જેનાથી લોકો ત્રાસતા નથી અને જેને લોકોનો ભય નથી- સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 25 જૂન 2025 )

વિચાર જ્યારે માત્ર વિચારની અવસ્થામાં જ રહી જાય છે ત્યારે બહુ જલદી એનું બાષ્પીભવન થઈ જાય છે. વ્યવહારમાં મુકાયા વિનાનો વિચાર, અમલમાં લાવ્યા વિનાનો વિચાર પાંગરી શકતો નથી.

લખાતા, બોલાતા કે છપાતા શબ્દોનું મહત્ત્વ ત્યારે જ ગણાય જ્યારે એને વ્યવહારમાં ઉતારવાની કોશિશ થાય. કોશિશનો અર્થ જ એ કે એમાં નિષ્ફળ જવાની સંભાવના પણ રહેવાની.

મહત્તા પ્રયત્નોની સફળતા કે એની નિષ્ફળતાની નથી, મહત્તા પ્રયત્નોની જેન્યુઈનનેસની છે. આ પ્રયત્નો પછી પરિણામ માટેની વિહ્વળતા રાખવાને બદલે ધીરજ અને આસ્થા કે શ્રદ્ધા કે વિશ્ર્વાસ કે ભરોસો રાખતાં આવડી જાય તો માણસે ક્યારેય ન તો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મગુરુઓ કે બાબાસાધુઓના શરણે જવું પડે, ન સાયકીએટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લેવી પડે.

જીવન માટેની સમજ કેળવવી હોય તો સવાલ એ ઊઠે કે આવી સમજ ક્યાંથી મળે, કોણ આપે. પોતાના અનુભવોની એક સીમા હોય છે અને બીજાઓ પાસે મળતા વિચારોમાં એ વ્યક્તિની પોતાની મર્યાદાઓ પણ હોવાની જ.

તો પછી ક્યાં જવું? ગાંધીજીએ આ બાબતમાં ભગવદ્ ગીતાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. બાય ધ વે, ગાંધીજીના કેટલાક વિચારો સાથે હું સહમત નથી થતો અને તે આખો જુદો વિષય છે. મહાભારત ઇતિહાસ છે એવું હું માનું છું, કરોડો લોકો માને છે. કેટલાકને મન એ ઇતિહાસ નથી, તો એમની માન્યતાઓ એમને મુબારક. ગાંધીજી પ્રત્યેનો આદર વ્યક્ત કરવા એમના તમામ વિચારો સાથે સંમત થવું જરૂરી નથી. આગળ વધીએ.

૧૮૮૮ના કે ૧૮૮૯ના અરસામાં ગાંધીજી સૌપ્રથમ વાર ભગવદ્ગીતાના પરિચયમાં આવ્યા હતા. ટીન એજમાંથી માંડ બહાર આવ્યા હતા. તે વખતે તેઓ માનતા હતા કે આ માત્ર ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વયુદ્ધનું પણ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવા ઘડેલી કલ્પના છે. ગાંધીજીની આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યાં પછી પાકી થઈ અને મહાભારત વાંચ્યા પછી આ વિચાર ઔર દૃઢ થયો.

મહાભારતને ગાંધીજી ઈતિહાસનો ગ્રંથ ગણતા નથી અને આદિ પર્વનો હવાલો આપીને તેઓ કહે છે કે તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવા જ કર્યો છે. વ્યાસ ભગવાને આદિ પર્વમાં પાત્રોની અ-માનુષી અને અતિ-માનુષી ઉત્પત્તિ વર્ણવીને રાજાપ્રજાના ઈતિહાસને ભૂંસી નાખ્યો છે.

ગાંધીજીની આ સમજે ગીતાના અભ્યાસનો અને એને વ્યવહારમાં મૂકવાના પ્રયત્નોનો વ્યાપ વધાર્યો. ભગવદ્ગીતાનું મહત્ત્વ શ્લોકોની ગોખણપટ્ટી કરવા પૂરતું કે જીવનની સમસ્યાઓમાંથી છટકબારીઓ શોધવા પૂરતું નથી. એ સ્તરે ગીતા પાસે જનારાઓ એમાંથી કશું જ પામી શકતા નથી. એમના માટે ગીતા વેડફાઈ જાય છે. ગીતા વિશે વાંચીને, સાંભળીને, લખીને, બોલીને, સમજીને કે સમજાવીને માણસના રોજબરોજના વ્યવહારમાં કશો ફરક પડતો ન હોય તો સમજવાનું કે એના માટે ગીતાના ગ્રંથની ઉપયોગિતા એક જમાનામાં આવતી એવી સિનેમાનાં ગાયનોની ચોપડી જેટલી જ છે. ભક્તિ અને કર્મની વાતો માત્ર વિચારના જ સ્તરે રહે, માત્ર કન્સેપ્ટના લેવલે જ રમ્યા કરે તો એનો શું અર્થ?

ભક્તિની બાબતમાં પણ ફરી એક વાર સ્પષ્ટ થઈ જવું પડશે. લૌકિક કલ્પનામાં ‘ભકત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર.’ ગાંધીજી કહે છે કે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચારને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ઘ્ય ઈત્યાદિ સાધનો ભક્ત ભલે વાપરે પણ તે ભક્તિનાં લક્ષણો નથી. ગાંધીજી આગળ કહે છે કે ભક્તનાં લક્ષણો કયાં? જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહમ્-મમતાથી મુક્ત છે, જેને મન સુખદુખ ટાઢતકડો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય રાખતો નથી, જે હર્ષ-શોક-ભય વગેરેથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફુલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે તે ભક્ત છે.

ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં જ વર્ણવ્યાં છે અને ગાંધીજી કહે છે એમ આ ભક્તિ પછી જે મળે છે તે મોક્ષ છે.

મોક્ષનો અર્થ બાબાગુરુઓ ગમે તે સમજાવે પણ જીવન પૂરું થઈ ગયા પછી મળનારી કોઈપણ ચીજમાં સમજુ પુરુષને રસ ન હોઈ શકે. એને તો જીવતે જીવ જે મળતું હોય તેને પામવામાં રસ હોય. ગાંધીજી કહે છે: ‘ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.’ ગીતા દ્વારા તમને તમારી તમામ ચિંતાઓમાંથી પરમ શાન્તિ મળતી હોય, મુક્તિ મળતી હોય તો તે તમારા માટે મોક્ષ છે.

મોક્ષ અને પરમ શાન્તિને એકમેકના પર્યાય માની લીધા પછી ગીતાનો અભ્યાસ વધુ સરળ બની જવાનો. પરિણામની ઈચ્છા રાખ્યા વિના માત્ર પ્રયત્નો કરતાં રહેવાનું મનોબળ કેળવવાનું કામ પણ સરળ બની જવાનું.

સાયલન્સ પ્લીઝ!

ખુશીનો એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે કોઈક અન્ય દિશામાં બીજો દરવાજો ઉઘડતો જ હોય છે. પણ મોટે ભાગે બને છે એવું કે બંધ થઈ ગયેલા દ્વારને સૂની નજરે તાકી રહેવામાંથી જ આપણે ઊંચા આવતા નથી, જેને કારણે આપણા માટે ખોલી નાખવામાં આવેલાં બીજાં બારણાં નજરે ચડતાં નથી.

– હેલન કેલર

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here