( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 28 જાન્યુઆરી 2026 )
પ્રગલ્ભ એટલે પ્રૌઢ, ગંભીર, નિર્ભર, નીડર. અને ઘણી વખત આ શબ્દ નિર્લજ્જ, ધૃષ્ટ, ઉદ્ધત તથા અભિમાનીના અર્થમાં પણ વપરાય છે એવું ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ કહે છે. આપણો રેફરન્સ આ શબ્દના જે પોઝિટિવ મીનિંગ્સ પૂરતો જ મર્યાદિત છે.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે ૭ ભાગમાં પ્રગટ કરેલા મહાભારતમાં વિવિધ પાત્રોનો પરિચય આપતું એક પ્રકરણ છે જેમાં દ્રૌપદીની ઓળખાણ આ શબ્દોમાં છે:
દ્રૌપદી પ્રાત:સ્મરણીય સતીશિરોમણિઓમાંની એક છે.
દ્રૌપદી પ્રગલ્ભ, ચતુર, રાજ્યકાર્ય તથા ગૃહકાર્યમાં નિપુણ, બોલવામાં પ્રૌઢ, સૌંદર્યસંપન્ન, પતિઋણા, નીડર, મહત્ત્વાકાંક્ષાવાળી, સ્વજનપ્રેમી, ઉદાર તથા બીજાના ઉપર પોતાના પ્રભાવની છાપ પાડનારી વીરાંગના હતી.
દ્રૌપદી પોતાના પાતિવ્રત્યબળથી હંમેશાં મગરૂર રહેતી. વળી તે રાજ્યમાં તથા ગૃહનાં નાનાંથી મોટા સુધી પ્રત્યેક કાર્યોની સૂક્ષ્મ રીતે દેખરેખ રાખતી. તેનાથી કોઈ પણ કાર્ય અજ્ઞાન રહેતું નહીં એ વાત તેની પાસે પતિવશીકરણ શીખવા આવેલી સત્યભામાને આપેલા તેના ઉત્તરમાંથી પ્રત્યક્ષ થાય છે.
(સત્યભામા શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાંની એક. કૃષ્ણ જ્યારે પાંડવોને મળવા કામ્યક વનમાં ગયા ત્યારે સત્યભામાને સાથે લઈ ગયેલા. એ વખતે સત્યભામાએ દ્રૌપદીને પતિવશીકરણ વિશે સવાલ પૂછ્યો ત્યારે દ્રૌપદીએ એને પોતાની ટ્રેડ સીક્રેટ્સ કહી હતી. પતિને વશમાં રાખવાની એ સીક્રેટ્સ કઈ હતી તે અહીં રિવીલ કરીને હું મારા સહિતના પુરુષોનું અહિત કરવા નથી ઈચ્છતો).
દ્રૌપદી પોતાના ચાતુર્યથી તથા પ્રેમથી પાંચે પાંડવોને અધીન કરી શકી હતી. જોકે તેને પાંચે પાંડવો પર પ્રેમ હતો, તથાપિ તે અર્જુનની પત્ની તરીકે અધિક ગર્વિષ્ઠ રહેતી હતી. તેને ક્રોધ અને ઈર્ષ્યા થતાં ખરાં પણ તે તેને કાબૂમાં રાખી શકતી. દ્રૌપદી પોતાનું ધાર્યું કરવામાં પોતાની યુક્તિથી વારંવાર ફાવતી હતી. જે કાર્યમાં ધર્મવિરોધ ન હોય અને સાહસ જેવું ન હોય તેવું કાર્ય તે યુધિષ્ઠિર પાસે કરાવતી. પણ જેમાં યુધિષ્ઠિર સંમતિ આપે એવું ન હોય તેવું સાહસી કાર્ય સીધેસીધું ભીમ પાસે કરાવી લેતી. પાંચે પાંડવો તેના તરફ પ્રેમ અને મહામાનથી જોતા અને ક્યારેય તેનું અપમાન કરતા નહીં.

દ્રૌપદી શ્રીકૃષ્ણની સખી હતી. શ્રીકૃષ્ણને અંતરની વાતો કહેતી અને તેમની મારફતે પોતાનાં ઈષ્ટ કાર્યો કરી લેતી. વડીલવર્ગ પણ દ્રૌપદી તરફ માનથી જોતો. દુખ પડતાં રડીકકળીને સમય વીતાવનારી સતીઓ ઘણી મળશે પણ દુ:ખની સામે થઈ તેને દૂર કરનારી વીર સતી તો દ્રૌપદી જ છે.
દેખાવે દ્રૌપદી ઘણી ઊંચી પણ નહીં તેમ ઠીંગણી પણ નહીં, ઘણી પાતળી પણ નહીં તેમ જ જાડી પણ નહીં અર્થાત્ સમાન સુશોભિત શરીરવાળી હતી. તેના વાળ કાળા, લાંબા તથા વાંકડિયા હતા. તેનાં નેત્ર શરદ ઋતુના કમળ જેવાં વિશાળ થતા પ્રફુલ્લિત હતાં, તેની કેડ સિંહના જેવી પાતળી હતી. તેનું મુખ કમળના જેવું સૌંદર્યપૂર્ણ હતું. તેની વાણી મધુર હતી. તેના શરીરમાંથી કમળના જેવી સુગંધ નીકળતી હતી. એકંદરે તે સર્વાંગસુંદર હતી. તે વેદીમાંથી પ્રકટેલી લક્ષ્મીની અંશભૂતા હતી અને તેથી તે સાક્ષાત્ મૂર્તિમતી લક્ષ્મી જેવી જ જણાતી હતી.
દ્રૌપદી પાંડવોને શક્તિ અને પ્રેરણા અર્પતી હતી. જો પાંડવો પાંચાલીને ન પરણ્યા હોત તો તેમનો ઈતિહાસ કદાચ જુદી જ રીતે લખાયો હોત.
મહાભારતના યુદ્ધમાં ભીમસેનના બાહુબળથી, અર્જુનની અસ્ત્રવિદ્યાથી અને શ્રીકૃષ્ણની દીર્ઘદૃષ્ટિથી જેટલો વિજય પ્રાપ્ત નહોતો થયો તેટલો વિજય દ્રૌપદીના ક્રોધ અને વિષણ્ણયુક્ત દષ્ટિપાતથી પ્રાપ્ત થયો. (વિષ્ણ્ણ એટલે ઉદાસ, ખિન્ન અથવા તો ફિક્કું, નિસ્તેજ).
કૌરવોને સમજાવવા વિષ્ટિ માટે વાસુદેવને જવા યુધિષ્ઠિરે વિનંતી કરી ત્યારે ભીમસેન સહિત બધા પાંડવોએ એમાં સંમતિ આપી હતી. છેવટે પાંચ ગામડાં લઈ સંતોષ બતાવી ભીષણ યુદ્ધનો પ્રસંગ ઉપસ્થિત ન થાય એવી પ્રબળ ઈચ્છા જ્યારે પાંચે ભાઈઓએ બતાવી ત્યારે પાંડવોની-ખાસ કરીને ભીમસેન અને અર્જુનની આવી નપુંસકતા જોઈને દ્રૌપદી અકળાઈ ઊઠી હતી. તેની આંખમાં નિરાશાનાં આંસુ આવ્યાં, પાંડવોની નિર્બળતા એને સાલવા માંડી.
શ્રીકૃષ્ણની શક્તિ વિશે દ્રૌપદીને ખાતરી હતી. કૃષ્ણ ધારશે તો સુલેહ કરાવી લેશે અને જો એવું થયું તો દુ:શાસને કરેલા અપમાનનો બદલો લેવાશે નહીં એમ એને લાગવા માંડ્યું. તેનું મુખ લેવાઈ ગયું. તેની આંખમાંથી ક્રોધાગ્નિની ઉગ્ર જ્વાળાઓ નીકળવા લાગી. એક ક્ષણમાં તેણે મનમાં નિર્ણય લઈ લીધો. હવે તેની મુખાકૃતિ તપેલા સુવર્ણ જેવી દેખાવા લાગી. તેનાં અંગો ધ્રૂજવા લાગ્યાં. આંખમાં આંસુ લાવી તેણી શ્રીકૃષ્ણને પોતાને થયેલા અન્યાયની વાત કહી સંભળાવી. શ્રીકૃષ્ણે દ્રૌપદીને વેદના સાંભળી અને નીતિની દૃષ્ટિએ જ વિષ્ટિ કરવી એવું નક્કી કર્યું.
પાંચાલીના દુભાયેલા અંતરાત્માને શાંત કરનાર ભીમ હતો, છતાં દ્રૌપદીના પ્રેમની પીયૂષનો પ્રવાહ અર્જુન તરફ વિશેષ વહેતો હતો. એના વીરહૃદયને સંતોષનાર ભીમ હતો છતાં એના રસિક અને મુગ્ધ હૃદયકમળની બીડાઈ ગયેલી પાંખડીઓને ધીરે ધીરે વિકસાવવાનું કાર્ય એકલો અર્જુન જ જાણતો હતો.
દ્રૌપદીના સત્તાધારી ગર્વને તોડી પાડવા વિધિએ તેને મહાન કષ્ટ-યજ્ઞોમાં હોમી પણ તેનો ગર્વ ઓગળી જવાને બદલે જેમ જેમ તેને દુ:ખ પડ્યું તેમ તેમ તે વધારે સુગઠિત થતો ગયો. તેના કંઈક આવા જ ગર્વથી દ્રૌપદી પાંચે પાંડવો પર રાજ્ય ચલાવતી. પાંડવો પાંચાલી ઉપર મમતા રાખતા, છતાં દરેકને તે પોતાના ઓજસથી આંજી દેતી. એનો પ્રતાપી સ્વભાવ કદાચ પાંડવોને સાલ્યો હશે પણ તેને તરછોડવાનું મન કોઈને થતું નહોતું. દ્રૌપદી આવી પ્રતાપી હોવા છતાં પોતાના મનથી પતિને લેશ હીણા ગણતી નહોતી. એટલું જ નહીં પણ કેટલીકવાર પોતાની મનોવૃત્તિને સંયમમાં રાખી, પોતાની ઈચ્છા વિરુદ્ધ થયેલા પાંડવોનાં કૃત્યોમાં પણ તેણે સંમતિ આપી હતી.
વનવાસમાં દ્રુપદતનયાએ પાંડવોની માતા જેવું વર્તન રાખ્યું. કુંતીની ખોટ પણ જણાતી નહોતી. ખાસ કરીને નાના અને લાડકા નકુળ-સહદેવને કદીએ આંખથી વેગળા કર્યા નહોતા. તેનામાં માતાનું વાત્સલ્ય, કાન્તાનો પ્રણય અને સખીનાં સૌખ્યા ઊભરાતાં હતાં.
આવી દ્રૌપદીને શું ખરેખર પાંચ પતિ હતા? મહાભારત વિશે સંશોધન કરનારાઓ આ વિશે શું માને છે અને કેવાં પ્રમાણો આપે છે તે વિશે જાણીને આવતા અઠવાડિયે વાત પૂરી કરીએ.
સાયલન્સ પ્લીઝ
હે માયાપુરુષ કૃષ્ણ! તારું અમને સતત સનાતન આકર્ષણ. તારે જે કરવું હોય તે કરજે, પણ તારી માયામાંથી અમને મુક્ત ન કરતો. અમને ગમે છે તારું બંધન. સવારના પહોરમાં પ્રવેશે છે તારાં સૂર્યકિરણનું ગોધણ મારા આંગણામાં અને એ ક્ષણે તું નહીં પણ હું ગોવાળિયો થઈ જાઉં છું.
– સુરેશ દલાલ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











