( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 3 ઑગસ્ટ 2025 )
ખુલાસાથી અહીં મતલબ છે સ્પષ્ટતાઓ. બાસ્ટર્ડાઈઝ્ડ થઈ રહેલી પત્રકારત્વની ગુજરાતી ભાષા મુજબ ખુલાસો એટલે ઘટસ્ફોટ પણ શુદ્ધ ગુજરાતી મુજબ ખુલાસાનો અર્થ થાય કલેરિફિકેશન એટલે કે સ્પષ્ટતા. નાક લૂછતાંય જેમને નથી આવડતું એવા લોકો જ્યારે પત્રકારત્વમાં ઘૂસી જાય છે ત્યારે પત્રકારત્વની ભાષા બાસ્ટર્ડાઈઝ્ડ થઈ જતી હોય છે.
ખેર. વાત આક્ષેપોની છે. આજકાલ ટ્રેડિશનલ મીડિયામાં, સોશિયલ મીડિયામાં, અંગત વાતચીતમાં, જાહેર સભાઓમાં ઈવન સંસદમાં છુટ્ટે મોંએ બેબુનિયાદ આક્ષેપો કરવાનો એક ડેન્જરસ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.
કલ્પનાના તરંગમાંથી ઊપજતા આક્ષેપો કરનારાઓ પોતાના મનની ગંદકીને બહાર કાઢીને ફંગોળતા હોય છે. વાસ્તવમાં તેઓએ આપવી હોય છે માબહેનની ગાળો પણ જાહેરમાં અપશબ્દો બોલવાથી પોતાનું કેવું લાગશે એની એમને ખબર હોય છે એટલે તેઓ આ અપશબ્દોની અવેજીમાં બેબુનિયાદ આક્ષેપો ફંગોળતા રહે છે. હવેથી જ્યારે જ્યારે તમે સંસદમાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં, જાહેર સભામાં કે અંગત વાતચીતમાં કોઈને મોેઢે બેબુનિયાદ આક્ષેપો સાંભળો ત્યારે માની લેજો કે તેઓએ બોલવી છે માબહેનની ગાળો પણ એમના મોઢામાંથી નીકળી રહ્યા છે બેબુનિયાદ આક્ષેપો.
આક્ષેપો કરવાનું કામ સહેલું છે, એસ્પેશ્યલી ત્યારે જ્યારે એ આક્ષેપોની સાથે તમારે પુરાવાઓ રજૂ કરવાના ન હોય, અને આક્ષેપો ખોટા પુરવાર થાય ત્યારે તમારે કોઈ નુકસાની ન ભરવાની હોય. કાદવ ઉછાળવા સિવાય બીજો કોઈ હેતુ ન હોય ત્યારે કેટલાક લોકો માટે બેબુનિયાદ આક્ષેપોનું હથિયાર હાથવગું હોય છે.
જ્યારે પણ કોઈ આક્ષેપબાજી કરતું જણાય ત્યારે આપણે સૌથી પહેલાં તો એ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ તપાસવું જોઈએ કે એ જેમના પર આક્ષેપ કરે છે એની સરખામણીએ એણે પોતે પોતાના ક્ષેત્રમાં કેટલું કામ કર્યું છે. કોઈ જ્યારે જાણીતી વ્યક્તિ પર આક્ષેપ કરે ત્યારે તપાસવું જોઈએ કે જાહેર જીવનના ક્ષેત્રમાં એ મહાનુભાવે કેટલું કામ કર્યું છે, આક્ષેપો કરનારાએ કે કરનારીએ કેટલું કામ કર્યું છે.
સોશિયલ મીડિયા પર કોઈ લલ્લુ પંજુ-છગ્ગુ જ્યારે કોઈ ક્ષેત્રના દિગ્ગજ સામે કાદવ ઉછાળે છે ત્યારે તમાશો જોતી વ્યક્તિઓએ આ બેઉ વ્યક્તિઓનાં બૅકગ્રાઉન્ડ તપાસવા જોઈએ. પેલા વાનરવેડા કરનારાએ જેમના વિશે ભદ્દી કમેન્ટ્સ કરવાનું અભિયાન આદર્યું છે એણે પોતાના ક્ષેત્રમાં શું ઉકાળ્યું છે અને જેના વિશે બેફામ આક્ષેપો કરવામાં આવે છે એણે પોતાના ક્ષેત્રમાં કેટલું પ્રચંડ કાર્ય કર્યું છે, બેબુનિયાદ આક્ષેપો કરવાનો એક હેતુ તો પોતાનામાં રહેલું ફ્રસ્ટ્રેશન બહાર કાઢવાનો અને હજુ એક હેતુ એ કે તમે સામેની વ્યક્તિને રૉન્ગ બૉક્સમાં મૂકીને ખુલાસાઓ કરવાની ફરજ પાડો.
અહીં એક ટ્રિકી સિચ્યુએશન સર્જાતી હોય છે. તમે પેલાને ગેરવાજબી ઈમ્પોર્ટન્સ ન આપવા માટે એને નિગ્લેક્ટ કરો તો તમારી એ અવગણનાનો અર્થ એવો કાઢવામાં આવશે એવો તમને ડર લાગે કે બીજાઓ તમને એવો ડર દેખાડે કે તમે એ આક્ષેપોને સ્વીકારી લો છો, તમારી પાસે લોકોને ગળે ઊતરે એવો ખુલાસો કરવા જેટલી સચ્ચાઈ નથી. આક્ષેપોમાં ઉછાળવામાં આવેલા કાદવ તમને ચોંટી જશે.
તમે તમારું કામ છોડીને આવી આક્ષેપબાજીઓના ખુલાસાઓ કરતા રહો અને આક્ષેપ કરનારાઓ પોતાનો કૉલર ઊંચો કરીને પોતાના નાનકડા, સંકુચિત વર્તુળમાં ફરતા રહે કે જોયું, હું જે કહું છું એનું કેટલું વજન પડે છે? આવડા મોટા માણસે પણ મારી વાતનો જવાબ આપવો પડ્યોને? બેબુનિયાદ આક્ષેપોના જવાબ આપવા કે નહીં એની કોઈ સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા નથી.
ક્યારેક ચૂપ રહેવામાં અને વહેંતિયાઓને – મિનિયન્સને મહત્ત્વ ન આપવામાં જ શાણપણ હોય છે. ક્યારેક એકાદ છૂટું તીર છોડીને પેલાને મરણતોલ ઘા કરવામાં શાણપણ હોય છે. ક્યારેક પ્રતિ-આક્ષેપ કરવો જરૂરી હોય છે. બેબુનિયાદ આક્ષેપો કરનારાઓને ખબર હોય છે પોતે ગપગોળા ચલાવી રહ્યા છે, હાડોહાડ જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે. આવા જુઠ્ઠા અને બેશરમ માણસોના આક્ષેપોને જવાબ આપીને પોતાનો કિમતી સમય વેડફવાનું શાણા લોકોને પરવડતું નથી એટલે જ તેઓ ચૂપ રહેતા હોય છે, પોતાનું નક્કર કામ કર્યે જતા હોય છે – મોદીની જેમ. અને જરૂર પડે ત્યારે કે પાણી નાક સુધી આવી જાય ત્યારે સામેવાળા પપ્પુઓને તમ્મર આવી જાય અને ધોળે દહાડે તારા દેખાય એવો જડબાતોડ જવાબ આપી દેતા હોય છે!
પાન બનારસવાલા
મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું.
રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.
સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.
પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
કદીક શબ્દ, તો ક્યારેક સાજ બદલું છું.
સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી,
દરદ બદલતું નથી, તો ઈલાજ બદલું છું.
– રાજેન્દ્ર શુક્લ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો