(લેફ્ટ, રાઈટ અને સેન્ટર: ઑપઇન્ડિયા ડૉટ કૉમ. શુક્રવાર, 14 નવેમ્બર 2025)
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશનને ભારતમાં અને બીજા ઘણા દેશોમાં કેટલાક લોકો બ્રિટિશ બુલશિટ કૉર્પોરેશન તરીકે પણ ઓળખે છે. એક જમાનો હતો જ્યારે બીબીસી દ્વારા પ્રસારિત થતા સમાચાર સૌથી આધારભૂત ગણાતા. ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી વખતે દેશના સમાચારપત્રો પર સેન્સરશિપ છવાયેલી હતી તે મહિનાઓમાં જાતજાતની અફવાઓ ઉડતી રહેતી. ઇમરજન્સી સામે લડનારા નેતાઓ તે વખતે સમાચારની ચોકસાઈ જાણવા માટે પૂછતા: ‘બીબીસી પર આવ્યા આ સમાચાર?’ આવી આબરૂ હતી બીબીસીની.

આજે બીબીસી બેઆબરૂ થઈ ગયું છે. એની પ્રતિષ્ઠાનાં ચીથરાં ઉડી ગયાં છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી પર એક બિલિયન ડૉલરનો બદનક્ષીનો દાવો માંડવાની લીગલ નોટિસ મોકલી છે. એક મિલિયન નહીં પણ એક બિલિયન. રૂપિયા નહીં, અમેરિકી ડૉલર. આજના ભાવે એક બિલિયન ડૉલરની રકમ 8,800 કરોડ રૂપિયાથી વધુ થાય.
બીબીસીના પાપનો ઘડો ભરાઈ ગયો હતો. ટ્રમ્પ પ્રકરણને કારણે છલકાઈ ગયો. 2020ની ચૂંટણીમાં ટ્રમ્પ ફરીથી પ્રેસિડન્ટ બનવા માગતા હતા પણ હારી ગયા. જૉ બાઇડનની સોગંદવિધિ થાય એ પહેલાં, છઠ્ઠી જાન્યુઆરી 2020ના રોજ વૉશિંગ્ટનમાં બાઇડન વિરુદ્ધ ખૂબ તોફાનો થયાં. અમુક લોકો દ્વારા અમેરિકન સંસદ પર હુમલો કરવામાં આવ્યો. તોફાનીઓએ ટ્રમ્પે ઉશ્કેર્યા હતા એ મતબલની અફવા વહેતી થઈ જેને પુષ્ટિ આપવા બીબીસીએ ટ્રમ્પના પ્રવચનનો વિડીયો જગત આખાને દેખાડ્યો. બ્રિટનના ‘ટેલીગ્રાફ’ અખબારે પુરવાર કર્યું કે આ વિડીયો બીબીસીએ ટ્રમ્પની સ્પીચને જોડીતોડીને બનાવ્યો હતો, આશય ટ્રમ્પનું નીચાજોણું કરવાનો હતો.

શરૂમાં બીબીસીએ આ વાત નકારી, પછી કહ્યું કે એડિટિંગની ભૂલને કારણે આવું થયું અને ત્યારબાદ બીબીસીના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ જાહેરમાં કબૂલ કર્યું કે આવું જાણીજોઈને કરવામાં આવ્યું હતું. આ કબૂલાતના પગલે બીબીસીનાં કેટલાંક મોટાં માથાંઓએ રાજીનામાં આપવાં પડ્યાં. આ બાજુ પ્રેસિડન્ટ ટ્રમ્પે બીબીસીને લાંબી લીગલ નોટિસ મોકલીને કહ્યું કે માફી માગો નહીં તો એક બિલિયન ડૉલરની નુકસાની ચૂકવવા તૈયાર રહો.
નોટિસમાં લખ્યું છે કે માફી એટલે બે વાક્યોમાં વાત પતી જાય એવી માફી નહીં. બીબીસીએ જે જોરશોરથી પેલા જોડતોડ કરીને બનાવાયેલા વિડીયોનું પ્રસારણ કર્યું હતું તે જ જોરશોરથી બીબીસીની માફી પણ પ્રાઈમ ટાઇમમાં સૌ કોઈની સમજમાં આવે એ રીતની હોવી જોઈએ.
તમે જોયું હશે કે ભારતમાં પણ માફી માગવાની વાત આવે ત્યારે મીડિયા કેવી બદમાશી કરતું હોય છે. બદનક્ષીભર્યું જૂઠ્ઠું લખાણ ફ્રન્ટ પેજ પર આઠ કૉલમના બેનરમાં ફાફડા જેવા મોટા અક્ષરે છાપ્યું હોય. પછી પગ તળે રેલો આવે અને માફી માગવી અનિવાર્ય બની જાય ત્યારે એક કૉલમની નાનકડી બૉક્સ આઇટમમાં કીડીના ટાંગા જેવડા અક્ષરે માફી માગી લેવામાં આવે અને એ પણ કેટલીક વાર તો અંદરના કોઈ પાને ખૂણામાં ન દેખાય એવી જગ્યાએ છાપવામાં આવે.
ટ્રમ્પ અને એમના લૉયર્સ મીડિયાની આ બધી રમતોથી વાકેફ છે.
ટ્રમ્પની ચૂંટણી સ્પીચના શરૂઆતના અને અંતના ટુકડા જોડીને બીબીસીએ એવી ક્લિપ બનાવી જેથી જોનારા-સાંભળનારાઓમાં એવી ભ્રમણા ઊભી થાય કે છઠ્ઠી જાન્યુઆરીનાં રમખાણો માટે ટ્રમ્પ જ જવાબદાર છે. પણ હવે બીબીસીની આ બદમાશી ઉઘાડી પડી ગઈ છે અને એ સાથે જ બીબીસીએ અત્યાર સુધી જડબેસલાક બંધ રાખેલો વીંછીનો દાબડો પણ ખુલી ગયો છે. આ પેન્ડોરાઝ બૉક્સમાંથી બીબીસીનાં પાપ એક પછી એક બહાર આવવા લાગ્યાં છે.
1) બીબીસીએ કોવિડની મહામારી વખતે ફાઈઝર કંપનીની વેક્સિનની તરફેણ કરી હતી જેના સમાચાર બીબીસીએ અમુક વિગતો છુપાવીને પ્રસારિત કર્યા હતા. ફાઈઝરની વેક્સિનની માઇનસ સાઇડ છુપાવીને બીબીસીએ પોતાની ‘તટસ્થતા’ અને ‘નિરપેક્ષતા’ને તિલાંજલિ આપી દીધી હતી.
2) ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન બીબીસીએ હકીકતોને તોડીમરોડીને એવા સમાચાર વારંવાર આપ્યા જેના કારણે ઇઝરાયેલ પ્રત્યે નફરત થાય, હમાસ માટે સહાનુભૂતિ જાગે. ઈઝરાયેલે પેલેસ્ટાઈનની દર્દીઓથી ભરેલી એક હૉસ્પિટલ બૉમ્બથી ઉડાવી દીધી એવા ખોટા સમાચાર આપનારા બીબીસીના સમાચાર વિભાગના એક સિનિયર એડિટરે કહ્યું કે અમે જે ફોટા જોયા એમાં અમને એવું લાગ્યું એટલે એવા સમાચાર અમે આપ્યા. આવી ભૂલો તો થતી રહેતી હોય, આમાં કંઈ માફી થોડી માગવાની હોય?
3) બીજા દેશોમાંથી ગેરકાયદેસર ઘૂસી જતા ઘૂસપેઠિયાઓને શરણ આપવું જોઈએ, એટલું જ નહીં એમને દેશના સામાન્ય નાગરિકો જેવી સગવડો પણ આપવી જોઈએ આવો નરેટિવ ઉભો કરવામાં બીબીસીનો મોટો હાથ છે. આ માટે બીબીસી પોતાના લેફ્ટિસ્ટ એજન્ડા મુજબ આ વિષયને લગતી માહિતીઓને સતત તોડતું-મરોડતું રહે છે. આનું પરિણામ સ્પષ્ટ દેખાય રહ્યું છે. ઘૂસપેઠિયાઓનાં ધાડાં ને ધાડાં અનેક શહેરોની ડેમોગ્રાફી બદલી રહ્યાં છે. ભવિષ્યમાં ક્રમશઃ ધર્મ, સામાજિક રીતરિવાજો અને છેવટે રાજકીય ગતિવિધિઓને આ ઘૂસપેઠિયાઓ કન્ટ્રોલ કરતા થઈ જશે જેના પાયામાં બીબીસીની બદમાશીઓ હશે.
બીબીસીએ ટ્રમ્પના વકીલની નોટિસ પછી ફરી એકવાર માફી માગી લીધી છે પણ એનાથી ટ્રમ્પને સંતોષ નહીં થાય. બીબીસીએ આબરૂની નુકસાનીની રકમ ચૂકવવાની ઘસીને ના પાડી છે. પણ આ મામલો વહેલોમોડો અદાલતમાં જવાનો જ છે. અદાલતમાં જો નહીં જાય તો આપસમાં સમાધાન કરીને ટ્રેમ્પ પોતાની આબરૂની નુકસાની બદલ બીબીસી પાસેથી મોટી રકમની વસૂલાત કરશે એવું નક્કી છે.
ભારતમાં બીબીસી અંગ્રેજી તથા હિંદી ભાષામાં દાયકાઓથી સમાચાર પ્રસારિત કરે છે. છેલ્લાં થોડાંક વર્ષોથી ગુજરાતી ઉપરાંત મરાઠી, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષામાં પણ પગપેસારો કરી રહ્યું છે.
જે કોઈ સમાચાર માધ્યમો પોતાનો એજન્ડા ચલાવવા માગતાં હોય એ દરેકની મોડસ ઑપરેન્ડી એકસરખી હોય છે. તેઓ 20:80ના ધોરણે કામ કરતાં હોય છે. જે સમાચારોને પોતાના એજન્ડાના રંગમાં ઝબોળી શકાય એમ ન હોય તે સમાચારોની બાબતમાં તટસ્થતા જાળવવી, હકીકતોને યથાતથ રજૂ કરવી. ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચારથી માંડીને બિહારની ચૂંટણીના પરિણામોના આંકડા સુધીના સમાચાર આ વીસ ટકાની કેટેગરીમાં આવી જાય. આને કારણે ભોળા વાચક/દર્શક/શ્રોતાને લાગે કે આ સમાચાર માધ્યમ તટસ્થ છે, નિરપેક્ષ છે. આવું કરીને તેઓ પોતાની વિશ્વસનીયતા ઊભી કરી લે છે. પણ પછી 80 ટકા સમાચારોની બાબતમાં તેઓ તમને પોતાના એજન્ડાની લપેટમાં લે છે.
દાખલા તરીકે કોઈ ગામમાં દલિત યુવક બ્રાહ્મણ યુવતીની છેડતી કરતાં પકડાઈ ગયો હોય અને બ્રાહ્મણે એને પીટ્યો હોય તો આ લોકો સમાચાર એવા આપે કે આ ગામમાં બ્રાહ્મણો દલિતો પર ત્રાસ ગુજારે છે. મૂળ કારણ છુપાવીને સમાચાર આપે. આ તો સારું છે કે કેટલાંક રાષ્ટ્રવાદી સમાચાર માધ્યમો આવી બાબતોમાં જાગૃત રહીને ફેક્ટચૅક કરતા થઈ ગયાં છે. બાકી જનમાનસમાં એવી જ છાપ ઊભી થઈ જાય કે આ દેશમાં દલિતોને અન્યાય થાય છે.
બીબીસીના ખર્ચાપાણી બ્રિટનની કરવેરા ભરતી પ્રજાના પૈસે ચાલે છે. સીએનએન જેવું એ કોઈ પ્રાઇવેટ માલિકીનું સમાચાર માધ્યમ નથી. બીબીસી કોઈ તટસ્થ કે નિરપેક્ષ ન્યુઝ ઓર્ગેનાઇઝેશન નથી. એનો ઝોક હંમેશા ડાબેરીઓ તરફ રહ્યો છે. બ્રિટનમાં જ્યારે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા પર હોય ત્યારે એ સરકાર વિરુદ્ધ સમાચાર આપીને પોતાના ગ્રાહકોની આંખમાં બહાદુર બનવાનો પ્રયત્ન કરે પણ જ્યારે લેબર પાર્ટીની સરકાર હોય ત્યારે બીબીસી સરકારના ખોળામાં બેસી જતું હોય છે. લેબર પાર્ટીને જીતાડવામાં, કન્ઝર્વેટિવ પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ તૈયાર કરીને મતદારોને ભરમાવવામાં બીબીસી પડદા પાછળ રહીને સમાચારોમાં ઘાલમેલ કરવામાં એક્સપર્ટ છે.
અત્યારે બ્રિટનમાં લેબર પાર્ટીની સરકાર છે. બ્રિટનના વડા પ્રધાન કિયર સ્ટાર્મરની સરકાર ગયા વર્ષે જંગી બહુમતીથી જીતી. સ્ટાર્મરે ટ્રમ્પવાળા વિવાદના બારામાં પાર્લામેન્ટમાં બીબીસીને લવિંગ કેરી લાકડીએ ઠપકાર્યું પણ એમને ખબર છે કે બીબીસી અને લેબર પાર્ટી મામાફોઈના છે એટલે કાનૂની સંઘર્ષ શરૂ થશે ત્યારે સરકાર બીબીસીનું જ ઉપરાણું લેશે.
બીબીસીની આબરૂનું ધોવાણ ચાલુ જ છે. આ લખાય છે ત્યારે બ્રિટનના પ્રમુખ દૈનિક ‘ટેલીગ્રાફ’એ સમાચાર છાપ્યા છે કે ટ્રમ્પની બીજી એક સ્પીચને પણ બીબીસીએ તોડીમરોડીને પ્રસારિત કરી હતી.
બીબીસીનું હવે આવી બનવાનું. બ્રિટનમાં અને ભારતમાં પણ. અને હા, ગુજરાતમાં પણ.
લાસ્ટ બૉલ
અન્ય આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમોની જેમ બીબીસીને પણ ભારત માટે ઘણો જૂનો પૂર્વગ્રહ છે અને બીબીસી ભારત વિશે ઘણું બધું અજ્ઞાન ધરાવે છે. અગાઉ બીબીસીનો ભારતના નાગરિકો પર બહુ મોટો પ્રભાવ હતો પણ ભારતમાં અનેક ચેનલોના આગમન બાદ આ પ્રભાવ ક્રમશઃ સાવ ઘટી ગયો છે:
—માર્ક ટલી
(નવી દિલ્હી ખાતેના બીબીસીના બ્યુરો ચીફ તરીકે 20 વર્ષ સુધી નોકરી કરીને 1994માં રાજીનામું આપનારા વિખ્યાત પત્રકાર.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












