નક્સલવાદીઓ ખતમ થઈ રહ્યા છે, અર્બન નક્સલો શોકમાં ડૂબી ગયા છે :સૌરભ શાહ

(લેફ્ટ, રાઈટ અને સેન્ટર: ગુજરાતી.ઑપઇન્ડિયા.કૉમ; શુક્રવાર, 21 નવેમ્બર ૨૦૨૫)

આપણા દેશનો 40 ટકા વિસ્તાર આપણા દેશની સરકાર સામે સશસ્ત્ર બળવો કરનારાઓના કબજામાં હોય એવી કલ્પના કરી શકો છો તમે? અને એનાથી પણ આગળ જઈને કલ્પના કરો કે આ સશસ્ત્ર બળવાખોરોને દેશની સરકાર પોતે જ ‘સાચવી લેતી’ હોય એવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ?

2014માં મોદીયુગનો આરંભ થયો તે પહેલાં ભારતની હાલત, મોર ઓર લેસ આવી જ હતી. 2004માં સોનિયા ગાંધીના સર્વોચ્ચ પદે બેસાડવામાં આવેલી વડા પ્રધાન મનમોહન સિંહની સરકાર દરમ્યાન દેશના 40 ટકા હિસ્સા પર નક્સલવાદીઓની જોહુકમી ચાલતી હતી. 2010માં નક્સલવાદીઓની હિંસા ચરમસીમાએ પહોંચી ત્યારે સોનિયાના ઈશારે રાજ કરતા સરકારમાં બેઠેલાઓ શું કરતા હતા? જરા પંદર વરસ પહેલાંના એ જમાનામાં ડોકિયું કરીએ.

2010નો એપ્રિલ મહિનો. નક્સલવાદીઓએ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના) 76 બહાદુર જવાનોનો નરસંહાર કર્યો. દિલ્હીમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે નામચીન એવી જેએનયુએ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) બેશરમ બનીને 76 જવાનોના બલિદાનની ઉઘાડે છોગે ઉજવણી કરી. આ ઉજવણીમાં તે વખતના ગૃહ પ્રધાન પલાનીઅપ્પન ચિદંબરમ પણ સામેલ હતા. આ એ જ પી. ચિદંબરમ જે ગૃહ પ્રધાન નહોતા ત્યારે સોનિયા સરકારમાં નાણાં પ્રધાન હતા અને મોદીના રાજમાં સીબીઆઇ તથા ઇડીએ કરેલા કેસમાં દિલ્હી હાઈકોર્ટે એમને જેલભેગા કરેલા. 106 દિવસના કારાવાસ બાદ બહુ માથાકૂટ કર્યા પછી સુપ્રીમ કોર્ટે એમને તિહાડ જેલમાંથી રિહા કર્યા. અત્યારે તેઓશ્રી જામીન પર છૂટેલ છે.

જેએનયુની ઉજવણીમાં ભાગ લઈ રહેલા પી. ચિદંબરમે ત્યાંના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરતાં કહ્યું: ‘અમે (નક્સલવાદીઓ સાથે) મંત્રણા કરવા તૈયાર છીએ. અમે એમને શસ્ત્રો છોડી દેવાનું કહેવાના નથી કારણ કે અમને ખબર છે કે તેઓ એવું નહીં કરે, એ લોકો સશસ્ત્ર લડાઈમાં માને છે. (આ સાંભળીને જેએનયુના વિદ્યાર્થીઓ ભારતના ગૃહ મંત્રીને તાળીઓથી વધાવી લે છે.)

સોનિયા ગાંધીની કઠપૂતળી સમાન ભારતના હોમ મિનિસ્ટર પી. ચિદંબરમની સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જમણા હાથસમા હાલના ગૃહ પ્રધાન અમિત શાહનો નક્સલવાદ સામેનો અપ્રોચ જુઓ. 21 માર્ચ 2025ના રોજ અમિત શાહે રાજ્યસભામાં કહ્યું:

‘મારી વાત કેટલાક સભ્યોને ગળે નહીં ઉતરે. પણ નક્સલીઓની પ્રવૃત્તિને ‘રાજકીય સમસ્યા’ તરીકે ઓળખનારી સરકાર શાસન કરતી હોય ત્યારે શું થતું હોય છે અને એની સામે વિકાસની સાથેસાથે સુરક્ષાને પણ મહત્ત્વ આપતું શાસન દૃઢતાપૂર્વક પગલાં લે છે ત્યારે શું થતું હોય છે (તે સાંભળો.) 2023ના ડિસેમ્બરમાં છત્તીસગઢમાં શાસનપલટો થયો, ભાજપની સરકાર આવી. એ પછી એક જ વર્ષમાં 380 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા, જેમાં ગઈ કાલે ઠાર મરાયેલા 30 ઉમેરવાના બાકી છે. (સભાગૃહમાં તાળીઓ), 1045 નક્સલવાદીઓએ શરણાગતિ સ્વીકારી અને 1194ની ધરપકડ કરવામાં આવી. અને આ બધા દરમ્યાન સુરક્ષાદળોના 26 જવાનો આપણે ગુમાવ્યા, 26. ભાજપની સરકાર આવ્યા પછી કુલ 2619 નક્સલવાદીઓ કાં તો માર્યા ગયા, કાં તો એમણે શરણાગતિ સ્વીકારી, કાં તો એમની ધરપકડ થઈ. આ જ છત્તીસગઢ, આ જ પોલીસ, આ જ સીઆરપીએફ, આ જ ભારત સરકાર– માત્ર ફરક એટલો કે પહેલાં છત્તીસગઢ રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી, હવે ભાજપની છે. આ સદન સમક્ષ હું જવાબદારીપૂર્વક એક વાત કહેવા માગું છું કે 2026ની 21 માર્ચ સુધીમાં આ દેશમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ જશે અને હું જે બોલી રહ્યો છું એની પાછળ નરેન્દ્ર મોદી સરકારનો દસ વર્ષનો પરિશ્રમ છે.’

ગૃહ મંત્રીએ આપેલું આ પ્રોમિસ પાળવાનું કામ સુરક્ષા દળો જોરશોરથી કરી રહ્યા છે. કોંગ્રેસના શાસન દરમ્યાન નક્સલવાદીઓએ કેટલા પોલીસ જવાનોની હત્યા કરી, કેટલા નાગરિકોને બંધક બનાવ્યા, કેટલા હત્યાકાંડ કર્યા અને કેટલી લૂંટ ચલાવી એના સમાચાર દર બીજે દિવસે છાપામાં આવતા. ભાજપના શાસનમાં તમે રોજ વાંચો છો કે કયા વિસ્તારમાં કેટલા નક્સલીઓને માર્યા.

ગૃહ મંત્રીએ મેળવેલી સફળતાનું પરિણામ એ આવ્યું કે નક્સલવાદીઓના નેતા સરકારને હાથ જોડીને કહેવા લાગ્યા કે ભાઈસા’બ અમે મંત્રણા કરવા તૈયાર છીએ, સરકાર ખમ્મા કરે, અમે કોઈને નહીં મારીએ, સરકાર અમને ન મારે.

અમિત શાહે જાહેરમાં સ્પષ્ટ જવાબ આપી દીધો કે યુદ્ધવિરામની કોઈ શક્યતા નથી, કાં તો શસ્ત્રો છોડીને શરણાગતિ સ્વીકારો કાં પછી સુરક્ષા દળોના જવાનાઓની ગોળીના શિકાર બનો. તમારા જેવાઓ સાથે મંત્રણા-બંત્રણાની કોઈ વાત ન હોય.

ત્રણ દિવસ પહેલાં, 18 નવેમ્બરના મંગળવારે સુરક્ષા દળોએ છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશની સરહદના વિસ્તારમાં એક મોસ્ટ વૉન્ટેડ માઓવાદી કમાન્ડર માદવી હિડમાને ઠાર માર્યો. એના માથે રૂપિયા એક કરોડનું ઇનામ હતું. છેલ્લા બે દાયકામાં આ રાક્ષસે અનેક હત્યાકાંડ પ્લાન કર્યા, અમલમાં મૂક્યા છતાં એને પકડી શકાતો નહોતો.

હિડમાનો ખાત્મો કર્યાના આનંદના સમાચાર એક હિંદી દૈનિકે આ હેડલાઈન સાથે ફ્રન્ટ પેજ પર પ્રગટ કર્યા તો નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કેટલાક અર્બન નક્સલોને માઠું લાગી ગયું. મથાળું હતું: ’26 બડે હમલોં કા માસ્ટર માઇન્ડ એક કરોડ કા ઈનામી નક્સલી હિડમા ઢેર.’

હિડમા માટે કૂણી લાગણી ધરાવનારા આરએસએસ દ્વેષી એક જાણીતા અર્બન નક્સલીએ ફેસબુક પર લખ્યું કે ‘ઢેર’ શબ્દ વાપરવાની શું જરૂર હતી. હિંદી અખબારો સંવેદનહીન બની ચૂક્યાં છે. જે મૃત્યુ પામ્યો છે એના પ્રત્યે વાચકો પણ નફરત કરે એટલા માટે અખબારના સંપાદકો આવા શબ્દો વાપરે છે. એક માણસ મરી ચૂક્યો છે. એક હાડ-માંસના ઇન્સાનને કંઈક તો ઈજ્જત બક્ષો. કોઈ કુત્તાને મારવામાં આવે તો પણ આ રીતે લખવામાં નથી આવતું.’

નક્સલવાદીઓના પ્રેમી ગણાતા આ જ મહાશયને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જેવા (બે દાયકાથી મોદીવિરોધી બની ગયેલા) છાપાએ રામનાથ ગોએન્કા પ્રવચન શ્રૃંખલામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોમવાર, 17 નવેમ્બરે ભાષણ આપવા માટે બોલાવ્યા ત્યારે પણ વાંકું પડ્યું હતું! ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જેવું અખબાર પણ ‘વેચાઈ ગયું’, ‘ગોદી મીડિયા’ બની ગયું એવો વિલાપ આ મહાશયે ફેસબુક પર કર્યો હતો.

નક્સલવાદી અને માઓવાદી વચ્ચે તત્ત્વતઃ કોઈ ફરક નથી. બંને પ્રકારના અરાજકતાવાદીઓ ભારતના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં હિંસાના જોરે પોતાની હકૂમત સ્થાપવામાં પ્રવૃત્ત હોય છે. ગરીબ પ્રજાને ન્યાય અપાવવાને નામે આ માર્ક્સવાદી-સામ્યવાદી લાલ સલામવાળા ગુંડાઓ સમાંતર સરકાર ચલાવતા હોય છે.

નક્સલબાડી (નક્સલવાડી) નામનું પશ્ચિમ બંગાળમાં એક નાનું શહેર છે જ્યાં ખેડૂતોના નામે જમીનદારોની સામે હિંસક લડત શરૂ થઈ હતી. 1967માં કનુ (કૃષ્ણ કુમાર) સન્યાલ અને ચારુ મજુમદાર સહિત બીજા કેટલાક લેફ્ટિસ્ટોએ આ હિંસક લડતનાં મૂળિયાં નાખ્યાં હતાં. બેઉ ભાંગફોડિયાઓ કમોતે મર્યા. ચારુ મજુમદારને જેલમાં હાર્ટ અટેક આવ્યો. કનુ સન્યાલનું મડદું એના ઘરમાંથી લટકતું મળી આવ્યું. વિકિપીડિયાના બદમાશો કનુભાઈને ‘ભારતીય રાજકારણી’ તરીકે ઓળખાવે છે અને ચારુભાઈને ‘ક્રાંતિકારી’ તરીકે!

1970માં કનુ સન્યાલની ધરપકડ થઈ ત્યારે કમ્યુનિસ્ટ પાર્ટીએ બંગાળમાં ભારે તોફાનો કર્યાં હતાં, સરકારી માલમિલકત નષ્ટ કરી હતી, શાળા-કૉલેજો બાળી હતી, રમખાણો કર્યાં હતાં. 1977માં મુખ્ય મંત્રી જ્યોતિ બસુની લેફ્ટિસ્ટ સરકાર બંગાળમાં આવી ત્યારે ખુદ મુખ્ય મંત્રીએ રસ લઈને કનુ સન્યાલને જેલમાંથી છોડાવવા માટે કાર્યવાહી કરી હતી. રાજ્ય સરકારની મહેરબાનીથી રિહા થયેલા કનુ સન્યાલે બહાર આવીને પોતાનાં સંગઠનોનાં નામ બદલીને નવેસરથી ભાંગફોડિયા પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. 2010માં કનુ સન્યાલે આપઘાત કર્યો એવું કહેવાય છે. એ ખરેખર આત્મહત્યા હતી કે કનુ સન્યાલના જ કોઈ નિકટના સામ્યવાદી સાથીએ આપસી અણબનાવને કારણે ગળું દબાવીને મડદું દોરડે લટકાવી દીધું હતું એ રહસ્ય હજુ અકબંધ છે.

નક્સલવાદીઓ અને માઓવાદીઓની હિંસાને રાજીવ ગાંધીથી માંડીને સોનિયા ગાંધીની સરકારો ચલાવી લેતી હતી. ભારતના કેટલાક અરાજકતાવાદીઓની ઇકોસિસ્ટમ નક્સલવાદીઓની હિંસાને જસ્ટિફાય કરતી રહી છે. ગરીબ આદિવાસીઓના મસીહા તરીકે એમને ચીતરતી રહી છે. ફિલ્મકાર વિવેક રંજન અગ્નિહોત્રીએ આવા લોકો માટે જે લેબલ પ્રચલિત કર્યું તે ‘અર્બન નક્સલો’ આજની તારીખે પણ નક્સલવાદીઓનું ઉપરાણું લીધા કરે છે. ‘ધ વાયર નામનું એક ગટરછાપ ડિજિટલ મીડિયા નક્સલવાદને કવર ફાયર આપવા માટે બદનામ છે. ‘ધ વાયરે’ માદવી હિડમા અને એની પત્ની (જેના માથે રૂપિયા 50 લાખનું ઇનામ હતું) સહિતના છ મોસ્ટ વૉન્ટેડ હત્યારાઓના એનકાઉન્ટર બદલ પોતાના રિપોર્ટમાં ભારે ખરખરો કરીને હિડમા અને એના સાથી ખૂનીઓને ભવ્ય અંજલિઓ આપીને લખ્યું છે કે સુકમા જિલ્લાના પુવરતી ગામના વતની હિડમાના મોતની ખબર સાંભળીને આખું ગામ શોકમાં ડૂબી ગયું અને એના અંતિમ સંસ્કાર વખતે મોટી ભીડ ઉમટી પડી.

મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા, ઝારખંડ અને છત્તીસગઢના કુલ 232 જિલ્લાઓમાં ઉધઈની જેમ પ્રસરી ગયેલા નક્સલવાદીઓને કારણે આ દેશનો ઘણો મોટો ઇલાકો દાયકાઓ સુધી આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પછાત રહી ગયો. આ વિસ્તારો શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે પણ બેહાલ રહ્યા કારણ કે નક્સલવાદીઓ બંદૂકના જોરે આ પ્રદેશોમાં નવી શિક્ષણ સંસ્થાઓ કે હૉસ્પિટલો ખુલવા દેતા નહીં અને જૂની પર હુમલો કરીને બંધ કરાવતા.

આજની સરકારની ‘નક્સલમુક્ત ભારત’ની પ્રતિજ્ઞા પછી 232 જિલ્લાઓમાંથી હવે માત્ર 18 જિલ્લાઓ જ નક્સલવાદથી પ્રભાવિત છે. 21 માર્ચ 2026 સુધીમાં આગામી ચારેક મહિનામાં આ જગ્યાઓ પણ અમિત શાહના પેસ્ટ કન્ટ્રોલના કારણે જંતુમુક્ત થઈ જશે.

લાસ્ટ બૉલ

‘નક્સલવાદને ખતમ કરવા માટે હું નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત યુ.પી.એ.ના ગૃહ મંત્રી પી. ચિદંબરમને પણ યશના ભાગીદાર માનું છું. એ પણ નક્સલવાદને ખતમ કરવા માગતા હતા’

–એક જાણીતા રાજકીય વિશ્લેષક

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here