( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 7 જાન્યુઆરી 2026 )
માથે આવી પડતી કોઇ પણ આપત્તિનો અનુભવ સુખદ તો ક્યાંથી હોવાનો પણ એવી પરિસ્થિતિઓમાંથી માણસ કેટલાક એવા પાઠ શીખી જાય છે જે એને જિંદગીભર કામ લાગતા રહે છે.
વિપરીત પરિસ્થિતિનો સૌથી મોટો ફાયદો એ કે એવા જ સમયે માણસને પોતાની ખરેખરી જાતને નજીકથી જોવાની તક મળે છે. એ વખતે એ એકલો પડી ગયો હોય છે. એની આસપાસનું પ્રસંશકોનું ટોળું વિખેરાઇ ચૂક્યું હોય છે. જીતવાની જીદમાં હારની મઝા માણવાનું ચૂકી જવાય છે. હાર એટલે નવા અને વધુ સારા જીવનની દિશામાં એક ડગલું આગળ વધવાનો અવસર.
આવા અવસરને એક તક તરીકે ઝડપી લેવાને બદલે ઘણા લોકો સલામતીનો ખ્યાલ રાખીને બેસી રહે છે. સતત દરેક પાસે સલામતી મેળવવા ઇચ્છનારાઓનું જીવન ચારેબાજુથી બંધિયાર બની જાય છે. લાગણીની, આર્થિક, સામાજિક વગેરે અનેક સલામતીઓ પાછળ ભાગતા માણસો મૃત્યુ કરતાં વધારે જીવનથી ડરતા થઇ જાય છે. કોઇકે સાચું કહ્યું છે કે જહાજ કિનારા પર હોય ત્યારે તે સૌથી સલામત હોય છે, પણ એ જ શું એનો હેતુ છે?
હાથમાં આવેલી અનેક તક સરી જવા બદલ અફસોસ કર્યા કરતા લોકોને તમે મળ્યા છો? જે દૂધ ઢોળાઇ ચૂક્યું છે એમાંથી પોતે કેવી રીતે દહીં, છાશ, માખણ કે ઘી બનાવ્યાં હોત એની કથા રસપ્રદ બાનીએ કહેતાં એમને આવડે છે. એમને માત્ર એટલી જ ખબર નથી કે ગુમાવેલી અનેક તક વિશે રંજ વ્યક્ત કરવામાં આવનારી બીજી અનેક તક તેઓ ગુમાવી બેસતા હોય છે. આવી કોઇ તક ચાલી જતી નથી, તમારે બદલે બીજું કોઇક એને ઝડપી લે છે. આવી તક ભૂતકાળના અફસોસો અને ભવિષ્યનાં સપનાંઓની વચ્ચે રહેલી વર્તમાનની ક્ષણમાં જ છુપાઈને પડી હોય છે. રેશમી આવરણ ઓઢીને સૂતેલી આ તક માણસના જીવનની સૌથી નિકટ આવી ગઇ હોય ત્યારે આસપાસનું દરેક જણ તમે એ તકનો લાભ લો એની વિરુદ્ધમાં હોય છે. માણસે નક્કી કરી લેવાનું કે એણે આસપાસના લોકોનું સાંભળવું છે કે એકલા એના પોતાનું.
લક્ષ્યો રાખી શકાય જીવનમાં, રાખવાં જ જોઇએ. લાઇફમાં કેટલાક હેતુઓ તથા ઉમદા અને ઊંચા ગોલ્સ હોવા જોઇએ. તકલીફ એક જ હોય છે કે મોટા ભાગના લોકો નિશાનને એકીટશે તાકીને બેસી રહે છે. એને સર કરવા તીર છોડવું અનિવાર્ય છે એવું ભાગ્યે જ કોઇક સમજે છે. સપનાં રાખવાનો શોખ ઘણાને હોય છે. પણ એ સપનાં સાકાર થવાની શક્યતા હોય તે જ ઘડીએ તેઓ નાહિંમત થઇને ભાંગી પડે છે.
આગળ વધવાની પ્રક્રિયાને જેઓ મનની ચંચળતા ગણે છે તેઓ પોતાની સ્થગિતતાને, પોતાના બંધિયારપણાને સ્થિરતામાં, અડગતામાં ખપાવી દેવા આતુર હોય છે. એક જ સ્થળે અવિચળ બની પડી રહેવામાં એમને સલામતી લાગે છે. આવી સલામતીઓ પર કરોળિયા જાળાં બનાવે છે. એ જાળાંમાં વ્યક્તિ એ હદ સુધી ગૂંથાઇ જાય છે કે સ્થગિત થઇ જવાની ભૂલ સમજાયા પછી પણ એ કશું જ કરી શકતી નથી. લાચાર બનીને બેસી રહે છે, હાથ પર હાથ જોડીને પોતાના નસીબને કોસ્યા કરે છે.
નસીબ પર દોષ ઢોળવો આસાન છે. આ તકદીર બિચારું કેટકેટલાંનાં દોષના ટોપલા પોતાના માથે ઓઢતું રહેશે ? અને ક્યાં સુધી? વધુને વધુ પ્રયત્ન કરવાથી નસીબને નજીક ખેંચી શકાય છે એવું સમજવા કેમ કોઇ તૈયાર નથી? પ્રયત્નો પછી પણ નસીબ આડેનું પાંદડું હટતું ન હોય તો એમાં પૂર્વજન્મનાં કર્મનો કોઇ ફાળો નથી એવું કેમ કોઇ સમજતું નથી?

પોતે સારા હોવા છતાં પોતાની સાથે ખરાબ ઘટનાઓ શા માટે બનતી રહે છે એ વાત માણસ સમજી શકતો નથી. કોઇનું ય ક્યારેય કશું બગાડ્યું ન હોય છતાં પોતાનું શા માટે કશું સુધરતું નથી એવી મૂંઝવણ અનુભવનારાઓને સાંત્વન આપવા માટે એવું કહી દેવું બહુ આસાન છે કે આ તો તમારાં પૂર્વજન્મનાં કર્મનાં ફળ છે. પણ હકીકતમાં એવું કશું હોતું નથી. જૂના નાણાકીય વર્ષના અંતે બેલેન્સ કેરીડ ફોરવર્ડ થાય અને નવા વર્ષના આરંભે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ થાય અને માણસના જન્મની બાબતમાં કે એના કર્મની બાબતમાં પણ આવું માનવું એ મૂઢતાની નિશાની ગણાય.
પરિશ્રમ, કામ, વર્ક. જીવનની સૌથી મોટી, સૌથી સાત્વિક અને સૌથી ઉપયોગી પલાયનવૃત્તિ આ જ છે. કામમાં ગળાડૂબ થઇ ગયા પછી અનેક સમસ્યાઓ આપોઆપ છૂ થઇ જાય છે. એકાગ્રતાપૂર્વક કામ નથી થતું એવી ફરિયાદનો એક માત્ર ઇલાજ પણ કામ કરવાના પ્રયત્નોને ખંતપૂર્વક વળગી રહેવામાં છે.
વધારે કામ કરવાથી વધારે સ્ફૂર્તિવાન બનાતું હોય છે. ઓછું કામ કરવાથી આળસાઇ જઇએ છીએ. કામ નહીં કરવાનાં અનેક બહાનાં મળી રહેવાનાં. કામ કરવા માટે એક જ કારણ પૂરતું છે : મારે જો આજીવન તાજામાજા રહેવું હશે, મારી આસપાસ પ્રફુલ્લિત વાતાવરણ મારે જોઇતું હશે, મારા સર્કલમાં તરવરિયા માણસો જોઇતા હશે તો મારે કામ કરવું પડશે, સતત કામ કરવું પડશે, ભરપૂર માત્રામાં કામ કરવું પડશે અને કોઇ એક લક્ષ્ય આંખ સામે રાખીને આ બધું કરવું પડશે.
સાયલન્સ પ્લીઝ!
જીસ રફ્તાર સે તૂ નિકલ રહી હૈ ઝિંદગી
એક ચાલાન તેરા ભી બનતા હૈ
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













