( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 22 ફેબ્રુઆરી 2026 )
એક વાત લખી રાખવાની કે ભલભલા સંતો-મહાત્માઓ હોય કે વિશ્વના સૌથી ધનિકો હોય, સર્વશક્તિશાળી રાજનેતાઓ હોય કે પછી ભરપૂર ખ્યાતિ પામનારા અભિનેતાઓ, સંગીતકારો, ચિત્રકારો, સાહિત્યકારો, ક્રિકેટરો, વૈજ્ઞાનિકો વગેરે હોય—શાંતિ જેવું કશું કોઈના ય જીવનમાં હોતું નથી.
શાંતિ શબ્દ જ છલનાભર્યા છે. જીવનમાં દોડધામ કોલાહલ, ઉથલપાથલ રહેવાનાં જ છે. આજીવન રહેવાનાં છે. ચિર શાંતિ તો મૃત્યુ પછી જ મળવાની છે. જીવનની જાતજાતની ઉપાધિઓ દરમ્યાન એનાથી વિચલિત થયા વિના, એ ઉપાધિઓ સાથે પનારો પાડતાં પાડતાં જીવવાની કળા જેને આવડી છે એણે જ જીવનને સાચી રીતે માણ્યું છે. બાકીનાઓ માટે જીવનનો સંતોષ હંમેશાં દૂર રહ્યો છે. એમના માટે જીવન કંકાસ છે, કકળાટ છે, કજિયો છે.
મઝામાં રહેવું હોય એણે ડક બેકનો રેઈનકોટ ઓઢીને જીવવું પડે. ઉપાધિઓની ધોધમાર વર્ષામાં પણ તમે કોરા રહી શકો તો આખી જિંદગી, ચોવીસે કલાક મજામાં રહેવાય.
મહાપુરુષો કહી ગયા કે આ જીવન છે ત્યાં સુધી તમારે રોજેરોજ કોઈ ને કોઈ ઉપાધિનો સામનો કરવાનો જ છે. નાની-મોટી, જાડી-પાતળી, ઊંધી-ચત્તી ઉપાધિઓ આવ્યા જ કરવાની. તમે લાખ પ્રયત્નો કરશો છતાં આવવાની. એને રોકવા માટેની કોશિશોમાં સમય વીતાવી દઈશું તો જીવવાનું રહી જશે. જિંદગી સંઘર્ષ લાગશે. જિંદગી લડાઈના મેદાન જેવી બની જશે. એને બદલે ઉપાધિને આવવું હોય તો ભલે આવે, અમે અમારી રીતે જીવીશું, ઉપાધિઓની પરવા કર્યા વિના-આવું નક્કી કર્યું હશે તો મઝામાં રહી શકાશે.

જીવન જીવવાની એક જ ગુરુચાવી છે. જિંદગી કોઈને અન્યાય કરતી નથી, મને પણ નહીં કરે- આ ગુરુચાવી જેણે સ્વીકારી છે એના માટે જીવન હળવુફૂલ છે. મને બીજાઓ કરતાં ઓછું મળ્યું છે એવી માનસિક્તા ખંખેરી નાંખ્યા પછી જ હું મઝામાં રહી શકીશ. મારી પાસે જે છે તેનાથી મને ભરપૂર સંતોષ છે, ભગવાને મને જે આપ્યું છે એમાં એમણે મારા માટે નમતું જોખ્યું છે. બસ, આ જ વિચાર નિરંતર રહેવો જોઈએ. બાકી લાખ થોથાં વાંચો અને કરોડો પ્રવચનો સાંભળો, કંઈ વળવાનું નથી.
પરિવર્તનનું સાતત્ય રહેવાનું. કેલિડોસ્કોપની જેમ જિંદગીનાં રંગ સતત બદલાતાં રહેવાનાં છે. સ્થિરતા જિંદગીનો વિરોધી શબ્દ છે. સ્થગિત જિંદગી ખાબોચિયાનો પર્યાય છે. વહેવું જિંદગીનો સ્વભાવ છે. વહેતા ઝરણાંને કે વહેતી નદીને કોઈ ઉથલપાથલવાળા પાણીથી ભરેલાં સ્થાનો કહેશે? ના, કારણ કે એ નદી કે એ ઝરણું જાણે છે કે પાણીની આ ચહલપહલને કારણે જ પોતે ખાબોચિયું બનવામાંથી બચી શકે છે.
ફરિયાદો કર્યા કરવાથી કશું વળવાનું નથી. વક્રદ્રષ્ટિથી જોઈશું તો દુનિયાની હરએક વાત વાંકી લાગશે. ગમે એટલી પર્સનલ વ્યક્તિઓ હોય, નિકટના ચાહકો હોય – એમની સાથે પણ જો વક્રદ્રષ્ટિ રાખીને વ્યવહાર કરીશું તો તેઓ તમારાથી દૂર થઈ જવાના.
મઝામાં રહેવું હશે તો ફરિયાદો કરવાનું છોડી દેવું પડશે. એટલું જ નહીં, દરેક નાની-મોટી ઉથલપાથલોનો સામનો કર્યા વગર એ બધી જ ઉપાધિઓને હસતે મોઢે આવકારવી પડશે. એક વાત છે, જીવનના દરેક પ્રસંગને એ રીતે જ જોવો પડશે કે છેવટે તો એ આપણને આગળ લઈ જવા માટે જ સર્જાયો છે. જીવનના સૌથી ખરાબ અનુભવોમાંથી પસાર થયા બાદ સમજાશે કે એ અનુભવો પણ આપણા ભલા માટે જ સર્જાયા હતા. તે વખતે ભલે આપણને કડવા ઝેર જેવા લાગ્યા પણ વખત જતાં ખાતરી થશે કે જીવનના અમૃતમય અનુભવો પેલા કડવા પ્રસંગોને કારણે જ સર્જાયા છે.
કેરી, સંતરાં કે કોઈપણ ફળ સૂરજનો તડકો પામીને મીઠાં બને છે એવું મહાનુભાવો કહી ગયા. જીવનની તડકીછાંયડી જેમણે જોઈ છે, એમના અનુભવો જ આ સત્ય ઉચ્ચારી શકે.
તકલીફોમાં સમતા રાખવી એવું કહેવું સહેલું છે પણ અમલમાં મૂકવું અઘરું જણાય છે. પણ એ કામ સરળ બની શક્તું હોય છે. જીવનમાં આવતાં તમામ ડિસ્ટર્બિંગ પ્રસંગોને પ્રાણવાયુ ગણીને આગળ વધતાં રહીશું તો ખ્યાલ આવશે કે જે આગ દઝાડે છે તે જ અગ્નિ આપણામાંની ખરાબીઓ દૂર કરે છે. એ જ અગ્નિથી બનતી વરાળ દ્વારા જીવનને નવી એનર્જી મળે છે.
દરેક સફળ વ્યક્તિએ જીવનના અંત સુધી અનેક દુઃખો સહન કર્યા હોવાનાં અને આ દુઃખો માથા પર પટકાયાં ત્યારે પણ તેઓ હસતાં રહેવાનાં. એમને ખબર હોય છે કે આ દુનિયા કેઓટિક છે, કેઓસ અથવા તો ઊથલપાથલ કુદરતનો નિયમ છે. કુદરતના એક અંશ તરીકે મનુષ્યે પણ આ કેઓસને આવકારવો પડે. બનાવેલું બધું જ પડી ભાંગે ત્યારે નાહિંમત થવાને બદલે નવસર્જનની તક જે ઝડપી લે તે જ મઝામાં રહી શકે.
પાન બનારસવાલા
કોણે કેટલી તકલીફો સહન કરી છે એના પરથી ખબર પડશે કે કોણ કેટલું મજબૂત છે.
– અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













