સુભાષચંદ્ર બોઝને ગાંધીજી-નહેરુએ સ્વીકાર્યા હોત તો? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : ગુરુવાર, 6 નવેમ્બર 2025)

૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના દિવસે જન્મેલા સુભાષચંદ્ર જાનકીનાથ બોઝ ભારતના અવગણાયેલા સપૂત બની ગયા તેનું કારણ એમણે ગાંધીજીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો તે છે કે બીજું કંઈ ? શું આઝાદી પહેલાં નેહરુના સાગરિતોએ અને આઝાદી પછીનાં વર્ષોમાં કૉન્ગ્રેસી સરકારોએ આ જ કારણસર સુભાષબાબુની અવગણના કરી? ભારતનો સાચો ઇતિહાસ લખનારા ઈતિહાસકારો એ નક્કી કરશે.

સુભાષબાબુમાં ગાંધીજીનો પ્રગટપણે વિરોધ કરવાની નૈતિક હિંમત તો હતી જ, સાથોસાથ એમની પાસે પ્રજાનું પીઠબળ પણ હતું. તેઓ એકલે હાથે ગાંધીજી સામે લડયા નહોતા. ગાંધીજી, સરદાર, નહેરુ ઈત્યાદિવાળી ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ સાથે સુભાષબાબુનો નાતો ઘણો જૂનો. દેશબંધુ ચિત્તરંજનદાસના સુભાષબાબુ પર ચાર હાથ. દેશબંધુ ગાંધીજીના પણ પ્રિય. ૧૯૨૫માં દેશબંધુની તબિયત ગંભીર રીતે લથડી ત્યારે ગાંધીજી એમના ખબર અંતર કાઢવા દાર્જિલિંગ ગયા હતા. એ વર્ષની ૨૫ જૂને દેશબંધુ અવસાન પામ્યા.

સુભાષબાબુના પિતા જાનકીનાથ બોઝ કટકના જાણીતા અને શ્રીમંત વકીલ. સુભાષબાબુનો જન્મ કટકમાં જ. ઈંગ્લૅન્ડ જઈને આપેલી ઈન્ડિયન સિવિલ સર્વિસીઝની એન્ટ્રન્સ પરીક્ષામાં સુભાષબાબુનો ચોથો નંબર આવ્યો હતો. ૧૯૨૦ની આ વાત. ત્રેવીસેક વર્ષની ઉંમર. પણ ૧૯૨૧ની ૨૩ એપ્રિલે સિવિલ સર્વિસીઝની નોકરી છોડીને ભારત આવી ગયા. ગાંધીજીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસમાં જોડાયા. પોતાનું છાપું ‘સ્વરાજ’ શરૂ કર્યું. બંગાળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ વતી પ્રચારકાર્ય શરૂ કર્યું.

૧૯૨૩માં સુભાષબાબુ ઑલ ઈન્ડિયા યુથ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા અને બંગાળ રાજ્ય કૉંગ્રેસના સેક્રેટરી પણ બન્યા. ચિત્તરંજનદાસે શરૂ કરેલા અખબાર ‘ફૉરવર્ડ’ના તંત્રી બન્યા. કલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટાયા. એ વખતે ૧૯૨૪માં કલકત્તાના મેયરપદે ચિત્તરંજનદાસ ચૂંટાયા હતા. ૧૯૨૫માં બ્રિટિશ સરકારે રાષ્ટ્રવાદી ભારતીયોની ધરપકડ કરવાનું શરૂ કર્યું. સુભાષબાબુ પણ પકડાયા. માંડલે (મ્યાનમાર, બર્મા)ની જેલમાં મોકલવામાં આવ્યા જ્યાં એમને ટી.બી.નો રોગ લાગુ પડયો. ૧૯૨૭માં જેલમાંથી બહાર આવ્યા પછી એમણે કૉંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે જવાહરલાલ નહેરુ સાથે આઝાદીની લડત શરૂ કરી. ૧૯૨૮માં સુભાષબાબુએ કલકત્તામાં કૉંગ્રેસનું અધિવેશન યોજયું. અધિવેશનના થોડા વખત પછી સુભાષબાબુની ફરી ધરપકડ થઈ. બહાર આવ્યા પછી ૧૯૩૦માં તેઓ કલકત્તાના મેયર બન્યા. ત્યારે એમની ઉંમર 33 વર્ષની. ( 1922માં સરદાર પટેલ 47 વર્ષની ઉંમરે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. સરદારે એ પછી 1924 અને 1927માં પણ આ હોદ્દા પર ચૂંટાઈને કાર્ય કર્યું હતું.)

૧૯૩૦ના દાયકાના મધ્યમાં સુભાષબાબુએ યુરોપની યાત્રા કરી. ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, ત્યાંના રાજકારણીઓને મળ્યા, ઈટલીના સરમુખત્યાર બેનિતો મુસોલિનીને પણ મળ્યા.

આ ગાળામાં સુભાષચંદ્ર બોઝે ‘ધ ઈન્ડિયન સ્ટ્રગલ’ પુસ્તકનો પહેલો ભાગ લખ્યો જેમાં ૧૯૨૦થી ૧૯૩૪ના સમયગાળા દરમિયાન ભારતમાં ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓનું બયાન હતું. ૧૯૩૫માં લંડનમાં પ્રગટ થયેલા આ પુસ્તકને બ્રિટિશ સરકારે પોતાની હકુમતના વિશ્વના તમામ પ્રદેશોમાં પ્રતિબંધિત જાહેર કર્યું. બ્રિટિશ સરકારને ભય હતો કે આ પુસ્તક સ્થાનિક પ્રજાને સ્વતંત્ર થવા માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા આપશે.

૧૯૩૮માં સુભાષબાબુ ભારતના રાષ્ટ્રીય નેતા તરીકેની લોકપ્રિયતા પામી ચૂક્યા હતા, એવું ગજું પુરવાર કરી ચૂક્યા હતા. એમણે કૉંગ્રેસના પ્રમુખ બનવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું.
1938માં દક્ષિણ ગુજરાતના બારડોલીથી તેર કિલોમીટર દૂર આવેલા હરિપુરામાં યોજાયેલા કૉન્ગ્રેસ અધિવેશનમાં સુભાષ બાબુ પક્ષના પ્રમુખપદે બિરાજ્યા.

ગાંધીજી સાથેના મતભેદો હવે પ્રગટપણે બહાર આવ્યા. સુભાષબાબુ બ્રિટિશ સરકાર વિરુદ્ધ બળપ્રયોગ વાપરવાના મતમાં હતા. ગાંધીજીએ સુભાષબાબુને કોંગ્રેસનું પ્રમુખપદ સોંપવાનો પ્રગટપણે વિરોધ કર્યો હતો. ગાંધીજીને લીધે સુભાષબાબુ અને નહેરુ વચ્ચે પણ ફાટફૂટ પડી.

૧૯૩૯માં મધ્ય પ્રદેશના નાનકડા ગામ ત્રિપુરીમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં સુભાષબાબુ માંદગીને કારણે પથારીવશ હતા તે છતાં સ્ટ્રેચરમાં આવ્યા. ગાંધીજી પટ્ટાભી સીતારામૈયાને કૉંગ્રેસ પ્રમુખ બનાવવા ચાહતા હતા. આમ છતાં ફરી એકવાર સુભાષબાબુ ચૂંટાયા. પણ થોડા વખત પછી ગાંધી અનુયાયીઓ સાથેના તીવ્ર મતભેદોને લીધે સુભાષબાબુએ કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું.

સુભાષબાબુ ટર્કીની સિકલ બદલી નાખનારા શાસક કમાલ અતાતુર્કના વહીવટથી ખૂબ ઈમ્પ્રેસ થયેલા. મુસ્તફા કમાલ અતાતુર્ક ક્રાંતિકારી નેતા હતા અને રિપબ્લિક ઓફ ટર્કીના સ્થાપક તથા પ્રથમ પ્રેસિડેન્ટ હતા. ટર્કીને પરંપરાવાદી જૂનવાણી મુસ્લિમ દેશમાંથી એક આધુનિક અને રાજકીય-આર્થિક-સામાજિક ક્ષેત્રે સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનો જશ અતાતુર્કને જાય છે. ૧૯૨૩થી પોતાના મૃત્યુ સુધી-૧૯૩૮ સુધી એમણે ટર્કી પર શાસન કર્યું.

સુભાષચંદ્ર બોઝ માનતા કે ભારતને આઝાદ કરાવ્યા પછી ઓછામાં ઓછા બે દાયકા સુધી આ દેશમાં સમાજવાદી સરમુખત્યારી હોવી જોઈએ જેથી ટર્કીની જેમ ભારત દેશ પણ અંધારયુગમાંથી બહાર નીકળીને પ્રગતિ કરે અને દુનિયાના પ્રમુખ રાષ્ટ્રો સાથે સ્પર્ધા કરતો થાય.

સુભાષબાબુએ ઈંગ્લેન્ડ જઈને ત્યાંના અનેક અગ્રણી રાજનેતાઓ સાથે નિરાંતની મુલાકાતો કરી. ત્યાંની લેબર પાર્ટીના નેતાઓ તેમ જ ત્યાંના રાજકીય ચિંતકોને તેઓ મળ્યા. ત્યાંની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ સુભાષબાબુને મળવાની પણ ના પાડતા કારણ કે ભારતને સ્વાયત્તતા આપવાની બાબતની તરફેણમાં તેઓ નહોતા. છેવટે ભારતને બ્રિટનની લેબર પાર્ટી શાસનમાં હતી તે વખતે, કલેમન્ટ એટલી ત્યાંના વડાપ્રધાન હતા તે ગાળામાં (એ ગાળો એટલે ૨૬ જુલાઈ ૧૯૪૮ થી ૨૬ ઓક્ટોબર ૧૯૫૧માં) આઝાદી મળી.

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સુભાષબાબુએ ભારતના વાઈસરોય લોર્ડ લિન્લિથગો વિરુદ્ધ ભારતમાં મોટાભાગે અસહકારની ચળવળ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે ભારતની પ્રજાને કે કોંગ્રેસની નેતાગીરીને પૂછયા કર્યા વિના બ્રિટિશરોએ ભારતને પરાણે વિશ્વયુદ્ધ કરવા ખેંચ્યું હતું. ગાંધીજીએ આ બાબતમાં સુભાષબાબુનો વિરોધ કર્યો. સુભાષબાબુએ કલકત્તમાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળ શરૂ કરી. બ્રિટિશરોએ એમની ધરપક્ડ કરીને એમને જેલમાં નાખ્યા પણ સાત દિવસની ભૂખ હડતાળ પછી એમને છોડવા પડયા.

એ પછી સુભાષબાબુને અને એમના ઘરને સી.આઈ.ડી.ની નિગરાની હેઠળ રાખવામાં આવ્યા. બ્રિટિશ રાજની આ રસમ નહેરુ રાજમાં પણ ચાલુ રહી .

ભારતનો સાચો ઈતિહાસ નહેરુ શાસનને લીધે ક્યાં કેવી રીતે ખોવાઈ ગયો તેની પણ આછી ઝલક તમને કુલ 3 લેખની આ રોમાંચક લેખશ્રેણીમાંથી મળી રહેશે. બાકીની વાત કાલે અને પરમ દિવસે.

આજનો વિચાર

આપણામાંથી કોણ ભારતને સ્વતંત્ર જોવા માટે જીવતું રહેશે એ વિચારવાનું જ ન હોય. ભારત સ્વતંત્ર થાય એ જરૂરી છે અને એને સ્વતંત્ર કરવા આપણે આપણાથી બનતું બધું જ કરી છૂટીએ તે જરૂરી છે.

— સુભાષચંદ્ર બોઝ

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here