( ’ત્રિવિધા’, Newspremi.Com મંગળવાર, 12 નવેમ્બર 2024 )
ત્રીસ કરતાં વધારે વર્ષ પહેલાંની વાત છે. અડધા દાયકા સુધી ચાલેલી મારી અને ચંદ્રકાંત બક્ષીની જાહેર પત્રબાજી, દલીલબાજી, પટ્ટાબાજી, તલવારબાજીનો અંત આવી ગયો હતો. જે કંઈ વિખવાદ ચાલ્યો તે શમી ગયો હતો. શાંતિનું નોબેલ પ્રાઈઝ એ વર્ષે અમને બંનેને મળવાનું છે એવી અફવાઓ પણ સ્વીડનથી આવતી થઈ ગઈ હતી. અમારા બેઉના દુશ્મનો આશ્ચર્યચકિત થઈને ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.
એ ગાળામાં મેં એક ડાયજેસ્ટ ટાઈપનું મૅગેઝીન શરૂ કરવાનું પ્લાનિંગ કરેલું. ‘રીડર્સ ડાયજેસ્ટ’ જેવું કે પછી મહેન્દ્ર મેઘાણીના ‘મિલાપ’ જેવું. અગાઉ ક્યાંક પ્રગટ થયેલી સામગ્રી ધૂળધોયાની જેમ એકઠી કરવાની અને એને સજાવીને વાચકોને પીરસવાની.
આ સંદર્ભમાં હું વરલી જઈને બક્ષી સાહેબને મળેલો. એમણે ચિક્કાર લખ્યું છે. એમાંથી દર અઠવાડિયે એમના ત્રણ લેખોનો સંક્ષેપ કરીને ( 1000-1200 શબ્દોના એક લેખને 300-400માં કરીને ) એક પાનું ભરીને કૉલમ છપાય. સંક્ષેપ કરવાની મહેનત મારે કરવાની. બક્ષી જરા સ્કેપ્ટિકલ હતા કે ટેક્નિકલી આમાં કેવું લાગશે ? મજા આવશે ? મેં એમને સૅમ્પલ બતાવ્યું. બક્ષી ખુશ થઈ ગયા. એમણે પરવાનગી આપી. પુરસ્કારની રકમ નક્કી થઈ. કૉલમનું નામ શું રાખવું? મને કંઈ સૂઝતું નહોતું. એમને પણ સૂઝતું નહોતું.
થોડા દિવસ પછી એમનો ફોન આવ્યો:‘કૉલમનું નામ રાખીએ ‘ત્રિવિધા’…’
‘વાહ, ત્રણ વિવિધ પીસની કૉલમનું નામ ‘ત્રિવિધા’….’ વારી ગયો એમના પર.
બક્ષીએ રચેલા અનેક નવા નક્કોર ( પણ ચાંપલા કે વેવલા નહીં એવા) શબ્દોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. પણ ત્રિવિધા શબ્દ વિશે કોઈનેય ખબર નથી.
ક્યાંથી હોય. મેં નવા છાપાનારા મૅગેઝિનની ડમીમાં ‘ત્રિવિધા’ના નામે બક્ષીની કૉલમ છાપી હતી પણ મારી જશરેખામાં પોતાનું મૅગેઝિન પ્રગટ કરવાનું લખાયું નથી. એ મૅગેઝિન પણ વાચકો સુધી ના પહોંચ્યું. ‘ત્રિવિધા’ ડમી અંકમાં રહી ગઈ.
ત્રણ પીસની મૌલિક કૉલમો અંગ્રેજીમાં ખુશવંત સિંહના જમાનાથી લખાતી આવી છે. ગુજરાતીમાં જો કોઈ બીજો લેખક દાવો કરીને પુરવાર ના કરે ત્યાં સુધી એની શરૂઆત મેં કરી છે એવું માનજો. 1983માં ‘સમકાલીન’ની ભાવિ અને ‘જનસત્તા-લોકસત્તા’ની વર્તમાન રવિવારની પૂર્તિમાં મેં ‘પૉપકોર્ન’ નામની ત્રણ પીસની કૉલમ શરૂ કરેલી. પછી તો ઘણી જગ્યાએ લખી.
તો બક્ષીસાહેબના પુનિત સ્મરણ સાથે, આ કૉલમના નામની ફુલ ક્રેડિટ ચંદ્રકાંત બક્ષીની છે એવા ડિસ્ક્લેમર સાથે ‘ત્રિવિધા’ તમારી સેવામાં રજૂ થાય છે, જેમાં ત્રણ નાના-નાના પીસ. દરેક પીસનો વિષય વેગળો. વિષયનું કોઈ બંધન નહીં. જોઈએ કેવી જામે છે, કેટલી ચાલે છે.
* * *
આજકાલ સિક્વલના નામે આપણને દુ બનાવવાનો ધંધો હૉલિવુડમાં અને એ લોકોને જોઈને બૉલિવુડમાં પણ બહુ ચાલ્યો છે. સિક્વલમાં પણ પાછું ભેળપુરી જેવી યુનિવર્સ નામની કન્સેપ્ટ આવી છે જે બૉલિવુડમાં પણ આવી. નવી રિલીઝ થયેલી, સૌને ગમી જાય એવી અને બૉક્સ ઓફિસ પર પણ હિટ ગઇ હોય એવી, ફિલ્મો હૉલિવુડમાં તો નથી જ આવતી, બૉલિવુડમાં પણ નથી આવતી. ઢોલીવુડની તો વાત જ નહીં પૂછતા.
આવા માહોલમાં રિડલી સ્કૉટની સિક્વલ ‘ગ્લેડિયેટર-ટુ’ આવી રહી છે. સ્કૉટની ડેન્ઝિલ વોશિંગ્ટન અને રસેલ ક્રોવવાળી ‘અમેરિકન ગૅન્ગસ્ટર’ મારી મનગમતી ફિલ્મ. ‘ગ્લેડિયેટર’ તો ખરી જ. મને તો ગયા વર્ષે આવેલી એની ‘નેપોલિયન’ પણ ગમેલી— લંબાઈને લીધે કાપીકૂપીને ટૂંકી કરી નાખીને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવેલી તો પણ ગમેલી. હવે ફુલ વર્ઝન એપલ ટીવી પર ઉપલબ્ધ છે.
‘ગ્લેડિયેટર’ની સિક્વલ આવે છે એટલે એની મૂળ ફિલ્મ બે અઠવાડિયાં પહેલાં રિ-રિલીઝ કરવામાં આવી. એ જમાનામાં થિયેટરમાં જોયા પછી આ વખતે ફરી જોઈ. જબરજસ્ત ફિલ્મ. ડાયરેક્ટરની કેવી રેન્જ! ‘ગ્લેડિયેટર’ જેવા વિષય પર ફિલ્મ બનાવનારો ‘અમેરિકન ગૅન્ગસ્ટર’ પણ બનાવે ! પણ ‘ગ્લેડિયેટર-ટુ’નું ટ્રેલર અન્ડરવ્હેલ્મિંગ લાગ્યું. બે વખત અલગ અલગ થિયેટરમાં જોવા મળ્યું. જામ્યું નહીં. નક્કી નથી કે સિક્વલ જોઈશું કે નહીં.
ટૉમ હૅન્ક્સ પણ અમારો પ્રિય ઍક્ટર. પાક્કો લેફટિસ્ટ અને ડોનાલ્ડ ટ્રમ્પનો કટ્ટર વિરોધી છતાં ગમે (એમાં શું ? ). ટ્રમ્પ જીતશે તો હું અમેરિકા છોડી દઈશ એવી જાહેરાત એણે કરેલી. હવે હું રાહ જોઉં છું કે એ મુંબઈ આવીને મારી બાજુમાં ખાલી પડેલા ફ્લૅટમાં ક્યારે રહેવા આવશે. (ટૉમ હૅન્ક્સની જેમ ભારતીય અભિનેતાઓમાં નસિરુદ્દીન શાહ મારા ફેવરિટ છે. મોદી ચૂંટાશે તો દેશ છોડીને જતા રહેશે એવી ધમકી એમણે પણ આપેલી. ટૉમ હૅન્ક્સ અમેરિકાના નવા પ્રમુખની 20મી જાન્યુઆરીએ સોગંદવિધિ થાય એ પછી મારી બાજુમાં રહેવા આવશે તો હું માનું છું કે ટૉમનું અમેરિકાનું ખાલી પડેલું ઘર નસિરુદ્દીન શાહ ભાડે લઈ લેશે.)
રૉબર્ટ ઝેમેકસ ( આય હોપ કે આ ઉચ્ચાર સાચો હોય. જોકે, ભૂલ થતી હોય તો એમણે ચલાવી લેવાની. એ મારા નામનો સાચો ઉચ્ચાર કરી બતાવે ! ) અને ટૉમ હૅન્ક્સની જોડીની મને ગમેલી બે મસ્ત ફિલ્મો— ‘ફૉરેસ્ટ ગમ્પ’ અને ‘કાસ્ટ અવે’. એ ઉપરાંત પણ આ જોડીની બીજી ફિલ્મો છે. પણ આ બે ઉત્તમમાં ઉત્તમ.
આ અઠવાડિયે એ બંનેની ‘હિયર’ (Here, અહીંયા) રિલીઝ થઈ. એનું ટ્રેલર બે-ત્રણવાર જોવામાં આવ્યું પણ સમહાઉ ઑર ધ અધર આયમ નૉટ ઈન્સ્પાયર્ડ ટુ ગો ટુ ધ થિયેટર ઍન્ડ વૉચ ઇટ. હૉલિવુડ વિશે લખતી વખતે અંગ્રેજી શબ્દોની ભરમાર કરીએ તો ટ્રેન્ડી લાગીએ. અને પ્યોર ગુજરાતી, દેશી, કાઠિયાવાડી શબ્દોમાં હૉલિવુડ વિશે લખીએ તો સુપર ટ્રેન્ડી લાગીએ. આવું કેટલાક ફેસબુકિયાઓને લાગતું હોય છે. ( તો રજનીકાન્તની ફિલ્મ વિંશે લખતી વખતે શું કરીશું?)
* * *
શિયાળો ઑફિશ્યલી શરૂ થઈ ગયો છે અને દિલ્હી-જયપુર જેવા સેન્ટરોમાં બનાવટી લિટરેચર ફેસ્ટિવલોનો માહોલ બંધાઈ રહ્યો છે. જયપુર લિટફેસ્ટ હોય કે પછી ગુજરાત લિટફેસ્ટ હોય— આ ફેક અને એજન્ડા ડ્રિવન સાહિત્યમેળાઓમાં લિબરલો એટલે કે લેફ્ટિસ્ટો એટલે કે હિંદુ સંસ્કૃતિના કટ્ટર વિરોધીઓ એના આયોજકો હોય છે. આ લોકો મોટા મોટા ભંડોળ મેળવીને સાહિત્યની આડશે છૂપી રીતે પોતાનો લેફટિસ્ટ એજન્ડા આગળ વધારતા હોય છે. ( ‘રેખ્તા’વાળાઓ પણ એ જ પગલે ચાલે છે—ઉર્દુ સાહિત્યને પ્રમોટ કરવાને નામે. હવે એ ગૅન્ગ ગુજરાતીમાં પણ ઘુસી છે. ચાંદીના વરખવાળી ઝેરી કાજુ કતરીથી સાવધાન).
ગુલઝાર કે જાવેદ અખ્તર જેવી હસ્તીઓને આ લોકો બોલાવે ત્યાં સુધી ઠીક છે. સ્વાનંદ કિરકિરે કે પ્રસુન્ન જોશી પણ ચાલે. પણ લોકોના મનોરંજન માટે આયોજકો ભળતીસળતી ફિલ્મી હસ્તીઓને પકડી લાવતા હોય છે. ‘આજ તક’ નામની ઇન્ડિયા ટુડે વાળાઓની હિંદી ચૅનલે પોતાના સાહિત્યમેળામાં નહીં પણ કૉન્ક્લેવ નામના મેળામાં ગયા અઠવાડિયે ઉર્ફી જાવેદને બોલાવી હતી. ઉર્ફી જાવેદ ? ઓ હલ્લો, આ શું માંડ્યું છે તમે? અરુણ પુરી, આટલા ડેસ્પરેટ થઈ જવાનું? નોર્મલ સંસ્કારી ભારતીય યુવતીને પોતાના એક ડ્રેસ માટે જેટલું કપડું જોઈએ એટલા કપડામાંથી આખું વર્ષ ચાલે એટલા ડ્રેસ બનાવતી ઉર્ફી જાવેદને વળી તમે કયા હિસાબે આવા મેળામાં બોલવા માટે બોલાવી શકો?
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર આવતા મહિને યોજાવાનું છે. પરિષદના પ્રમુખે કાર્યવાહી સમિતિ અને મધ્યસ્થ સમિતિના બાબાબેબીઓને કન્સલ્ટ કરીને નક્કી કરવું જોઈએ કે આ વખતના જ્ઞાનસત્રની કોઈ એક સેશન માટે ઉર્ફી જાવેદને સંચાલન માટે બોલાવીએ તો સાહિત્યનો પ્રચાર કરવામાં કેટલી સહાય મળે. ગુજરાતીમાં ઉર્ફી જાવેદના વિકલ્પ રૂપે પરિષદવાળાઓને કોઈ જાણીતી ગુજરાતણનું નામ જોઈતું હોય તો મારો સંપર્ક કરજો. મારી પાસે અડધો ડઝન સૂચનો છે. તમારી પાસે છે? બોલો કોણ કોણ?
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











