નોનો વરસાદ વરસાવ્યા કરે છે.
પાન બનારસવાલા
તમારું વર્તુળ જેટલું મોટું કરતાં જશો, કેન્દ્રથી તમે એટલા દૂર થતા જશો.
– અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













