વચનપાલન અને વચનભંગ – સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 2 ફેબ્રુઆરી 2025)

વરસો પહેલાં ટીવી પર ઈન્ટરવ્યૂ વખતે એક વખત રતન ટાટાને પૂછાયું હતું: ‘તમે જે બોલો છો તે પાળી બતાવો છો. તમારા મિત્રોમાં, તમારા સાથીઓ અને બિઝનેસ સર્કલમાં તમારું વચનપાલન વખણાય છે. આનું કારણ શું?’

રતન ટાટાએ કહ્યું હતું કે, ‘હું કોઈ વખત ખોટાં પ્રોમિસ આપતો નથી અને જ્યારે પણ કોઈ વાતનું વચન આપું છું ત્યારે તેનું સો ટકા પાલન કરું છું.’

રતન ટાટા જેવા મોટા માણસોને વચનો આપવાનું પોસાય અને આપ્યા પછી પાળવાનું પણ પોસાય. તમને કોઈએ તમારા ટ્રાવેલ એજન્ટ થ્રુ એરલાઈન્સનું બુકિંગ કરાવવાનું કામ સોંપ્યું હોય અને ફ્લાઈટ ફુલ્લી બુક્ડ હોય ત્યારે તમારે સૉરી, તમારું કામ નથી થઈ શક્યું એવું કહીને તમારા વચનભંગ બદલ દિલગીરી દેખાડવી પડે. રતન ટાટાની બાબતમાં આવું ન બને. તેઓ પોતાની વગ વાપરીને કોઈપણ ભોગે કન્ફર્મ્ડ ટિકિટ ખરીદી લે અને ના જ મળે એમ હોય તો આખું પ્લેન ભાડે કરી લે.

પાળી શકાય એવાં વચનો મોટાભાગના માણસો પાળતા જ હોય છે. અને આ જ માણસો ન પાળી શકાય એવાં વચનો આપીને પોતાનો ટ્રેક રેકૉર્ડ ખરાબ કરતા હોય છે. આનો ઉપાય શું? વચનો આપવામાં કન્ટ્રોલ રાખવો. તમારે તો રાખવો જ હોય છે પણ લોકો નથી રાખવા દેતા. પરાણે તમારી પાસે કબૂલ કરાવે છે કે એમનું અમુક કામ તમે કરશો જ કરશો. એક મિત્રે જૂની મજાકનું પુનરાવર્તન કરતાં કહ્યું કે ૨૦૨૫ના વર્ષમાં સંકલ્પ એ કરવાનો કે હવેથી કોઈ સંકલ્પ કરવો નહીં. મેં એમાં સુધારો કરતાં સૂચવ્યું કે સંકલ્પ એ કરવાનો કે તમારી પાસે કોઈ સંકલ્પ કરાવી ન જાય.

એક નાની અમથી ના પાડી દેવાથી અને એ ‘ના’ને વળગી રહેવાથી માણસ કેટલી બધી આપત્તિઓમાંથી ઉગરી જાય છે. પણ બીજા લોકોને એ પસંદ નથી હોતું. તેઓ તમારી પાસે વારાફરતી દરેક પ્રકારનાં દબાણ અજમાવીને હા પડાવી લે છે – તમારી પૂરેપૂરી નામરજી હોવા છતાં. એ પછી જ્યારે તમે, પરાણે લેવાયેલું, આ વચન નથી પાળતા ત્યારે તમને બદનામ કરવામાં એ લોકો કોઈ કસર બાકી રાખતા નથી. માટે જ, કોઈ પણ દબાણને વશ થઈને કોઈકને ઝટ દઈને હા પાડી દેવી નહીં.

પણ આ વાત લખવી જેટલી સહેલી છે એટલી જ વ્યવહારમાં ઉતારવી મુશ્કેલ છે. સામેની વ્યક્તિના આગ્રહને શરણે ન જવાની મક્કમતા કેળવવાની કળા રાતોરાત આવડી જતી નથી. એ માટે થોડી ધીરજ કેળવીને આ આખીય રમતના કાવાદાવા સમજી લેવા પડે.

સામેની વ્યક્તિ શા માટે તમને આગ્રહ કરી રહી છે, તમારા પર દબાણ કરી રહી છે એનાં કારણો સમજવાં જોઈએ. કેટલાક લોકો તમારી પાસે હા પડાવવા લાગણીનું હથિયાર વાપરતા હોય છે, તો કેટલાક ગર્ભિત ધમકીઓ દ્વારા તમારી પાસે પોતાનું કામ કરાવી જતા હોય છે. કેટલાક ‘જોઈશું’ જેવા તમારા નૉન-કમિટલ જવાબને ‘થઈ જશે’ માની લે છે. જાણી જોઈને માની લે છે, જેથી કામ ન થાય ત્યારે તમારા પર તેઓ ચઢી બેસે.

તમે કશુંક કામ કરી આપો એવો આગ્રહ કરવા પાછળનો સામેની વ્યક્તિનો આશય શંકાસ્પદ જણાય ત્યારે સાવધ થઈ જવું. તમારો સમય, તમારાં સાધનો અથવા તમારાં નાણાંને તમે એમના માટે વાપરવા તૈયાર હો તો જ તમારાથી હા પાડી શકાય. તમે જ્યારે કોઈકનું કામ કરવા તૈયાર થઈ જાઓ છો ત્યારે ઉત્સાહમાં આવીને ખૂબ બધી જવાબદારી ઉપાડી લેવાની આતુરતા દેખાડો છો. સામેવાળી વ્યક્તિ આવા સમયે તમારી સામે ગાજર લટકાવી રાખે છે કે આ કામ તમે તેમનું કરશો તો બીજાઓ આગળ તમે કેટલા મહાન ગણાશો. જશ લેવાની લાલચમાં તમે તમારો ઉપયોગ થવા દો છો અને જે ઘડીએ ખ્યાલ આવે કે કોઈ તમને વાપરી રહ્યું છે તે જ ઘડીએ તમે એ કાર્યમાંથી પીછેહઠ કરો છો. તમારી પાસેથી વચન પડાવી જનારાઓ તમને બદનામ કરતા થઈ જાય છે કે તમે વચનપાલનના આગ્રહી નથી.

સર્વોત્તમ એ છે કે નફ્ફટ થવું પડે તો ભલે પણ પ્રથમ સૂચન વખતે જ ના પાડી દેવી કે સૉરી, મારાથી આ કામ નહીં થાય. તમારી આટલી અમથી ના સાંભળીને સામેની વ્યક્તિ તમારી સાથે સંબંધ ન રાખે કે ઓછા કરી નાખે તો માનવું કે આ સંબંધો આવા જ કોઈ અંજામને લાયક હતા, એમાં અફસોસ કરવા જેવું કંઈ નથી.

એક વખતની ના તમારી આવનારી ઘણી આપત્તિઓને દૂર ભગાડી દે છે. તમારી પ્રાયોરિટી ક્યાં છે એ નક્કી થશે તો આપોઆપ ના પાડવાની કળા હસ્તગત થઈ જશે.

પાન બનારસવાલા

નઠારા લોકોને સહન કરવા એ ગુનો કહેવાય.

– ટૉમસ માન
(જર્મન નવલકથાકાર: ૧૮૭૫-૧૯૫૫).
• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here