( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 25 જાન્યુઆરી 2026)
સોરાબજી શાપુરજી બંગાળીનું નામ તમે નહીં સાંભળ્યું હોય પણ એક ગુજરાતી તરીકે તમારી પાસે એમના વિશેની જાણકારી હોવી જોઈએ. સોરાબજી એક જમાનાના અગ્રણી સમાજસુધારક હતા, સ્ત્રીકેળવણીના પ્રખર હિમાયતી હતા. ઈ.સ. ૧૮૩૦થી ઈ. સ. ૧૮૯૩ સુધીનો એમનો આયુષ્યકાળ. સોરાબજીએ ‘સ્ત્રીબોધ’ નામનું સામયિક ચલાવ્યું. દાદાભાઈ નવરોજીના હાથે સ્થપાયેલા વિખ્યાત પારસી ક્રાંતિકારી સામયિક ‘રાસ્ત ગોફ્તાર’ (અર્થાત્ સત્યવક્તા)ના માલિકોમાંના એક સોરાબજી હતા. થોડા સમય માટે એનું તંત્રીપદ પણ એમણે સંભાળ્યું. મુંબઈ શહેરના તેઓ શેરીફ હતા.
સોરાબજીએ કન્યાકેળવણી માટે ઘણી મોટી ઝુંબેશ ચલાવી. એ વખતના એમના સાથીઓ અને અંગત મિત્રો મહીમતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી અને કવિ નર્મદે પણ મહિલાશિક્ષણની આવશ્યકતા માટે ખૂબ પ્રયત્નો કર્યા. એ જમાનામાં છોકરીઓને ભણાવવાનું કહેવું કે વિધવાઓના પુનર્વિવાહની પ્રથા શરૂ કરવા પ્રચાર કરવો કે પછી વ્યાપાર કે શિક્ષણ માટે પરદેશ જવાની હિમાયત કરવી – આ બધાં પગલાં ખૂબ ક્રાંતિકારી ગણાતાં. સોરાબજી બંગાળીનો ૬૩ વર્ષનો આયુષ્યકાળ. ભારતની રાજકીય તેમ જ સામાજિક પરિસ્થિતિની દૃષ્ટિએ સંધિકાળ હતો. સોરાબજી મુંબઈમાં રહેતા અને એ વખતે મુંબઈ હિન્દુસ્તાનનું સૌથી અગત્યનું તથા પ્રગતિશીલ મથક હતું. અત્યારે પણ છે. મુંબઈ જેવા મુંબઈમાં પણ સોરાબજીના મિત્ર મહીપતરામ રૂપરામને ૧૮૫૯ના અરસામાં ન્યાતબહાર મૂકવામાં આવ્યા હતા. આજેય જોકે, પરિસ્થિતિ ઝાઝી બદલાઈ નથી. ડાબેરી રૂઢીવાદીઓના વિચારોને તાબે ન થનારા પ્રગતિશીલ સનાતનવાદીઓને આજેય ‘ન્યાતબહાર’ મૂકવામાં છે અને એમની આભડછેટ પાળવામાં આવે છે.
રાજકીય દૃષ્ટિએ એ ગાળો અગત્યનો હતો, કારણ કે ભારતના સ્વાધીનતા સંગ્રામનાં સૌપ્રથમ બીજ ત્યારે નખાયાં. ૧૮૫૭ના એ સંગ્રામ દરમ્યાન સામાજિક રૂઢિઓમાં ગાબડાં પડવાની શરૂઆત એ જ ગાળા દરમિયાન થઈ. અનેક સુધારાવાળાઓ બહાર આવ્યા. દેશના ખૂણે ખૂણે ડઝનબંધ પ્રગતિવાદીઓએ સ્વયંભૂ ઝુંબેશ ઉપાડી. આમાંના કોઈ એકને કારણે કોઈ ચોક્કસ સુધારો થયો એવું કહેવું મુશ્કેલ છે. પણ આ સૌએ અનાયાસે ભેગા થઈને સર્જેલા વાતાવરણના પ્રતાપે પ્રજાનો વિશાળ વર્ગ એમણે સૂચવેલા સુધારાઓને અમલમાં મૂકતો ગયો. સ્ત્રીઓ શિક્ષણ પામતી ગઈ, બાળલગ્નો ઓછાં થતાં ગયાં, વિધવા પુન:વિવાહની ઘટનાઓ વધી, વિલાયત જવાવાળાઓની ગણના ‘જ્ઞાતિગૌરવ’માં થવા માંડી.
રૂઢિઓ તોડવાનો અને નવી આબોહવામાં ઊછરતા વિચારોને અપનાવવાનો પડકાર ઝીલી લેનારાઓના પ્રતાપે આ બધું બનતું હોય છે. નવા પડકારો ઝીલનારાઓ વારેઘડીએ અસેસમેન્ટ કરવા રોકાતા નથી. ધાર્યું પરિણામ ન મળે તો પણ તેઓ પોતાની નિષ્ઠામાંથી ડગમગતા નથી. દરેક યુગને એની પોતાની સમસ્યાઓ હોવાની અને દરેક યુગને આ સમસ્યાઓ સુલઝાવવાનો પડકાર ઝીલી લેનારા મળી રહેવાના. વિખ્યાત ફ્રેન્ચ નાટ્યલેખક ઑન્તોના આખ્તૂએ એના કલેક્ટેડ વર્ક્સની પ્રસ્તાવનામાં લખ્યું છે: ‘માનવ વિષ્ટાની દુર્ગંધથી માથું ફાટફાટ થતું હોય ત્યારે આશ્ર્વાસન એટલું હોય છે કે આસપાસમાં ક્યાંક માનવવસતિ તો છે.’
પડકાર ઝીલી લેનારા તમામ નરબંકાઓ પ્રજાને દુર્ગંધમાંથી સુવાસ તરફ લઈ જનારા છે. અસત્યમાંથી સત્ય તરફ લઈ જનારા છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા છે. કોઈકે આ મતલબની સુંદર પંક્તિ લખી છે: ‘આરતીનો દીવો પ્રગટાવવા કોઈએ તો દીવાસળીની જેમ સળગીને ખાખ થઈ જવું પડતું હોય છે.’
પડકાર ઝીલી લેનારાઓએ પરિણામની દરકાર રાખ્યા વિના દીવાસળીની જેમ બળીને ખાખ થઈ જવાની નિયતિ સ્વીકારી લેવાની હોય છે. એમના થકી પ્રગટેલા દીવા અને એ દીવાઓની જ્યોતમાંથી જલતી બીજી અનેક જ્યોત સમાજને ઝળહળ કરતી રહે છે.
કવિ દલપતરામે રાણી વિક્ટોરિયાનાં વખાણ કરતી એક કવિતા લખી હતી: ‘હરખ હવે તું હિન્દુસ્તાન’. કવિ નર્મદે અંગ્રેજોની કદમબોસી કરતી આ કવિતા વાંચીને આગબબૂલા થઈને લખ્યું: ‘હમારી પાસે સ્વતંત્રતા મોટું ધન છે અને મોટી પદવી છે, જેની આગળ ખુશામત ધન અને ખુશામત પદવી કંઈ જ નથી.’
કવિ દલપતરામ જેવા કાલે પણ હતા, આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે. આ બધાની સામે આપણે ત્યાં સોરાબજી બંગાળી, મહીપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી અને કવિ નર્મદ હતા, છે અને રહેશે.
નર્મદે ‘સુરતની મુખ્તેસરની હકીકત’માં સુરતની આગના સંદર્ભમાં લખેલું આ વાક્ય બીજા અનેક સંદર્ભોમાં પણ સાચું છે. એ કહે છે: ‘વખત, તું કેટલો કિન્નાખોર છે, કેટલો ઘાતકી છે?
સમય હંમેશાં કિન્નાખોર અને ઘાતકી હોય છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ સમય કરતાં આગળ ચાલતા હોય.
પાન બનારસવાલા
લખાઈ ચૂકેલો દરેક શબ્દ તમારા માનસિક મૃત્યુ સામેની તમારી જીત છે.
– માઈકલ બ્યુટર
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













