(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : સોમવાર, 7 ઑક્ટોબર 2024)
આજે ઈઝરાયલ પર આતંકવાદી સંગઠન હમસ દ્વારા થયેલા હુમલાની વરસી છે. 2023ની 7મી ઑક્ટોબરે હમસે દક્ષિણ ઇઝરાયલ પર કાળો કેર વર્તાવીને 1,200 નિર્દોષોને મારી નાખ્યા અને 251નાં અપહરણ કરીને એમને બંધક બનાવીને ગાઝા પટ્ટીમાં બાનમાં રાખ્યા.
એ પછી આખા વર્ષ દરમ્યાન ઇઝરાયલે આ આતંકવાદીઓને અને એમની સપોર્ટ સિસ્ટમને ધ્વસ્ત કરવા માટે જલદ પગલાં લીધાં જેમાં લેબનોન અને ઇરાન પણ વાજબી રીતે ચપેટમાં આવી ગયા.
ઈઝરાયલે હમસના આતંકવાદ સામે પગલાં લઈને, જેવા સાથે તેવા થવાનું નક્કી કર્યું ત્યારે જગતભરના ડાબેરીઓ ઇઝરાયલના ‘હિંસક મિજાજ’ને વખોડવા લાગ્યા. ઇઝરાયલ પોતે જ આતંકવાદી રાષ્ટ્ર હોય તે રીતે તેઓ ઇઝરાયલના વળતા જવાબનો ભોગ બનેલા હમસના આતંકવાદીઓના મોત પર આંસુ સારવા લાગ્યા.
આંતરરાષ્ટ્રીય ડાબેરીઓએ ફેલાવેલી હવાનો નતીજો એ આવ્યો કે 7મી ઑક્ટોબર 2023ના દિવસે શું બન્યું હતું એ વિશે સામાન્ય નાગરિકને કશું યાદ નથી રહ્યું.
યાદ આવે છે, આવી જ ઘટના ભારતમાં બની હતી?
27 ફેબ્રુઆરી 2002નો દિવસ યાદ કરો.
અયોધ્યાથી અમદાવાદ પાછા ફરી રહેલા 59 હિંદુઓને ગોધરા સ્ટેશને મુસ્લિમ આતંકવાદીઓએ જીવતા સળગાવી દીધા હતા એ કાળો દિવસ યાદ છે?
એ પછી ગુજરાતમાં કેટલાક ઠેકાણે કોમી રમખાણો થયા, ઉશ્કેરાયેલા હિંદુઓએ વળતા જવાબરૂપે મુસ્લિમોને પાઠ ભણાવ્યો.
ભારતના ડાબેરીઓની નાગચૂડ જેમના પર છે તે મીડિયાએ 27મી ફેબ્રુઆરી 2002ની ઘટના ભુલાવીને માત્ર કોમી રમખાણોની ઘટનાઓને હાઈલાઈટ કર્યે રાખી. નતીજો એ આવ્યો કે ભારતની અદાલતો સહિત આંતરરાષ્ટ્રીય મીડિયા સુધીનાં તમામ ક્ષેત્રોમાં દૃઢ છાપ ઊભી થઈ કે ગુજરાતના હિંદુઓ આતંકવાદી છે અને તેઓ નિર્દોષ બિચારા મુસલમાનોનું જાતિનિકંદન કરવા માંડ્યા છે. ગુજરાતના બેઈમાન બુદ્ધિજીવીઓ, રાષ્ટ્રદ્રોહી લેખક-પત્રકારો અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરીને ગુજરાન ચલાવતા હિંદુદ્વેષીઓ તે વખતે ડિક્શનરીમાંથી બે શબ્દો લઈ આવ્યા હતા – પોગ્રોમ અને જેનોસાઈડ.
ડાબેરી બદમાશોની ઇકો સિસ્ટમ આજે પણ પાવરફુલ છે. ઇઝરાયલ અને હમસના દાખલામાં તમે જોઈ શકો છો. વિકિપીડિયા જેવાં અનેક માધ્યમો આ ડાબેરીઓનાં બગલબચ્ચાં છે. આજની તારીખે પણ તમે જોશો કે નરેન્દ્ર મોદીનું નામ કોઈ ગુગલ સર્ચ કરે એને વિકિપીડિયાની એન્ટ્રી તરત જ દેખાડવામાં આવે જેમાં ગોધરાના હિંદુ હત્યાકાંડનો કોઈ ઉલ્લેખ કર્યા વિના માત્ર તે પછી થયેલા કોમી રમખાણોની અર્ધસત્ય ભરેલી વાતો છે અને એ માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે એવા આપેક્ષો છે.
ડાબેરીઓ માત્ર જે સાચું છે, સારું છે, રાઈટ છે, તેના જ વિરોધીઓ નથી હોતા. તેઓ જે દેશમાં રહે છે તે દેશના દુશ્મન પણ હોય છે. પ્રેસિડન્ટ જો બાઈડન અને વાઈસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ જેવા ડાબેરીઓ અમેરિકાના દુશ્મન છે. આવું જ જર્મની, ફ્રાન્સ, યુ.કે. વગેરે માટે કહી શકો. તે ત્યાં સુધી કે ખુદ ઇઝરાયલમાં જે ડાબેરીઓ છે તેઓ પોતાની સરકારને પડખે રહેવાને બદલે હમસ જેવા આતંકવાદી સંગઠનોના સભ્યો માર્યા જાય ત્યારે આંસુ વહાવતા હોય છે.
ભારતના ડાબેરીઓનાં લક્ષણો પણ એવાં જ છે. આ ડાબેરીઓએ અંગ્રેજોની મદદથી ભારતનો વિકૃત ઇતિહાસ લખ્યો જે આપણે દાયકાઓ સુધી સ્કૂલમાં ભણતા રહ્યા. આ ડાબેરીઓએ તમામ સરકારી તંત્રમાં પોતાની જાળ બિછાવી, કળા-સાંસ્કૃતિક ક્ષેત્રે પગપેસારો કર્યો, સાહિત્ય અને મિડિયાના પવિત્ર વાતાવરણમાં ઉધઈ બનીને ત્રાટક્યા અને તમામ સિસ્ટમોમાંથી ભારતને ચાહનારા, ભારતની વિરાસતની રક્ષા કરનારા લોકોને સિસ્ટમથી બહાર તગેડી મૂક્યા. આજની તારીખે પણ મીડિયા તથા બ્યુરોક્રસી સહિતના હરએક ક્ષેત્રમાં પરિસ્થિતિ પેલા ફેમસ ફિલ્મી સંવાદ જેવી છે. ડાબેરીઓ ખુલ્લેઆમ કહેતા ફરે છે : ‘સરકાર ભલે એમની હોય, સિસ્ટમ તો આપણી છે.’
તો પછી સરકાર શું કરે છે? મોદી, ભાજપ, સંઘ શું કરે છે? આવું પૂછવાનો હક્ક તમને ને મને નથી. સરકાર વગેરે સૌ કોઈ જે કરવાનું છે તે કરે જ છે, તમારી કલ્પનામાં પણ ના હોય એવું ય ઘણું કરે છે.
પૂછવાનું એ છે કે આપણે શું કરીએ છીએ?

ડાબેરીઓની ઇકો સિસ્ટમનો પ્રભાવ અને ગેરિલા પદ્ધતિએ ચાલતી એમની લડાઈ માત્ર ભારતનો નહીં, દુનિયા આખીનો પ્રોબ્લેમ છે. અનેક દાયકા, કેટલાક સૈકાઓથી શરૂ થયેલો પ્રશ્ર્ન છે. રાતોરાત એ દૂર થવાનો નથી. તમારા જ પૈસે, તમારા જ સંસાધનો વાપરીને ખાઈપીને તગડા થયેલા ડાબેરીઓનો સર્વનાશ કરીને આ ધરતીને ચોખીચણાક કરવાનું ભગીરથ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે જેનું ભવ્ય પરિણામ આજે નહીં તો આવતી કાલે આપણે જોવાના જ છીએ. અત્યારે એ બાબતે કશું નથી થઈ રહ્યું એ છાપ ખોટી છે. નાળિયેર વધેરતી વખતે સાતમા પ્રયત્ને એની બે કાચલી છૂટી પડે ત્યારે એમાં ફાળો આગલી છ વાર એને પથ્થર પર પછાડવાના પ્રયત્નોનો પણ હોય છે. અગાઉના ભારતમાં ડાબેરીઓના પેસ્ટ કન્ટ્રોલ માટે ન તો ઝાઝી સમજ હતી, ન કોઈ પ્લાનિંગ. માત્ર ડાબેરીઓની ઠગવિદ્યાઓનાં પરિણામો સામે ફ્રસ્ટ્રેશન હતું. હવે નક્કર પગલાં લેવાઈ રહ્યાં છે. સોનિયારાજનાં દસ વર્ષ દરમ્યાન ફાટીને ધુમાડે ગયેલાં પ્રણવ રૉય, અરુંધતી રૉય અને તિસ્તા સેતલવાડ આજે ક્યાં છે? ગટરમાં પણ શોધશો તો ય નહીં મળે આ બધી જીવાતો.
તો કામ થઈ રહ્યું છે. પણ એની સાથે સાથે ડાબેરીઓ દ્વારા થતું નુકસાન પણ ચાલુ જ રહ્યું છે. સ્ટ્રોંગ જંતુનાશક દવાઓ એમને મારવા માટે વપરાય છે. છતાં તેની સામે બમણી સુરક્ષાવ્યવસ્થા ઊભી થાય તેવી ઇકો સિસ્ટમ જગતભરના ડાબેરીઓએ બનાવી છે. ડીડીટી સામે મચ્છરોએ ઇમ્યુનિટી કેળવી લીધી હતી તેવું જ ડાબેરીઓનું છે. જગત આખું અણુયુદ્ધોમાં નાશ પામશે ત્યારે પણ આ દુનિયામાં વાંદાઓ જીવતા રહેશે એવી ઇમ્યુનિટી સાધી લીધી છે એવું વૈજ્ઞાનિકો કહે છે. ડાબેરીઓ પણ આ કોક્રોચની પ્રજાતિના જ્ઞાતિબંધુઓ છે.
ડાબેરી ઇકો સિસ્ટમ સામે સરકાર શું કરે છે એવો સવાલ કરીને પલાયનવાદી થઈ જવાનો મતલબ નથી. આપણે શું કરી શકીએ એમ છે અને કેમ નથી કરતા એવા સવાલોના જવાબો મેળવવાના છે.
બે દાખલા લઈએ.
ગીતા પ્રેસ, ગોરખપુરે ભારતના ધાર્મિક-આધ્યાત્મિક વારસાને સાચવવા, આગળ વધારવા સેંકડો ગ્રંથોની કરોડો નકલ છેલ્લાં સો વર્ષ દરમ્યાન ભારતની અનેક ભાષાઓના વાચકો સુધી પહોંચાડવાનું જબરજસ્ત કામ કર્યું છે. ગીતા પ્રેસની શતાબ્દી ઉજવાય તે પ્રસંગે એની કામગીરીનાં ગુણગાન ગાતાં કેટલાં પુસ્તકો લખાયાં?
મારી પાસે એક પુસ્તક છે જે 2023માં ગીતા પ્રેસની શતાબ્દિની ધામધૂમથી ઉજવણી થાય તેના 8(આઠ) વર્ષ પહેલાં લખાયું છે. સવા પાંચસો પાનાંનું આ દળદાર પુસ્તક અક્ષય મુકુલે લખેલું છે જેનું શીર્ષક છે : ‘ગીતા પ્રેસ ઍન્ડ ધ મેકિંગ ઑફ હિંદુ ઇંડિયા’.
કેવું સરસ, તમે કહેશો.
આ પુસ્તકની લાંબીટૂંકી સમીક્ષા કરવાનો અહીં અવકાશ નથી એટલે એના કવર પેજ પર પુસ્તકનાં વખાણ કરતાં બે વાક્યો કોણે લખ્યાં છે તે જ જાણી લો, પુસ્તકની આખી કુંડળી મળી જશે.
‘અ રૅર ટ્રેઝર ટ્રોવ – અરુંધતી રૉય’ અને ‘અ પાવરફુલ ઍન્ડ ઓરિજિનલ વર્ક – રામચન્દ ગુહા’
રામચન્દ ગુહા અને અરુંધતી રૉય – આ બંને ભારતવિરોધી, સનાતનવિરોધી અને મુસ્લિમપ્રેમી સલીમ-અનારકલી છે જેમના પચ્ચીસ-ત્રીસ ચાહકો ગુજરાતના મીડિયામાં પણ છે. આ પુસ્તકમાં હિંદુવિરોધી ઝેર ઠાંસીઠાંસીને ભર્યું છે. સેક્યુલર બદમાશોની આ રીત છે – રૂપાળો રૂપેરી વરખ ચોંટાડીને ઝેરીલી કાજુ કતરીનું બૉક્સ હિંદુઓને ભેટ આપવાની એમની રસમ ખૂબ જૂની છે.
અંગ્રેજી પુસ્તકો પ્રગટ કરતી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કરેલા આ ગટરછાપ પુસ્તકને ક્વોટ કરીને વિકિપીડિયા સહિતના અનેક માધ્યમો થકી એવો સંદેશો વહેતો થયો કે ભારતમાં ‘હિંદુ કટ્ટરવાદ’ (હકીકતમાં હિંદુઓમાં કટ્ટરવાદ જેવું છે જ નહીં. મુસ્લિમપ્રેમી સેક્યુલરોએ પોતાના ફેનેટિઝમને ઢાંકવા માટે હિંદુઓ ઝનૂની હોય છે એવી હવા ફેલાવી છે) ફેલાવવામાં ગીતા પ્રેસ, ગોરખપુરનાં પુસ્તકોએ ફાળો આપ્યો છે.
આની સામે ગીતાપ્રેસ, ગોરખપુરના અમુલ્યા પ્રદાન વિશે ભારતની મોટા ગજાની કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થાએ કોઈ પુસ્તક પ્રગટ કર્યું છે? ના. હજુ સુધી નહીં. 2023માં વડાપ્રધાને શતાબ્દિ મહોત્સવમાં ભાગ લીધો તે પછી પણ નહીં. અને પેલા લોકોએ તો ઉજવણી શરૂ થાય તેના લગભગ એક દાયકા પહેલાં હવનમાં નાખવા માટેનાં હાડકાં ભેગાં કરી લીધેલાં.
અચ્છા, ધારો કે ગીતા પ્રેસના પ્રદાન વિશે ડઝન પુસ્તકો પ્રગટ થઈ ગયાં હોત તો પેલા લોકોએ શું કર્યું હોત? કહું તમને. ભારતનો સાચો ઇતિહાસ શું છે તેની જાણકારી આપતાં ડઝનબંધ પુસ્તકો 2014 પછી પ્રગટ થવા લાગ્યાં. (તે પહેલાં ગણ્યાંગાંઠ્યાં પુસ્તકો પ્રગટ થયેલાં, જેમાં રામ સ્વરૂપ અને સીતારામ ગોયલે વૉઈસ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રગટ કરેલાં પુસ્તકો મુખ્ય હતાં). છેલ્લાં દસ વર્ષમાં વિવિધ ભાષાઓમાં પ્રગટ થયેલાં નાનાં-મોટાં સૌથી વધુ પુસ્તકો ભારતનો સાચો ઇતિહાસ શું છે તે વિષય પર લખાયાં. હજું લખાશે. લખાવાં જ જોઈએ.
આની સામે પેલા લોકોએ શું કર્યું? વિલિયમ ડેલરિમ્પલ નામનો એક હરામી અંગ્રેજ ઇતિહાસકાર વર્ષોથી ભારતમાં રહીને ભારતના ઇતિહાસને વિકૃત કરીને પુસ્તકો લખી જાણીતો થયો છે. આ બદમાશને ભારતની સેક્યુલરોની ટોળકીએ બહુ માથે ચડાવ્યો છે. વિલિયમ વૉટેવરનું ગયા મહિને એક છસો પાનાંનું પુસ્તક બજારમાં આવ્યું છે જેનું શીર્ષક ઈનોસન્ટ છે : ‘ધ ગોલ્ડન રોડ : હાઉ એન્શ્યન્ટ ઇન્ડિયા ટ્રાન્સફૉર્મ્ડ ધ વર્લ્ડ.’ રૂપેરી વરખવાળા આ પુસ્તકમાં ભારતના સાચા ઇતિહાસને લગતાં પુસ્તકોના પ્રકાશન સામે ઝેર ઓકવામાં આવ્યું છે. ડાબેરીઓએ લખેલા ભારતના ઇતિહાસને ખોટો પુરવાર કરતાં પુસ્તકોને બદનામ કરવાના આશયથી લખાયેલા વિલિયમ ફલાણાઢીંકણાનું લેટેસ્ટ પુસ્તક ડાબેરી બદમાશોની સ્ટ્રેટેજીનો એક ભાગ છે. આ એક જ પુસ્તકના રેફરન્સના આધારે હવે ડાબેરીઓ ભારતના સાચા ઇતિહાસને બહાર લાવતાં પુસ્તકોને વિકિપીડિયા વગેરેમાં બદનામ કરતા થઈ જશે.
જે બાબતે ઇતિહાસનું સત્ય સ્વીકારવું જ પડે તે બાબતે ડાબેરીઓ કેવી ચાલબાજી કરે છે, ખબર છે? હકીકતોનો સામનો ના થઈ શકે ત્યારે મુદ્દો જ આખો ફંટાવી દેવાનો. એક દાખલો આપું. ભારતનાં 565 નાનાંમોટાં રાજ્યોને સંગઠિત કરીને મજબૂત રાષ્ટ્ર બનાવવાની સરદાર વલ્લભભાઈ પટેલની કામગીરીને તો ડાબેરી ઇતિહાસકારો પણ નકારી શકે એમ નથી. સરદાર પટેલને કૉન્ગ્રેસીઓને કારણે, ગાંધીજી-નહેરુ જેટલો જશ નહોતો અપાતો. 2018માં સ્ટેચ્યુ ઑફ યુનિટીને કારણે સરદારની ખ્યાતી દેશના ખૂણે પહોંચી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એમના પ્રદાનની વધારે વિગતે વાતો થવા માંડી.
સેક્યુલરોની જમાતના પેટમાં તેલ રેડાયું. પણ શું થાય? જે હકીકતો છે તે તો બધી જ ઑન ધ રેકોર્ડ છે. સરદાર પટેલના સેક્રેટરી વી.પી. મેનને લખેલાં બે પુસ્તકોમાં આ આખા ઇતિહાસની ફર્સ્ટ હૅન્ડ હકીકતો લોકો સુધી પહોંચી છે : ‘ધ ટ્રાન્સફર ઑફ પાવર ઇન ઇન્ડિયા’ અને ‘ઈન્ટીગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ’ નામનાં વી.પી. મેનન લિખિત બે પુસ્તકો સરદારની નેત્રદીપક કામગીરીનો ઉજળો હિસાબ આપે છે.
તો આ બાબતમાં સરદારને બિરદાવવા જ પડે. તો કરવું શું? આઇડિયા! આ કામગીરીમાં વી.પી. મેનનને જ હીરો બનાવી દો. સરદાર પોતાના સેક્રેટરીને પૂછીને પાણી પીતા હતા એવી છાપ ઊભી થાય એવું કંઈક કરો. વી.પી. મેનનનાં વંશજ નારાયણી બસુએ 2020-21 માં એક પુસ્તક લખ્યું : ‘વી.પી. મેનન ધ અનસન્ગ આર્કિટેક્ટ ઑફ મૉડર્ન ઇન્ડિયા’.
આ પુસ્તકનાં ‘ધ સ્ક્રોલ’ અને ‘ધ ક્વિન્ટ’ જેવાં હિંદુવિરોધી પોર્ટલોએ ભરપૂર વખાણ કર્યા અને જયપુર લિટરેચર ફેસ્ટિવલ જેવા સેક્યુલરવાદી મવાલીઓના અડ્ડામાં લેખિકાનું બહુમાન કરવામાં આવ્યું.
મૉડર્ન ઈન્ડિયાના ખરા આર્કિટેક્ટ વી.પી. મેનન હતા, સરદાર પટેલ નહીં અને મેનન અનસન્ગ હીરો હતા, પણ જશ તો બધો સરદાર ખાટી ગયા એવી છાપ ઊભી કરતા આ પુસ્તકનો હવાલો આપીને વિકિપીડિયા તથા અન્ય માધ્યમોમાં હવે તમને વાંચવા મળશે કે 565 રાજ્યોને એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય કંઈ એકલા સરદારનું નહોતું, મેનનનો પણ એમાં ઇક્વલ ફાળો હતો!
તો આ છે ડાબેરીઓની ઇકો સિસ્ટમ.
પાયાનો સવાલ. આપણે શું કરવું?
1. એ લોકોની ચાલબાજીમાં ફસાઈને, એમના ચડાવ્યે ચડી જઈને, એમને જે સાંભળવા છે તે ગીતો ગાવાનું શરૂ નહીં કરવાનું. જેવું ગાવાનું શરૂ કરીશું તેવી જ પૂરી આપણા મોઢામાંથી નીચે પડશે અને ડાબેરી શિયાળ ઉપાડી લેશે.
2. એક વ્યક્તિ તરીકે તમે ને હું આપણા તરફની ઇકો સિસ્ટમના પાયા નાખવા માટે અસમર્થ છીએ. પણ એક વ્યક્તિ તરીકે આપણે પોતપોતાની રીતે એમની ઇકો સિસ્ટમના ગઢની એક-એક કાંકરી ખેરવવાની તાકાત ધરાવીએ છીએ. જે કામ કરતા હોઈએ તે, જે લોકોની આસપાસ ઉઠબેસ કરતા હોઈએ ત્યાં રાષ્ટ્રવિરોધી વાતો થતી હોય, સનાતનને ઉતારી પાડતી વાતો થતી હોય, ‘હળીમળીને રહેવાની’ ચીકનીચૂપડી વાતો થતી હોય ત્યાં સહેજ પણ આવેશ દેખાડ્યા વિના અને ધીરજ ગુમાવ્યા વિના એમને ચેલેન્જ કરો. એમણે આપેલી માહિતીના સ્ત્રોતને પડકારો. અને શક્ય હોય તો એમની માહિતીની સામે હકીકતો શું છે તેની એમને જાણ કરો. તેઓ કંઈ પણ કહે તેને યથાવત સ્વીકારી લેવાને બદલે એમને પડકારો, એમની વાતો વિશે શંકા ઊભી કરો.
3. મોદી, ભાજપ, સંઘની નીતિઓને બદનામ કરનારા લોકોમાં તમને તસુભાર વિશ્ર્વાસ નથી અને રાહુલ, મમતા, કેજરીવાલ ઈત્યાદિ આ ધરતી પર બોજ છે એવું બેધડક જણાવો. તમારો મત સ્પષ્ટ રાખો. એ લોકો ગોળગોળ વાતો કરીને તમને ભરમાવશે. ક્યારેક આ બાજુની તો ક્યારેક પેલી બાજુની વાતો કરીને પોતે તટસ્થ છે અને તમને પૂર્વગ્રહથી પીડાઓ છો, કોમવાદી છો, સૌહાર્દની ભાવના તમારામાં નથી – એવું કહીને વરખ ચોંટાડેલી ઝેરીલી કાજુ કતરી તમારા મોંમાં ઓરવાની કોશિશ કરશે. પણ સાવધાન. ફસાતા નહીં. અને ઉશ્કેરાતા પણ નહીં. એમની પાસે બનાવટી વર્તણૂક કેવી રીતે કરવી એની ટ્રેનિંગ હોય છે. આપણે ભોળાઓ સાચા હોઈએ એટલે આવેશમાં ગમે તેવું બોલી નાખવાવાળા છીએ. પણ ઉશ્કેરાવાનું નહીં. આપણે ઉશ્કેરાઈએ એની જ તેઓ રાહ જોતાં હોય છે. આપણે શાંતિથી સાચી દલીલો કરવાની, એમની હાંસી ઉડાવવાની, તેઓ મૂરખ છે અને ભાન વગરના શા માટે છે એવું એમને સમજાવવાનું અને સુધરી જવાની તક હજુ પણ એમના માટે ખુલ્લી છે એવું જણાવવાનું.
4. તમે કંઈ ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ વગેરે સ્થાપી શકવાના નથી. એ લોકોની અલ્ગોરિધમને પડકારી શકવાના નથી. પણ વ્યક્તિગત રીતે એટલું જરૂર કરી શકો કે સોશ્યલ મીડિયામાં તમને જે વાત ભારતતરફી લાગે, સનાતન તરફી લાગે એ વાતોને તમે વાઈરલ કરી શકો – લાઈક, રિપોસ્ટ કરીને, કમેન્ટ કરીને.
5. આપણા ધર્મનું અને આપણા નેતાઓનું, આપણા સમાજનું, આપણી પરંપરાનું, આપણી વિચારધારાનું ખરાબ દેખાય એવા સંદેશાઓને અવગણીએ. બધા પાસે ફેક્ટ ચેક કરવા માટે તાકાત-સમય-સાધનો ન હોય તે સમજી શકાય. આપણને ભરમાવવારા સંદેશાઓ, ફૉરવર્ડિયાઓનાં મૂળ ડાબેરી બદમાશોની ગૅન્ગ સુધી નીકળતાં હોય છે. તેઓ આપણી સિદ્ધિઓની વાતો દબાવી દેતા હોય છે. ક્યાંક કોઈ ખરાબી દેખાઈ તો એને બિલોરી કાચની નીચે મૂકીને હોહા કરી મૂકતા હોય છે; એમનાવાળાઓની જરા અમથી સિદ્ધિનું મોટું ડિમડિમ વગાડતા હોય છે, એમની પહાડ જેટલી ખામીઓને રજકણ ગણાવતા હોય છે – આ વાત તમારે સમજવાની છે.
સરકાર પર બધું ઢોળી દેવાથી કશું નહીં વળે. મોદીને-ભાજપને માત્ર પાંચ વર્ષે એકવાર વોટ આપ્યા પછી હાથ જોડીને બેસી રહેવાથી નુકસાન થવાનું છે. પેલા લોકો પાસેથી શીખવાનું છે – આપણી ઇકો સિસ્ટમ ઊભી કરવી હશે તો ચોવીસે કલાક જાગૃત રહેવું પડશે. આંખકાન ખુલ્લાં રાખીને સાચી વાતો કોણ કરે છે અને વરખવાળી ઝેરીલી કાજુ કતરી કોણ ખવડાવે છે તે સ્વસ્થ બનીને સમજવું પડશે.
એ લોકોની વાદે ચડીને મોદીને, ભાજપને, હિંદુત્વને નાનીમોટી વાતે મહેણાંટોણાં મારવાનું બંધ કરીએ. આપણાવાળાઓની મજાક ઉડાડવાનું બંધ કરીએ. કંઈક ખોટું થાય ત્યારે સરકાર શું કરે છે એવું પૂછવાને બદલે જેણે ખોટું કર્યું છે તેની ટીકા કરીએ અને ખોટું કરનારાઓમાં આવી હિંમત ક્યાંથી આવે છે, એમને કોણ છાવરે છે એવું પૂછીએ.
આપણો અલ્ટીમેટ ગોલ એ હોવો જોઈએ કે : સરકાર પણ આપણી હોય અને સિસ્ટમ પણ આપી જ હોય.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો