( ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ સાતમ, વિક્રમ સંવત: ૨૦૭૮. શુક્રવાર, ૮ એપ્રિલ ૨૦૨૨)
બહુ ઉતાવળા નહીં થતા. તરતને તરત કૂદી પડવાની અધીરાઈને કાબૂમાં રાખજો. હરદ્વારના
યોગગ્રામમાં આવતાં પહેલાં આટલા મુદ્દા તમારે વિચારી લેવા જોઈએઃ
1.આ કોઈ માથેરાન, ગોવા, સિમલા જેવું હવા ખાવાનું સ્થળ નથી. આ ખૂબ જ સિરિયસ કારભાર સાથે ચાલતું આરોગ્યકેન્દ્ર છે. અહીંનું વાતાવરણ ચોખ્ખું છે, હવા શુદ્ધ છે, નીરવ શાંતિ છે અને તમે કુદરતના ખોળે રહેતા હો એવી પ્રસન્નતા ચોવીસે કલાક તમારા દિલ-દિમાગમાં વ્યાપેલી હોય છે. પણ આ કોઈ હાથ હલાવતાં હલાવતાં ફરવા આવવાનું સ્થળ નથી. પર્યટક કે પ્રવાસીની મેન્ટાલિટીથી અહીં ન આવવું. માત્ર તમારા સ્વાસ્થ્યને જ કેન્દ્રમાં રાખીને અહીં આવવાનો નિર્ણય કરવો.
2. અહીં આવતાં પહેલાં ઘરે રહીને રોજ સવારે ‘આસ્થા’ ટીવી પર સ્વામી રામદેવને ફૉલો કર્યા હશે તો સારું પડશે. પાંચ વાગ્યાથી લાઇવ હોય છે. એટલું વહેલું ન ઉઠાય તો યુટ્યુબ પર જોઈ લેવાનું. જોકે, અહીં આવીને તો ફરજિયાત ચાર વાગ્યે ઊઠવાનું જ છે.
3. તમે અઠવાડિયું દસ દિવસ માટે આવો કે એથી લાંબા સમય માટે, સાવ કોરી પાટી સાથે નહીં આવતા. યુટ્યુબ પર સર્ચ કરીને અનુલોમ-વિલોમ, કપાલભાંતિ, ભ્રામરી જેવા ચાર-પાંચ પ્રાણાયામ કેવી રીતે કરવાનાં એની પ્રેક્ટિસ થોડી ઘણી પણ હશે તો તમારી અહીંની એક-એક મિનિટનો તમે સદુપયોગ કરી શકશો – એકડે એકથી શરૂ કરવામાં સમય નહીં જાય. આવું જ આસનોનું. સૂર્ય નમસ્કાર કરતાં શીખી જવું. દરેકે દરેક સ્ટેપની રિધમ આવડી જવી જોઈએ. આ ઉપરાંત ભુજંગાસન, મંડુકાસન, હલાસન જેવા ચાર-છ બેઝિક આસનોનાં સ્ટેપ્સ કરતાં શીખી લેવું જેથી સ્વામીજીને કે પછી અહીંના યોગશિક્ષકને તમે સારી રીતે ફૉલો કરી શકો. અને આસનો કરવામાં કે પ્રાણાયામ કરવામાં થતી તમારી ભૂલો નિવારીને એમાં પરફેક્શન લાવી શકો અને અહીંથી ઘરે ગયા પછી તમારા માટે જરૂરી એવાં આસનો-પ્રાણાયામ કોઈ તકલીફ વિના, એકદમ એફિશ્યન્ટલી કરી શકો — આખી જિંદગી. હા, આ બધું કંઈ તમારે અઠવાડિયું. દસ દિવસ માટે કરીને છોડી દેવાનું નથી હોતું. ડાયાબીટીસ-બીપી વગેરેની ગોળીઓ આખી જિંદગી લેવાની છે એવું ડૉક્ટરો કહે ત્યારે તમે ખુશી ખુશી એ વાત સ્વીકારી લો છો અને આજીવન દર મહિને અમુક હજારનો ખર્ચો કરતા રહો છો. આ દવાઓની આડઅસરરૂપે ફૂટી નીકળતી બીજી બીમારીઓ પણ સહન કરતા રહો છો. એના ઇલાજ માટે હજુ વધુ દવાઓ પેટમાં પધરાવતા રહો છો. તો પછી એ બધું છોડીને તદ્દન નિઃશુલ્ક થઈ શકતા યોગાસન અને પ્રાણાયામ આજીવન કરવા શું ખોટા? ચોઈસ તમારી છે, કારણ કે જિંદગી તમારી છે.
4. એલોપથિની દવાઓ રોગનાં લક્ષણોને દૂર કરે છે, રોગ તો શરીરમાં ત્યાંનો ત્યાં જ રહે છે. આયુર્વેદ, યોગ-પ્રાણાયામ, પ્રાકૃતિક ચિકિત્સાની ઇન્ટીગ્રેટેડ ટ્રીટમેન્ટથી રોગ જડમૂળમાંથી નાબૂદ થાય છે અને ચમત્કારિક પરિણામો આવે છે. હા મિરાક્યુલસ. બહુ જ જવાબદારીપૂર્વક હું આ શબ્દ વાપરી રહ્યો છું – ચમત્કાર.
દાખલો આપીને સમજાવું. લગભગ ત્રણ વર્ષ પહેલાં મારે બેઉ આંખે કેટરેક્ટનું ઑપરેશન કરાવવાનું હતું. આળસમાં ને આળસમાં ખૂબ મોડું થઈ ગયું હતું અને દૃષ્ટિ અત્યંત ધૂંધળી બનતી જતી હતી. આઈ સર્જને શ્યુગરનો રિપોર્ટ કઢાવવાનું કહ્યું. ઘણી વધારે હતી. એમણે મહિના માટે ઑપરેશન મુલતવી રાખીને મને પહેલાં ડાયાબીટોલૉજિસ્ટ પાસે મોકલ્યો. મારે ન છૂટકે સવાર બપોર સાંજ શ્યુગર કન્ટ્રોલ માટેની ટીકડીઓ ગળવી પડી. સાથોસાથ ખાનપાન પર પણ કન્ટ્રોલ રાખ્યો. મહિનાના અંતે ફરી રિપોર્ટ કઢાવ્યો હતો. શ્યુગર પર ટોટલ કન્ટ્રોલ નહોતો આવ્યો પણ એક્સેપ્ટેબલ લેવલ પર આવી ગઈ હતી એટલે સફળતાપૂર્વક ઑપરેશન થયું. એ પછી ડૉક્ટરની સલાહથી હજુ થોડો સમય ટીકડીઓ ચાલુ રાખી પછી બંધ કહી દીધી. શ્યુગર વધી ગઈ. પણ આંખ છેવટે સાજી થઈ ગઈ. નાનપણથી વધારે નંબર હતા તેમાંથી હવે મામૂલી નંબરવાળાં ચશ્માં પહેરતો થઈ ગયો. વાંચવાના નંબર પણ ભારે હતાં જે સાવ નીકળી ગયાં. આંખ બચી તો લાખો પાયે.
મોતિયો ઉતરાવવા માટે કે ચશ્માંનાં નંબર ઉતારવા માટે એલોપથિના શરણે જ જવું પડે એવું જરૂરી નથી. આયુર્વેદ-યોગપ્રાણાયામ-કુદરતી ઉપચારો દ્વારા પણ એનો અક્સીર ઇલાજ શક્ય છે પણ તે વખતે મારી પાસે આ બાબત માટે ન તો એટલી ધીરજ હતી, ન સમજ હતી, ન કન્વિક્શન હતું.
અહીં આવતાં પહેલાં માનસિક રીતે તમારી જાતને તૈયાર કરવી પડશે. સૌ પ્રથમ તો તમારી આજુબાજુના લોકો સ્વામીજી રામદેવની કે યોગગ્રામની ઉપચાર પદ્ધતિની હાંસી ઉડાવતા હશે તો એની અવગણના કરતાં શીખી લેવું પડશે. ‘આ રીતે જ મારી બીમારીઓ દૂર થશે અને આ જ રીતે હું સ્વસ્થ, તંદુરસ્ત જીવન જીવી શકીશ’, એવી પાકી શ્રદ્ધા હશે તો જ તમે અહીં આવીને સારવાર પદ્ધતિમાં ઓતપ્રોત થઈને નવું જીવન મેળવી શકશો. તો જ અહીંથી પાછા ઘરે જઈને જે કંઈ શીખ્યા છો તેનો રોજેરોજ અમલ કરી શકશો.
હવે તમે ચમત્કાર જુઓ. અહીં યોગગ્રામમાં આવીને હજુ પૂરાં બે અઠવાડિયાં પણ નથી થયાં અને મારી શ્યુગર ટોટલી કન્ટ્રોલમાં આવી ગઈ છે ( આ લખાય છે એ દિવસે ફાસ્ટિંગ 85 અને જમ્યા પછીની 116 છે.) આ ચમત્કાર નથી તો બીજું શું છે! ‘એક્સેપ્ટેબલ લેવલ’ પર નહીં, ટોટલ કન્ટ્રોલ!કોઈ દવાઓ લીધા વિના. બી.પી. પણ કોઈ ટીકડાટીકડી વિના નૉર્મલ થઈ ગયું છે.
જેમ એલોપથિની દવાઓ તમે છોડી દેશો તો બ્લડપ્રેશર, શ્યુગર વધવાનાં જ છે એમ અહીં જે ખાનપાન છે અને અહીંનો યોગાભ્યાસ વગેરે જે છે તેનો ત્યાગ કરશો અને ખાવાની જૂની ટેવો તથા બેઠાડુ લાઇફસ્ટાઇલ ફરી અપનાવશો તો ફરી પાછાં બીપી, ડાયાબીટીસના પ્રૉબ્લેમ તમારા શરીરમાં પ્રવેશવાનાં જ છે. આનો અર્થ એ નથી કે અહીંથી ઘરે પાછા જઈને તમારે એ જ બધું ખાતાં રહેવાનું છે જે અહીં ખાઓ છો. આ તો ઉપચાર-કેન્દ્ર છે. અહીંનો ખોરાક આપણા ઘર જેવો કે આપણા ઘરનો ખોરાક અહીંના જેવો ન હોય તે સ્વાભાવિક છે. પણ અહીંથી ગયા પછી તમારે તમારા રોજિંદા ખોરાકમાં તમારી રીતે અમુક ફેરફારો કરીને, તમારા જૂના સ્વાદ તથા તમારી જૂની ટેવોમાંથી અમુકને યથાવત્ રાખીને, અમુકમાં પરિવર્તન લાવીને, તમારી જૂની બીમારીઓથી દૂર રહેવાનું છે તથા નવીને આવતાં અટકાવવાની છે.
5. જો તમે થિન્કિંગ પર્સન ન હો તો યોગગ્રામમાં આવવાનું ટાળજો. થિન્કર નથી કહેતો, થિન્કિંગ પર્સન કહું છું. ચિંતક-વિચારક નહીં પણ દરેક વિષયમાં સમજી વિચારીને આગળ વધે એવા થિન્કિંગ પર્સન. તમારે અહીં આવતાં પહેલાં માનસિક રીતે તમારી જાતને તૈયાર કરવી પડશે. સૌ પ્રથમ તો તમારી આજુબાજુના લોકો યોગગ્રામની ઉપચાર પદ્ધતિની હાંસી ઉડાવતા હશે તો એની અવગણના કરતાં શીખી લેવું પડશે. આ રીતે જ મારી બીમારીઓ દૂર થશે અને આ જ રીતે હું સ્વસ્થ, તંદુરસ્ત જીવન જીવી શકીશ એવી પાકી શ્રદ્ધા હશે તો જ તમે અહીં આવીને સારવાર પદ્ધતિમાં ઓતપ્રોત થઈને નવું જીવન મેળવી શકશો અને તો જ અહીંથી પાછા ઘરે જઈને અહીં જે કંઈ શીખ્યા છો તેનો રોજેરોજ અમલ કરી શકશો.
આટલી પાયાની વાત કર્યા પછી હવે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સઃ
1.અહીં આવવા માટે તમારે સૌથી પહેલાં હરદ્વાર પહોંચીને રાતવાસો હરદ્વારમાં જ કરવો જોઈએ એવી મારી સલાહ છે. ( ગંગાજીનાં દર્શન થશે અને મોહનજી પૂરીવાળાને ત્યાં ખસ્તા કચોરીનો નાસ્તો પણ કરી લેવાશે.) યોગગ્રામમાં સવારે 9 વાગ્યે પ્રવેશ શરૂ થઈ જાય છે. તમારું બુકિંગ જે દિવસનું હોય તે દિવસે સવારે 9 વાગ્યે તમે આવી જાઓ તો પ્રવેશ વિધિ પતાવીને, રૂમમાં સેટલ થઈને બેઉ ડૉક્ટરોનાં પ્રિસ્ક્રિપ્શન/ટાઇમ ટેબલ વગેરે લઈને તમે લંચ ટાઇમ સુધીમાં ફ્રી થઈ જાઓ અને બપોરથી જ તમારી ચિકિત્સાનો આરંભ થઈ જાય. જો સાડાબાર પછી આવશો તો વાત સાંજ પર ઠેલાશે અને તમારો એક આખો દિવસ કોઈ ચિકિત્સા વિના જ પૂરો થશે. મોડા પહોંચો કે બીજે દિવસે પણ પહોંચો તો પણ બુકિંગ તો જ્યારથી કરાવ્યું હોય તે દિવસના સવારના નવથી જ ગણાશે. એટલે મોડા આવવામાં નુકસાન તમારું છે. એટલે જ બહેતર છે કે આગલે દિવસે હરદ્વાર આવી જાઓ. એક રાત માટે રોકાઓ. સંધ્યાઆરતીનાં દર્શન કરો અને સવારે આઠ–સાડા આઠ વાગ્યે ટેક્સી લઈને યોગગ્રામ પહોંચી જાઓ. પાછા જવા માટે શું કરવું, કેવી રીતે કરવું એનો અનુભવ મને પચાસ દિવસ પૂરા થશે ત્યારે થશે. પણ હું અત્યારે શું વિચારું છું તે તમારી સાથે શેર કરું.
21મી મેએ સવારે મારે ચેકઆઉટ થવાનું છે. જતી વખતે મારે હરદ્વાર નથી રોકાવું. મારે સીધા જ ઘરે પહોંચી જવું છે કારણ કે અહીં વીતાવેલા 50 દિવસ પછી મારા માટે મોહનજીની કચોરીનું નહીં પરંતુ 51મા દિવસે પણ મારી ખાવાપીવાની આદત આ જ રહે તેનું મહત્ત્વ વધારે હશે. એટલે પાછા વળતી વખતે પ્રવાસ દરમ્યાન કાં તો ઉપવાસ કરી નાખીશ, કાં તો બેચાર ફળ સાથે રાખીશ, પણ બહારનું ખાવાનું એવોઇડ કરીશું. આઇડિયલ તો એ હશે કે હું અહીંથી ટેક્સી પકડીને સીધો દહેરાદૂન જઉં પણ આવતી વખતે સામાનની જે કડાકૂટ થયેલી તે હવે ફરી નથી થવા દેવી. ઉપરાંત જેટલો સામાન લઈને આવ્યો હતો એમાં પણ થોડાક કિલો ઉમેરાઈ ગયા છે— હવનની વેદી, હવન સામગ્રી, બીજી કેટલીક ચીજવસ્તુઓ જે પતંજલિના ત્યાંના સ્ટોરમાં કે ઇવન ઑનલાઇન પણ નથી મળતી, અહીંના મેગાસ્ટોરમાં જ મળે છે.
રજિસ્ટ્રેશન વગેરેનું બધું જ કામકાજ ઑનલાઇન કરવું પડશે અને તે માટે તમારી પાસે હિંદી કે અંગ્રેજીની જાણકારી હોવી જરૂરી છે. રજિસ્ટ્રેશન કરવા અને પૈસા ભરવા માટે જો તમારી પાસે કૉમ્પ્યુટર વાપરવાનો અનુભવ ન હોય તો કોઈની મદદ લઈ લેવી સારી. મોબાઈલ પર બહુ નહીં ફાવે. રજિસ્ટ્રેશન કરતાં પહેલાં તમારા લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ્સ સ્કૅન કરીને ઇમેઇલમાં અટેચમેન્ટરૂપે મોકલવાના હોય છે. એપ્રુવલ મળે એટલે તમને યુઝરનેમ તથા પાસવર્ડ મળે જેના પર તમારે તમારી ઓળખાણ માટેનાં આધારકાર્ડ વગેરે અટેચમેન્ટરૂપે મોકલવાનાં હોય.
એટલે હું અહીંથી નીકળીને એવા ટાઇમે હરદ્વાર સ્ટેશન પર પહોંચવા માગું છું કે બેએક કલાકથી વધુ મારે ટ્રેન માટે રાહ જોવી ન પડે અને મેની બાવીસમીએ રાતે ઘરભેગા. રિઝર્વેશન હજુ કરાવ્યું નથી. થોડીક અવઢવ છે — ત્રણ કલાકમાં મુંબઈ પહોંચવું કે ત્રીસ કલાકમાં.
હરદ્વાર આવવા માટે અનેક ટ્રેનો છે. કેટલાક લોકો દિલ્હી પહોંચીને ત્યાંથી ટેક્સીમાં યોગગ્રામ આવે છે. પણ એ બહુ લાંબું પડે. દહેરાદૂનથી પણ ટેક્સીમાં સીધા યોગગ્રામ આવી શકાય. તમારી અનુકૂળતા કેવી છે તેના પર બધો આધાર છે.
2. અહીં આવવા માટે તમારે રજિસ્ટ્રેશન વગેરેનુંબધું જ કામકાજ ઑનલાઇન કરાવવું પડશે અને તે માટે તમારી પાસે હિંદી કે અંગ્રેજીની જાણકારી હોવી જરૂરી છે. રજિસ્ટ્રેશન કરાવવા અને પૈસા ભરવા માટે જો તમારી પાસે કૉમ્પ્યુટર વાપરવાનો અનુભવ ન હોય તો કોઈની મદદ લઈ લેવી સારી. મોબાઈલ પર બહુ નહીં ફાવે. રજિસ્ટ્રેશન કરાવતાં પહેલાં તમારા લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ્સ સ્કૅન કરીને ઇમેઇલમાં અટેચમેન્ટરૂપે મોકલવાના હોય છે. એપ્રુવલ મળે એટલે તમને યુઝરનેમ તથા પાસવર્ડ મળે જેના પર તમારે તમારી ઓળખાણ માટેનાં આધારકાર્ડ વગેરે અટેચમેન્ટરૂપે મોકલવાનાં હોય. તમારી બીમારીની વિગતો જોઈને અહીંના ડૉક્ટરોની પેનલ નક્કી કરશે કે તમને પ્રવેશ મળશે કે નહીં. પ્રવેશ માટેનાં ધારાધોરણો એમની વેબસાઇટ પર વિગતે સમજાવેલાં છે. મિનિમમ 7 દિવસ માટે બુકિંગ કરાવવું પડે. મેક્સિમમ 50 દિવસ રહી શકો. ખૂબ જ ગંભીર કે અસાધ્ય રોગ હોય તો અપવાદરૂપે બે મહિના કે તેથી વધુ વખત માટે રહેવાની મંજૂરી મળતી હોય છે.
એક વખત એપ્રુવલ આવી જાય તે પછી 48 કલાકની અંદર તમને જે બેન્ક ડિટેઇલ્સ ઇમેલ પર મોકલવામાં આવે તે ખાતામાં તમારે પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરી દેવાની રહે. (તમારી બૅન્કમાં જઈને પણ તમે આ વિધિ કરી શકો). આ 48 કલાકમાં તમારે ફરી સાઇટ પર જઈને ચેક કરી લેવાનું કે તમને કઈ તારીખનું બુકિંગ મળી શકે એમ છે. જુલાઈ-ઑગસ્ટના વરસાદી મહિનાઓ તેમ જ ડિસેમ્બરના કડકડતી ઠંડીના દિવસો અવૉઇડ કરવા જોઈએ એવું અહીં આવ્યા પછી લાગે છે. મેં પહેલાં ડિસેમ્બરમાં જ આવવાનું વિચાર્યું હતું પણ એપ્રિલથી બુકિંગ મળ્યું. એપ્રિલમાં પણ સવારે ગુલાબી ઠંડી હોય છે, સૂર્યાસ્ત પછી પણ ઠંડક હોય છે. અહીંની ડિસેમ્બરની ઠંડી મારાથી સહન ન થઈ શકી હોત. શિયાળામાં મડબાથ જેવી ટ્રીટમેન્ટ નથી આપતા. અત્યારે યોગગ્રામમાં જુલાઈ સુધીનું બુકિંગ ફુલ છે.
રજિસ્ટ્રેશનની ફી ત્રણસોથી પાંચસો રૂપિયા છે. રહેવા માટે રૂમની કેટેગરી મુજબની ફીમાં મોટા ભાગની થેરપીઓ- ટ્રીટમેન્ટ-ભોજન વગેરેનો ખર્ચ શામેલ છે. દવાઓ જો લેવી પડે એમ હોય તો તે તમારા પૈસે ખરીદવાની હોય. તમારાં કપડાં જો લૉન્ડ્રીમાં આપો તો તેનો ચાર્જ આપવો પડે ( બાકી જાતે ધોઈ જ શકાય છે. કપડાં સુકવવાનાં સ્ટેન્ડ એ લોકો જ આપે છે). જો કોઈ બ્લડ ટેસ્ટ વગેરે કરાવવાના હોય તો એનો ચાર્જ અલગ (જે આપણી હૉસ્પિટલોની સરખામણીએ નહિવત હોય છે). રૂટિન શ્યુગર-બીપી ચેક કરવા માટે કોઈ ચાર્જ નથી.
3. યોગગ્રામ-નિરામયમ્ 650થી વધુ એકરનું ક્ષેત્રફળ ધરાવે છે જેમાં ઘણો મોટો ભાગ જંગલનો છે, કેટલાક હિસ્સામાં ખેતર છે અને બાકીનો ચિકિત્સાકેન્દ્રનો ભાગ છે. યોગગ્રામમાં ચાર કેટેગરીની કૉટેજ છેઃ રાજર્ષિ કૉટેજ, મુનિરાજ કૉટેજ, મહર્ષિ કૉટેજ અને તપસ્વી કૉટેજ. અહીં આવીને ખબર પડી કે બીજી એક-બે કેટેગરીઓ પણ એમાં ઉમેરાઈ છે. નિરામયમ્ યોગગ્રામનો જ એક ભાગ છે. નિરામયમમાં ગૌતમ રૂમ્સ છે, કણાદ રૂમ્સ છે અને કપિલ રૂમ્સ છે. આવવાના મહિના પહેલાં જાણ થઈ હતી કે નિરામયમમાં પણ એક કેટેગરી ઉમેરાઈ છે જે 10મી એપ્રિલથી જ શરૂ થઈ છે.
યોગગ્રામને પોતાનાં ચિકિત્સાકેન્દ્રો, ભોજનાલય ઇત્યાદિ છે. નિરામયમને એનાં પોતાનાં ચિકિત્સાકેન્દ્રો-ભોજનાલય ઇત્યાદિ છે. બેઉમાં ઉપચારપદ્ધતિ, કાળજી, ખોરાક-બધું જ એક જેવું જ છે. સ્વામીજી યોગાભ્યાસ પણ સૌને સાથે જ કરાવતા હોય છે.
રજિસ્ટ્રેશનની ફી ત્રણસોથી પાંચસો રૂપિયા છે. રહેવા માટેની ફીમાં મોટા ભાગની થેરપીઓ- ટ્રીટમેન્ટ-ભોજન વગેરેનો ખર્ચ શામેલ છે. દવાઓ જો લેવી પડે એમ હોય તો તે તમારા પૈસે ખરીદવાની હોય. તમારાં કપડાં જો લૉન્ડ્રીમાં આપો તો તેનો ચાર્જ આપવો પડે ( બાકી જાતે ધોઈ જ શકાય છે. કપડાં સુકવવાનાં સ્ટેન્ડ એ લોકો જ આપે છે). જો કોઈ બ્લડ ટેસ્ટ વગેરે કરાવવાના હોય તો એનો ચાર્જ અલગ (જે આપણી હૉસ્પિટલોની સરખામણીએ નહિવત હોય છે). રૂટિન શ્યુગર-બીપી ચેક કરવા માટે કોઈ ચાર્જ નથી-એક્યુચેક પર કરી આપે. મારી પાસે મારું એક્યુચેક ખરીદેલું છે અને મુંબઈથી ઓમરોનનું બીપી માપવાનું સાધન પણ સાથે લેતો આવ્યો છું. જલનેતિ વગરે માટેની કિટના પાંચસો રૂપિયા રજિસ્ટ્રેશનની સાથે જ ભરી દેવાના હોય
આ તમામ કેટેગરીની કૉટેજ/રૂમ્સમાં કેવી કેવી સગવડો છે, જમવાની કેવી વ્યવસ્થા છે તે બધું જ તમને લેખ પૂરો થયા પછી આપેલી લિન્ક પરથી ચિત્રોરૂપે, વિડિયોરૂપે, વર્ણનરૂપે જાણવા મળશે. આ સગવડોમાં ગમે ત્યારે ફેરફારો થઈ શકે છે એટલે અહીં એ વિશે લખવાનો મતલબ નથી. અમારા આવ્યા પછી ભોજનાલયની જગ્યા બીજે ખસેડવામાં આવી, સાંજના યોગક્લાસ પણ હવે નવી જગ્યાએ થાય છે, કેટલીક ટ્રીટમેન્ટનાં સ્થળ બદલાયાં છે અને કવાથ (કાઢો) લેવા જવા માટેની જગ્યાઓમાં પણ ફેરફાર થયેલા છે.
યોગગ્રામ-નિરામયમની આધારભૂત વેબસાઇટોનું સરનામું તથા ઇન્કવાયરી માટેના ફોન નંબર ‘આસ્થા’ ટીવી પર સ્વામીજીના સવારના કાર્યક્રમ દરમ્યાન સ્ક્રોલ થતા હોય છે. સ્વામીજી વારંવાર ચેતવણી આપતા હોય છે કે માત્ર અધિકૃત વેબસાઇટ અને સત્તાવાર ફોન નંબર પર જ ભરોસો રાખવો. યોગગ્રામમાં તમને પ્રવેશ ન મળતો હોય તો અમે અમારા ક્વોટામાંથી અપાવી દઈશું, સ્વામીજી સાથે મુલાકાત કરાવીને ફોટો પડાવી દઈશું એવી લાલચો આપનારાઓ ઘણા ફૂટી નીકળ્યા છે. આ ઠગો સામે સ્વામીજીએ હિમાચલ પ્રદેશની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અને સી.બી.આઈ. ઇન્કવાયરી પણ ચાલી રહી છે. તમે પણ ઇન્કવાયરી કરતી વખતે અને રજિસ્ટ્રેશન કરતી વખતે સાવધાન રહેજો.
આવા જ ફેરફારો દરેક કેટેગરીના રૂમના ચાર્જની બાબતમાં થતા રહે છે. વરસ પહેલાં જ્યારે પ્રથમ વાર મેં અહીં આવવાનું વિચાર્યું ત્યારે જે ચાર્જ હતા તેમાં બુકિંગ કરાવતી ફેરફાર થઈ ગયા હતા. મેં બુકિંગ કરાવી લીધું એ પછી, આગળ જણાવ્યું તેમ, નવી નવી કેટેગરીઓ ઉમેરાઈ અને ચાર્જીસમાં પણ નાનામોટા ફેરફારો થયા. આવું બનતું જ રહેવાનું. મારા માટે આ બધું ‘ન્યુઝપ્રેમી’ પર રૂપિયા-આના-પાઇના હિસાબ સાથે લખવું શક્ય નથી કારણ કે છ-બાર મહિના કે પાંચ-દસ વર્ષ પછી પણ મેં લખેલી આ જ માહિતી ભવિષ્યના વાચકો વાંચશે અને ત્યારે જે ચાર્જ ચાલતો હશે તેમાં અને મારી માહિતીમાં એને વિરોધાભાસ લાગશે. ‘ન્યુઝપ્રેમી’ પર હું આ બધા ચાર્જીસ અપડેટ કરી શકવાનો નથી, એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી.લેખના છેવાડે જે અધિકૃત લિન્ક્સ આપી છે તેમાં તમને લેટેસ્ટ ચાર્જ અંગેની બધી જ વિગતો મળી રહેશે. વધુ જાણકારી માટે ફોન નંબર પણ વેબસાઇટ પર આપ્યા જ છે.
યોગગ્રામ-નિરામયમની આધારભૂત વેબસાઇટોનું સરનામું તથા ઇન્કવાયરી માટેના ફોન નંબર ‘આસ્થા’ ટીવી પર સ્વામીજીના સવારના કાર્યક્રમ દરમ્યાન સ્ક્રોલ થતા જ હોય છે. સ્વામીજી વારંવાર ચેતવણી આપતા હોય છે કે માત્ર અધિકૃત વેબસાઇટ અને સત્તાવાર ફોન નંબર પર જ ભરોસો રાખવો. યોગગ્રામમાં તમને પ્રવેશ ન મળતો હોય તો અમે અમારા ક્વોટામાંથી અપાવી દઈશું, સ્વામીજી સાથે મુલાકાત કરાવીને ફોટો પડાવી દઈશું એવી લાલચો આપનારાઓ ઘણા ફૂટી નીકળ્યા છે. આ ઠગો સામે સ્વામીજીએ હિમાચલ પ્રદેશની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અને સી.બી.આઈ. ઇન્કવાયરી પણ ચાલી રહી છે. પાંચેક દિવસ અગાઉ સવારના યોગાભ્યાસ વખતે આ બાબતનો ઉલ્લેખ કરીને પૂછ્યું હતું કે અહીં એવા કેટલા લોકો હાજર છે જેઓ આવી રીતે ઠગાઈ ચૂક્યા છે? યોગગ્રામ- નિરામયમના કુલ હજારેક લોકોમાંથી લગભગ બે ડઝન જણાએ હાથ ઊંચા કર્યા હતા.
તો તમે પણ ઇન્કવાયરી કરતી વખતે અને રજિસ્ટ્રેશન કરતી વખતે સાવધાન રહેજો.
મારું માનવું છે કે અહીં પતિપત્નીએ સાથે આવવું. આનું કારણ છે. અહીંથી ઘરે પાછા ગયા પછી તમારી રોજિંદી જિંદગીમાં અમુક ફેરફારો આવી જવાના. સવારે ઉઠવાની ટેવોથી માંડીને નાસ્તાની આદતો, લંચડિનર અને સૂવાની આદતો બદલાશે. યોગ વગેરે માટેનો સમય કાઢવો પડશે. આ બધું કરવાની જવાબદારી ઘરમાં પતિ કે પત્ની બેમાંથી કોઈ એકની જ હોય અને બીજી વ્યક્તિ પોતાની જૂની લાઇફસ્ટાઇલ રાખવાની હોય તો ગાડું લાંબું નહીં ચાલે. બેઉ જણ અન્ડરસ્ટેન્ડિંગ રાખીને પરસ્પર સહકાર આપીને આગળ વધે તો જ અહીં આવેલું સાર્થક થાય.
3. અહીં કેટલાક રૂમમાં એક્સ્ટ્રા ચાર્જ આપીને વધારાના એક કે બે બેડ મૂકવાની વ્યવસ્થા છે. આ વધારાના ચાર્જમાં એક્સ્ટ્રા પર્સનના ખાવાપીવાના તથા ટ્રીટમેન્ટના ખર્ચાઓ આવી જાય. કોઈ એવી બીમાર વ્યક્તિ હોય જેણે પોતાની સાથે નર્સ કે અટેન્ડન્ટ રાખવાની અનિવાર્યતા હોય તો એમના રહેવાની તેમ જ ખાવાપીવાની સુવિધાઓ અલગ છે. આ સુવિધાના ચાર્જ પણ અલગ છે. વેબસાઇટ પર શોધવાથી વિગતો મળી જશે અથવા ફોન પર પૂછી લેવી.
4. મારું માનવું છે કે અહીં કોઈએ એકલા ન આવવું. મિત્રો વગેરે સાથે આવો તો સારું જ છે પણ એના કરતાંય વધારે અગત્યનું એ છે કે પતિપત્નીએ સાથે આવવું. એનું કારણ છે. અહીંથી ઘરે પાછા ગયા પછી તમારી રોજિંદી જિંદગીમાં અમુક ફેરફારો આવી જવાના. સવારે ઉઠવાની ટેવોથી માંડીને નાસ્તાની આદતો, લંચડિનર અને સૂવાની આદતો બદલાશે. યોગ વગેરે માટેનો સમય કાઢવો પડશે. બહાર ખાવાપીવાની આદતોમાં ફેરફાર લાવવા પડશે. ઘરમાં નમક-ખાંડ-મેંદો બંધ કરીને અને ફળ, શાકભાજી તેમ જ અન્ય હેલ્ધી વસ્તુઓ ભોજનમાં લાવવી પડશે. ચા-કૉફી કે અન્ય વ્યસનોથી દૂર થવું પડશે. આ બધું કરવાની જવાબદારી ઘરમાં પતિ કે પત્ની બેમાંથી કોઈ એકની જ હોય અને બીજી વ્યક્તિ પોતાની જૂની લાઇફસ્ટાઇલ રાખવાની હોય તો ગાડું લાંબું નહીં ચાલે. બેઉ જણ અન્ડરસ્ટેન્ડિંગ રાખીને પરસ્પર સહકાર આપીને આગળ વધે તો જ અહીં આવેલું સાર્થક થાય.
5. કેટલાક લોકો એમ વિચારતા હોય છે કે અહીંથી ઘરે પાછા જઈને અગાઉની ટેવોમાં આટલા આટલા ફેરફારો કરીશું. હું આના કરતાં તદ્દન ઊંધા છેડાનું વિચારું છું. પાછા જઈને અહીંની જ લાઇફસ્ટાઇલ ચાલુ રાખવાની અને એમાં જરૂર મુજબ ફેરફારો કરતાં જવાનું. આનું કારણ છે. યોગગ્રામનું રૂટિન તો ઘરે જઈને ચાલુ રાખવાનું શક્ય જ નથી, જરૂરી પણ નથી (કારણ કે અહીંનું જે રૂટિન છે તે એક ઉપચાર કેન્દ્રનું રૂટિન છે, રોજિંદી લાઇફસ્ટાઇલનું નથી). મનમાં જો એવું નક્કી કર્યું હશે કે મારે મુંબઈ જઈને યોગગ્રામમાં હતી એવી જ લાઇફસ્ટાઇલ રાખવી છે તો 100 ટકા નહીં તો 95 ટકા, 80 ટકા, 70 ટકા છેવટે 50 ટકા સુધીની લાઇફસ્ટાઇલ પણ યોગગ્રામ જેવી રહેશે અને બાકીની 50 ટકા લાઇફસ્ટાઇલ મુંબઈની ટેવોમાં સુધારાવધારા કર્યા પછીની રહેશે.
હવે જો તમે એમ વિચારશો કે પાછા જઈને મારે જૂની લાઇફસ્ટાઇલમાં યોગગ્રામવાળું ઘુસાડવું છે તો તમે માંડ પાંચ-પંદર ટકા જેટલી અહીંની આદતોને ત્યાં જઈને અમલમાં મૂકી શકશો જે ઘાટાનો મામલો થયો. પંદર વર્સીસ પચાસ ટકા!
છેલ્લે એક વાત કહીને આજનો લેખ પૂરો કરું.
ઘણા ફરિયાદ કરતા હોય છે કે ખાવાનું નથી ભાવતું. મનોબળ પહેલેથી મજબૂત કર્યું હશે તો બિલકુલ વાંધો નહીં આવે. અન્યથા થશે શું કે બે જ દિવસમાં તમે અહીંના ફૂડથી કંટાળી જશો અને ભૂખ લાગશે એટલે મેગા સ્ટોરમાં જઈને પતંજલિની સ્વીટ લસ્સી, જ્યુસનાં પેકેટો ખરીદતા થઈ જશો. સાથે પતંજલિની ચિક્કી અને ગુલાબજાંબુ પણ ખરીદીને રૂમ પર જઈને ઝાપટશો. છેવટે કંઈ નહીં તો પતંજલિનાં બદામ, કાજુ, અખરોટ, મુનક્કા, શિંગના ભજિયા વગેરે ખાઈને ભૂખ ભાંગશો. આવું બધું પેટમાં પધરાવ્યા પછી સાત દિવસ બાદ ઘરે પાછા આવીને કહેશો કે, ‘જઈ આવ્યા અમે, બાબાજી બહુ મોટી મોટી વાતો કરે છે પણ અમને તો કોઈ ફાયદો ન થયો!’
અહીં આવતાં પહેલાં તમને જો એકાદ ટંક માટે શુદ્ધ ઉપવાસ કરવાની ટેવ હોય તો સારું. અરુચિ હોય અને એક ટંક ભોજન જતું કરો એવું નહીં. અને અમારા વૈષ્ણવો જેવા ઉપવાસ તો બિલકુલ જ નહીં જેમાં સાબુદાણાની ખીચડી અને રાજગરાની પુરી અને શીખંડ અને સૂરણ બટાકાનું શાક-બાપ રે, શું શું ખાવાનું હોય છે ફરાળના નામે! એવા ઉપવાસ કરવાની ટેવ હોય તો સારું જેમાં શું શું ખવાય એવું પૂછવાનું જ ન હોય (બગાસું સિવાય કંઈ ન ખવાય એવા ઉપવાસ).
આ સાથે મનોમન પાકી તૈયારી રાખજો કે શરૂઆતના એકબે દિવસ ખાવાનું નહીં જ ભાવે. મારી તો જોકે એટલી બધી માનસિક તૈયારી, છેક છેલ્લા છ મહિનાથી, હતી કે મને આવતાંવેંત જે વેલકમ ડ્રિન્ક મળ્યું – કારેલાંનો જ્યુસ, તે પણ હું સ્ટ્રોબેરી મિલ્કશેક વિથ આઇસ્ક્રીમ ખાતો હોઉં એવી મોજથી પી ગયો અને ખાવાની બાબતમાં મને એકેએક ચીજ સ્વાદિષ્ટ લાગી રહી છે. ઘણા ફરિયાદ કરતા હોય છે કે ખાવાનું નથી ભાવતું. મનોબળ પહેલેથી મજબૂત કર્યું હશે તો બિલકુલ વાંધો નહીં આવે. અન્યથા થશે શું કે બે જ દિવસમાં તમે અહીંના ફૂડથી કંટાળી જશો અને ભૂખ લાગશે એટલે મેગા સ્ટોરમાં જઈને પતંજલિની સ્વીટ લસ્સી, જ્યુસનાં પેકેટો ખરીદતા થઈ જશો. સાથે પતંજલિની ચિક્કી અને ગુલાબજાંબુ પણ ખરીદીને રૂમ પર જઈને ઝાપટશો. છેવટે કંઈ નહીં તો પતંજલિનાં ખારાં પિસ્તા, બદામ, કાજુ, અખરોટ, મુનક્કા, શિંગના ભજિયા વગેરે ખાઈને ભૂખ ભાંગશો. આવું બધું પેટમાં પધરાવ્યા પછી સાત દિવસ બાદ ઘરે પાછા આવીને કહેશો કે, ‘જઈ આવ્યા અમે, બાબાજી બહુ મોટી મોટી વાતો કરે છે પણ અમને તો કોઈ ફાયદો ન થયો!’
કેવી રીતે થાય. તમે ઘરે જ સારા હતા.
છેલ્લી વાત. અઠવાડિયા-દસ દિવસ માટે આવો તો તો સારું જ છે પણ મને લાગે છે કે એમાં તો માત્ર સેમ્પલિંગ જ થાય. થોડી ઘણી ટ્રીટમેન્ટ લો, યોગ પ્રાણાયામ શીખો અને નવી લાઇફમાં એડજસ્ટ થાઓ ન થાઓ ને પાછા જવાનો દિવસ આવી જાય. ખરેખર જો સિરિયસ હો તો મિનિમમ બેથી ત્રણ અઠવાડિયાંનો સમય તમારે કાઢવો જોઈએ. પૂરો મહિનો કાઢી શકો તો ઉત્તમ.
હવે તમે કહેશો કે એટલો બધો સમય તો ક્યાંથી લાવીએ? છોકરાં ભણે છે, નોકરી-ધંધો ચાલુ છે, રજા કેવી રીતે લેવાય. અને જેટલા વધારે દિવસ રહીએ એનો ખર્ચો પણ ચડતો જાય.
ન કરે નારાયણ ને તમને હાર્ટ એટેક આવ્યો કે લકવાનો હુમલો થયો કે પછી તમારી કિડની ફેઇલ થઈ કે આવી બીજી બે ડઝન બીમારીઓમાંથી કોઈનું નિદાન થયું અને તમારે હૉસ્પિટલાઇઝ થવું પડ્યું તો તમે રજાની કે પૈસાની ચિંતા કરવાના છો? ગમે તે રીતે એ બેઉ મૅનેજ કરશો ને?
બીમારી આવ્યા પછી આપણે શરીરનું ધ્યાન રાખવા માટે આકાશપાતાળ એક એક કરીને પૈસા-સમય-શક્તિને પાણીની જેમ વાપરીએ છીએ. એના કરતાં એવા બીમાર પડીએ એ પહેલાં જ આ પૈસા-સમય-શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું હોય તો?
ચૉઇસ તમારી છે.
અહીં આવતાં પહેલાં તમે મનોમન એક નકશો બનાવી રાખજો કે યોગગ્રામની મુલાકાત લીધા પછી ઘરે પાછા આવીને તમને તમારી જે નવી આવૃત્તિ મળવાની છે, તમારું જે 2.0 વર્ઝન કુદરત તમને આપવાનું છે, એનું તમે શું કરવાના છો. જીવનમાં જ્યાં છો ત્યાંથી બે વેંત ઉન્નતિ પામવા માટે તમને ભગવાન આ નવું વર્ઝન આપવાના છે. ભૂતકાળનું અનુસંધાન જાળવીને ભવિષ્યમાં એવાં નવાં કયા કામ કરવા ધારો છો જેમાં તમને તમારા આ નવા વર્ઝન માટે થયેલી જહેમત લેખે લાગે. તમે થિન્કિંગ પર્સન હશો તો આવું વિચારવામાં, નિર્ણય કરવામાં તમને વાર નહીં લાગે.
ખાસ નોંધ: આ બધું લખવા માટે, યોગગ્રામની સિરીઝ લખવા માટે મને પતંજલિ કે સ્વામી રામદેવ તરફથી એક રૂપિયોય નથી મળતો. પચાસ દિવસનો ફુલ ચાર્જ ભરીને અહીં રહું છું.
* * *
યોગગ્રામ-નિરામયમને લગતી રજીસ્ટ્રેશન વિશેની, સગવડો વિશેની, ખર્ચ વિશેની તેમ જ તમારા તમામ પ્રશ્નોના નિરાકરણ અંગેની વિગતો તમને નીચેની લિન્ક્સ પરથી મળી રહેશે. ઈન્ક્વાઇરી માટેના ફોન નંબરો તેમ જ ઇમેઇલ એડ્રેસ પણ એમાં જ આપેલા છે.
1. યોગગ્રામ- https://yoggram.divyayoga.com/Registration_procedure.aspx
2. નિરામયમ- https://niramayam.divyayoga.com/registration.aspx
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Jsk.. વિસ્તૃત માર્ગદર્શન..
. કોઈ શબ્દો ની જરૂર નથી આ લેખ માટે… માત્ર નતમસ્તક વંદન…
વિનંતી… આપની આ મુલાકાત ના તમામ લેખો શૃંખલા લેખે ગુજરાતી તમામ અબારોમાં આવે તો કદાચ આપને તથા યોગાશ્રમ વિશે ન જાણતા અને ત્યાં જવાની ઈચ્છા વાળા માટે આશીર્વાદ રૂપે રહેશે…
તમારી આ યોગ ગ્રામ ની series ના વખાણ કરવા શબ્દો જ નથી મારી પાસે કા તો મારું ગજું નથી બસ simply great 👍🏻
ખૂબ ખૂબ આભાર આ બધા લેખ ની સાથે સાથે આપ એક સ્વસ્થ સમાજ નું નિર્માણ થાય એ માટે તમારા પ્રમાણિક પ્રયત્નો કરી રહ્યા છો. આપના પ્રયત્નો સફળ થશે જ.
Thanks Saurabhbhai for sharing so much information. Aam pan tamara aa series na articles vanchine , iccha to thai j hati k aa badhi information male to Haridwar- Yog gram javu j joiye.
વાહ ! સૌરભભાઈ, સુંદર માહિતીથી ભરપૂર લેખ. યોગગ્રામ ની તમામ માહિતી ખુબ સરળ ભાષામાં આપેલ છે. અમે બંન્ને પતિ -પત્ની 25 એપ્રિલ થી બાબા રામદેવજી ની શિબિર મા જઈ રહ્યા છીએ. આપના
તમામ લેખ માંથી પૂરતું માર્ગદર્શન મળી રહ્યું છે. ધન્યવાદ. આભાર.
સરસ માહિતી. મારા ખ્યાલથી ગુજરાતીમાં આવી માહિતી આ પહેલા કોઈએ આપી નથી. આભાર.
Sir, congratulations for attending Yogagram for 50 days
Your suggestion for booking procedure are wonderful. I really appreciate you for your valuable guidance
Thank you Saurabhji
Haribhai Bank of India
સૌરભભાઇ ખુબ ખુબ આભાર સરસ માહિતી માટે. જૈન ફૂડ મળે કે નહીં જણાવવા વિનંતી
જૈન જ મળે. કાંદા, લસણ અને બટાટા કશામાં ન હોય. પણ તમે આવો તો ખાખરા અને શિંગની ચટણી સવારે નવકારશીમાં મળશે એવી આશા નહીં રાખતા!
ખૂબ જ સરસ practical guide, સાથે ભય સ્થાન પ્રત્યે આંગળી ચીંધેતો લેખ.
છેલ્લે તમારી નોંધ બાબત જે તમને જાણે છે,તેને કોઈ શંકા જ નથી.
જાત અનુભવ ટાંકું: લગભગ 1984 માં, govt.law college માં ગુજરાતી સાહિત્ય મંડળમાં આપ (સમકાલીન નાં મદદનીશ તંત્રી તરીકે) સ્વખર્ચે આવેલા conveyance લેવાની પણ નાં પડી હતી તે મંડળના મંત્રી તરીકે મારા પર અમીટ છાપ છોડી ગઈ છે.
બાબાજીના યોગ શિબિરની માહિતી સાથે તમારી જે ભલામણો છે, તે ખુબ ઉપયોગી છે. શું ધ્યેયથી આવવાનું અને ઘરે પાછા જઈને 50 ટકાથી વધારે અમલમાં લાવવાના હોય તોજ સારું, બાકી નહીતો ખાસ ફાયદો નહિ થાય. ખુબ સુંદર લેખ. આભાર.
આ હરિદ્વાર સીરીઝ ખૂબજ સરસ છે અમે પણ day by day આશ્રમ ની મુસાફરી કરતા હોય તેવું લાગે છે આં તમારા લેખન/ શબ્દો નો જાદુ છે આં સીરીઝ નાં લેખો ની પ્રિન્ટ આઉટ કરાવી ને રાખવાની છે
ખુબ સરસ, અતિ-ઉપયોગી અને ખાસ તો લોકોને માનસિકરુપે તૈયાર કરતી માહિતી. આપશ્રીનો ખુબ ખુબ આભાર…
‘ સર્વ જન હિતાય સર્વ જન સુખાય ‘ હરિદ્વારના યોગ ગ્રામમાં રજીસ્ટ્રેશન કેવી રીતે થાય, શું શું તૈયારી કરવાની, કેટલો ખર્ચ થાય એ વિશેની માહિતી માટે આપના અતિ વ્યસ્ત સમયમાં પણ વિગતે જણાવવા આત્મિયતા બતાવી એ જ આપની નિખાલસતા દર્શાવે છે. 👏
Thank u sir
Thank u sir for wonderful information
Appreciate the efforts made to understand stay at Haridwar n preparation to be done
Wonderful n very good information
Yog thi nirogi reva ni tamari yatra vanchva thi yoga dvara helthy happy shanti ni upasna ma ras vadhe che Abhar
Very usefull tips thank you very much
Good informative helpful and also inspiring…!
Thanks a lot
વાહ સૌરભ ભાઈ, મારા મન ની વાત તમારા સુધી પહોંચી ગઈ.
ખૂબ સુંદર માહિતી છે..
આ internet પણ ઈશ્વર જેવું છે..દેખાય નહીં ,પણ આધાર મળી જાય.
બાકી આ વાત યોગ ગ્રામ ની, તો એ તો અનુભવ કરવો પડે ,ને પછી સ્વયં શિસ્ત થી જીવન જીવવું પડે ,તો ફેર પડે..
નહિતર શંકરાચાર્ય કહે છે ….એમ થાય..
આભાર..
સરાહનીય લેખ.. અતિ ઊતમ જાણકારી..
આપના લેખ ક્યારેક વાંચતા, પણ યોગગ્રામ સિરીઝ માં બહુ રસ પડે છે. ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે હરિદ્વાર જવું પણ અનુકૂળતા, ખર્ચ વગેરે બાબતો ના પડતી, પણ હવે આવતા વર્ષે જરૂર પ્લાન કરવો તેવો નિશ્ચય કર્યો છે….
આભાર..
ખુબ જ ઉપયોગી માહિતી…આપ અમને સહ યાત્રા ની અનુભુતિ કરાવી રહ્યા છો ..આભાર ..
What is difference between yoggram and Niramayam…?
I interested for my fatty liver treatment…
Dr viral vaidya
Iam also in your WhatsApp group sir…
My no 9825137074
I have referred it in the article but for details you can check the links I have specially taken care to post at the end of my article.
Constantly following you everyday for your articles. Thank you so much 🙏
વાહ,ખૂબ સરસ. તમારા લખાણો માં પ્રામાણિકતા ઉડી ને આંખે વળગે એવી હોય છે. એટલે જ એ અત્યંત રસાળ બની રહે છે.
આભાર સર જી આજના લેખ માં બધા સવાલ ના જવાબ મળી ગયા
Saurabh bhai,
Thank you for sharing your experience.
Liked it very much.
You have covered all the points.
Just great 👍
Wishing you the very best always ❣️
Wonderful information. I just thinking to go to Shri Ramdevji’s ashram and get vital information. I will definitely book for me and my wife for atleast a month. Thanks a lot Saurabhbhai. Jai Shri Krishna.