( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 10 ઑગસ્ટ 2025)
ટીન એજર બનતાં જ છોકરાઓ રોમેન્ટિક ખ્વાબ જોતાં થઈ જાય છે. કશું ખોટું નથી એમાં. ખ્વાબ જોવાની અને રોમાન્સ કરવાની ઉંમર શરૂ થઈ રહી હોય ત્યારે એ જ કરવાનું હોય. પણ ટીન એજ પૂરી થતાં જ એ લગ્નનાં ખ્વાબ જોવા માંડે છે. રોમાન્સ કે પ્રેમની પરાકાષ્ઠા લગ્ન જ હોય એવું છોકરાઓના તેમ જ છોકરીઓના મનમાં કોણે ઘૂસાડ્યું હશે કોને ખબર? માબાપે? ફિલ્મો અને નવલકથાઓએ? સમાજે? ભગવાન જાણે.
અને જે પ્રેમ લગ્ન સુધી નથી પહોંચતો તે નિષ્ફળ છે એવું ભૂસું પણ ટ્વેન્ટી પ્લસના છોકરાઓમાં ભરાઈ ગયું હોય છે. આ પણ એક મિથ છે એવું એને કોઈ કહેતું નથી. છોકરો/છોકરી પૈણું પૈણું કરે તે પહેલાં એને ઉપરની આ બે વાત સજ્જડપણે સમજાવવી જોઈએ, પ્રેમથી એના ગળે ઉતારવી જોઈએ અને આમ છતાં ૧૮ કે ૨૧ વર્ષની લીગલ ઉંમર પછી એણે પરણવું જ હોય તો આટલા મુદ્દાનો વિસ્તાર કરીને, દાખલા દલીલ સાથે ચર્ચા કરીને એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ:
૧. પરણવાની ઉંમર છોકરી માટે ૧૮ની કે છોકરા માટે ૨૧ની છે એનો અર્થ એ નથી કે અઢાર કે એકવીસ વર્ષે કે તે પછી તરત જ પરણી જવું કમ્પલસરી છે. કાયદાની દૃષ્ટિએ આ મિનિમમ ઉંમર છે અને લીગલી મૅરેજ માટેની કોઈ મેક્સિમમ ઉંમર નથી.
૨. લગ્ન કરવા ફરજિયાત નથી. અપરિણીત રહેવું કોઈ ગુનો નથી. અપરિણીત રહેવું એટલે પોતાની જવાબદારી લાઈફટાઈમ જાતે ઉઠાવવી અને બીજાઓની જવાબદારી ઉઠાવવાની જંજાળમાંથી મુક્ત રહેવું.
૩. પરણ્યા ન હોય એવા લોકો એક જમાનામાં સમાજમાં શંકાની નજરે જોવાતા હશે. હવે જમાનો બદલાઈ ગયો છે. હવે તો હોમોસેકસ્યુઅલ્સ, લેસ્બિયન્સ કે ટ્રાન્સ્જેન્ડર્સને પણ તમે ધુત્કારી શકતા નથી, તમારે પરાણે એમનું માન જાળવવું પડે છે.
૪. ન પરણવું હોય તો લિવ-ઈનનો ઑપ્શન છે જ. અદાલતો પણ લિવ-ઈન રિલેશનશિપને અલમોસ્ટ મૅરેજનો દરજ્જો આપતી થઈ ગઈ છે.
૫. લગ્ન કરીને ઘર વસાવવાની હોંશ હોય એ સ્વાભાવિક છે. ઘર વસાવવું એટલે શું એની ખબર વીસ-બાવીસ વર્ષે ન હોય પણ ચાળીસ વર્ષે ઘરખર્ચ માટે કમાઈ કમાઈને કમર તૂટી જાય ત્યારે ખબર પડી જશે કે ઘર વસાવવું એટલે શું. યે તેરા ઘર, યે મેરા ઘર, યે ઘર બહોત હસીન હૈ જેવાં ગીતો ફિલ્મોમાં શોભે. વાસ્તવિકતા એ હોય છે કે માબાપે ઘર વારસામાં ન આપ્યું હોય તો એક અકેલા ઈસ શહર મેં, રાત ઔર દોપહર મેં આબોદાના ઢૂંઢતા હૈ, આશિયાના ઢૂંઢતા હૈ ગાવું પડતું હોય છે. અને ઈએમઆઈ પર ઘર લેતાં પહેલાં દસ વાર વિચાર કરવો કે આવતાં પંદર-વીસ વર્ષ સુધી માસિક કમાણીમાંથી આટલી કપાત થઈ જશે તે પરવડવાની છે?
૬. બે વ્યક્તિ ચોવીસે કલાક અને ત્રણસો પાંસઠ દિવસ આખી જિંદગી એકબીજાની સાથે સુખેથી રહી શકે એ અસંભવ છે. આ અસંભવને સંભવ બનાવવા માટે તમારે કેટકેટલા કોમ્પ્રોમાઈઝ કરવા પડશે એની તમને ખબર છે? સેક્સનું – શરીરનું આકર્ષણ તો બહુ જલદી ઓસરી જવાનું છે. એ આકર્ષણ ઓસરી ગયા પછી તમને બંનેને એકસાથે રહેવાનું મન થાય એવાં બીજાં કયાં આકર્ષણો એકમેકમાં છે એની તપાસ ધીરજ રાખીને કરો.
૭. આય લવ યુ કહેનારા તો ઘણા મળી રહેશે. આય લવ યુનો મતલબ આય વિલ કન્ટિન્યુ ટુ લવ યુ ફોરેવર એવો નથી થતો. હું તને ચાહું છું અને હું તને આખી જિંદગી ચાહીશ એમાં ફરક છે. અને કોઈ તમને સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર પણ લખી આપે કે હું તને આખી જિંદગી ચાહીશ તોય તમે એના પર વખત આવ્યે વચનભંગ કે છેતરપિંડીનો દાવો નથી કરી શકવાના એ સમજવાનું હોય.
૮. લગ્ન કરીને તમે કોઈ વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાના છો અને બદલામાં એ પણ તમારી સ્વતંત્રતા પર તરાપ મારશે જ મારશે. તમે તૈયાર છો આના માટે? ના, પડશે તેવા દેવાશેની મેન્ટાલિટી અહીં નહીં ચાલે. લગ્નમાં ટ્રાયલ ઍન્ડ એરર મંજૂર નથી. ટ્રાયલ કરવા માટે તમારે લીગલી બંધાઈ જવું પડે અને પછી જો તમને લાગે કે આ તો એરર હતી તો એ એરર ઘણી મોંઘી પડવાની છે – ખાતરી ન થતી હોય તો લગ્નનું મુહૂર્ત કઢાવવા ગોર મહારાજને મળતાં પહેલાં કોઈ સારા ડિવોર્સ લૉયરને પૂછી લેજો.
૯. જેમ દરેક પ્રેમપ્રકરણનો અંત લગ્નમાં જ પરિણમે તે જરૂરી નથી એમ લગ્ન પછી દરેક ઝઘડાનો અંત ડિવોર્સમાં પરિણમે એ પણ જરૂરી નથી. ઝઘડાઓ કર્યા પછી તમને કેટલું જતું કરતાં આવડે છે, પ્રેસ્ટિજ ઈશ્યુ કે ઈગો પ્રોબ્લેમ બનાવ્યા વિના ફરી હસીખુશી જીવતાં આવડે છે કે નહીં અને સામસામી ચિક્કાર આક્ષેપબાજી થયા પછી, અઠવાડિયું અબોલા રાખ્યા પછી, એ જ વ્યક્તિની સોડમાં સૂઈને હૂંફ અનુભવતાં ફાવવાનું છે કે નહીં એવા સવાલોના જવાબ તમારે તમારી જાતને જ પૂછી રાખવાના.
૧૦. માબાપ બનવાની હોંશ બધાને હોય. પણ લગ્ન થઈ ગયાં એટલે પેરન્ટ્સ બનવું જ એવું જરૂરી નથી. પેરન્ટ્સ બનવું હોય જ તો પણ લગ્નનાં પહેલાં ત્રણ-પાંચ વરસમાં બચ્ચું કરી નાખવું જોઈએ એવી લોકોની સલાહ સાંભળીને એને અનુસરવું જરૂરી નથી. જેમ અપરિણીત રહીને ખુશ રહી શકાય છે એમ માબાપ બન્યા વિના પણ ખુશ રહી શકાય છે. બાળકનો જન્મ થાય છે ત્યારે તમારી આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે. કદાચ તમારા જીવનનો ધ્યેય પણ બદલાઈ જાય. શું તમે આ બધા માટે તૈયાર છો? વધારાના ખર્ચાઓનો તો સવાલ છે જ. એ ઉપરાંત સમય-શક્તિ પણ ખર્ચાવાનાં છે. જો તમારા જીવનનો ગોલ કંઈક એવો હોય જેમાં તમારે તમારાં તમામ સમય-શક્તિ-નાણાં તમારા પોતાનામાં જ ઈન્વેસ્ટ કરો તો જ એ ગોલ સુધી પહોંચી શકો તો બહેતર છે કે પતિ બનવાની કે પિતા બનવાની ઉતાવળ ન કરો. અને જો કરી જ દીધી હોય એવી ઉતાવળ તો ધીમે ધીમે એ બધી જવાબદારી સંકેલી લો અન્યથા પહોંચી રહ્યા તમે તમારા લક્ષ્ય સુધી.
પાન બનારસવાલા
મેં લીધેલા નિર્ણયો પાછળનાં કારણો સમજયા કર્યા વિના મારા વિશે અભિપ્રાય આપવાની તમારી કોઈ હેસિયત નથી.
-અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સારો લેખ છે. મુદ્દા યોગ્ય જ છે એમ બેમત નહીં.
પણ આજ ના જમાના માં અમુક અભિપ્રાય હિન્દુઓએ અપનાવવા જેવા નથી.
દા. ત. લગ્ન ન કરવા, બચ્ચાઓ ન પેદા કરવા વગેરે. એ બધું ચોપડી માં સારું લાગશે. પણ વ્યવહારિક રીતે અત્યારે જ્યારે ભારત અને આખી દુનિયા ની ડેમોગ્રાફી બદલવાનું કાવતરું ચાલી રહયુ છે, ત્યારે તો ખાસ જેટલા વધારે લગ્ન થાય અને છોકરાવ પેદા કરી શકાય એટલા પ્રયત્ન જરૂરી છે. હવે તો હમ દો, હમારે તીન તો રાખો.
બાકી વિધર્મીઓ ના છોકરાવ પણ મોટા થાય જ છે. અને આર્થિક અડચણ આપણા પૂર્વજો ને પણ રહેતી છતાં એ લોકો દોઢ ડાહ્યા લાઇબ્રંદુ નહોતા બનતા. આ બુદ્ધિજીવી ડાબેરીઓએ જ ભૂસું ભર્યું છે કે ઓછા બાળકોને વધુ સારી રીતે ભણાવી શકાય. કહેવાય છે ને કે ભગવાન બધાને ભૂખ્યો ઉઠાડે છે, પણ ભૂખ્યો સુવડાવતો નથી.
એક રીતે આપ પાર્ટી રભલે સૌથી ખરાબ હોય, કેજરૂદ્દીન હિન્દુ વિરોધી મુલ્લા હોય, પણ એમના મુદ્દાઓ એકદમ બરોબર છે. જેમ કે સસ્તું ભણતર, સસ્તી મેડિકલ. બીભત્સ ફિલ્મો ને કારણે હિન્દુ યુવા પરણતો નથી અને મોંથી શિક્ષણ મેડિકલ ના કારણે જ હિન્દુઓ બચા પેદા કરતા વિચારે છે.