મહાભારત: મહાકાવ્ય, ધર્મગ્રંથ કે ઈતિહાસ? – સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 14 જાન્યુઆરી 2026 )

મહાભારત અને રામાયણ જેવાં એપિક્સ હવે કેમ નથી લખાતાં? જિંદગી જીવવાની જડીબુટ્ટીઓ જેમાં હોય, તત્કાલીન સમાજવ્યવસ્થાનો ચિતાર હોય, માનવમનની સહજ નબળાઈઓ તથા શક્તિઓનું નિરુપણ કરતાં વિવિધરંગી પાત્રો હોય અને આ બધું જ પાછું એક રસપ્રદ કથા સાથે વણાઈ ગયું હોય – આવું સર્જન ભવિષ્યમાં શું ક્યારેય નહીં થાય?

ભગવદ્ ગોમંડળની જાણકારી પ્રમાણે આ યુદ્ધ ઈ. સ. પૂર્વે ૩,૧૦૨માં થયું જેના પર વ્યાસે ‘જય’ નામની કવિતા લખી. વૈશંપાયને તેને વધારીને ઈ. સ. પૂર્વે ૧,૨૦૦માં ‘ભારત’ નામની કવિતા બનાવી અને તેમાંથી સૌતિએ ઈ. સ. પૂર્વે ૨૫૦ના સમયમાં મહાભારત બનાવ્યું.

સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે ૭ ભાગમાં પ્રગટ કરેલા મહાભારતના પ્રથમ ભાગનાં પહેલાં બસોએક પાનાંમાં આ મહાકાવ્ય વિશે વિવિધ મહાનુભાવોની પ્રસ્તાવના તથા લેખો છે. ભિક્ષુ અખંડાનંદ પ્રસ્તાવનામાં કહે છે: ‘વાંચનાર પ્રત્યે પુન: પણ એ જ કહેવાનું કે તમે પણ તમારી આસપાસનાં બાળક, સ્ત્રી, વૃદ્ધ, અભણ વગેરેને મહાભારત અને રામાયણ જેવા ધર્મગ્રંથો રોજ રોજ થોડે થોડે પણ બનતા પ્રકારે વાંચી સંભળાવશો, તો તેમનામાં ધર્મનીતિના ઉચ્ચ સંસ્કારો પડવા સાથે તમારું પોતાનું પણ ઘણું ઘણું ભલું થશે; અને કોઈ વાર પવિત્ર પ્રેરણારૂપી વીજળી ઝબૂકતાં નજરોનજર પણ તે પુણ્યનો ઢગલો જોઈને તમે આશ્ચર્ય પામશો.’

ગાંધીજીએ યરવડા જેલના કારાવાસ દરમિયાન પહેલીવાર ‘મહાભારત’નો ગ્રંથ વાંચ્યો. અગાઉ ક્યારેય એમણે સંપૂર્ણ ગ્રંથ વાંચ્યો નહોતો, કોઈ કોઈ વાર થોડું થોડું વાંચ્યું હોય તે જ. ગાંધીજી કહે છે: ‘મેં તો ઊલટો તેની વિરુદ્ધમાં જ મત બાંધી દીધો હતો કે, એમાં મારપીટ, લડાઈ અને ઝઘડાઓની કહાણીઓ હશે; અને એવાં લાંબા વર્ણન હશે કે મારાથી વાંચી પણ નહિ શકાય અથવા હું વાંચવા બેસીશ તો મને નિદ્રા જ આવશે! એથી કરીને મહાભારતનાં છ હજાર પાનાંનાં મોટાં થોથાં જોઈને પ્રથમ તો હું ગભરાયો હતો, પરંતુ પછી જ્યારે મેં તેને વાંચવું શરૂ કર્યું, ત્યારે તો પછી અમુક ભાગ સિવાય એ એટલું બધું મનમોહક થઈ પડ્યું; એમાં એટલી બધી લેહ લાગી ગઈ કે એક વાર શરૂ કર્યા પછી એ ગ્રંથ પૂરો કરવાને હું અધીરો જ બની ગયો અને એ સંપૂર્ણ વાંચી રહ્યા પછી એ વિશેના મારા પહેલાંના ખ્યાલો ખોટા ઠર્યા.’

યરવડામાં ચાર મહિનામાં ‘મહાભારત’નો ગ્રંથ પૂરો કર્યા પછીના અનુભવ વિશે ગાંધીજી લખે છે: ‘મને લાગ્યું કે આ મહાભારતને કાંઈ ઉપમા આપવી હોય તો તે ગણ્યાગાંઠ્યાં સુંદર જવાહિરોની એકાદ તિજોરીની ન આપી શકાય, પણ અમૂલ્ય રત્નોની એકાદ અખૂટ ખાણ સાથે જ તેને સરખાવી શકાય; કે જે ખાણને જેમ જેમ વધુ ને વધુ ઊંડી ખોદીએ તેમ તેમ તેમાંથી કીમતી જવાહિર વધુ ને વધુ નીકળતાં જ જાય.’

ગાંધીજીએ જે મહાભારત વિશે કહ્યું તે વાત તમામ મહાન પુસ્તકોને લાગુ પડે. કોઈકે કહ્યું છે કે પુસ્તકનું વાંચન નહીં, પુનર્વાચન થવું જોઈએ.

પ્રથમ વારના વાચન વખતે તમે કથનમાં અને કથનશૈલીમાં તણાઈને સડસડાટ આગળ વધી જતા હો છો. સારું પુસ્તક તમે જેટલી વાર વાંચો એટલી વાર તમને નવાં નવાં અર્થઘટનો કરવાને પ્રેરે છે.

મહાભારતની લોકપ્રિયતાનું કારણ શું? લોકમાન્ય બાળગંગાધર ટિળકના મતે: ‘અનેક મહત્ત્વના પ્રશ્નોના ઉકેલો, આ ગ્રંથમાં ભગવાન વેદવ્યાસે, પોતાની સાહજિક અને સરળ ભાષામાં, પ્રાસાદિક વાણીમાં અને નાનું બાળક પણ સમજી શકે એવાં મનોરંજક ઉદાહરણોના રૂપમાં અત્યંત સુંદર અને માર્મિક રીતે આણ્યા છે… મનુસ્મૃતિ કે યાજ્ઞવલ્કય સ્મૃતિની પેઠે કેવળ ધર્મવિષયક આજ્ઞાઓ કે ચર્ચાઓથી ભરપૂર નથી જે અબાલવૃદ્ધની સામાન્ય સમજણમાં ઝટ ઊતરતાં નથી.’

મહાભારત વિશેનો એક અભિપ્રાય એ છે કે: એમાંથી તમને ઈતિહાસને લગતી જાણકારી મેળવવાનો આનંદ,
નવલકથાનો કથારસ તથા નાટક અને કાવ્યની રસિકતા પ્રાપ્ત થાય છે. નીતિના ઉપદેશ, કુટિલનીતિની ચાલબાજી, રાજનીતિના દાવપેચ, છળરહિત નિર્મળ વ્યવહારના ઉપદેશ, લોકો સાથે વર્તવાની રીતિ, વૃદ્ધ-વડીલોને તુચ્છ માનવાના અને સ્ત્રીઓનો અનાદર કરવાનાં માઠાં પરિણામ વગેરે મહાભારતમાં બહુ જ ખૂબીથી દર્શાવવામાં આવ્યા છે.

મહાભારત એક મહાકાવ્ય છે? ધર્મગ્રંથ છે કે ઈતિહાસ છે? કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે: ‘રામાયણ અને મહાભારતને કેવળ મહાકાવ્ય જ કહેવાં ન જોઈએ, પરંતુ તે ઈતિહાસ પણ છે.’

જોકે, આટલું કહીને ટાગોર સ્પષ્ટતા કરે છે અને વાચકોએ અંડરલાઈન કરીને આ સ્પષ્ટતા મનમાં સંઘરી રાખવી જોઈએ: ‘અલબત્ત, તે કાંઈ સમય અથવા ઘટનાઓનો ઈતિહાસ નથી; કેમ કે ઘટનાઓના ઈતિહાસ તો અમુક સમયનું જ અવલંબન કરે છે, પરંતુ રામાયણ અને મહાભારત તો ભારત વર્ષના ચિરકાળનો ઈતિહાસ છે. બીજા ઈતિહાસો સમય પર ફેરવાતા રહે છે, પરંતુ આ બંને ઈતિહાસમાં કાંઈ પણ પરિવર્તન નથી થતું. ભારતવર્ષની જે સાધના, જે આરાધના અને જે સંકલ્પ છે; તેનો જ ઈતિહાસ આ બન્ને મહાકાવ્યોરૂપી રાજપ્રસાદના ચિરકાલરૂપી રાજસિંહાસન પર સમ્રાટસમો વિરાજે છે.’

મહાભારતની રચના થઈ તે સમય શ્રુતિ અને સ્મૃતિનો હતો. બોલાયેલું સાંભળવાનું અને યાદ રાખી લેવાનું. એક પછી એક પેઢીને આ રીતે જ્ઞાન-માહિતીનો વારસો મળતો જાય. આજે છપાયેલી પ્રતો સહેલાઈથી સૌ કોઈને ઉપલબ્ધ છે છતાં કેટલીયવાર વાચકને કન્ફ્યુઝન
થતું હોય છે કે આ લેખકે ફલાણા લેખ/પુસ્તકમાં આવું કહ્યું હતું. વાચક પોતાની સ્મૃતિના આધારે આ વાત કરે છે, પણ જો મૂળ લેખ/પુસ્તક રીફર કરે તો ખબર પડે કે લેખકે એવું નહીં પણ આવું કહ્યું હતું. આમ કોઈ કુટિલ આશય ન હોવા છતાં લેખકને મિસક્વોટ કરવામાં આવે એવું ક્યારેક બનતું હોય છે – મુદ્રિત સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ જે જમાનામાં પુસ્તકો જ નહોતાં, હસ્તપ્રતો કે ભોજપત્રો પર લખાતી સામગ્રી નહોતી માત્ર યાદ રાખીને જ એ વારસો આગળ વધતો ત્યારે અજાણતાં કે જાણી જોઈને, શુભ આશયથી કે દુરાશયથી મૂળમાં સુધારાવધારાકપાત વગેરે થયા હોઈ શકે. ક્યાં કેટલું એડિટિંગ થયું એ વિષય ઈતિહાસકારો/સંશોધકો અને જાણકારોનો છે.

રામાયણ – મહાભારત જેવાં અતિ પ્રાચીન ગ્રંથો સાથે પણ આવું થયું હોવાનું. મનુસ્મૃતિ અને ભગવદ્ ગીતાની બાબતમાં પણ સંશોધકોએ આવાં ‘ક્ષેપકો’ શોધી કાઢ્યાં છે. આવાં મહાન ગ્રંથોમાં છપાયેલો પ્રત્યેક શબ્દ પથ્થરની લકીર છે એવું માનવાને બદલે જે વાત ગળે ઊતરે એવી ન હોય તેને લઈને વાદવિવાદ અને વિતંડામાં પડી જવાને બદલે આગળ વધી જઈએ તો ફાયદો વાંચનારને જ થવાનો છે.

મહાભારત-રામાયણ જેવા ગ્રંથોમાં જોવા મળતી અફાટ ભવ્યતાનું કારણ પણ કદાચ આ જ છે. આ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. સૈકાઓ દરમિયાન અનેક વિદ્વાન ઋષિમુનિઓએ પોતપોતાની સમજણ એમાં ઉમેરેલી છે.

કલ્પના કરો કે સલીમ-જાવેદની એક જોડી ‘શોલે’ કે ‘દીવાર’ બનાવી શકે તો આવી ડઝનબંધ જોડીઓ એક જ સ્ક્રિપ્ટ પર વારાફરતી અનેક સદીઓ દરમિયાન કામ કરે તો કેવી ભવ્ય ફિલ્મ બને? મહાભારત-રામાયણ જેવાં એપિક્સ હવે કેમ નથી લખાતાં એનો જવાબ મળી ગયો. કદાચ.

સાયલન્સ પ્લીઝ

ક્યારેક એક ક્ષણની ગેરસમજણ એટલી બધી ઝેરીલી પુરવાર થતી હોય છે કે આપણે એ જ ક્ષણમાં અગાઉ ગાળેલી હજારો પ્રેમાળ ક્ષણોને ભૂલી જતા હોઈએ છીએ.
—અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here