(ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ. શનિવાર, 8 નવેમ્બર 2025)
સુભાષચંદ્ર બોઝના મૃત્યુ પાછળ ઘેરાયેલું જાળું જવાહરલાલ નહેરુએ કે એમના અનુગામી વડાપ્રધાનોએ દૂર કર્યું નહીં. આ કામ નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી કર્યું. પાંચ વર્ષ પહેલાંની નેતાજી જયંતી (૨૩-૧-૨૦૧૬) થી એમણે કોંગ્રેસ સરકારે દબાવી રાખેલા દસ્તાવેજો પ્રજા સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. આ તમામ દસ્તાવેજો રાષ્ટ્રીય અભિલેખાગાર (નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા)ની વેબસાઈટ નેતાજી પેપર્સ ડોટ ગવ ડૉટ ઈન પર ઉપલબ્ધ છે. ૧૯૪૫ની ૧૮ ઑગસ્ટના રોજ તે વખતે જાપાનના તાબા હેઠળના તાઈવાનમાં ૪૮ વર્ષની ઉંમરે વિમાન અકસ્માતમાં ગુજરી ગયેલા સુભાષચંદ્ર બોઝના મૃત્યુની હકીક્તને નહેરુની સરકારે વર્ષો સુધી રહસ્યના જાળામાં ગૂંથી રાખી. આનું એક કારણ હતું. સુભાષબાબુના અપમૃત્યુને સ્વીકારવા ઘણા લોકો તૈયાર નહોતા. સુભાષબાબુ હજુ જીવે છે અને તેઓ પોતાના કુટુંબીજનો તથા નિક્ટના સહકાર્યકરોના સંપર્કમાં છે એવી વાતો ચાલતી. આ અફવાઓમાં જો તથ્ય હોય તો નહેરુ માટે, એમની સરકાર માટે જોખમ ઊભું થાય એવો એ વખત હતો. પોતાનું આસન ડોલાયમાન ન થાય એની સાવચેતીરૂપે નહેરુએ સુભાષબાબુના કુટુંબીજનો તથા નિકટના સાથીઓ પર નજર રાખવાનું નક્કી કર્યું હતું. નહેરુ સરકાર દ્વારા આવું દુષ્કૃત્ય થતું હોવાના સત્તાવાર દસ્તાવેજો ઉપલબ્ધ છે.
એક જમાનામાં મિત્રો રહી ચૂકેલા નહેરુ-સુભાષના માર્ગો વખત જતાં ફંટાઈ ગયેલા. એનું મુખ્ય કારણ ગાંધી-સુભાષ વચ્ચેના તાત્ત્વિક મતભેદો હતા. ૧૯૩૮ અને ૧૯૩૯માં કૉંગ્રેસપ્રમુખ તરીકે ચૂંટાયેલા સુભાષબાબુને ૧૯૩૯ના મધ્યમાં કૉંગ્રેસના નેતાપદેથી હટાવી દેવાની તજવીજ થઈ.૧૯૪૦માં બ્રિટિશ સરકારે એમને નજરકેદ કર્યા જ્યાંથી તેઓ ભાગી છૂટયા અને ૧૯૪૧ના એપ્રિલમાં એમણે જર્મનીમાં દેખા દીધી. છ જ મહિનામાં એમણે જર્મન સરકારના ખર્ચે બર્લિનમાં ઈન્ડિયા સેન્ટરની સ્થાપના કરીને ફ્રી ઈન્ડિયા રેડિયોના નામે રાત્રિ પ્રસારણ શરૂ કર્યું. ૧૯૪૩ના ફેબ્રુઆરીમાં જર્મન સબમરીનમાં પ્રવાસ કરીને તેઓ મડાગાસ્કર આવ્યા અને ત્યાંથી જાપાનીઝ સબમરીનમાં બેસીને ૧૯૪૩ના મે માં સુમાત્રા આવ્યા. તે વખતે સુમાત્રા જાપાનના કબજામાં હતું.
જાપાનના સહકારથી સુભાષબાબુએ ઈન્ડિયન નેશનલ આર્મીને પુર્નજીવિત કર્યું. બ્રિટિશ રાજની પ્રચંડ શક્તિ સામે સુભાષબાબુના સૈન્યનું જોર નહિવત્ હતું. તે વખતે રશિયા બ્રિટનની વિરુદ્ધ જઈ રહ્યું હતું. એટલે સુભાષે જાપાનથી રશિયા જવાનો પ્લાન બનાવ્યો. ૧૯૪૫ની ૧૮મી ઑગસ્ટે બપોરે અઢી વાગ્યે કેટલાક બીજા મુસાફરો સાથે સુભાષબાબુ તાઈવાનની તાઈહોકુ લશ્કરી હવાઈપટ્ટી પરથી એક બૉમ્બર વિમાનમાં બેઠા. મંચુરિયામાં સોવિયેત લશ્કર સાથે થઈ ચૂકેલી જાપાનની વાટાઘાટ મુજબ આ વિમાનમાં સુભાષબાબુએ ત્યાં પહોંચવાનું હતું.
પ્લેન ટેકઑફ થયું કે થોડી જ વારમાં અંદર બેઠેલા મુસાફરોએ એન્જિન બૅકફાયર થતું હોય એવો જોરદાર ધડાકો સાંભળ્યો. નીચે હવાઈ પટ્ટી પર ઊભેલા કેટલાક મિકેનિકોએ વિમાનમાંથી કશુંક નીચે પડયું હોય એવું જોયું. વિમાનનું ડાબી તરફનું એન્જિન અને પ્રોપેલર છૂટું પડીને ભોંયભેગું થયું કે તરત જ વિમાને જમણી તરફ વણાંક લઈ ચકરી ખાધી અને જમીનદોસ્ત થઈ ગયું. બે ટુકડા થઈ ગયા. ધડાકો થયો. આગની જવાળાઓમાં લપેટાઈ ગયું. અંદર ચીફ પાયલટ, કો પાયલટ અને લેફટન્ટ જનરલ ત્સુનાસાલા શિડેલ હતા. શિડેલ જાપાનીઝ કવાન્તુન્ગ આર્મીના વાઈસ ચીફ ઓફ સ્ટાફ હતા. એમણે જ રશિયન લશ્કર સાથે સુભાષબાબુ વતી મંત્રણાઓ ચલાવી હતી. એ તરત જ ગુજરી ગયા.

સુભાષચંદ્ર બોઝની સાથે એમના સાથી હબિબુર રહમાન હતા. રહમાન આઘાતથી સુધબુધ ગુમાવી બેઠા. સુભાષબાબુ હોશમાં હતા, એમને થયેલી ઈજાઓ જીવલેણ નહોતી પણ એમનું શરીર વિમાનના બળતણથી ભીંજાઈ ગયું હતું. થોડી સેકન્ડ બાદ રહમાન હોશમાં આવ્યા. બંનેએ વિમાનના પાછલા દરવાજેથી બહાર નીકળવાની તનતોડ મહેનત કરી પણ વચ્ચે પડેલા સામાનને લીધે દરવાજા સુધી પહોંચી શકાયું નહીં. છેવટે આગલા દરવાજેથી બહાર નીકળવાનું જોખમ લેવાનું નક્કી કર્યું. જોખમ એટલા માટે કે એ દરવાજો આગની જવાળાઓમાં લપેટાયેલો હતો.
આ તરફ હવાઈ પટ્ટી પરના કેટલાક કર્મચારીઓએે જોયું કે બે વ્યક્તિઓ વિમાનના આગલા દરવાજેથી બહાર નીકળી રહી હતી જેમાંની એક વ્યક્તિ ભડભડ બળી રહી હતી. સુભાષબાબુના પેટ્રોલથી ભીંજાયેલાં કપડાંનું આ જીવલેણ પરિણામ હતું. રહમાન અને બીજાઓએ સુભાષબાબુના શરીરને ઘેરી વળેલી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પણ એમનો ચહેરો તથા એમનું માથું આગની જવાળાઓથી અલમોસ્ટ ભડથું થઈ ચૂકયું હતું. એક ટ્રક આવી. એમાં સુભાષબાબુને દક્ષિણ તાઈહોકુની નાનમોન મિલિટરી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બપોરે ત્રણ વાગ્યે હૉસ્પિટલના ઈન્ચાર્જ ડો. તાનેયોશી યોશિમિને ફરજ પર બોલાવવામાં આવ્યા. હૉસ્પિટલ પહોંચ્યા સુધી સુભાષબાબુ હજુ હોશમાં હતા. એમના શરીર પરનાં તમામ વસ્ત્રો દૂર કરી દેવામાં આવ્યા હતા. શરીરે ધાબળો વીંટાળવામાં આવ્યો હતો.
ડૉક્ટરે સુભાષબાબુને તપાસ્યા. શરીરનાં છાતી સહિતનાં ઘણાં અંગો થર્ડ ડિગ્રી જેટલું દાઝી ચૂક્યા હતા. ડૉકટરને શંકા હતી કે આ દર્દી જીવશે કે નહીં. સુભાષબાબુના શરીરે રિવામોલ નામનું ડિસ્ઈન્ફેક્ટન્ટ લગાડવામાં આવ્યું. પછી એક સફેદ મલમ લગાડીને પાટા બાંધવામાં આવ્યા. ત્યારબાદ ડૉ.યોશિમિએ વિટા કેમ્ફરનાં ચાર ઈન્જેકશન અને ડિજિટામાઈનના બે ઈન્જેકશન આપ્યાં આ બેઉ પ્રકારનાં ઈન્જેકશન આપ્યા પછી સુભાષબાબુના નબળા પડતા જતાં હૃદયને ફરી પૂર્વવત કરી શકાશે એવી ડૉકટરને આશા હતી. આ ઈન્જેકશનો ત્રીસ-ત્રીસ મિનિટના અંતરે આપવામાં આવતાં હતાં. દાઝવાને કારણે શરીરમાનું પ્રવાહી ઝડપભેર ઘટતું જતું એટલે નસ દ્વારા બાટલા ચઢાવવાનું શરૂ થયું. આ ઉપરાંત લોહી પણ ચઢાવવામાં આવ્યું. આટલી ઈજાઓ પછી તથા સારવાર દરમ્યાન પણ સુભાષબાબુ હોશમાં હતા. ડૉકટરોને એમની જિજીવિષા તથા વિલ પાવર માટે માન અને આશ્ચર્ય થતું રહ્યું.
થોડા કલાક બાદ, રાત્રિના ૯ અને ૧૦ની વચ્ચે સુભાષબાબુએ છેલ્લા શ્વાસ લીધા. એમના અંતિમ સંસ્કાર બે દિવસ બાદ ૨૦ મી ઑગસ્ટે તાઈહોકુના સ્મશાનમાં કરવામાં આવ્યા. ૭મી સપ્ટેમ્બરે લેફ. તાત્સુઓ હાયાશિદા નામના જપાનીઝ લશ્કરી અકબરે સુભાષબાબુનાં અસ્થિ ટોકિયો પહોંચાડયા અને એ પછીના દિવસે ટોકિયોના ઈન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગના પ્રમુખ રામ ર્મૂિતને એ અસ્થિ સોંપવામાં આવ્યા.૧૪મી સપ્ટેમ્બરે ટોકિયામાં સુભાષબાબુના આત્માની સદગતિ માટે પ્રાર્થનાવિધિ થઈ અને એના થોડા દિવસ બાદ ટોકિયોના રેન્કોજી બૌદ્ધ મંદિરના પૂજારીને એ અસ્થિ સોંપવામાં આવ્યાં. હજુ એ ત્યાંજ છે.
ગાંધીજી સાથેના મતભેદને લીધે ગાંધી અનુયાયીઓ, નેહરુ સહિતના ગાંધીવાદીઓ, સુભાષચંદ્ર બોઝ માટે તીવ્ર અણગમો ધરાવતા થઈ ગયેલા. આ બાજુ ભારતના આ વીર સપૂતના અણધર્યા મોતની આસપાસ જાળું ગૂંથીને સુભાષબાબુના તે વખતના સાથીઓએ આ મહાપુરુષના નામને વટાવી અને ખાવાનો પ્રયત્ન કર્યો. આ ચાહકો અને પેલા ગાંધીવાદી દુશ્મનો વચ્ચે સાચા સુભાષબાબુ ખોવાઈ ગયા.
ભારતનું કમનસીબ છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત બીજા અનેક સ્વાતંત્ર્યવીરોએ આપેલાં બલિદાનો આઝાદી પછીના સાત-સાત દાયકાઓ સુધી ભૂલાવી દઈને માત્ર ગાંધીજીએ જ આઝાદી માત્ર ગાંધીજીએ જ આઝાદી માટે લડત ચલાવી હોય એવું પુરવાર કરવાના પ્રયાસ રૂપે એમના ફોટાવાળી જ ચલણી નોટો છપાતી રહી. ડિમોનેટાઈઝેશન વખતે પરિસ્થિતિનો લાભ લઈને સુભાષબાબુ, સરદાર વલ્લભભાઈ અને આંબેડકરના ફોટાવાળી કરન્સી નોટો મૂકી દેવાની હતી!
સુભાષગાથા અહીં પૂરી થાય છે.
આજનો વિચાર
જિંદગીમાં ખરી મઝા એવાં કામ કરવાની આવે છે, જે કામ તમે ક્યારેય નહીં કરી શકો એવું બીજાઓ સતત કહેતા હોય છે.
– જે એફ. કેનેડી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













