લગ્ન પછી માત્ર સ્ત્રીની જિંદગી બદલાય છે? : સૌરભ શાહ

(‘તડકભડક’, સંદેશ, સંસ્કાર પૂર્તિ: રવિવાર, ૧ ડિસેમ્બર ૨૦૨૪)

પરણ્યાં એટલે પ્યારાં લાડી ચાલો આપણે ઘેર રે… સ્ત્રી માટે ક્યારેક ઘર જ નથી બદલાતું શહેર પણ ખદલાઈ જાય છે અને ક્યારેક દેશ પણ. અને એની સાથે સ્ત્રીની લાઈફસ્ટાઈલ બદલાય છે, ખાવાપીવાની ટેવોમાં બદલાવ આવે છે, બીજી ઘણી બાબતે સ્ત્રીની જિંદગી બદલાય છે.

બદલાવ પુરુષની જિંદગીમાં પણ આવે છે. રાતોરાત બદલાવ આવી જાય છે. અત્યાર સુધી જે નહોતું કરવું પડતું તે બૅલેન્સિંગ કરવાનું શરૂ થઈ જાય છે. સૌથી પહેલું બૅલેન્સિંગ પોતાનાં પેરન્ટ્સ અને પત્ની વચ્ચેનું. માવડિયા અને બૈરીઘેલા વચ્ચેનું બૅલેન્સિંગ. પોતાનાં સગાંવહાલાંમિત્રો અને પત્નીનાં પિયરિયાઓ વચ્ચેનું બૅલેન્સિંગ. સગા કાકાની દીકરીની બર્થડે છે એ જ સાંજે સાળાના દીકરાની પણ વર્ષગાંઠ છે. કોની પાર્ટીમાં જવું? દોસ્તારોએ બે મહિનાથી કેરળ જવાનો પ્રોગ્રામ બનાવી રાખ્યો છે. પ્લેન-હૉટેલ-ટેક્સી બધાનું બુકિંગ થઈ ગયું છે ને મોટાભાગના પૈસા પણ ભરાઈ ગયા છે. જવાની આગલી સાંજે સમાચાર મળે છે કે સાસુમાને હાર્ટ ઍટેક આવ્યો છે. આમ તો કોઈ જોખમ નથી પણ 72 કલાક સુધી કંઈ કહેવાય નહીં. કેરળનું વૅકેશન અને સાસુમા, બૅલેન્સિંગ.

અત્યાર સુધી દર મહિને જે પગાર આવતો અથવા બિઝનેસમાંથી જે ઉપાડ મળતો તેનો ખર્ચ કરવાનો નિર્ણય એ એકલો જ લેતો. કેટલા ઘરમાં આપવાના છે, કેટલા પોતાના પર ખર્ચ કરવાના છે. હવે એ નિર્ણય કરવામાં પત્ની સાથે હશે, ખર્ચ કરવામાં પણ પત્નીને ગણવી પડશે – પોતાના ખર્ચમાં ધરખમ કાપ મૂકીને.

પોતાનું ઘર ભલે નથી બદલાતું પણ એણે પોતાની માનસિકતા ધરમૂળથી બદલી નાખવી પડે છે. પહેલાં ગમે તે સમયે રાત્રે ઘરે આવી શકાતું. કોઈ પૂછનાર નહોતું. હવે પૂછવામાં આવશે. કોની સાથે હતા? શું કામ હતું? શંકાશીલ પત્નીને ‘પેલી’નો વિચાર પણ આવશે.

લગ્નજીવનના આરંભનાં વર્ષોમાં આ બધી બાબતે તમારી કાળજી લેવાય છે એવું લાગે. પછી દખલગીરી લાગે. સોસાયટીને-સમાજને હંમેશાં સ્ત્રી માટે પક્ષપાત રહ્યો છે. બિચારી. પુરુષ પણ બિચારો હોઈ શકે છે એની ન તો કોઈને જાણ છે, ન કોઈને એની પડી છે. એ હંમેશાં સૌની નજરમાં માથાભારે જ રહેવાનો.

લગ્ન પછી સ્ત્રીએ કરવાં પડતાં સમાધાન પ્રગટ હોય છે. જમવાનો સમય બદલાય. ઘરમાં આ કપડાં પહેરાય, આ નહીં. સવારે આટલા વાગ્યે ઊઠી જવાનું. ઘરમાં એક જ ટીવી હોય તો રિમોટ પોતાના હાથમાં ન આવે. પુરુષનાં સમાધાનો અપ્રગટ હોય છે, પ્રચ્છન્ન ોય છે. લગ્ન પહેલાં ઘરમાં મોડે સુધી જાગીને કામ કરવું હોય તો કોઈ પૂછનારું નહોતું. એકાએક પ્રોગ્રામ થઈ ગયો અને બીજું બધું કૅન્સલ કરીને દોસ્તારો ભેગા થયા-કોઈ પૂછનારું નહોતું. મોંઘું શર્ટ ગમી ગયું. ખરીદી લીધું. કોઈને હિસાબ આપવાનો નહોતો. બહાર જમીને ઘરે આવ્યો છે. કોઈને બહાનું આપવાનું નહોતું કે પેટમાં ગરબડ છે.

સ્ત્રીને તો ખબર હોય છે કે લગ્ન પછી એની જિંદગી બદલાઈ જવાની છે. પુરુષને અંદાજ જ નથી હોતો કે એની પોતાની જિંદગી પણ બદલાઈ જવાની છે. એ તો બાપડો હનીમૂનનાં સપનાં જોતાં જોતાં હવામાં અધ્ધર ઉડતો રહે છે. થોડા વખત પછી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવે છે. પહેલાં આશ્ર્ચર્ય, પછી મૂંઝવણ અને છેલ્લે ફ્રસ્ટ્રેશન પ્રવેશે છે. લગ્નના પેકેજ ડીલમાં આ બધું તો એક્સપેક્ટ નહોતું કર્યું. કંકોત્રીમાં કોઈએ ફુદડી મૂકીને શરતો લાગુ લખ્યું હોત તો છેલ્લી ઘડીએ ચેતી જાત. પણ કોઈએ એને જિંદગીમાં આવનારાં પરિવર્તનો અને સમાધાનો વિશે ચેતવણી નહોતી આપી. મિત્રો, મૂવીઝ, નવલકથાઓ-બધાએ લગ્નનું ગુલાબી ચિત્ર દેખાડ્યું હતું.

લગ્ન માટેની એક ખૂબ જ ખોટી કન્સેપ્ટ પ્રચલિત છે. આપણામાં જ નહીં, વિદેશોમાં પણ—લગ્નમાં બેઉની જવાબદારી સરખા હિસ્સે હોય છે. આ વાત ખોટી છે. કોઈક લગ્નમાં પતિની જવાબદારી વધારે હોય છે, કોઈકમાં પત્નીની. જવાબદારી લગ્નને સ્થિર રાખવાની, જવાબદારી લગ્ન દરમિયાન વિખવાદ થાય ત્યારે નમવું જોખવાની. જવાબદારી પોતાનો મૂડ જતો કરીને સામેવાળી વ્યક્તિનો મૂડ સાચવી લેવાની. જવાબદારી પોતાના સપનાં સાકાર કરવાને બદલે બીજી વ્યક્તિને એનાં સપનાં સાકાર કરવામાં સાથ આપવાની.

જે લોકો આ વાત નથી સમજતા એમના લગ્નજીવનનું ગાડું ઉબડખાબડ રસ્તા પર ચાલતું થઈ જાય છે. લગ્નના ગાડાનાં બેઉ પૈડાં સરખાં હોય તો જ જીવન સરખું ચાલે એ વાત બોગસ છે. લગ્નને ગાડા સાથે ન સરખાવી શકાય. જીવન, કોઈનું પણ જીવન, સીધાસપાટ રસ્તા જેવું હોતું નથી. તમે કરોડપતિ હો, મોટા સુપરસ્ટાર હો, વિખ્યાત રાજનેતા હો, જાણીતા બિઝનેસમૅન હો, સંતમહાત્મા હો કે પછી નૉર્મલ નોકરી-ધંધા-વ્યવસાય કરનારા હો. આ દુનિયાની દરેક વ્યક્તિ પોતાના માર્ગે ચાલવાનો જે રસ્તો પસંદ કરે છે તે ઉબડખાબડ જ હોવાનો. આવા ઉબડખાબડ રસ્તા પર ગાડાનું કોઈ કામ નથી હોતું. ત્યાં ટ્રેક્ટર જ ચાલે. ટ્રેક્ટરનાં આગલાં પૈડાં નાનાં હોય, પાછલાં મોટાં હોય. લગ્નજીવન ગાડા જેવું નહીં પણ ટ્રેક્ટર જેવું હોય તો જ જે ઝડપે જિંદગીમાં આગળ વધવા ધાર્યું છે તે ઝડપે વધી શકાય. પતિ અને પત્નીએ સમજી લેવાનું છે કે આપણા બંનેમાંથી મોટું પૈડું કોણ છે અને નાનું પૈડું કોણ છે. સ્થિરતા અને ગતિ બંને જોઈતાં હશે તો આ જવાબદારી વહેંચી લીધા સિવાય છૂટકો નથી. કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી કે પ્રીટિ ઝિન્ટાના લગ્નજીવનમાં પત્નીનો રોલ મુખ્ય હોવાનો, પતિએ વધારે સમાધાન કરવાનાં આવે. નિર્મળા સિતારામન, કિરણ મઝુમદાર-શૉ કે કિરણ બેદીના લગ્ન જીવનમાં પણ પતિએ વધારે સમાધાન કરવાનાં આવે. આની સામે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, ગૌતમ અદાણી, વિક્રાન્ત મેસી કે તમારી ગલીના પાનવાળાના લગ્નજીવનમાં પત્નીએ વધારે સમાધાન કરવું પડે.

આ સમાધાનો સમજપૂર્વકનાં અને સ્વૈચ્છિક હોય, ખુશીખુશી કરવામાં આવતાં હોય ત્યારે દામ્પત્યજીવનમાં સોનાનો સૂરજ ઊગે.

લગ્ન પછી જિંદગી બદલાય છે તે આ હેતુસર – ગાડાને ટ્રેક્ટરમાં પલટવા માટે.

લગ્ન કરતાં પહેલાં, રાધર કોની સાથે લગ્ન કરવા છે તે નક્કી કરતાં પહેલાં, ગાડા અને ટ્રેક્ટરવાળી વાત સમજાઈ જવી જોઈએ. લગ્ન કરવાં છે કે નહીં એનો નિર્ણય લેતાં પહેલાં જો આ વાત સમજાઈ ગઈ હોય તો તો બેસ્ટ.

ડ્રાઈવિંગ લાયસન્સ લેતાં પહેલાં કાર ચલાવતાં શીખવું પડે એમ લગ્ન કરતાં પહેલા લગ્નજીવન કેવું હશે એનો પ્રેક્ટિકલ અનુભવ લેવો ભલે શક્ય ન હોય પણ એનો થિયરેટિકલ અનુભવ મેળવવો જોઈએ. લગ્ન કરવા માટે એ જ સ્ત્રીપુરુષ લાયક ગણાય જેમની પાસે લગ્નને લગતા ત્રણ-છ મહિનાનો કોર્સ કર્યાનું સર્ટિફિકેટ હોય. દર શનિ-રવિના ક્લાસમાં વિવિધ વિષયો ભણાવાય. લગ્ન પછી સંતાનની જવાબદારી ક્યારે લેવી, સંતાનને કેવી રીતે ઉછેરવું, એના ખર્ચા માટે કેવું પ્લાનિંગ કરવું એ એક વિષય હોય. બીજો એક વિષય રોમાન્સના દિવસો અને લગ્ન પછીના દિવસોના તફાવત વિશેનો હોય. ત્રીજો વિષય સેક્સ એજ્યુકેશનનો. ચોથો ફાઇનાન્શ્યલ પ્લાનિંગનો. પાંચમો ડિવોર્સને લગતા કાયદા-કાનૂનો અને છઠ્ઠો લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે થનારી જવાબદારીઓની વહેંચણીનો અને લગ્નજીવનમાં કરવા પડનારા સમાધાનો વિશેનો.

લગ્નજીવનમાં આદર્શ કે પરફેક્શન જેવા શબ્દોને સ્થાન નથી. દરેકનું લગ્નજીવન કસ્ટમ મેડ છે, દરેક દંપતિના મિજાજ-ઉછેરના માપ પ્રમાણે એમને બંધબેસતું આવે તેવું હોય છે. બીજાના લગ્નજીવનમાં થયેલા પ્લસ પોઇન્ટ્સ તમારા લગ્નજીવનમાં પણ હોય તે જરૂરી નથી. બીજાના લગ્નજીવનમાં જોવા મળતી ખામીઓ તમારા લગ્નજીવનમાં હોય તે પણ જરૂરી નથી.

લગ્ન કરીને દુખી થવા કરતાં લગ્ન ન કરીને દુખી થવું વધારે સારું. લગ્ન ન કરીને સુખી થવા કરતાં લગ્ન કરીને સુખી થવું વધારે સારું.

પાન બનારસવાલા
એકબીજાની ભૂલોને સતત માફ કરતાં રહેવું એનું નામ સુખી લગ્નજીવન.
-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. તેરે બિના જિંદગી સે કોઇ સીકવા તો નહી, તેરે બિના જિંદગી ભી લેકીન જિંદગી નહી ………..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here