ડરવાના ફાયદા! : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 8 જૂન 2025 )

ડરવું નહીં એવું જિદ્દુ કૃષ્ણમૂર્તિ કહી ગયા. મનમાંથી ભય ખંખેરી નાખવો – આવું એમણે અનેક પ્રવચનોમાં કહ્યું અને એ વાત સાચી જ છે – ઘણા બધા સંદર્ભોમાં સાચી છે, પણ દરેક પરિસ્થિતિમાં નહીં.

માણસને ડર હોવો જોઈએ. અસલામતીમાં એ જીવવો જોઈએ. નોકરી નહીં હોય તો કાલ ઊઠીને હું શું ખાઈશ એવી ચિંતા ન હોય તે નોકરિયાત પોતાના આજના કામમાં વેઠ ઉતારવાનો. સારું નહીં લખું તો તંત્રી મારી કૉલમ બંધ કરી દેશે એવા ડરથી લેખક દર અઠવાડિયે વધુ ને વધુ સારું લખવા માટે મહેનત કરતો હોય છે.

લાલચના સિક્કાની બીજી બાજુ ડર છે. ઉદ્યોગપતિઓ પૈસાની લાલચે પોતાનો કારોબાર સતત ફેલાવતા રહેતા હોય છે. એક અન્ડરકરન્ટ ડરનો પણ છે – વિસ્તાર નહીં વધારીએ તો કોઈક બીજું પ્રવેશશે અને જે છે એના પર પણ તરાપ મારીને ઝૂંટવી લેશે.

જંગલમાં સિંહથી નહીં ડરનારા માણસને સિંહ ખાઈ જશે. પણ સિંહના ડરને લીધે કાં તો એ ભાગી છૂટવાની તૈયારી રાખશે અથવા એ જ ડરને લીધે ખભે બંદૂક મૂકીને ફરશે. આ નવા અર્થમાં તમે હથિયાર લઈને ફરનારા દરેકને ‘ડરપોક’ કહી શકો, કારણ કે તેઓને ભય છે એટલે જ તેઓ પોતાની સાથે હથિયાર રાખીને ફરે છે!

આબરૂનો, પ્રતિષ્ઠાનો ડર માણસને અનેક ન કરવા જેવાં કામો કરતાં અટકાવે છે. અમેરિકાના ‘હસ્લર’ નામના એક વિખ્યાત પૉર્ન મૅગેઝિને એક જમાનામાં ફુલપેજ જાહેરખબર આપી હતી: ‘તમે ક્યારેય અમેરિકાની સંસદમાં બેસતા કૉન્ગ્રેસમેન કે સેનેટર સાથે સેક્સ માણી છે? જો હા, તો આજે જ અમને પુરાવા-તસવીરો મોકલો. અમે તમને ડૉલરની નોટોના વરસાદમાં નવડાવી દઈશું.’

આ જાહેરખબર વાંચ્યા પછી કયો અમેરિકન રાજકારણી પોતાની પત્ની કે ફ્રેન્ડ સિવાયની સ્ત્રીના ચક્કરમાં પડવાનો! એક પૉર્ન મૅગેઝિનના ડરથી અમેરિકી રાજકારણીઓનું નૈતિક ધોરણ રાતોરાત (નો પન ઈન્ટેન્ડેડ) ઊંચું આવી જવાનું!

સારા માલનું સૅમ્પલ દેખાડીને નબળો પધરાવી દઈશ તો મારા ઘરાકો તૂટશે એવો ડર જે વેપારીઓને છે, તેઓ જ લાંબા ગાળે બે પૈસા વધારે કમાય છે. હારી જવાના ડરથી ઑલિમ્પિક્સની મૅરેથોનમાં દોડવીર વધુ જોર લગાવે છે. શિક્ષક વઢશે એવા ડરથી વિદ્યાર્થી હોમ વર્ક પૂરું કરવા બેસી જાય છે. કાયદાની સેંકડો કલમમાંની કોઈ એક હેઠળ સજા ન થઈ જાય એવા ડરથી લાખો નાગરિકો કાનૂનપ્રેમી બની જાય છે.

ડરને કારણે માણસની, પશુપંખીની, દરેક જીવસૃષ્ટિની પરંપરા આગળ વધી રહી છે. દરેક જીવ પાસે મોતના ડરને પામી જવાની ઇનબિલ્ટ તાકાત હોય છે. કુદરતે સૌ કોઈમાં મૃત્યુનો ભય ન નાખ્યો હોત તો દરેક જાતિનું વંશીય નિકંદન નીકળી ગયું હોત.

માણસ મનમાં ધ્રાસકો લઈને ન જીવે એ સારી વાત, ફફડતા જીવે નોકરી કરવાને બદલે નિશ્ચિંત રહીને કામ કરે તે પણ સારી વાત, બૉલિવુડના આચાર્યશ્રી ગબ્બરસિંહનું આ સુવર્ણ વચન (‘જો ડર ગયા સમઝો મર ગયા’) પણ શતપ્રતિશત સાચું, જે. કૃષ્ણમૂર્તિ પણ સાચા.

પણ અમારી વાતેય કંઈ ખોટી નથી. ડરની ગ્રંથિ જો મનમાંથી નીકળી ગઈ તો માણસ બેદરકાર થઈ જવાનો. વર્ષો પહેલાં, કવિ શોભિત દેસાઈ અમારા સુરતના ઘરે મહેમાન હતા. રાત્રે કાર્યક્રમના ચારેક કલાક પહેલાં એમણે કહ્યું, ‘હવે હું પુરાઈ જઉં છું. મને ડર લાગે છે કે સંચાલન સારું નહીં કરું તો શ્રોતાઓનો માર પડશે!’

પૂરતી તૈયારી કરીને એમણે એ રાત્રે અદ્‌ભુત સંચાલન કર્યું. શોભિત દેસાઈની જેમ સુરેશ દલાલ સહિતના સૌ કોઈને જાન રેડીને તૈયારી કરતાં અમે જોયા છે. બાકી આ તમામ સિદ્ધહસ્ત લોકો એટલા પૉપ્યુલર છે કે એમણે કશી તૈયારી ન કરી હોય તોય શ્રોતાઓ આનંદથી એમને સાંભળે. પણ સ્ટેજ પર જતા દરેક કલાકારને ખબર હોય છે હું એક દિવસ તૈયારી વગર જઈશ તો માત્ર મને જ ખબર પડવાની છે કે મેં તૈયારી નથી કરી; ત્રણ વખત તૈયારી વગર જઈશ તો સુજ્ઞ વિવેચકોને ખબર પડી જશે અને પાંચ વખત વગર તૈયારીએ ગયો તો શ્રોતાઓ પણ પામી જશે કે આ ભાઈ રિયાઝ વિના જ હાલી નીકળ્યા લાગે છે.

નિષ્ફળતાનો સતત ડર માણસને સફળતાનાં ઊંચામાં ઊંચાં શિખરો સુધી લઈ જાય છે.

પાન બનારસવાલા

જે કામ તમે ડાબા હાથનો ખેલ હોય એટલી સરળતાથી કરવા માગતા હો તે કામ શરૂઆતમાં તો તમારે પરસેવો પાડીને જ કરવું પડતું હોય છે.

– સેમ્યુઅલ જ્હૉન્સન

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here