મોદીએ પણ વખાણી, હવે તો જોઈ આવો : સૌરભ શાહ

(‘ત્રિવિધા’, Newspremi. Com : સોમવાર, ૧૮ નવેમ્બર ૨૦૨૪)

આનાથી વધારે મોટું બીજું કયું સર્ટિફિકેટ તમને જોઈએ. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એકતા કપૂર-વિક્રાંત મેસીની ત્રણ દિવસ પહેલાં રિલીઝ થયેલી રાષ્ટ્રવાદી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’નાં વખાણ કરતા હોય ત્યારે તમારે બીજા કોઈનાય અભિપ્રાયની રાહ જોયા વિના એ જોઈ આવવી જોઈએ.

આ ફિલ્મની મુદ્દાસર પ્રશંસા કરતા એક ટવિટને રિપોસ્ટ કરીને વડા પ્રધાને પોતાની કમેન્ટ લખતાં જણાવ્યું કે : ‘વેલ સેઈડ. સત્ય પ્રગટ થઈ રહ્યું છે એ સારી વાત છે અને એ પણ એ રીતે કે સામાન્ય નાગરિક પણ એ વાતને બરાબર સમજી શકે. જુઠ્ઠી વાતોથી સર્જાતું વાતાવરણ, ફેક નરેટિવ, માત્ર થોડાક જ સમય સુધી ફેલાઈ શકે. અંતે તો હંમેશાં હકીકતો બહાર આવતી જ હોય છે.’

ગોધરા હિંદુ હત્યાકાંડની હકીકતો મોદીને 27 ફેબ્રુઆરી 2002ના રોજથી જ ખબર પડી ગઈ હતી. એમણે રાજદીપ-બરખા ઇત્યાદિ વલ્ચર પત્રકારત્વના પ્રેક્ટિશનરો દ્વારા ફેલાવવામાં આવેલા ફેક નરેટિવનો સમય બહુ નજીકથી જોયો છે. આ જુઠ્ઠાણાં ફેલાવીને ગુજરાતને, હિંદુઓને અને મોદીને બદનામ કરવાની કોશિશો સફળ થઈ રહી હતી તે વખતના મોદી આ બધી સાંઢિયાના સાક્ષી છે. ભલભલા હિંદુઓ પણ રાજદીપ-બરખાના જુઠ્ઠા પ્રચારના ઝાંસામાં આવી ગયા હતા. એટલું જ નહીં અત્યારે પોતાને હિંદુવાદી ગણાવતા ગુજરાતી પત્રકારો પણ તે વખતે કૉંગ્રેસી નેતાઓનો પક્ષ લઈને મોદીને બદનામ કરતાં લખાણો લખતા થઈ ગયા હતા. તિસ્તા સેતલવાડ (જેના પર મોદી સરકારના આવ્યા પછી ગોબાચારી માટે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે) મીડિયાને અને મુસ્લિમ નેતાઓને ઉશ્કેરીને મોદી વિરુદ્ધ ફેક નરેટિવ ફેલાવી રહી હતી. મોદી અને એમના સાથીઓ વિરુદ્ધ લેફ્ટ-રાઈટ-એન્ડ સેન્ટર પોલીસ કેસ-કોર્ટ કેસ થઈ રહ્યા હતા. એક જાણીતી ભૂતપૂર્વ બાર ડાન્સરે તો મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા.

મોદી ચૂપચાપ પોતાનું કામ કરતા રહ્યા. કાનૂની એજન્સીઓને પૂરેપૂરો સહકાર આપતા રહ્યા. સાથે મુખ્યમંત્રી તરીકેની પોતાની ફરજ બજાવતા રહ્યા. વખત જતાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું. સર્વોચ્ચ અદાલતે પણ મોદી ડાઘરહિત છે એવું સર્ટિફિકેટ આપ્યું. ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને મોદી તરફથી સર્ટિફિકેટ મળવું જ જોઈતું હતું, મળ્યું.

પણ ગઈકાલે મોદીનું સર્ટિફિકેટ આવ્યું કે તરત દેશના દુશ્મનોના પેટમાં તેલ રેડાયું. એ લોકોને સાબરમતી એક્સપ્રેસના એસ-સિક્સ ડબ્બામાં જીવતા સળગાવી દેવામાં આવેલા 59 હિંદુ સ્ત્રીપુરુષ-બાળકોની વાત પ્રોપગન્ડા લાગવા માંડી. રાજદીપની પત્ની અને એક જમાનામાં દૂરદર્શનનો કબજો ધરાવતા બાપની પુત્રી, જેને પોતાના હિંદુદ્વેષી-મોદીવિરોધી પત્રકારત્વના સરપાવ તરીકે મમતા બેનર્જીએ રાજ્યસભામાં બેસાડી છે તે સાગરિકા ઘોષ નામની બાઈએ ટવિટ કરીને મોદી માટે અસભ્ય ભાષા વાપરીને ઉમેર્યું કે મોદીને ક્લિન ચિટ આપવા માટે જ આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ બાઈને મોદીનું ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્ર ‘ફાલતુ’ (વેક્યુઅસ. vacuous) લાગે છે.

સાગરિકા જેવી ઝેરીલી નાગણો અંગ્રેજી, હિંદી (અને ગુજરાતી) પત્રકારત્વમાં ઘણી ભરી પડેલી છે. રાજદીપ જેવું સડકછાપ પત્રકાત્વ કરતી ગૅન્ગના સભ્યો પણ અંગ્રેજી, હિંદી (અને ગુજરાતી) પત્રકારત્વમાં ઘણા છે.

સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચિટ આપ્યા પછી પણ આ પાપીઓએ ફેક નરેટિવ ફેલાવવાનું બંધ નહોતું કર્યું. એક્ચ્યુલી તો આ સૌની સામે કેસ કરીને એમની પાસે માફી મગાવીને એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. રાષ્ટ્રદ્રોહનો ગંભીર ગુનો આ લોકોના કપાળ પર લખાયો છે.

ફિલ્મ જોઈ આવજો.

***

આજે 18મી થઈ. પરમ દિવસે બુધવાર, 20મી નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવાનું છે. વારંવાર આપણને સમજાવવામાં આવે છે કે આપણો એક મત પણ કિંમતી છે છતાં આપણામાંના ઘણા લોકો આ વાતને જોઈએ એટલી ગંભીરતાથી લેતા નથી.

સ્વામી ગોવિંદદેવ ગિરિનું નામ તમે સાંભળ્યું છે. અયોધ્યાના રામ મંદિરના તેઓ ખજાનચી છે. 22 જાન્યુઆરી 2023ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વખતે મોદીના 11 દિવસના ઉપવાસનાં પારણાં જેમણે એમણે જ કરાવ્યાં હતાં. પારણાં કરાવ્યા પછી નાનકડું વક્તવ્ય આપતી વખતે સ્વામીજી ખૂબ ઈમોશનલ થઈ ગયા હતા.

પરમ દિવસે સ્વામી ગોવિંદદેવ ગિરિએ કહ્યું કે હું મારી અયોધ્યાની અને દિલ્હીની કથાઓ કૅન્સલ કરીને મહારાષ્ટ્રમાં આવ્યો છું કારણ કે અહીંની વિધાનસભાની ચૂંટણી દેશ માટે ખૂબ અગત્યની છે.

તમને ખ્યાલ હશે કે સ્વામીજી માત્ર તુલસી રામાયણ તથા ભાગવતની જ નહીં વાલ્મિકી રામાયણ, મહાભારત અને બીજા અનેક વિષયો લઈને સાત-સાત દિવસની કથાઓ કરે છે. થોડા મહિના પહેલાં મુંબઈમાં બાબુલનાથ પાસેના પ્રેમપુરી આશ્રમમાં એમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે સળંગ સાત દિવસની કથા કરી હતી.

મૂળ મહારાષ્ટ્રના એવા સ્વામી ગોવિંદદેવ ગિરિ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોના અને વિવિધ સમાજના મોભીઓને રૂબરૂ તેમ જ ઝૂમ મીટીંગ દ્વારા સંદેશો પહોંચાડી રહ્યા છે કે શા માટે આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી દેશ માટે અગત્યની છે અને શા માટે તમારે 20મી એ મતદાન કરવા અચૂક જવું જોઈએ. સ્વામીજી કહે છે કે પેલા લોકો દુબઈ-મસ્કત વગેરેથી પ્લેન ભરીભરીને મતદાન કરવા આવી રહ્યા છે. શું આપણે આપણા ઘરથી પાંચદસ મિનિટના અંતરે આવેલા મતદાન મથક સુધી પણ ના જઈ શકીએ?

એક સંન્યાસી જો દેશની આટલી ફિકર કરતા હોય તો આપણે સંસારીઓએ આપણી ફરજ બજાવવામાં જરા સરખી ચૂક ન કરવી જોઈએ.

આપણો એક વોટ પણ કેટલો કિંમતી છે એ વાત સમજાવવાની હું મારી રીતે કોશિશ કરી જોઉં. જો સમજાય તો સારી વાત છે.

મુંબઈમાં હું જે વિસ્તારમાં રહું છું તે પવઈ ઇલાકો ચાંદીવલી નામની એસેમ્બલી કૉન્સ્ટિટ્યુઅન્સીનો ભાગ છે. 2019ની ચૂંટણીમાં આ મતવિસ્તારમાંથી જે ઉમેદવાર ચૂંટાયા તે છે શિવસેનાના દિલીપ લાંડે. અત્યારે તેઓ એકનાથ શિંદેની શિવસેનાના અડીખમ નેતા છે. દિલીપભાઈને 85,879 મત મળ્યા હતા. એમના નિકટતમ પ્રતિસ્પર્ધી હતા પપ્પુ કૉંન્ગ્રેસના મોહમ્મદ આરિફ નસીમ ખાન, જેમને 85,470 મત મળ્યા હતા. ખાનસાહેબને 410 મત વધારે મળ્યા હોત તો દિલીપભાઉ અત્યારે અમારા વિસ્તારના એમએલએ ન હોત. આનો મતલબ એ થયો કે અમારા મતવિસ્તારના 410 મતદારો દિલીપભાઉને મત આપવા ન ગયા હોત તો ખાનસાહેબ મહારાષ્ટ્રની વિધાનસભામાં અમારું પ્રતિનિધિત્વ કરતા હોત. આ 410 મતદારોમાં કદાચ હું કે મારા મિત્રો કે ઓળખીતાઓ હોઈ શકત. પણ એવું ન બન્યું. મે મતદાન કર્યું, મારા મિત્રોએ, મારા પરિચિતોએ અને બીજા રાષ્ટ્રવાદીઓએ પણ મતદાન કર્યું જેને કારણે દિલીપભાઈ જીતી ગયા.

આ વખતે આ બંને ઉમેદવારો મેદાનમાં છે. જીવ સટોસટની બાજી ખેલાઈ રહી છે. દિલીપભાઉને હરાવવા ખાનસાહેબના સમર્થકો પૂરજોશમાં મતદાન કરવા આવશે. 410 મતની સરસાઈવાળી તથા ‘તમારો એક મત પણ અમુલ્ય છે’વાળી વાત દિલીપભાઉના સમર્થકોના ગળે નહીં ઉતરે તો આ વખતે પવઈનો કિલ્લો ધ્વસ્ત થઈ જવાનો. અમારા મતવિસ્તાર જેવી જ પરિસ્થિતિ તમારા મતવિસ્તારની છે. તમારે ત્યાં વિધાનસભા, લોકસભા કે પછી કૉર્પોરેશન, નગર પાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં પણ અનેક વખત પાતળી સરસાઈથી હારજીત થતી તમે જોઈ હશે. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે એવું અમસ્તું કંઈ કહેવાયું નથી.

કોઈપણ ચૂંટણીમાં મતવિસ્તારની આંકણી કેવી રીતે થાય છે તેનું ઘણું મહત્વ છે. અત્યાર સુધીના ભારતમાં કૉંન્ગ્રેસે પોતાને અનુકૂળ હોય તેવા મતવિસ્તારો તૈયાર કર્યા – અમુક બહુમતી ધરાવતા એરિયાને પર્ટિક્યુલર મતવિસ્તારમાં ભેળવી દીધા, અમુક એરિયાને બાદ કરી નાખ્યા.

બાઉન્ડરી-સરહદની રચના પુનર્રચનાનાં પરિણામો કેવાં આવે છે તેનો એક દાખલો તમને આપું. મુંબઈ નામ મુંબાદેવી પરથી પડ્યું. ગુજરાતના વલસાડથી દહાણુ વચ્ચેના સમુદ્રપટ્ટામાં વસતા માછીમાર-કોળીઓની આઇ એટલે મુંબાઆઇ અર્થાત્ મુંબાદેવી. મુંબઈમાં કાલબાદેવી અને ઝવેરી બજારના છેડે, જૂના કૉટન એક્સચેન્જ પાસે મુંબાદેવીનું ભવ્ય મંદિર છે. આ બેસતા વર્ષે અમે ત્યાં દર્શન માટે ત્રણ કિલોમીટર લાંબી લાઈન જોઈ.

મુંબાદેવી ઈલાકાનો વિધાનસભા મતવિસ્તાર એ જ નામે ઓળખાય છે. 1990, 1995, 1999 અને 2004ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના રાજ પુરોહિત મુંબાદેવી મતવિસ્તારમાંથી ચૂંટાતા રહ્યા. સતત ચાર વાર. એ પછી 2009ની ચૂંટણી પહેલાં આ મતવિસ્તારમાં મેજર બાઉન્ડરી ચેન્જીસ થયા. આસપાસ આવેલા ભીંડી બજાર, મોહમ્મદ અલી રોડ, ડોંગરી ઈલાકાઓમાંથી કેટલોક હિસ્સો મુંબાદેવીમાં આવી ગયો. આને પરિણામે 2009માં પપ્પુ કૉંન્ગ્રેસના મુસ્લિમ ઉમેદવાર અમીન પટેલ વિધાનસભ્ય બન્યા, 2014માં પણ અને 2019માં પણ. સતત ત્રણ વાર. આ વખતે ભાજપે નાના ચુડાસમા જેવા એક જમાનાના ખમતીધર હિંદુવાદી નેતાનાં પુત્રી શાઈના એન.સી.ને ટિકિટ આપી છે. મુંબાદેવીમાં એક જમાનામાં ભાજપનું વર્ચસ્વ હતું. આ વખતે મુંબઈ-મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદેસેનાની જબરજસ્ત લહેર છે અને સરકાર પણ આપણી જ બનવાની છે, સો ટકા. પણ મુંબાદેવીમાં કૉંન્ગ્રેસી ઉમેદવાર જીતી જાય એવી શક્યતા છે, ચોથી વાર.

2026માં મોદી સરકાર સમગ્ર દેશના મતવિસ્તારોની પુનર્રચના કરવા જઈ રહી છે. તે વખતે કૉંન્ગ્રેસે ઉછેરેલી વોટ બૅન્કનું વર્ચસ્વ ઘટશે અને કોઈ એક ચોક્કસ કોમ માટે નહીં પણ દેશ માટે કામ કરનારા પ્રતિનિધિઓની સંખ્યા વધશે. 2029ની ચૂંટણીનો નારો હશે: અબ કી બાર, સવા ચારસો પાર.

***

ફેસબુક પર જે જૂજ ગુજરાતીઓને હું ફૉલો કરું છું તેમાંના એક છે રાજકોટ નિવાસી ભાવિન છાયા. એમણે એક વખત મસ્ત લખ્યું હતું: ‘રોડ પર મહિન્દ્ર થાર અને જીવનમાં ગુજરાતી સાહિત્યકાર-બંનેથી દૂર રહેવું.’!

એમના આ સો ટચના સોના જેવા નિરીક્ષણના પૂર્વાર્ધ સામે હું સહમત નથી—થાર ઘણી સેફ ગાડી છે. ઉત્તરાર્ધ સાથે 101 ટકા સહમત છું!

ભાવિન છાયાની લેટેસ્ટ એફબી પોસ્ટ સૌ કોઈએ વાંચવા જેવી છે, વંચાવવા જેવી છે અને ખાસ કરીને યુવાન પુત્ર-પુત્રીઓને સમજાવવા જેવી છે.

ભાવિન છાયા લખે છે : ‘… બહુ ખોટી માન્યતા છે કે પતિની પ્રોપર્ટીમાં પત્નીનો પચાસ ટકા ભાગ હોય છે. ના, બિલકુલ નહીં. પતિએ લીધેલી કોઈ મિલકતમાં ડિવોર્સ સમયે પત્નીનો હક્ક રહેતો નથી એવું ઇન્ડિયન પ્રોપર્ટી એક્ટમાં સ્પષ્ટ છે. ભારતની કોઈ કોર્ટ તમને નહીં કહે કે તમારી જમીન, મકાન, દુકાન કે ઑફિસ વેચી નાખીને પૈસા ચૂકવી આપો. હા, વડીલોપાર્જીત મિલ્કતમાં દાવો થઈ શકે, પરંતુ એ મેળવવી પણ સહેલી નથી.’

ભાવિન છાયાએ જૂના આઈપીસીની 498-A કલમ હેઠળ થતા કેસની પણ વાત કરી છે. ભાવિનભાઈ લખે છે : ‘ડોમેસ્ટિક વાયોલન્સ પુરવાર કરવું પણ ખૂબ જ અઘરું છે. સિવિલ સર્જ્યનના એમએલસી સિવાય ખાનગી હૉસ્પિટલના પુરાવા બહુ મજરે લેવાતા નથી. કારણ કે તેમાં સત્યતાની ખરાઈ હોતી નથી. જોકે, હવે આજે ડૉક્ટરો પણ ખોટાં સર્ટિફિકેટ આપતાં પહેલાં સો વાર વિચારે છે. જો કોર્ટમાં સાબિત થઈ જાય તો જીવનભરની પ્રેક્ટિસથી હાથ ધોઈ નાખવા પડે.’

498-Aના 85% કેસ ખોટા સાબિત થાય છે એવું સુપ્રીમ કોર્ટના આંકડા કહે છે એ વાત પણ ભાવિન છાયાએ નોંધી છે.

એક અગત્યની માહિતી ભાવિન આપે છે : ‘નેહા વર્સિસ રજનીશના અભૂતપૂર્વ ચુકાદામાં કોર્ટના સ્પષ્ટ આદેશ છે કે બન્ને પાર્ટીએ કમાણી અને ખર્ચના હિસાબ એફિડેવિટ સ્વરૂપે આપવા ફરજિયાત છે….ભરણપોષણ માટે થતા હજારો-લાખો રૂપિયાના દાવાઓ પણ કઈ માંગે મંજૂર થતા નથી. રોટી, કપડા, મકાન (ભાડા પર, નહીં કે ખરીદીને આપવું) જેવી પ્રાથમિક જરૂરિયાતો જેટલી રકમ જ મંજૂર થતી હોય છે. નહીં કે ઘરેણાં, મેકઅપ કે બીજી લક્ઝરી માટેના ખર્ચાઓ…’

ભાવિન છાયાની આખી પોસ્ટ ઘણી લાંબી છે. વાંચવા જેવી છે. ઘણા બધા વિવિધ વિષયો પરની એમની પોસ્ટ પણ વાંચવા જેવી હોય છે, વિચારવા જેવી હોય છે.

ડિવોર્સ પછી આપવામાં આવતી ભરણપોષણની-મેઈન્ટેનન્સની રકમ વિશે કોઈ વિદેશીએ ટ્વિટર પણ ઘણા વખત પહેલાં લખ્યું હતું તે યાદ આવે છે. પરણતાં પહેલાં પત્નીની લાઈફસ્ટાઈલ એના પિયરમાં શું હતી એને ધ્યાનમાં રાખીને રકમ નક્કી થવી જોઈએ. પતિની કમાણીને કારણે સર્જાયેલી લાઈફસ્ટાઈલને ધ્યાનમાં ન લઈ શકાય.

સલિલ દલાલ કહેતા હતા : સોચો ઠાકુર!

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. સવારે વોટ આપી આવ્યો, સાંજે સાબરમતી એક્સપ્રેસ જોઈ. વિક્રાંત મેસી લાંબી રેસ નો ઘોડો છે. નવોદીત અભિનેત્રીએ નોંધપાત્ર અભીનય કર્યો છે. કોંગ્રેસ ના રાજ મા આવા પીકચરો સેન્સર બોર્ડ પાસ જ ન થાત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here