( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 2 એપ્રિલ 2025 )
બૉક્સિંગના બે સુવર્ણ નિયમ છે: પ્રોટેક્ટ યૉરસેલ્ફ. કોઈપણ ભોગે તમારી સામેવાળો તમને નૉક આઉટ ન કરી નાખે એનું દરેક સેકન્ડ ધ્યાન રાખો. અને એ માટે લિટરલી તમારે જે કંઈ લોહી- પરસેવો પાડવાં પડે તે પાડો. લોહી સામેવાળાનું, પરસેવો તમારો. હતાશ થઈને ગેમ છોડી નહીં દેવાની. છેવટ સુધી ઝઝૂમવાનું.
અને બીજો ગોલ્ડન રૂલ: બી અનપ્રેડિક્ટેબલ. કોઈને અંદાજ ન આવવો જોઈએ કે કઈ ઘડીએ તમે કેવી પલટી મારશો, કયો દાવ ખેલશો. તમારું ફુટવર્ક, હૅન્ડવર્ક અને હેડવર્ક- આ ત્રણેય કૉન્સ્ટન્ટ બદલાતાં રહેવાં જોઈએ. પગ, હાથ અને માથું- એક જગ્યાએ ન જોઈએ. પણ આ મૂવમેન્ટ્સ કરવા ખાતરની નહીં જોઈએ, એની પાછળ કોઈ પરપઝ જોઈએ.
પ્રોટેક્ટ યૉરસેલ્ફ અને બી અનપ્રેડિક્ટેબલ- આ બે વાતમાં બૉક્સિગંની રમતની બધી સમજદારી આવી ગઈ. ‘પ્લેબૉય’ મૅગેઝિનના પ્રથમ ઈન્ટરવ્યૂના સાત મહિના પહેલાં, ફેબ્રુઆરી ૧૯૬૪માં કેશ્યસ ક્લે સની લિસ્ટનને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. એ પહેલાં ૧૯૬૦ની ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ૧૦૦ એમેટર ફાઈટ્સમાં અને ૧૮ પ્રોફેશનલ બાઉટ્સમાં વિજેતા નીવડ્યો હતો. પણ ફેબ્રુઆરી ૧૯૬૪માં માયામિ બીચ ક્ન્વેન્શન હૉલની મૅચમાં સની લિસ્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપ છિનવી લીધા પછી એને જે ગ્લોરી મળી તે અત્યાર સુધીની દરેક સફળતાને ઝાંખી પાડી દે એવી હતી. લિસ્ટનને હરાવ્યા પછી ‘આયમ ધ ગ્રેટેસ્ટ! આયમ ધ કિંગ!’ બોલતાં બોલતાં એ આખી રિંગના ચારેય ખૂણા ફરી વળ્યો હતો.
આ ભવ્ય જીતના ૨૪ કલાકમાં એણે એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે હવેથી પોતે માત્ર મુહમ્મદ અલીના નામે જ બૉક્સિગં કરશે.
‘પ્લે બૉય’ના ઈન્ટરવ્યૂમાં એલેક્સ હેલીએ પહેલો જ સવાલ પૂછયો. ‘તું ખરેખર આટલો લાઉડમાઉથ અને દેખાડુ છે કે પછી માત્ર પબ્લિસિટી માટે આ બધા ધમપછાડા કરે છે?’
મુહમ્મદ અલીએ કહ્યું હતું: “હું જ્યારથી બોલતો થયો, ચાલતાં શીખ્યો ત્યારથી લોકોનું અટેન્શન ગ્રેબ કરવાની મને મઝા આવતી રહી છે. સાવ નાનો હતો ને સ્કૂલમાં જતો ત્યારથી હું જોતો આવ્યો છું કે કોઈ જરા જુદી રીતે વર્તે તો એને જોવાનું બધાને બહુ ગમતું હોય છે. હું સ્કૂલબસમાં બેસીને સ્કૂલમાં જતો નહીં, સ્કૂલબસની સાથે સાથે દોડીને સ્કૂલમાં પહોંચતો. મને જોઈને બીજાં છોકરાંઓને મઝા પડતી, એ તાળીઓ પાડતા, મને ગાંડિયો પણ કહેતા. મને સારું લાગતું. રિસેસમાં હું ટોળું ભેગું કરવા માટે કોઈની પણ સાથે પંગો કરીને ફાઈટ શરૂ કરી દેતો. ટોળું ભેગું કરવાની મને બહુ મઝા આવતી. મેં જ્યારે બૉક્સિગં મૅચ રમવાનું શરૂ કર્યું ત્યારે જોયું કે મોટા લોકો, ફાઈટિંગ જોવાના શોખીન લોકો, પણ સ્કૂલનાં છોકરાંઓની જેમ જ વર્તે છે. મારી પહેલી જ ફાઈટથી હું આટલો ભડભડિયો છું. મારી આ બોલબચ્ચનગિરીને કારણે બૉક્સિગંના કોઈપણ પ્રોગ્રામની ઍડમાં મારું નામ પ્રોમિનન્ટલી લખાતું. બીજા બૉક્સરો હારે કે જીતે- એમના ફેમિલીઝ અને ફ્રેન્ડ્ઝ સિવાય બીજા કોઈને ઝાઝો ફરક પડતો નહીં. પણ હું રિંગમાં પગ મૂકું એટલે જોનારાઓમાં દેકારો મચી જતો. લોકો મને પાનો ચડાવતા. ‘સાલાનું નાક તોડી નાખ’, ‘એનો હોઠ ચીરી નાખ’ એવું કહીને મારી સામેવાળા બૉક્સરનો ખીમો બનાવી દેવા માટે લોકો મને ચડાવતા.”
પોલીસ અફસર જૉ માર્ટિને બાર વર્ષના કેશ્યસ ક્લેને બૉક્સિગં શીખવાની પ્રેરણા આપી હતી. આ પુલિસમૅને એને બૉક્સિંગ શીખવાડીને છ જ અઠવાડિયામાં એની જ ઉંમરના વ્હાઈટ છોકરા સાથે એક મૅચ રમાડી. કેશ્યસ જીતી ગયો. એક વરસમાં તો એ ટીવી માટે બૉક્સિગં કરતો થઈ ગયો. જૉ માર્ટિને કેશ્યસને એક સુવર્ણ સલાહ આપી હતી. નૉર્મલી બૉક્સરો ક્લબમાં રમતા થાય, પછી પ્રીલિમિનરીઝમાં રમે અને વર્ષો પછી વર્લ્ડ ચમ્પિયનશિપમાં ભાગ લઈ શકે. જૉ માર્ટિને કેશ્યસને કહ્યું હતું કે આ રસ્તે આગળ નહીં જતો, બહુ વાર લાગશે અને પિટાઈ જઈશ. એને બદલે ઑલિમ્પિક્સ માટે તૈયારી કર. જીતી જઈશ તો ઑટોમેટિકલી તને નંબર ટેનનું પ્રૉ રેટિંગ મળી જશે.
કેશ્યસ કહે છે કે બૉક્સિગં કરતી વખતે કોઈ પણ ફાઈટર એવું ન માની શકે કે મને માર પડવાનો જ નથી. માર તો ખાવો પડે. પણ સતત ધ્યાન રાખવાનું કે એટલો બધો માર ના પડે કે તમે નૉક આઉટ થઈ જાઓ.
છાપાંઓમાં તે વખતે આવતું કે કેશ્યસ ક્લે બહુ ટ્રેનિંગ નથી લેતો, લક બાય ચાન્સ જીતી જાય છે. કેશ્યસ એલેક્સ હેલીને કહે છે કે આવી છાપ હું જાણી જોઈને ફેલાવતો. મારી ટ્રેનિંગ જોવા માટે રિપોર્ટરો આવે ત્યારે હું જાણી જોઈને રમતરોળાં પર ઊતરી આવતો. સિરિયસ તાલીમ કોઈ દેખતું ન હોય ત્યારે જ લેવાની. આને લીધે તમારા ઓપોનન્ટ્સ અંધારામાં રહે.
કેશ્યસ ક્લે મુસ્લિમ બની ગયો છે. એવી જાહેરાત થયા પછી અમેરિકાના નૅશનલ બૉક્સિગં એસોસિયેશને એના પર પ્રતિબંધ મૂકવાની વિચારણા ચાલી રહી છે એવી ઘોષણા કરી હતી. જોકે, વખત જતાં વાત હવાઈ ગઈ. મુહમ્મદ અલી દારૂ પીતો નહીં, સિગરેટ પીતો નહીં. સેક્સ વિશે કહેતો કે બૉક્સિગંની ટ્રેનિંગની વાતો તમારા દિમાગ પર ચડી ગઈ હોય કે મૅચ રમવાની હોય તે ગાળામાં સેક્સનો વિચાર આવશે તો પથારી જ યાદ આવશે અને તમારું કૉન્સન્ટ્રેશન રિંગમાંથી હટીને બેડરૂમ તરફ જતું રહેશે. ૧૯૬૦ની રોમની ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી કેશ્યસ ક્લેએ ઈસ્લામ અપનાવ્યો. દારૂ- સ્ત્રીસંગ વગેરે પરિવર્તન ધર્મ બદલ્યા પછી આવ્યાં. મુહમ્મદ અલી બન્યા પછી એને લાગ્યું કે પાંચ વર્ષ પહેલાં જ મુસલમાન બની જવાનું હતું.
કેશ્યસ ક્લે નામનો અમેરિકન બ્લેક મુસલમાન બને એ ઘટનાનો ખૂબ વિરોધ થયો હતો એ જમાનામાં. મુહમ્મદ અલીએ આ વિરોધ સામે ઝૂકી જવાને બદલે અડીખમ રહીને લાગતાવળગતા સૌ કોઈને જડબાતોડ જવાબ આપીને આખીય પરિસ્થિતિને પોતાની તરફેણમાં કરી લીધી.
કરિયરનાં બેસ્ટ ત્રણ વર્ષ મુહમ્મદ અલીએ ગુમાવ્યા હોવા છતાં પ્રતિબંધ ઊઠી ગયા પછી એ ફરી એક વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો. અલીની લોકપ્રિયતા સર્વવ્યાપી હતી. બ્લૅક અમેરિકન્સ પર તો એની જબરજસ્ત છાયા હતી જ, ઓવરઑલ અમેરિકન્સ પણ એને પોતાની જનરેશનનો હીરો માનતા. એ ભડભડિયો હતો અને પોતાના વિશે સુપરલેટિવ વિશેષણો સિવાય વાત નહોતો કરતો અને એને પૂરો હક્ક હતો એ રીતે વર્તવાનો. પણ એ બીજાને ઉતારી નહોતો પાડતો એટલે સૌને ગમતો. આમાં અપવાદ બૉક્સિગંની રમતના એના હરીફો. જેની સામે લડવાનું હોય એને જાહેરમાં મગતરાંની જેમ ઉતારી પાડતો. આ એની સાયકૉલૉજિકલ ગેમ હતી. હરીફને પહેલો પંચ મારતાં પહેલાં જ હતોત્સાહ કરી દેવાનો. એનો આત્મવિશ્ર્વાસ તોડી નાખવાનો. કદાચ પોતાનો આત્મવિશ્ર્વાસ મજબૂત કરવાનો પણ આ તરીકો હતો. હરીફો માટે એ ભૂંડામાં ભૂંડાં વિશેષણો શોધી લાવતો.
ચોથી જુલાઈ, ૧૭૭૬ના દિવસે અમેરિકાને ઈંગ્લૅન્ડથી આઝાદી મળી. આઝાદી મળ્યાના પોણા બસો વર્ષ પછી પણ, ૧૯૬૦ના અરસામાં અમેરિકામાં બ્લૅક-અમેરિકનો સાથે ઓરમાયું વર્તન થતું રહેતું, અમેરિકન પ્રજાની આ પછાત મેન્ટાલિટીને જોતાં લાગે કે એ લોકોને તો ભારત વિશે કમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી. આઝાદીના અલમોસ્ટ સો વર્ષ પછી, ૧૮૬૧થી ૧૮૬૫ દરમ્યાન, અમેરિકન પ્રજા આપસમાં લડતી-સિવિલ વૉર કરતી. આઝાદી મળ્યાના અલમૉસ્ટ સો વર્ષ સુધી અમેરિકનો ગુલામો રાખતા, વેચતા-ખરીદતા.
મુહમ્મદ અલી ૧૯૬૪, ૧૯૭૪ અને ૧૯૭૮ – ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો. એની પરદાદી સેલી ઍન ક્લે મડાગાસ્કરની વતની હતી. ક્લે પરિવાર ગુલામોનો વંશજ હતો. મુહમ્મદ અલીની માતા કહેતી કે એ નાનો હતો ત્યારે એક વખત એક સ્ટોરમાં એને તરસ લાગી તો પાણી પીવા દીધું નહીં, કારણ કે અમે બ્લૅક હતા. આની એના પર ઊંડી અસર પડી. કૅશ્યસ ક્લેમાંથી મુહમ્મદ અલી બનતી વખતે એણે કહ્યું હતું કે મારી ગુલામીની સરનેમ ‘ક્લે’ને મેં પડતી મૂકી છે.
નાનપણથી એ અમેરિકાના કૅનટકી રાજ્યના લુઈવિલ શહેરમાં રહેતો. બાર વર્ષની ઉંમરે કૅશ્યસ ક્લેની સાઈકલ કોઈ ચોરી ગયું. પોલીસમાં ફરિયાદ કરતી વખતે એ બોલી ગયો, ‘એ ચોર સાલો પકડાશે તો હું એને બરાબરનો ઠોકીશ.’ પોલીસ ઑફિસર જૉ માર્ટિને એને સલાહ આપી કે ઠોકતા પહેલાં તું બરાબર બૉક્સિગં કરતાં શીખી જા. જો માર્ટિન પોતે બૉક્સિગં કોચ હતો. એણે કૅશ્યસને શરૂનાં વર્ષોમાં ટ્રેઈન કર્યો. એમેટર તરીકે ૧૯૫૪માં અને પ્રોફેશનલ તરીકે ૧૯૬૦માં એણે પહેલવહેલી બૉક્સિગં મૅચમાં ભાગ લીધો. એનો જન્મ ૧૯૪૨માં થયો હતો એ યાદ હશે તમને. વતન લુઈવિલમાં એના અંતિમસંસ્કાર થયા. એના કૉફિનને વિલ સ્મિથે પણ ખભો આપ્યો. વિલ સ્મિથે મુહમ્મદ અલી પર ૨૦૦૧માં બનેલી વન ઑફ ફિલ્મ્સ ‘અલી’માં આ બૉક્સિગં ચૅમ્પિયનનો રોલ કરેલો. ઈન્સિડેન્ટલી, વિલ સ્મિથની બૉક્સિગંના સબ્જેક્ટ પરની નહીં પણ એક જુદા જ વિષય પરની ફિલ્મ ‘પર્સ્યુટ ઑફ હેપીનેસ’ જિંદગી સામે ઝઝૂમવાની ફિલ્મ છે. મુહમ્મદ અલી પર નહીં પણ બીજા એક જાણીતા અમેરિકન બૉક્સર જેમ્સ બ્રેડોક વિશેની રસેલ ક્રોના અભિનયવાળી ફિલ્મ ‘ધ સિન્ડ્રેલામૅન’ પણ લાઈફના અપ્સ ઍન્ડ ડાઉન્સ વિશેની ફિલ્મ છે. આમાં ઉમેરવાની ઍન્થની હૉપકિન્સની ‘ધ વર્લ્ડસ ફાસ્ટેસ્ટ ઈન્ડિયન’. આ ત્રણેય ફિલ્મો એકબીજા કરતાં સાવ જુદી છતાં કોઈ એક તંતુ આ ત્રણેયને જોડી રાખે છે. જિંદગી જીવવાની હામ પાછી મેળવવી હોય તો આ ત્રણેય ફિલ્મો બૅક ટુ બૅક જોઈ લેવી. મુહમ્મદ અલી વિશેની બાકી રહેલી વાત આવતા અઠવાડિયે પૂરી કરીશું.
સાયલન્સ પ્લીઝ!
સવારે ઊઠીને કોઈ એક પોઝિટિવ વિચાર સાથે પથારીમાંથી બહાર નીકળો, આખો દિવસ સારો જશે.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો