( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૭ નવેમ્બર ૨૦૨૪)
કોઈ વાત કરવી કે સમજવી બહુ અઘરી છે એવું આપણને કહેવામાં આવે ત્યારે આપણે એ વાતથી જલદી ઈમ્પ્રેસ થઈ જઈએ છીએ. પણ આ વાત સમજવી કે જીવનમાં ઉતારવી સાવ સહેલી છે એવું કહેવામાં આવે છે ત્યારે એ વાતનું ગ્લેમર આપણા મનમાંથી ઓછું થઈ જતું હોય છે, એ વાત ક્ષુલ્લક લાગવા માંડતી હોય છે.
વિલ પાવર કે ફૉર ધેટ મેટર એવા કોઈ પણ સદ્દગુણને જીવનમાં ઉતારવાનું કામ અઘરું નથી, બલ્કિ સાવ સરળ છે. આપણે અધીરા હોઈએ છીએ એટલે આપણા માટે આ બધી વાતો અઘરી બની જાય છે. ડૉક્ટર તમને રોજના પાંચ કિલોમીટર ચાલવાની સલાહ આપીને કહેશે કે આવું કરવાથી છ મહિનામાં જ તમારી ફલાણી-ફલાણી તકલીફો દૂર થઈ જશે અને વજન પણ દસ કિલો ઘટી જશે ત્યારે તમને ખબર હોય છે કે તમે રોજના પાંચને બદલે ત્રીસ કિલોમીટર ચાલવાનું શરૂ કરશો તો છને બદલે એક મહિનામાં તમારું વજન દસ કિલો ઘટી નહીં જાય, ફલાણી-ફલાણી તકલીફો પણ ભાગી નહીં જાય ઉલટાની રાતોરાત આટલું બધું ચાલવાનું શરૂ કરવાથી અમુક તકલીફો નવી નોતરી બેસશો. એટલું જ નહીં છ મહિના સુધી રોજના પાંચ કિલોમીટર ચાલવાની સાથે તમારે આહાર તેમ જ દિનચર્યાની બાબતમાં કેટલાક ડુઝ અને ડૉન્ટ્સનું પાલન કરવાનું રહેશે.
વિલ પાવરનું આવું જ છે. એ રાતોરાત નથી આવતો. કોઈના કહેવાથી નથી આવતો. કોઈના દબડાવવાથી કે કોઈના પ્રેમભર્યા આગ્રહથી પણ નથી આવતો. વિલ પાવર તમારી પોતાની સમજણથી આવે છે. ડૉક્ટર તમારો રિપોર્ટ જોઈને તમને શ્યુગર બંધ કરવાનું કહે અને તમે શુગર બંધ કરી શકો છો એવો વિલ પાવર તમારામાં છે એવું તમારી જાતને જતાવવા રાતોરાત તમારા ખોરાકમાંથી તમામ વધારાની શ્યુગર બંધ કરી દેશો તો થોડા જ દિવસમાં એવો વખત આવશે કે રાત્રે ઘરમાં બધાં ઊંઘી ગયા હશે ત્યારે તમે ચૂપચાપ ઊઠીને રસોડામાં જઈને કોઈ મિષ્ટ પદાર્થ ખાઈ લેશો અને ઘરમાં કંઈ ગળ્યું નહીં હોય તો ચા-ખાંડના ડબ્બા ફંફોસીને સાકરનો ટુકડો મોઢામાં ભરી લેશો.
મારામાં વિલ પાવર છે એવું જતાવવાનો જેમને શોખ હોય એમની સાથે આવું જ બનતું આવ્યું છે. વિલ પાવર નિર્ણય લેવાથી નથી આવી જતો. વિલ પાવર સમજણથી આવે છે. તમારી સમસ્યા શું છે? તમારે જિંદગીમાં શું કરવું? તમારા ઉકેલની આડે શું આવે છે? તમારા હેતુ સુધી પહોંચવાની આડે કયા વિઘ્નો નડે છે? આ સવાલોના જવાબો શોધતાં પહેલાં ખુદ આ સવાલોને તમારે સમજવા પડશે. જે પરિસ્થિતિને કારણે આ પ્રશ્નો ઊભા થયા હોય તે પરિસ્થિતિને પહેલાં તો ઝીણવટથી સમજવી પડશે. પરિસ્થિતિનું પ્રોપર નિરીક્ષણ, આકલન અને પૃથક્કરણ કર્યા વિના તમે તમારા સવાલને ઘડી નહીં શકો. અને જ્યારે સવાલ જ સરખી રીતે ઘડાયો ન હોય ત્યારે તમને એનો યોગ્ય જવાબ ક્યાંથી મળવાનો?
નાનકડો કલ્પિત દાખલો લઈએ. તમે માનો છો કે તમારામાં એવો વિલ પાવર જ નથી કે તમે બચત કરી શકો. જે કંઈ કમાઓ છો તે બધું જ મહિનાના અંતે વપરાઈ જાય છે. એક વખત દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયાની બચત કરવાની કોશિશ કરી હતી પણ ત્રણ મહિનામાં જ તમારો સંકલ્પ તૂટી ગયો અને પેલા પંદર હજાર પણ વપરાઈ ગયા. શું કરવું?
નાના એકમથી શરૂ કરવું અને પિરિયોડિસિટી પણ ઘટાડી નાખવી. મહિને પાંચ હજારને બદલે રોજના પચાસ રૂપિયા બચાવવા સહેલા છે. સાતત્ય વિલ પાવર કેળવવાની જાદુઈ ચાવી છે. સાતત્ય જાળવવા માટે બર્ડન ઓછું કરી નાખવું પડે. ભાર ઓછો થઈ જતાં હસતાં રમતાં સાતત્ય જળવાય છે. જિમમાં જઈને ફટાફટ કસરતો કરીને શરીર સુડોળ બનાવી નાખવાનાં સપનાં જોનારાઓમાંના 90 ટકા લોકો સ્પેશ્યલ સ્કીમ આવે ત્યારે વરસના પૈસા ભરી દે અને પછી મહિનામાં જ જિમ જે રસ્તે આવતું હોય તે રસ્તે જવાનું જ છોડી દે. રોજના પચાસ રૂપિયાની બચતની જેમ રોજની પાંચ જ મિનિટની કસરતથી શરૂઆત કરી હોય તો આવું ન થાય.
કોઈને બતાવી આપવા માટે કોઈની આગળ કશુંક પુરવાર કરવા માટે મારે મારામાં વિલ પાવર લાવવો છે એવો હેતુ હશે તો વિલ પાવર નહીં આવે. વિલ પાવર તમારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટી તમે સેટ કરી હોય તો જ આવે. મારી બહુ ઈચ્છા હોય કે હું કોઈક વાજિંત્ર શીખું પણ જ્યાં સુધી મારું આ ફેસિનેશન મારી આંતરિક જરૂરિયાત ન બને ત્યાં સુધી મારે ગિટારના ક્લાસમાં ફી ભરવાની જ ન હોય. ચાર વખત જઈને પાંચમા વખતથી બહાનાં કાઢતો થઈ જઈશ અને છ મહિના પછી ગિટાર ધૂળ ખાતી કોઈક ખૂણામાં પડી હશે – વાંદા, ગરોળીને ઘર બનાવવામાં કામ લાગશે.
જે ઘડીએ વાજિંત્રવાદન મારી આંતરિક જરૂરિયાત બની ગઈ તે જ ઘડીથી મારામાં ગિટાર શીખવા માટેનો વિલ પાવર આવી જશે એવું માની લેવાની પણ જરૂર નથી. આવી તો કેટલીય આંતરિક જરૂરિયાતો મારામાં ધરબાઈને પડી હોવાથી વાજિંત્રવાદનનો નંબર કેટલામો – એ મારે નક્કી કરવું પડે. જ્યાં સુધી એની પ્રાયોરિટી સૌથી ઉપરના પગથિયે નહીં આવે ત્યાં સુધી મારે મારી પ્રાયોરિટીવાળી આંતરિક જરૂરિયાતોને સંતોષવા વિલ પાવર કેળવવાનો છે. કારણ કે મારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટીને સમજ્યા કર્યા વિના હું ગિટાર શીખવાનું શરૂ કરીશ તો હું એને અડધેથી જ પડતું મૂકી દઈશ અને પછી મને લાગવા માંડશે કે મારામાં વિલ પાવર જ નથી. તમે અત્યાર સુધી એવી કઈ કઈ બાબતો માટે માનતા રહ્યા કે મારામાં વિલ પાવરનો અભાવ હોવાથી મેં આટલાં કામ ન કર્યા કે અધૂરાં છોડી દીધાં એની યાદી બનાવો અને પછી જાતમાં જરા ઊંડા ઊતરીને વિચારો કે જે તે સમયે એ બધાં કામ શું તમારી આંતરિક જરૂરિયાતોના પ્રાયોરિટી લિસ્ટ પર હતાં? ચાન્સીસ એવા છે કે નહીં હોય. અને હવે એક યાદી બનાવો કે જિંદગીમાં તમે ક્યાં ક્યાં શરૂ કરીને પાર પાડ્યાં અથવા હજુય એ કામ તમે કરતાં રહો છો? ઘણી લાંબી યાદી થશે. આ બધાં કામો કરવાનો વિલ પાવર તમારામાં ક્યાંથી આવ્યો? કોઈએ ચમચીમાં મૂકીને પીવડાવ્યો? ના. તમારામાંથી જ એ પ્રગટ્યો કારણ કે એ કામ કરવાની તમારી આંતરિક જરૂરિયાત હતી. તો હવેથી મારામાં વિલ પાવર નથી. એવું કહીને જાતને કોસ્યા કરવાનું બંધ અને વિલ પાવરની કન્સેપ્ટને ગૂંચવી નાખવાનું બંધ.
વિલ પાવર જેવી જ વાત સેલ્ફ કૉન્ફિડન્સની છે. ફરી ક્યારેક.
પાન બનારસવાલા
આજે જે હકીકત છે તે એક જમાનામાં કલ્પના હતી.
-અજ્ઞાત
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો