શિંદે-ફડણવીસ-મોદીનું રાજ અને ઉદ્ધવ-પપ્પુ-પવારનું રાજ: સૌરભ શાહ

(“ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : મંગળવાર, 19 નવેમ્બર 2024)

આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. એક બાજુ મોદીએ દેશમાં અને મહારાષ્ટ્રમાં કરેલાં/કરાવેલાં કામ બોલે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ યશસ્વી પિતા બાળાસાહેબ ઠાકરેનું નામ બોળીને કૉંન્ગ્રેસ સાથે કરેલું નાતરું અને શરદ પવાર સાથે કરેલું તકવાદી જોડાણનું રાજકારણ બોલે છે. ઉદ્ધવે તો હવે પોતાના પિતાને ‘હિંદુ હ્રદયસમ્રાટ’ કહેવાનું બંધ કરીને ૧૯૯૨માં બાબરી વિધ્વંસ પછી પોતાના પિતાએ અને પિતાના ટેકેદારોએ ભજવેલી ભૂમિકા બદલ મુસ્લિમોની માફી માગી છે. આવો નગુણો પુત્ર કોઈના ય કુટુંબમાં ન હજો. એકનાથ શિંદેની ધનુષ્યબાણના પ્રતીકવાળી શિવસેના જ બાળાસાહેબની અધિકૃત વારસદાર છે. બાળાસાહેબનો કૉંગ્રેસ માટેનો ધિક્કાર શિંદેમાં પણ છે.

ઉદ્ધવ ઠકરેના મુખ્યપ્રધાનપદના ભયંકર ગાળામાં એમના પુત્ર પેન્ગ્વિને મુંબઈના મેટ્રો રેલના પ્રોજેક્ટને પર્યાવરણના નામે ખોરવી નાખ્યો હતો. મેટ્રોનો ડેપો આરે કૉલોનીના એક નાનકડા હિસ્સામાંથી ખસેડીને પોતાના સાથીઓને મલાઈદાર કટકી મળે એવી જગ્યાએ-કાંજુર માર્ગના પ્લૉટ પર ખસેડવાનું કાવતરું ઘડાયું હતું. પેન્ગ્વિને કેટલાક આંદોલનજીવીઓને ઉશ્કેરીને આંદોલન શરૂ કર્યું જેનો મરાઠી ભાષાના પાકીટ પત્રકારોએ ખૂબ પ્રચાર કર્યો. મેટ્રો રેલના ડેપોને આરેથી ખસેડીને કાંજુર માર્ગ લઈ જવાની યોજનાને કારણે હજારો કરોડનો ખર્ચ વધી જવાનો હતો એવી વાત મીડિયા દ્વારા ઢાંકી રાખવામાં આવી. પ્રોજેક્ટ વિલંબમાં મૂક્યો એને કારણે સેંકડો કરોડનો ખર્ચ વધી ગયો જેની ઉદ્ધવ-પેન્ગ્વિનને કંઈ પડી નથી. શિંદે-ફડણવીસની સરકાર વાજબી રીતે મહારાષ્ટ્રનું શાસન કરવા પાછી આવી કે તરત જ મેટ્રોનો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો અને બે મહિના પહેલાં ફેઝ વન પર મેટ્રો દોડતી થઈ ગઈ, આરે કૉલોનીનો ડેપો ધમધમતો થઈ ગયો.

આ દેશમાં સૌને ખબર છે કે કૉંન્ગ્રેસની કે બિનભાજપી સરકાર હોય ત્યારે દિલ્હીથી મોકલાતી એક રૂપિયાની મદદ જ્યારે છેવટના માણસના હાથમાં આવે છે ત્યારે માત્ર 15 પૈસા જ એને મળે છે, 85 પૈસા વચેટિયાઓ ચાવી જાય છે.

મોદી સરકારે આખી ગેમ ચેન્જ કરી નાખી. 1 રૂપિયો દિલ્હીથી નીકળે તો છેવટના માણસ સુધી પૂરપૂરા 100 પૈસા પહોંચે. વચેટિયાઓ બિલકુલ બાજુએ હડસેલાઈ જાય. એટલે જ તો બંગાળ અને દિલ્હી રાજ્યની કમિશનખાઉ સરકાર ચલાવતા મમતા-કેજરીવાલ જેવા નેતાઓ મોદીની આયુષ્યમાન ભારત જેવી સુંદર યોજનાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેતા નથી. આ કરપ્ટ નેતાઓ મોદીને કહે છે કે પૈસા અમને મોકલો, ડાયરેક્ટ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા નહીં કરો. મોદી કહે છે કે તમને ના સોંપાય, દેશ આખામાં જે સિસ્ટમ ચાલે છે તે જ બરાબર છે. પૈસા સીધા જેના માટે છે તેના જ ખાતામાં જમા થશે. બંગાળ અને દિલ્હી રાજ્યમાં રહેતા નાગરિકો મમતા-કેજરીવાલની કરપ્ટ મેન્ટાલિટીનો ભોગ બની રહ્યા છે.

Screenshot

કૉંન્ગ્રેસ-‘આપ’ જેવી પાર્ટીઓ મતદારોને ખુશ કરવા મફતિયા યોજનાઓ અને ખટાખટ સ્કીમો જાહેર કરે છે. ભોળા મતદારો એમને જીતાડી દે છે. જીત્યા પછી બેચાર મહિનામાં જ આ સરકારોની તિજોરી ખાલી થઈ જતી હોય છે – કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને દિલ્હી રાજ્યની સરકારોના કિસ્સામાં આવું બની રહ્યું છે. હિમાચલની સરકાર વીજળી કંપનીઓનાં બિલ નથી ભરી શકતી એટલે હાઈ કોર્ટે નવી દિલ્હીના હિમાચલ ભવનને ટાંચમાં લેવાનો હુકમ કર્યો છે.

આની સામે ભાજપની કેન્દ્ર કે રાજ્ય સરકારો જે કંઈ વેલફેર યોજનાઓ જાહેર કરે છે તે સમજીવિચારીને કરે છે. જેમ કે મફત વિજળી આપવાને બદલે લાંબા ગાળે વીજળીનું બિલ શૂન્ય આવે એવી યોજના મોદી સરકારે અમલમાં મૂકી છે. જેને આ યોજનાનો લાભ લેવો હોય તે પોતાના ઘરમાં સૌર ઉર્જાનો પ્લાન્ટ ખરીદીને ઈન્સ્ટોલ કરે. સોલાર સિસ્ટમનો પ્લાન્ટ લેવા માટે બેન્કમાંથી સહેલાઈથી લોન મળી જાય. જેટલી સૌર ઉર્જા ઉત્પન્ન થાય એમાંથી પોતાના ઘર માટે જેટલી વપરાય તે પછી જે વધી તેને સરકાર વીજળી કંપનીઓની ગ્રિડ દ્વારા ખરીદી લે અને એ બદલ તમને પૈસા ચૂકવે. આ રકમમાંથી બેન્કના હપ્તા ચૂકવી દેવાના. વખત જતાં બધી લોન ચૂકતે થઈ જાય. આ બાજુ સૌર ઊર્જાને કારણે ઘરે વીજળીનું બિલ શૂન્ય આવે એટલું જ નહીં વધારાની વીજળી વેચીને બે પૈસાની આવક પણ ઊભી થાય. વધુ કમાણી કરવા માટે ઘરમાં વીજળીનો વપરાશ કરકસરથી કરવાની પ્રેરણા મળે એ ફાયદો વધારામાં. આને કહેવાય દીર્ઘદૃષ્ટિ. ધીરે ધીરે દેશના ઘણા મોટા ભાગમાં આ યોજનાનો પ્રસાર થશે.

મોદી સરકાર અનેક યોજનાઓ લાવીને દેશની પ્રજાનું ભલું કરી રહી છે પણ મીડિયા દ્વારા પ્રચાર શેનો થાય છે? કેજરીવાલની સરકાર મફત વીજળી આપે છે, મફત પાણી આપે છે. કર્ણાટકની સરકાર મહિલાઓને મફત બસ પ્રવાસ કરાવે છે વગેરે. આવી યોજનાઓમાં અવ્વલ તો એ કે સરકારી તિજોરીમાંથી નીકળતા રૂપિયામાંથી 85 પૈસા તો આપિયાઓ અને કૉંગ્રેસિયાઓના ગજવામાં જતા રહે છે. બાકીના 15 પૈસામાંથી યોજનાઓ ચાલતી હોય અને પૈસા ખૂટી જાય એટલે કેન્દ્ર પાસે ત્રાગું કરીને પૈસા માગવામાં આવે. કેન્દ્ર પૂછે કે તમે મફતિયા સ્કીમો આપતી વખતે અમને પૂછેલું? તમારા રાજ્યના બજેટમાં એની જોગવાઈ કરેલી? તો પછી હવે શું કામ આવ્યા? તમારા ઉડાઉ ખર્ચાઓ કેન્દ્ર શું કામ ભોગવે? નહીં મળે, જાઓ. આ સાંભળીને કેજરીવાલો બૂમાબૂમ કરે કે અમને કેન્દ્ર પાસેથી પૈસા નથી મળતા, અમને અન્યાય થાય છે. આ બૂમાબૂમને મીડિયાવાળાઓ ચગાવે એટલે લોકોના મનમાં એવી છાપ ઊભી થાય કે મોદી સરકાર ભારતના જે રાજ્યોમાં ભાજપ સત્તા પર ન હોય એ રાજ્યોને અન્યાય કરે છે.

તમે દીકરાને ફી ભરવા માટે પાંચ હજાર રૂપિયા આપ્યા હોય અને દીકરો એ રકમ દોસ્તારો સાથે દારૂપાર્ટી કરવામાં વાપરી નાખે અને ઘરે પાછો આવીને કહે કે ફીના ભરવાના પૈસા આપો. નહીં આપો તો એ પાડોશીઓને સંભળાય એ રીતે ઝઘડો કરશે કે જુઓને, પપ્પાને મારી કંઈ પડી નથી. ફી ભરવાના પૈસા પણ નથી આપતા. પડોશીઓને લાગશે કે કેવો નપાવટ બાપ છે, છોકરાઓના શિક્ષણની કંઈ પડી નથી!

મોદીની યોજનાઓને કારણે મુંબઈમાં લોકોના ઘરમાં કામ કરતી મહિલાઓએ પોતાના વતનમાં પીએમ નિવાસ યોજનાનો લાભ લઈને પોતાનું મકાન બાંધ્યું છે. અમે જાતે આવા દાખલાઓના સાક્ષી છે. શિંદે-ફડણવીસ સરકારે લાડલી બહેન યોજના હેઠળ આપવા માંડેલી માસિક રૂપિયા દોઢ હજારની રકમ જરૂરતમંદોના બેન્ક ખાતામાં પહોંચી જતી અમે નિહાળી છે.

વચેટિયાઓની બાદબાકી કરીને, સરકારી બજેટમાં પૂરતી જોગવાઈ કરીને અપાતી મદદનાં કરોડો ઉદાહરણ તમને દેશભરમાં જોવા મળશે. મોદીના શાસનની આ ઘણી મોટી સિદ્ધિ છે. ટોચ પર બેઠેલા નેતા પ્રામાણિક હોય તો જ એ આખી સિસ્ટમને પ્રામાણિક બનાવવાની કોશિશમાં સફળતા મેળવવાની આશા રાખી શકે. ટોચના નેતાઓ ઉદ્ધવ, પપ્પુ કે પવાર-કેજરીવાલ-મમતા જેવા હોય ત્યારે એમના શાસન હેઠળનું રાજ્ય બરબાદ થઈ જવાની કગાર પર આવી જાય. લાલુ, મુલાયમ વખતે પણ આપણે બિહાર-યુપીની કંગાળ હાલત જોયેલી જ છે.

મહારાષ્ટ્રમાં આવતી કાલે એ રીતે મતદાન કરવાનું છે જેથી ફરી એકવાર અહીં ડબલ એન્જિનની સરકાર આવે. યુપીમાં યોગીજીની ડબલ એન્જિન સરકાર છે. ત્યાંનો એક કિસ્સો ગઈ કાલે જ મને જાણવા મળ્યો. સ્કૂલમાં (અને કૉલેજમાં પણ) હું જેની સાથે ભણ્યો તે મારો અંગત મિત્ર દાયકાઓથી ભારતની બહાર રહે છે. અત્યારે કતરના દોહા શહેરમાં છે. એણે મને આ વાત વૉટ્સએપ પર મોકલીને કહ્યું કે તારે આ માણસ સાથે વાત કરવી હોય તો કરાવું.

એ માણસને મારો મિત્ર જાણે છે. યુપીનો છે. દોહામાં સિક્યુરિટી પર્સોનેલ છે. મારો મિત્ર કહે છે કે આ માણસના પિતા યુપીમાં પૂજારી છે. આર્થિક ભીડને કારણે એ ત્રણેક વર્ષથી દોહા આવીને નોકરી કરે છે. એણે મારા મિત્રની સાથે વાત કરતાં સમજાવ્યું કે મોદી સરકારની વિવિધ યોજનાઓને લીધે યુપીમાં રહેતા એના પરિવારને કેવા કેવા ફાયદાઓ થઈ રહ્યા છે. એની પત્ની અને પુત્રી યુપીના એક ગામમાં એકલાં રહે છે. એમને દર મહિને રેશનિંગનું અનાજ વિનામૂલ્યે મળે છે. પત્નીને દર મહિને બેન્ક ટ્રાન્સફર દ્વારા સરકાર તરફથી રૂા. 6000 મળે છે. આ ઉપરાંત ઘર બાંધવા માટે સરકારે એમને ચાર હપતામાં કુલ રૂપિયા 6 લાખની રકમ આપી છે.

મારો મિત્ર મને લખે છે કે આ આર્થિક મદદ એના પરિવારને મોદી સરકાર તરફથી મળે છે તે જાણીને મને જે સંતોષ થયો એના કરતાં વધારે આનંદ એ બાબતનો થયો કે આ રકમ કોઈનેય કટકી આપ્યા વિના હાથમાં આવે છે અને લેનારની પૂરેપૂરી ડિગ્નિટી જળવાય એ રીતે એને મોકલવામાં આવે છે – ક્યાંય ધક્કા નથી ખાવા પડતા, કાલાવાલા નથી કરવા પડતા કે અપમાનો સહન નથી કરવા પડતા, તમે કોઈના અહેસાન તળે છો કે કોઈની પાસે ભીખ માગો છો એવો અહસાસ કરાવવામાં નથી આવતો.

આર્થિક મદદનું કમિટમેન્ટ આપતાં પહેલાં સરકાર તરફથી તમારાં કાગળિયાની પૂરતી ચકાસણી થતી હોય છે. દાખલા તરીકે ઘર બાંધવાની રકમ જેમ જેમ ઘર બંધાતું જાય એમ મળતી જાય અને સરકારી અધિકારીઓ દરેક તબક્કે નજર રાખે કે કામ કેટલું પૂરું થયું છેઅને કેટલું બાકી છે. ઘર બંધાઈ જાય એટલે વડા પ્રધાનના કાર્યાલયને તમારા ફોન નંબર મોકલી આપવામાં આવે. પછી વડા પ્રધાન મોદી જાતે પોતે એ નંબરોમાંથી રેન્ડમલી કોઈ પણ નામ પસંદ કરે અને જાતે પોતે ફોન પર વાત કરીને પૂછે કે તમને પૈસા મેળવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને, કોઈ ફરિયાદ હોય તો મને કહી શકો છો. એટલું જ નહીં મોદી કહે પણ ખરા કે ચાલો જોઉં, હવે મને વીડિયો કોલ પર તમારું ઘર જરા દેખાડો ને!

મિત્ર લખે છે કે આ બધી વાત કરતી વખતે એ માણસની આંખ ભરાઈ આવી હતી. આટલી સરકારી મદદ ઓછી હોય એમ એની દીકરી ભવિષ્યમાં સરકારી માન્યતા ધરાવતી કૉલેજમાં પ્રવેશ મેળવશે ત્યારે એને ગ્રેજ્યુએટ થવા માટે કુલ રૂપિયા પાંચ લાખની રકમ મળશે.

મોદી સરકારનાં આવાં અનેક કામથી કેટલાય લોકો હજુ પણ અપરિચિત છે. મોદી ભારતના રાજ્યોમાં પોતાના મુખ્યમંત્રીઓ દ્વારા પોતાનાં કામોનો ઉજળો હિસાબ આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શરદ પવારથી લઈને ઉદ્ધવ-પેન્ગ્વિનના શાસનનું કરપ્શન પાછું ન લાવવું હોય તો તમારે કોને વોટ આપવો તે વિશે ફોડ પાડીને કહેવાનું ન હોય. સુજ્ઞ વાચકો બધું જ સમજતા હોય છે, ટૂંકમાં કહીએ તો.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here