( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 9 નવેમ્બર 2025 )
ગાલિબના એક શેરનો મિસરા છે: બાઝીચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે. આ દુનિયા મને બાળકોને રમવાના મેદાન જેવી ભાસે છે.
દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્દન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો અને ખરેખર ગંભીર એવી સમસ્યાઓનો ઉકેલ મેળવવાને બદલે તમે એ સમસ્યામાં જ ગૂંચવાયેલા રહો છો.
માસૂમિયત અને નાદાનિયત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. માણસે પોતાની વૈચારિક તેમ જ વ્યવહારિક પુખ્તતા-મૅચ્યોરિટી માટે પોતાનું હળવાફૂલપણું ગુમાવી દેવાની જરૂર નથી. વ્યક્તિત્વને ભારેખમ બનાવી દેવાથી માણસ પોતાની જાતને જ ડુબાડી દે છે. આંખ સામે જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ બચ્ચાના ખેલ સમાન છે. રમત પૂરી થઈ જતાં, અત્યાર સુધી ચોરપોલીસ રમી રહેલાં બાળકો ફરી ભેગાં મળીને પોતપોતાના ઘરે જતાં રહેવાનાં છે. કોઈ કોઈની સાથે કાયમી ચોર તરીકે વર્તવાનું નથી. તમે આ રમતમાં કેવી રીતે ભાગ લો છો એ જ મહત્ત્વનું છે. બાળકોની રમતો તમને શીખવાડે છે કે દુનિયામાં કશું કાયમી નથી.

કુતૂહલ અને દોષરહિતતા બાળકોનો પાયાનો સ્વભાવ છે. એમના મૂળભૂત વ્યક્તિત્વ પર અન્ય રંગ ચડ્યા નથી હોતા. મોટા થતાં સુધીમાં, દુનિયાની દૃષ્ટિએ સમજણા થઈ ગયા પછી, ખૂબ બધાં આવરણો એમના આ મૂળભૂત વ્યક્ત્વિને ઢાંકી દે છે. દુનિયાને જો બાઝી-ચા-એ-અતફાલ તરીકે જોવાની દૃષ્ટિ કેળવવી હોય તો આ બધાં આવરણોને એક પછી એક દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડે. એ જેટલી જલદી શરૂ થાય એટલું સારું. આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા જિંદગીના પ્રવાસમાં રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક જ ઈલાજ છે- તમારે તમારી પોતાની વિષમતાઓને દૂર કરતાં જવું. માણસ અંદરથી જેટલો સરળ બને છે એટલો જ એ બહારથી મજબૂત અને અભેદ્ય બનતો જાય છે.
ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંત:સત્વને એવું જ ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ શક્યતા બચતી જ નથી. દુનિયાને તમે બદલી શકતા નથી અને તમે પોતે પણ બદલાવા નથી માગતા કે દુનિયા જેવા થઈ જવા નથી માગતા. આટલું સ્વીકારી લીધા પછી પણ એક હકીકત તો રહે છે જ કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે, આ જ લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે. અભેદ્ય અને મજબૂત કવચની જરૂર અહીં પડવાની. બ્લૉટિંગ પેપર જેવું વર્તન રાખવાથી બહારની બધી જ ખરાબીઓ માણસના વ્યક્તિત્વમાં શોષાતી રહેવાની. ડકબૅક (બતકની પીઠ) બની જવાથી કશું જ શોષાતું નથી. સ્પર્શીને તરત વહી જવાની એ ગંદકી. સતત કાવાદાવાઓમાં રાચતી વ્યક્તિ કે હંમેશાં સાચાનું જુઠ્ઠું અને જુઠ્ઠાનું સાચું કરનારી વ્યક્તિ હંમેશાં અંદરખાનેથી ગભરાયેલી હોવાની. અભેદ્ય કવચ નિર્ભયતાની નીપજ છે, એ નિર્ભયતા જેનો જન્મ આંતરિક સરળતામાંથી થયેલો હોય છે.
બાળકોમાં આવી સરળતા સાહજિક હોય છે. માટે જ મોટાઓ કરતાં તેઓ વધારે સાહસિક સ્વભાવના હોય છે. માટે જ મોટાઓ જ્યારે એમને વારંવાર ટોક્યા કરે છે કે આમ ન થાય અને આમ જ થાય, ત્યારે તેઓ સામો પડકાર ફેંકે છે: પણ આમ કેમ ન થાય? શા માટે આમ જ થાય?
આવા પ્રશ્ર્નોને ચૂપ કરી નાખવા સહેલા છે: કહ્યું ને કે આમ ન થાય એટલે ન થાય. મોટાઓની ધાકને કારણે સહમી ગયેલું બાળક કદાચ કામચલાઉ શરણાગતિ સ્વીકારી પણ લે તો ભવિષ્યમાં એ સમર્થ બનશે ત્યારે બમણા જોરથી સવાલ કરશે અને તે વખતે જવાબની રાહ જોયા વગર પોતે જે કરવું હશે તે જ કરશે. આવા બાળક જેવો જ છે માણસની અંદર રહેલો નૈસર્ગિક અવાજ. તમારે એને અંતરાત્મા જેવું ભારેખમ નામ આપવું હોય તો ભલે. બાળસહજતા જેણે ગુમાવી નથી કે જેણે મહામહેનતે એ પછી પ્રાપ્ત કરી છે એમને પોતાનો આ અવાજ સ્પષ્ટ સંભળાય છે. એટલું જ નહીં, બીજાઓમાં સંભળાતો આ અવાજ પણ એમના સુધી સ્પષ્ટપણે પહોંચે છે.
બાળકોની દૃષ્ટિએ જોવાથી સામેના ખેલના મેદાનમાં થતી રમતોના નાના નાના આનંદો પણ ખૂબ મોટા લાગે છે. અને મોટા મોટા ઝઘડાઓ ખૂબ નાના.
પાન બનારસવાલા
નિરાશાવાદીઓને સૌથી મોટો ફાયદો એ થાય કે એમના જીવનમાં જે કંઈ ઘટના બને છે એ એમણે વિચારી હોય એટલી ખરાબ નથી હોતી.
– જેમ્સ જોન્સ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












