(ન્યુઝવ્યુઝ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025)
દિલ્લી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું એના આગલા દિવસે ટ્વિટર પર ફ્લાઇટ લેફ્ટનન્ટ અનુપ વર્મા (નિવૃત્ત)એ અરવિંદ કેજરીવાલની કામ કરવાની રીત વિશે ખૂબ ઓછા શબ્દોમાં સટીક સમજણ આપી હતી. એમણે લખ્યું હતું કે કેજરીવાલની કાર્યપદ્ધતિનાં પાંચ સૌથી મોટાં લક્ષણ છે : 1. એ કેન્દ્ર સરકાર સાથે કામ કરી શકતા નથી. 2. એ પડોશી રાજ્યો સાથે કામ કરી શકતા નથી. 3. એ કેન્દ્રની બંધારણીય સંસ્થાઓ સાથે કામ કરી શકતા નથી ૪. એ પોતાના સાથીઓ સાથે કામ કરી શકતા નથી અને 5. એ પોતાના રાજ્યની બ્યુરોક્રસી સાથે, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સાથે કામ કરી શકતા નથી.
આટલું લખીને નિવૃત્ત ફ્લાઈટ લેફ્ટનન્ટ વર્માએ ઉમેર્યું કે, ‘ કેજરીવાલ પોતાની સરકારમાં કોઈ પણ મિનિસ્ટ્રી કે ડિપાર્ટમેન્ટની જવાબદારી સ્વીકારતા નથી. આમ એક બાજુ કોઈ જવાબદારી લેવાની નહીં અને બીજી બાજુ કોઈનેય કામ કરવા દેવાનું નહીં. માત્ર અરાજકતા ફેલાવવાની અને બીજાઓનો વાંક કાઢ્યા કરવાનો. સર્વનાશની આ ઉત્તમ રેસિપી છે.’
દિલ્લી વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ત્યારે કેજરીવાલની ‘આપ’ના પાપના તમામ ઘડાઓ ભરાઈ ચૂક્યા હતા. દિલ્લીની ચૂંટણી ‘આપ’ હારે છે તે નિશ્ચિત ત હતું. કેજરીવાલ અને એની ચંડાળચોકડીના ગેંગસ્ટરો મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી અને સત્યેન્દ્ર જૈન – પણ હાર્યા. આમાંથી ભારદ્વાજ જીતશે એવું અનુમાન હતું, પણ હાર્યા. સિસોદિયા અને સત્યેન્દ્ર તિહારમાં કેજરીવાલની સાથે હતા. સોમનાથ સામે છેક 2013માં એક કરપ્શન કેસમાં પુરાવાઓ સાથે છેડછાડ કરવાના ગંભીર આરોપો છે, ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં જામીન પર છૂટ્યા હતા અને દિલ્લીની પ્રતિષ્ઠિત વિશાળ સરકારી હૉસ્પિટલ ‘એઇમ્સ’ પર મોટા ટોળાને સાથે લઈ જઈને દહેશત તથા ગુંડાગિર્દીનું વાતાવરણ ફેલાવવા બદલ હાઈ કોર્ટે બે વર્ષની જેલની સજા કરેલી. જોકે, પાછળથી સજા મુલતવી રાખીને જામીન આપેલા.
દિલ્લી રાજ્ય પર 10 વર્ષથી વધુ કુશાસન કરનાર એક ધૂર્ત, બેઈમાન, જુઠ્ઠા, કામચોર, લબાડ અને અરાજકતાવાદી માણસ નામે અરવિંદ કેજરીવાલે ઊભી કરેલી આમ આદમી પાર્ટી ચૂંટણીમાં હારે અને એની સામે ભારતીય જનતા પાર્ટી બે તૃતીયાંશ બહુમતીથી જીતી જાય એ ભારતીય રાજકારણમાં ઘણી મોટી ઘટના છે. ખુદ કેજરીવાલ પોતાની સીટ ગુમાવે એ તો એના કરતાંય મોટી ઘટના છે. કેજરીવાલે જાહેરમાં કહ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટીને હટાવવા માટે મોદીએ બીજો જન્મ લેવો પડશે.’ આવો જબરજસ્ત કૉન્ફિડન્સ એ માણસમાં હતો.
આ આત્મવિશ્ર્વાસ કેજરીવાલમાં કેવી રીતે આવ્યો? પ્રજાનું કામ કરવાની જરાસરખી દાનત ન હોવા છતાં ચૂંટણીમાં કોઈ પોતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે એવી કેજરીવાલની તુમાખી પાછળનું કારણ શું? પ્રજાની આંખોમાં ધૂળ નાખીને, બિકાઉ મીડિયાને ખરીદીને, જુઠ્ઠાં વચનો આપીને, સતત બીજાઓ પર આક્ષેપો કરીને પોતે આજીવન સત્તા ભોગવી શકશે એવી બાંહેધરી કેજરીવાલને કોણે આપી હશે?
આ અને આવા અનેક સવાલોના ઉત્તર મેળવવા ‘કેજરીવાલની કલંકકથા’ સિરીઝ આજથી ‘ન્યુઝપ્રેમી’ શરૂ થાય છે. એક પણ એપિસોડ ચૂકશો નહીં. કેજરીવાલ હવે શું કરશે? દિલ્લીથી તો જઈ નહીં શકે, એટલે પંજાબમાંથી રાજ્યસભામાં જશે? કે પછી ભગવંત માનની જગ્યાએ પંજાબના સી.એમ. બનવાની પેરવી કરશે કે પછી એ અને સિસોદિયા પંજાબની કેબિનેટમાં ઘૂસી જશે જેથી ફરી પાછા તિહારમાં જવું ના પડે? આવું કંઈ પણ કરવાથી કેજરીવાલને સુરક્ષા મળી જવાની નથી, ઇમ્યુનિટી મળી જવાની નથી. કેજરીવાલને તિહાર ભેગા કરવામાં આવ્યા ત્યારે એ દિલ્લીના ચીફ મિનિસ્ટર હતા. જો દિલ્લીના મુખ્યમંત્રીએ જેલમાં જવું પડે તો એમને પંજાબના સીએમ તરીકે પણ જેલમાં ધકેલી જ શકાય છે. રાજ્યસભાનું સભ્યપદ પણ કેજરીવાલને કોઈ ઇમ્યુનિટી નહીં આપી શકે.
દિલ્લીમાં હાર્યા પછી કેજરીવાલ કેવા કેવા પેંતરા અજમાવશે એ વિશે વડા પ્રધાન મોદી અને એમની ટીમે ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાંનું વિચારી રાખ્યું હશે. કેજરીવાલ જેવા કોક્રોચને, સામાજિક દુષણને, સમાજમાં અરાજકતા ફેલાવનાર અર્બન નક્સલને કેવી રીતે કચડી નાખવો એની સ્ટ્રેટેજી પણ મોદી પાસે હશે જ. આ ઝેરી ગરોળી ફરી પાછી જીવતી થઈ ગઈ તો એનું શું કરવું, એનું દૂષણ કેવી રીતે કાયમ માટે સમાપ્ત કરવું તેની વિચારણા પણ મોદી પોતાની કોર ટીમ સાથે કરી ચૂક્યા હશે. આપણે એ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આમ છતાં આપણે મોદીના મનમાં પ્રવેશીને કલ્પના કરવાની કોશિશ કરશું કે આ બાબતે એમની વ્યૂહરચના કેવી હશે.
આ તબક્કે, હું પર્સનલી દૃઢપણે માનું છું કે કેજરીવાલ ભવિષ્યમાં ગમે એટલી છટપટાહટ કરશે પણ આ નરરાક્ષસ ફરી ક્યારેય બેઠો નહીં થાય. રાજકારણમાં ચીત થઈ ગયેલા અનેક ખેલાડીઓ પુન: મેદાનમાં આવ્યા જ છે. પણ એ સૌની સરખામણી કેજરીવાલ સાથે ના થઈ શકે. કેજરીવાલ માત્ર ભ્રષ્ટ જ નથી, માત્ર કુશાસક જ નથી, માત્ર અરાજકતાવાદી જ નથી, કેજરીવાલ પાસે કામ કરવાની આવડતનો (અને દાનતનો પણ) અભાવ છે. એમણે કામ કરવું જ નથી. માત્ર વાતો કરવી છે, વચનો આપવા છે, બીજાઓ પર દોષના ટોપલેટોપલા ઢોળવા છે અને આક્ષેપો કરવા છે. કેજરીવાલનું રાજકારણ ભારતમાં માત્ર અરાજકતા ફેલાવવા પૂરતું સીમિત છે. આ માણસ ન તો ભારતને ચાહે છે, ન ભારતની પ્રજાને. દેશને કઈ રીતે બરબાદ કરવો એ જ એનો એક માત્ર એજન્ડા છે જે એજન્ડા હવે ખુલ્લો પડી ગયો છે.
છેલ્લાં તેર-ચૌદ વર્ષનો કેજરીવાલનો ભૂતકાળ તપાસો, એની મોડસ ઑપરેન્ડી જુઓ. વિરોધીઓ પર બેફામ આક્ષેપો કરવા , ખુલ્લા અવાજે કરવા, મીડિયાને ખરીદીને આ આક્ષેપોના પડઘા ચારેકોર પડે એવી ગોઠવણ કરવી. પછી એ આક્ષેપોના કોઈ પુરાવા માગે તો કહેવું કે અમારી પાસે ટ્રક ભરીને પુરાવાઓ છે. પણ ક્યારેય એ પુરાવાઓ લઈને પોલીસ કે કોર્ટ પાસે જવાનું નહીં. જો કોઈ સામે પડે તો ચૂપચાપ માફી માગી લેવાની અને ફરી આક્ષેપબાજી શરૂ કરવાની. બેબુનિયાદ અને હાસ્યાસ્પદ આક્ષેપો કરવાના. વારંવાર કરવાના. મોટું જુઠ્ઠાણું બોલવાનું, નાનું કે મધ્યમ કદનું નહીં. મોટું જુઠ્ઠાણું જાહેરમાં બોલવાથી ભોળી પ્રજા માની લેતી હોય છે કે આટલું મોટું અસત્ય તો કોઈ જાહેરમાં બોલે નહીં, માટે નક્કી વાતમાં કંઈક દમ હશે.
એક જુઠ્ઠાણાની અસર ઓછી થતી જણાય કે એ વિશે સ્પષ્ટતા થઈ જાય એટલે તરત જ બીજું જુઠ્ઠાણું ચલાવવાનું, બીજા આક્ષેપો કરવાના. એ આક્ષેપોની અસર ઓછી થાય તે પહેલાં ત્રીજા આક્ષેપો, પછી ચોથા, પછી પાંચમા. કેજરીવાલે પોતાની રાજકીય કારકિર્દી દરમ્યાન આ જ કર્યું.
અને બીજું જે કામ કર્યું તે પોતાના પર જે કલંક લાગી શકે એમ હોય તે બીજાઓ પર લગાવ્યા. એનું લેટેસ્ટ ઉદાહરણ દિલ્લીના ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપને એમણે ગાલીગલોંજ પાર્ટી કહેવાનું શરૂ કર્યું તે. હકીકતમાં ગાલીગલોંજ એ પોતે કરે છે, એમના દિલ્લી-ગુજરાતના ગુંડાઓ કરે છે. આ ચિંગુમિંગુ કાર્યકર્તાઓ માટે કેજરીવાલ એક મહાન આદર્શ નેતા છે જેમના પગલે ચાલીને તેઓ બિકાઉ મીડિયાના જોરે ન્યુસન્સ ફેલાવતા રહે છે.
એક બાજુ આક્ષેપો અને બીજી બાજુ નાનીમોટી યુટ્યુબ ચેનલો ચલાવતા ભૂખ્યા પત્રકારોને તેમ જ ભૂખડીબારસ જેવી ટીવી ચેનલોને તેમ જ મોટાં મોટાં અખબારોને હજારો કરોડની જાહેરખબરો આપીને પોતાને સફળ, કાર્યક્ષમ, પ્રામાણિક નેતા તરીકે પ્રોજેક્ટ કરવાની સ્ટ્રેટેજિ કેજરીવાલને 2015માં દિલ્લી વિધાનસભાની 70માંથી 67 બેઠકો પર વિજયી બનાવે છે. ભારતના ઈતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું કે પાંચ-પાંચ વર્ષ સુધી મતદારોને મૂરખ બનાવ્યા પછી આવી જંગી બહુમતિ કોઈ નેતાએ મેળવી હોય. એટલું જ નહીં બીજા પાંચ વર્ષ સુધી આ જ રીતે રાજ કર્યા પછી પણ 70માંથી 62 આમ આદમી પાર્ટી મેળવે છે. આનું કારણ શું હોઈ શકે? શું માત્ર 200 યુનિટ વિજળીનું બિલ માફ કરીને કે બસમાં મહિલાઓ માટે પ્રવાસ માફ કરીને આવી જીત મેળવી શકાય?
ના.
માત્ર રેવડીઓથી જીત નથી મેળવાતી. રેવડી અર્થાત્ ફ્રીબીઝનો ઇમ્પેક્ટ જરૂર પડે પણ માત્ર મફતિયું આપીને મતદારોને તમે તમારા તરફ આકર્ષી શકો નહીં.
તો પછી કેજરીવાલની સફળતાનું રહસ્ય શું? શું કેજરીવાલની સફળતા એમણે દિલ્લીની પ્રજા માટે કરેલાં કામને આભારી હતી? ના. દિલ્લીમાં એમણે કોઈ કામ કર્યાં જ નથી. જો કર્યાં હોત તો 2025માં પણ એમને 67 કે 62 નહીં તો કમ સે કમ 60 કે 55 કે 50 સીટો મેળવવામાં તકલીફ ના પડી હોત. જુઠના સહારે 67 કે 62 સીટો મેળવનારી ‘આપ’ શા માટે 22 સીટો મેળવીને એકાએક સત્તાથી દૂર ફેંકાઈ ગઈ? માથે તાજ મૂકીને ફરનાર અરવિંદ કેજરીવાલ ખુદ શા માટે પોતાની સીટ ગુમાવીને નરમઘેંસ બનીને ટીવી પર નિવેદન આપવા લાગ્યા કે અમે તો ક્યારેય સત્તા માટે રાજકારણમાં હતા જ નહીં, પબ્લિકની સેવા માટે જ આવ્યા હતા.
શું ખરેખર કેજરીવાલે પ્રજાની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ લીધો હતો? શું કેજરીવાલની હારથી દિલ્લીનો ‘વિકાસ’ અટકી જશે? શું ‘નગુણા’ મતદારો હવે કેજરીવાલને હરાવીને પસ્તાવાના છે? શું કેજરીવાલને એક સ્વયંભુ આંદોલનકારી ગણીશું કે કોઈકના ઈશારે નાચતી કઠપૂતળી ગણીશું? જો એ કોઈની પપેટ હોય તો એની દોરી કોના હાથમાં છે? કોણ નચાવે છે એને અને શું કામ નચાવે છે? અને જો એ સ્વયંભુ રાજકારણી હોય તો 2006માં એને માત્ર આડત્રીસ વર્ષની ઉંમરે પબ્લિક સર્વિસ માટે મૅગ્સેસે અવૉર્ડ મળ્યો તે પહેલાં એણે વળી કઈ જાહેરસેવા કરીને જાત ઘસી કાઢી હતી? 2006 પછી કઈ કઈ સેવાઓમાં જીવન ખપાવી દીધું કે 2013, 2015 અને 2000માં પણ એ મુખ્યમંત્રી બન્યા?
સવાલો ઘણા છે અને એ દરેકના જવાબ શોધવાના છે. કેજરીવાલ તો બહુ જલદી ભૂતકાળ બની જશે અને પછી ભુલાઈ જશે. પણ નવા નવા કેજરીવાલો જન્મ લેતા રહેશે. આ નવા કેજરીવાલોના નિર્દોષ અને ભોળા ચહેરા પાછળના અસલી બિહામણા વ્યક્તિત્વને ઓળખી શકાય એટલે આમ આદમી પાર્ટીના ગંધાતા મડદામાં રિગર મોર્ટિસ સેટ થવા માંડે એ પહેલાં એને પોસ્ટમોર્ટમના ટેબલ પર મૂકીને ચૂંથવું જરૂરી છે. બીજા કોઈ આ ગંદા કામ માટે તૈયાર નથી. અમારે જ કરવું પડશે.
(ક્રમશ:)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો