આપણામાં કોઈ કાર્ય સારી રીતે કરવાની આવડત હોય તો તેમાં આપણી પોતાની મહાનતા નથી’- સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 11 ફેબ્રુઆરી 2026 )

‘આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઈચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન જેમને ધર્મને આચારમાં મૂકવાની ઈચ્છા છે તેઓ એ વાંચે, વિચારે ને તેમાંથી શક્તિ મેળવે.’

‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં ગાંધીજી આ લખે છે. ભગવદ્ગીતાના પોતાના અનુવાદને ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’ નામ આપ્યું છે. ગીતાના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકનો સાર આ એક શબ્દમાં આવી જાય-અનાસક્તિયોગ. ગાંધીજીએ કરેલા એકદમ સરળ ગુજરાતી અનુવાદને કારણે સંસ્કૃત ન સમજનારા મારા જેવા લાખો વાચકો માટે ગીતામાં પ્રવેશવું આસાન બની ગયું.

ગીતાના કર્મયોગ નામના ત્રીજા અધ્યાયમાં ગાંધીજીએ આસક્તિ વિશે એક નોંધ મૂકી છે તે વાંચવા જેવી છે. ર૩-૨૪ અને રપ, ર૬ તથા ર૭-ર૮મા શ્લોક સમૂહ બાદ ગાંધીજીની નોંધ આવે છે. ર૩-ર૪મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: ‘જો હું કદી પણ આળસ મરડવા સરખોયે થોભ્યા વિના કર્મને વિશે પ્રવૃત્ત ન રહું તો હે પાર્થ! લોકો બધી રીતે મારા વર્તનને અનુસરશે. જો હું કર્મ ન કરું તો આ લોકો નષ્ટ થાય, હું અવ્યવસ્થાનો કર્તા બનું અને આ લોકોનો નાશ કરું.’

એ પછીના શ્લોકમાં ભગવાન કહે છે: ‘હે ભારત! જેમ અજ્ઞાની લોકો આસક્ત થઈને કામ કરે છે તેમ જ્ઞાનીએ આસક્તિરહિત થઈને લોકકલ્યાણ ઈચ્છીને કામ કરવું જોઈએ.’ ત્યાર બાદના ત્રણ શ્લોકોમાં વિવિધ ખૂણેથી આ જ વાતનું નિરૂપણ થયેલું છે. અને પછી ગાંધીજી પોતાની નોંધ ઉમેરીને આસક્તિને વિશેષ સંદર્ભ આપીને સમજાવે છે:

‘જેમ શ્વાસોચ્છ્વાસ આદિ ક્રિયા પોતાની મેળે થાય છે; તેને વિશે મનુષ્ય આસક્ત નથી થતો (એટલે કે આ ક્રિયા હું કરું છું એવો અહંકાર કે એવી સભાનતા એનામાં નથી-સૌ. શા.), અને જ્યારે તે અવયવોને વ્યાધિ હોય ત્યારે જ મનુષ્યને તેની ચિંતા કરવી પડે છે, અથવા તેને તે અવયવની હસ્તીનું પણ ભાન થાય છે, તેમ સ્વાભાવિક કર્મો પોતાની મેળે થતાં હોય તો તેમને વિશે આસક્તિ ન હોય. જેનો સ્વભાવ ઉદારતાનો છે તે પોતે ઉદાર છે એમ જાણતો પણ નથી, તેનાથી દાન કર્યા વિના રહેવાતું જ નથી. આવી અનાસક્તિ અભ્યાસ અને ઈશ્ર્વરકૃપા-વડે જ આવે.’

આપણામાં કોઈ કાર્ય સારી રીતે કરવાની આવડત હોય તો તેમાં આપણી પોતાની મહાનતા નથી. શ્વાસોચ્છ્વાસ જેમ આપણા કોઈ જ પ્રયત્ન વિના થતો રહે છે એ જ રીતે એ કામ પણ આપણે નથી કરતા એની મેળે થાય છે, ઈશ્વરકૃપાએ થાય છે, એવું માનીએ તો અહંકાર સહિતની બીજી અનેક ખરાબીઓમાંથી બચી જઈએ એવું ગાંધીજી અનાસક્તિના સંદર્ભમાં કહેવા માગે છે એટલું હું સમજ્યો છું.

ગીતાના બોધનો જે કેન્દ્રીય શ્લોકાર્ધ છે: કર્મણ્યે વાધિકારસ્તે મા ફ્લેષુ કદાચન – તેને પણ ગાંધીજીએ સંક્ષિપ્ત કરીને આ એક શબ્દ ‘અનાસક્તિયોગ’માં મૂકી આપ્યો છે. ગાંધીજીનો આ ગુજરાતી અનુવાદ ખાસ્સો લોકપ્રિય થયો. ૧૯૩૦માં પ્રથમવાર પ્રગટ થયેલા આ અનુવાદના પુસ્તકની નવ દાયકામાં લગભગ દોઢ લાખ નકલ વેચાઈ ચૂકી છે. અનુવાદ જેટલું જ મહત્ત્વ આ પુસ્તકની પ્રસ્તાવનાનું છે. મારું ચાલે તો સવાઆઠ પાનાની સંપૂર્ણ પ્રસ્તાવના અહીં ક્વોટ કરીને એની સમીક્ષા કરું, પણ આગળ બીજી ઘણી વાતો એક્સ્પ્લોર કરવાની છે.

‘ગીતા અમારે સારું આધ્યાત્મિક નિદાનગ્રંથ છે.’ એવું મૌલિક વિધાન ગાંધીજીએ પ્રસ્તાવનામાં લખ્યું છે. આ વિધાનની નીચે પાદટીપ ઉમેરતાં કાકાસાહેબ કાલેલકર લખે છે: ‘નિદાન=મૂંઝવણનાં કારણો શોધતું શાસ્ત્ર.’

અનુવાદ પ્રક્રિયા વિશે ગાંધીજી ખુમારીપૂર્વક જણાવે છે: ‘…(ગીતાના) બીજા ગુજરાતી અનુવાદકોની અવગણના નથી. તે બધાને સ્થાન ભલે હોય, – પણ તેમની પાછળ તે તે અનુવાદકો આચારરૂપી અનુભવનો દાવો કરતા હોય એવું મારી જાણમાં નથી.’

અને સાથોસાથ એમની નમ્રતા પણ જુઓ: ‘આ અનુવાદ પાછળ મારા સાથીઓની મહેનત રહેલી છે. મારું સંસ્કૃતજ્ઞાન ઘણું અધૂરું હોવાને લીધે શબ્દાર્થ વિશે મને પૂરો વિશ્ર્વાસ ન હોય તેથી તેટલા પૂરતો આ અનુવાદ વિનોબા, કાકા કાલેલકર, મહાદેવ દેસાઈ તથા કિશોરલાલ મશરૂવાલા જોઈ ગયા છે.’

કર્મફળ ત્યાગને ગીતાનું મધ્યબિંદુ ગણાવીને ગાંધીજી ઉમેરે છે: ‘પણ નિષ્કામતા, કર્મકલત્યાગ, કહેવામાત્રથી નથી થતી. એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી. એ હૃદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારું જ્ઞાન જોઈએ. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિતો પામે છે. વેદાદિ તેમને મોઢે હોય છે, પણ એમનામાંના ઘણા ભોગાદિમાં રચ્યાપચ્યા રહે છે. જ્ઞાનનો અતિરેક શુષ્ક પાંડિત્યરૂપે ન થાય. તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી; અને તેને પ્રથમ સ્થાન આપ્યું. ભક્તિ વિનાનું જ્ઞાન વીફરે. તેમ કહ્યું: ભક્તિ કરો તો જ્ઞાન મળી જ રહેવાનું છે.’

ગાંધીજી હવે ભક્તિની પણ સમજણ આપે છે, ‘…ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચારને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ધ્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણ નથી. જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહંતા-મમતાથી મુક્ત છે, જેને સુખદુ:ખ-ટાઢતડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ર્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષ શોકભયાદિથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફુલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે, તે ભક્ત છે.’

જ્ઞાન અને ભક્તિ આ બેઉ વિશેની સ્પષ્ટતાના અંતે ગાંધીજી નોંધે છે: ‘લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે, તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારું કે દરદીની સારવાર કરવાને સારું કદી નહીં.’

ગાંધીજી કહે છે કે, ‘આ બંને વર્ગને (જ્ઞાનમાર્ગીઓને અને ભક્તિમાર્ગીઓને પણ) ગીતાજીએ સ્પષ્ટ કહી દીધું: ‘કર્મ વિના કોઈ સિદ્ધિ પામ્યા નથી… જો હું પણ આળસરહિત થઈને કર્મ ન કર્યા કરું તો આ લોકોનો નાશ થાય.’ તો પછી લોકોને વિશે તો પૂછવું જ શું હોય?’

ગાંધીજી ગીતાના ન ભુલાય એવા ધ્વનિ ‘નિષ્કામ થઈને કર્મ કરો’ને પોતાના શબ્દોમાં વર્ણવે છે: ‘કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતો તેનાં ફળ છોડે તે ચડે.’

પણ તરત જ સ્પષ્ટતા કરે છે: ‘… પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોયે અર્થ કોઈ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંયે સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાની પરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે છે તે ઘણી વાર કર્મ-કર્તવ્ય-ભ્રષ્ટ થાય છે. તેને અધીરાઈ આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, ને પછી તે ન કરવાનું કરવા માંડે છે. એક કર્મમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પડ્યે જાય છે.

પરિણામનું ચિન્તવન કરનારની સ્થિતિ વિષયાન્ધના જેવી થઈ જાય છે, ને છેવટે તે વિષયીની જેમ સારાસારનો, નીતિ-અનીતિનો વિવેક છોડી દે છે, ને ફળ મેળવવા સારું ગમે તે સાધનનો ઉપયોગ કરે છે, ને તેને ધર્મ માને છે. ફલાસક્તિનાં આવાં કડવાં પરિણામોમાંથી ગીતાકારે અનાસક્તિનો એટલે કે કર્મફલત્યાગનો સિદ્ધાન્ત ઘટાવ્યો ને જગતની પાસે અતિશય આકર્ષક ભાષામાં મૂક્યો.’

સાયલન્સ પ્લીઝ!

જે લોકોને એમ હોય કે અમે ચર્ચમાં જઈને બેસીશું એટલે ખ્રિસ્તી થઈ જઈશું એ લોકોએ માની લેવું જોઈએ કે તેઓ ગૅરેજમાં જઈને બેસી રહેશે તો પોતે કાર બની જશે.

– ગૅરિસન ક્યિલર (અમેરિકન લેખક, હ્યુમરિસ્ટ)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here