અણગમો, ધિક્કાર અને બીજી લાગણીઓ : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 23 નવેમ્બર 2025 )

તહેવારોની સીઝન પૂરી થઈ ગઈ અને આપણે સારી સારી લાગણીઓ વહેંચી દીધી બધામાં. બાકી રહી ગયેલી ખરાબ લાગણીઓનું શું કરવાનું હવે?

હું તો કોઈનેય ધિક્કારી ન શકું – સારા દેખાવા માટે આવું કહેવાની ઘણાને આદત હોય છે. અણગમાની પરાકાષ્ઠા ધિક્કાર છે. જે વ્યક્તિને જીવનમાં બધું જ સારું સારું લાગતું હોય, જેને દરેક માણસ ભગવાનનું માણસ લાગતું હોય અને સમાજમાં, દુનિયામાં કે પોતાની આસપાસ ક્યાંય કશું જ ખોટું થઈ રહ્યું નથી એવી લાગણી જેનામાં રહ્યા કરતી હોય એવી વ્યક્તિને તમે ‘એ તો બિલકુલ સાધુ સમાન છે’ એવું કહેવા લલચાશો. પણ જરા ઊભા રહેજો. જે પોતાને અજાતશત્રુ માને છે એના દુશ્મનો નહીં હોવાનું કારણ એમની કાયરતા હોઈ શકે છે. પોતાનો કોઈ જ વિરોધી નથી એવો ફાંકો રાખનારી વ્યક્તિ કયારેય સાચા મુદ્દે ખોંખારો ખાઈને મત વ્યક્ત કરવામાં માનતી ન હોય એ શક્ય છે. જેને કોઈનાય માટે અણગમો પેદા ન થતો હોય એવી વ્યક્તિ વાસ્તવમાં બધા માટે સારો સારો અભિપ્રાય આપવાનો દંભ કરતી હોય એ શક્ય છે. કોઈકના માટે ખરો અણગમો પ્રગટ કરી થઈને એ માણસનો ખોફ વહોરી લેવાની હિંમત એમનામાં નથી હોતી.

સૌથી વધુ અણગમો તમને કેવી વ્યક્તિ પ્રત્યે હોય? જેઓ પોતે છે એના કરતાં મોટા દેખાવાનો પ્રયત્ન કરે એના પ્રત્યે. કરિયાણાવાળાનું બિલ ચાર મહિનાથી ચડી ગયું હોય અને મારે બીએમડબલ્યુ ખરીદવી કે મર્સિડીઝ એવું તમને પૂછતા હોય. કેટલાક લોકોને પોતાની પાસે જે કંઈ હોય એ બધું જ દેખાડી દેવાની હોંશ હોય છે: ગઈ કાલે જ અમિતભાઈ મુંબઈ આવ્યાં હતાં. ખાલી બે જ જણને મળવા માગતા હતા. મને અને ફડણવીસને. પણ ગઈ કાલે હું એટલો બિઝી હતો કે એમનાથી મને મળાયું જ નહીં. આવી વાતો બહુ જ સાહજિકતાથી તેઓ તમને કહી શકતા હોય છે. તમે તરત પ્રભાવિત થઈ જાઓ છો. બીજી જ સેકન્ડે તમને એમના આવા શૉ-ઑફ્ફ માટે અણગમો થવા માંડે છે. કેટલાકને પોતે કેટલા મોટા ઈન્ટલેક્ચ્યુઅલ છે એવું દેખાડવાની ભારે હોંશ હોય. પોતાનામાં કેટલી બધી બુદ્ધિ ઠાંસી ઠાંસીને ભરી છે એવા ગર્ભિત ઈશારા તેઓ તમારી સાથેની વાતચીતમાં દર ત્રીજા વાક્યે કરતા રહે. કોઈકે કહ્યું છે કે અક્કલ અંડરગાર્મેન્ટ્સ જેવી હોય છે, દરેકની પાસે હોવી જોઈએ પણ તે બીજાને દેખાડવાની ન હોય.

કેટલાક લોકો પોતે જ પોતાના પી.આર.ઓ. અને લાયઝન ઑફિસર હોવાના. પોતે કેટલા મહાન અને વગદાર છે એની વિગતો તમને એમની પાસેથી જ જાણવા મળે. કમનસીબે કોઈ ત્રીજી વ્યક્તિને એમની આવડી મોટી સિદ્ધિઓ વિશે જાણ નથી હોતી. એટલે એમણે જાતે જ પોતાને જે મળે એમની આગળ પોતાનાં ગુણગાન ગાવાં પડે: ગયા વર્ષે દિલ્હીવાળા પદ્મશ્રી મને જ આપવાના હતા, પણ છેક છેલ્લી ઘડીએ પેલાએ લંગર નાખ્યું, એવું વાતવાતમાં તેઓ તમને કહી દે. રાધર, આવું કહી શકે એ માટે જ એમણે પોતાની વાત શરૂ કરી હોય છે.

કેટલાક નબળા લોકો પોતાને કેટલા વાચકો વાંચે છે અને પોતે કેટલું સારું લખે છે એવાં અન્ય લોકો પાસેથી પડાવેલાં મૌખિક સર્ટિફિકેટો તમારી સાથેની એમની વાતચીતમાં તેઓ સતત ટિંગાડતા રહે છે: બક્ષી મને વારંવાર કહેતા કે જો તમે નિયમિત લખવાનું રાખશો તો પચ્ચીસ વર્ષ પછી ગુજરાતી સાહિત્યનો આ ગાળો તમારા નામના યુગ તરીકે ઓળખાશે, પણ શું કરીએ, બીજાં કામોમાં એટલો ગળાડૂબ થઈ ગયો છું કે લખવાનું છૂટી ગયું તે સાવ છૂટી જ ગયું.

કેટલાક વડીલોને કોઈ પણ મોટી વ્યક્તિનું નામ બોલાય ત્યારે ટાપસી પૂરવાની ટેવ હોય: ઓહો, કલ્યાણજીભાઈ ને? અમે બેઉ એક ગામના. ધીરુભાઈ? ઓહો, ભૂલેશ્ર્વરની ચાલીમાં અમે બાજુ-બાજુની રૂમમાં રહેતા, મૂકેશ-અનિલને અડધી ચડ્ડીમાં જોયેલા. અને અરવિંદ જોષી? શર્મન આવડો હતો ત્યારે જોયેલો એને. એ તો મારા ફાધરની ઑફિસમાં નોકરી કરતા. આવા ટાપશીખોરોને ચૂપ કરવાનો એક જ ઉપાય છે. એમનું વાક્ય પૂરું થાય કે તરત એમને પૂછવાનું: તે હેં, તમે ને કલ્યાણભાઈ એક જ ગામના, છતાં તમને મોઢેથી સરખી સીટીય વગાડતાં નથી આવડતું ને એ તો આવડા મોટા સંગીતકાર બની ગયા, એવું કેમ? ધીરુભાઈના તમે પાડોશી હતા ને અત્યારે એમના પેલા અડધી ચડ્ડીવાળા દીકરાઓ એન્ટિલા અને સી-વિન્ડમાં રહે છે જ્યારે તમે કેમ ભૂલેશ્ર્વરથી ભાયંદરમાં વન બીએચકેમાં રહેવા આવી ગયા? અરવિંદ જોષીનું નામ તો કાન્તિ મડિયા અને શૈલેષ દવેની હરોળનું ગણાતું પણ તમે કેમ હજુય ઉઘડતા પડદે ડ્રોઈંગ રૂમના સોફા પર ફટકો મારવાનાં પાત્રો કર્યા કરો છો?

પોતે કંઈક છે એવો અહેસાસ બીજાઓને સતત થતો રહે એવી વર્તણૂંકવાળા માણસો જોયા છે તમે? આવા લોકો પહેલાં, નવટાંક પીને પાશેરની ધમાલ કરનારા તરીકે ઓળખાતા. હવે એમને એન્ટિક્વિટી પીને બ્લૅક લેબલની ધમાલ કરનારા તરીકે ઓળખવા પડે. લગ્નના રિસેપ્શનમાં કે કોઈ પણ સમારંભમાં તેઓ દાખલ થતી વખતે એકાદ સ્ટ્રેટેજિક જગ્યાએ પહોંચીને પોતાની ચાલ એકદમ ધીમી કરી નાખશે. પછી મંદ ગતિએ ડાબી જમણી તરફ ગરદન ફેરવીને આંખનાં પોપચાં સહેજ નમાવીને કોઈ રાજવી પોતાની રૈયતને જોતો હોય એ રીતે નજર ફેરવશે. આપોઆપ એવી હવા ઊભી થઈ જશે કે આ ભાઈ કોઈ સિલેબ્રિટી હોવા જોઈએ. વાસ્તવમાં તેઓ કોઈ મામૂલી સંસ્થાના અતિ મામૂલી હોદ્દેદારથી વિશેષ કંઈ જ ન હોય.

આ પ્રકારની વ્યક્તિ અને આવા અનેક પ્રકારોની વ્યક્તિઓ કઈ રીતે ગમી શકે કોઈને? કેવી રીતે સહન પણ કરી શકે આવા લોકોને? આવી વ્યક્તિઓને આપણે ખાળી શકતા નથી ત્યારે તેઓ આપણી સાથેનો પરિચય આસ્તે આસ્તે વધારતા જતા હોય છે. આવું બને ત્યારે એમના માટેનો આપણો અણગમો ધિક્કારમાં પલટાઈ ન જાય તો જ નવાઈ. જો આવા લોકોને પણ તમે ધિક્કારી ન શકતા હો તો તમે સમજી શકો છો કે મને તમારા માટે કેવી લાગણી થવાની!

પાન બનારસવાલા

કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના.

– આનંદ બક્ષી

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here