( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 25 ફેબ્રુઆરી 2026 )
કલ્પના કરો કે તમને જેમને મળવાનું ગમે છે એવા મિત્ર તમારે ત્યાં મળવા આવે છે. પ્રસન્ન અને ખુશનુમા સવારે તમે દિલની વાતો શરૂ કરો છો. ત્યાં જ તેઓ તમારા અને એમના કૉમન એવા મિત્રો-પરિચિતોનું વાટવાનું શરૂ કરી દે છે. વાતાવરણ ઝેરીલું થઈ રહ્યું છે. આવી નેગેટિવ વાતોની એમની પાસેથી તમે અપેક્ષા રાખી નહોતી. આ મિત્રને કારણે અત્યારે તમારામાં પણ નરી નકારાત્મક્તા પ્રસરી રહી છે. શું કરશો તમે?
કોઈ અંગત મિત્ર બાર વર્ષે શુભ તહેવાર પ્રસંગે તમને બોલાવે છે અને તમે હોંશેહોંશે લાંબો, કંટાળાજનક પ્રવાસ કરીને પણ એમને ત્યાં જાઓ છો. પણ ગયા પછી ખબર પડે છે કે તમે જે લોકોને વર્ષભર ટાળો છો, જેમનાથી દૂર રહેવાનું પસંદ કરો છો, જેમની બધી જ બાબતની નેગેટિવ એટિટયુડ તમારા મિજાજને રાસ નથી આવતી તે આખી એમની મિત્રમંડળી પણ એ જ સમયે ઘરે આવી ચડે છે. આવું એક કરતાં વધારે વાર બને છે. અંગત મિત્રને ત્યાં શુભ પ્રસંગે જવું તમને ગમતું હોય છે, ખૂબ ઉમળકાથી તમે જતા હો છો. પણ અચૂક પેલી ટોક્સિક પ્રજા ત્યાં હાજર જ હોય અને તમારા કડક કાંજી કરેલા મૂડ પર પાણી ફરી જાય અને તમારે લોચા જેવા મન સાથે ઘરે પાછા ફરવું પડે. આવી પરિસ્થિતિ ટાળવા તમે શું કરો?

આ દુનિયા છે અને અહીં તમને ગમતા માણસો જ મળે એવું જરૂરી નથી. તમારે સ્વીકારવું જ પડે કે ડગલે ને પગલે તમને નેગેટિવ પ્રકૃત્તિના, ટોકિસક સ્વભાવવાળા, પંચાતિયા, નિંદાખોર અને બીજાઓને ઊતારી પાડીને પોતે મોટા બનવાની કોશિશ કરનારા લોકો મળવાના જ છે. આવા લોકો માટે તમે જેવા સાથે તેવા નથી થઈ શકવાના કૂતરો તમને કરડે એટલે તમે સામે કૂતરાને બટકું ભરવા જાઓ તો મૂર્ખા તમે પુરવાર થવાના.
શાંત ચિત્તે, જરા પણ અકળાયા વિના તમારે તમારી પ્રકૃત્તિને તમારા સ્વભાવને સહેજે ડિસ્ટર્બ કર્યા વિના આવી સિચ્યુએશન્સ ટેકલ કરવાની હોય.
ઉત્તમ એ છે કે આવા લોકોથી દૂર જ રહો. સીધા કે આડકતરા તમામ સંપર્કો કાપી નાખો. વોટ્સએપ કે ફેસબુક જેવાં માધ્યમો દ્વારા પણ એમની કોઈ વાતો તમારા સુધી ન પહોંચે એની તકેદારી રાખો અને અંગત મિત્રના શુભપ્રસંગે તેઓ મળવાના જ છે એવી ખાતરી થઈ ગયા પછી એવા પ્રસંગે હાજરી આપવાનું છોડી દો. કકળાટને સામે ચાલીને મળવા જવામાં કોઈ ડહાપણ નથી હોતું. એના બદલે એવા મિત્રોના શુભ પ્રસંગે જાઓ જ્યાં સમયના અભાવે જઈ શક્તા નહોતા અને જ્યાં એકઠી થતી એ મિત્રની મંડળીમાં તમારો પરિચય અપાયા બાદ સૌ કોઈ અડધા અડધા થઈ જતા હોય. તમારી આગતા-સ્વાગતા સરભરા મન મૂકીને થતી હોય અને વિદાય વખતે કમને છૂટા પડતા હોય એમ છેક નીચે સુધી તમને વળાવવા આવતા હોય.
ટોકિસક લોકો જ્યાં જમા થતા હોય ત્યાં જવાનું ટાળવાનો નિર્ણય લેવો એ કંઈ બહુ મોટી અઘરી વાત નથી. પણ તમારા જ આંગણે આવીને કોઈ એવી ઝેરીલી વાતો શરૂ કરે ત્યારે તમારે શું રિસ્પોન્સ આપવો? એક તો, એમની એવી વાતોમાં હાએ હા ન કરવી. અન્યથા તેઓ બીજી ચાર જગ્યાએ જઈને કહેશે કે તમે પણ એમની આવી વાતોને સમર્થન આપ્યું. દાખલા તરીકે બે મિત્ર તમારી સાથે ગપ્પાં મારતાં કહે કે ફલાણા જાણીતા કવિ પાસે તો તમારા જેવું અગાધ વાંચન છે જ ક્યાં? ત્યારે તમારે આવાં વચનોને તમારા માટેનાં વખાણ છે એવું માની લઈને એમને સમર્થન આપવાને બદલે કહેવાનું: ‘અરે ભાઈ, એ કવિને તો આજકાલ જે ટેલન્ટેડ યુવાન કવિઓ લખી રહ્યાં છે એ બધાની શ્રેષ્ઠ કવિતાઓ કંઠસ્થ છે. આપણું તો ગજું જ નહીં એવું’ આવું સાંભળીને તે ચૂપ થઈ જશે, અને તે ફરી કદાચ વાત ઉખેળે કે ફલાણા પબ્લિશર આ સ્વર્ગસ્થ લેખકનાં ચિક્કાર પુસ્તકો વેચે છે પણ એમના વારસદારોને રોયલ્ટી આપતા હશે ખરા? તમારે તરત જ આ મુદે ડાયવર્ટ કરવાનો અને કહેવાનું: સો ટકા આપતા હશે પણ જો ન આપતા હોય તો તમારા કે મારા પિતાનું શું જતું રહેવાનું છે? એમ કહીને કૃત્રિમ રીતે ખડખડાટ હસીને વાત બીજે વાળીને કોઈ સરસ મુદ સાથે સાંકળી લેવાની. અમુક મિત્રો સમજુ હોય છે કયાં કઈ વાત કરવી એવું ઈશારામાં જ સમજી જતા હોય છે. પણ ઈશારો કરવાની તસદી તમારે લેવી પડે.
નેગેટિવ માણસોથી બચવું, એમની વાતોથી તમારું માનસિક વાતાવરણ ખોરવાઈ ન જાય આ બધું એટલા માટે જરૂરી છે કે તમે રોજેરોજ, પ્રત્યેક પળે જીવનમાંથી શીખવા મળે એવી વાતો શોધતા રહો છો. એને તમારામાં ઊતારવાની કોશિશ કરતાં રહો છો; તમારા નિર્મળ અને શાંત જળમાં કોઈ કાંકરી નાખવાનો ચાળો કરે ત્યારે સર્જાતાં વલયો તમારી આ પ્રત્યેક પળની મહેનત પર પાણી ફેરવી દે છે.
આવી નકારાત્મકતાથી ઘેરાઈ જવાને બદલે થોડીક શક્તિ ખર્ચીને એનાથી દૂર રહેવું સારું. તમને પોતાને પણ કયારેક આવા ટોક્સિક વિચારો આવે તો એમાંથી ફંટાઈ જવાનું.
વચ્ચે મિત્રોના આગ્રહથી એમની સાથે એક હિંદી નાટક જોવા માટે ‘પૃથ્વી’ થિયેટરમાં ગયા. અતિ નબળું નાટક. છૂટયા પછી જમવા જતાં હતા ત્યારે એ નાટકનાં છોતરાં ફાડી નાખવાનું મન થતું હતું. પણ મારે એવી વાતો કરીને વાતાવરણને વધારે દૂષિત કરવું નહોતું. ત્યાં જ મિત્રપત્નીએ આ નાટક વિશે કંઈક ટિપ્પણ કરી અને મેં એક વાક્યમાં એનો એવો જવાબ આપ્યો જેમાં અમારા સૌનું ફસ્ટ્રેશન વ્યક્ત થતું હતું અને અમે સૌ હસી પડયાં, ખરાબ નાટક જોવાનો ભાર હળવો થઈ ગયો અને પછી જલસાથી સાથે જમ્યાં.
ક્યારેક બહુ હોંશથી બહાર કયાંક જમવા ગયા હોઈએ અને ન ભાવે, ક્યારેક ઘણી આશા રાખીને જોયેલી ફિલ્મ સાવ કચરો નીકળે કે ક્યારેક અતિ ઉત્સાહથી ખરીદેલું પુસ્તક વાંચ્યા પછી તદ્ન ખોખલું નીકળે ત્યારે ‘ઠીક છે, મારા ટેસ્ટનું નથી’ એમ કહીને આવા બેડ એક્સપીરિયન્સને તમારે તમારી પાછળ છોડી દેવાનો હોય. ભૂલથી કાદવમાં પડયા પછી તરત જ નહાઈ લેવાનું હોય, તમે કેવા દેખાઓ છો એ જોવા માટે અરીસા સુધી જવાનું કે સેલ્ફી લઈને બધાને ફોરવર્ડ કરવાની ન હોય.
સાયલન્સ પ્લીઝ!
લખાઈ ચૂકેલો દરેક શબ્દ તમારા માનસિક મૃત્યુ સામેની તમારી જીત છે.
– માઈકલ બ્યુટર
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













