( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : બુધવાર, 14 ઑગસ્ટ 2024 )
રિશી કપૂરની આંખ સામેથી રેલવે સ્ટેશનના એ અંતિમ દર્શનનું દ્રશ્ય પસાર થઈ જાય છે. રિશીના ફ્લૅશબૅકનાં દ્રશ્યો, યુવાન વીર સિંહ બનીને, સૈફ અલી ખાને ભજવ્યાં છે. દિગ્દર્શકની આ ખૂબી ફ્રાઈડે રીવ્યુમાં ખોલી નાખવી ન જોઈએ. ઘણા સમીક્ષકોએ આ પાપ કર્યું છે. યાર, થોડુંક તો દર્શકો માટે સરપ્રાઈઝ એલિમેન્ટ રાખો. ૧૯૬૦-૭૦ના પગડી-દાઢીવાળા યુવાન વીર સિંહ તરીકેની બૉડી લૅન્ગવેજ અને ૨૦૦૯ના લંડનનિવાસી જય વર્ધન સિંહની બૉડી લૅન્ગવેજમાં અનેક મહીન તફાવતો લાવીને સૈફે આ વર્ષના ‘ફિલ્મફેર’ બેસ્ટ એક્ટરના નોમિનેશન્સમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
શર્ટનું ત્રીજું બટન ખેંચીને સહેજ ખભા ઉલાળવા કે પગડી સરખી હોવા છતાં જરાક વધુ ઠીક કરવી કે છાતી ચૌડી રાખીને ચાલવું-ઊભા રહેવું કે ડાન્સના સ્ટેપ્સમાં એક પ્રકારનું રસ્ટિકપણું ઉમેરવું– આ બધું વીર સિંહનો ભૂતકાળ ભજવતી વખતે સૈફ સાહજીક રીતે કરે છે. ઉચ્ચારોમાં બહુ ભારેખમ કે પછી મિમિક્રી જેવી પંજાબી છાંટ લાવવાને બદલે ‘લૅ… લૅ ના…’ (સાયકલના પંપવાળા દ્રશ્યમાં), ‘અઈ ત્રીકા સઈ નંઈ… બ્ભરોસા (બ્+ભ=બ્ભ) રખ્ખો…’ (હરલીનની માતા સાથે વાત કરતી વખતે) જેવા ઉચ્ચારોવાળા સંવાદો સૈફના મોઢે સાભળતી વખતે તમે ભૂલી જાઓ છો જય વર્ધન સિંહવાળા સૈફને. ઘડીભર લાગે છે કે સૈફ જન્મજાત પંજાબી હશે! ઉચ્ચારણમાં માસ્ટરપીસ ક્યો છે? પુરાના કિલ્લામાં હરલીનને મળવા ગયેલો વીર સિંહ એટલે કે જૂનો સૈફ હવે પોતાના ફુકરા દોસ્તો સાથે આવારાગર્દી કરવાનું છોડીને એચ.ઈ.સી. કંપનીના ફર્નેસ વિભાગમાં કામ કરવા લાગ્યો છે તે વખતે ‘કોપર’ (કૉપર નહીં!) અને ‘એળ્યુમિણ્યમ’ (એલ્યુમિનિયમ નહીં!)ના ઉચ્ચારો કરે છે.
અને એથીય વધુ મઝા ત્યારે આવે છે કે ફ્લૅશબૅક પૂરો થતાં જ આજનો સૈફ રિશીને પૂછે છે: ‘પછી શું થયું? તમે કૉપર-એલ્યુમિનિયમથી આગળ વધ્યા કે નહીં!’
બેઉ સૈફ સાવ જુદા છે એવું તમને સતત લાગ્યા કરે એમાં દિગ્દર્શક-લેખક ઈમ્તિયાઝ અલીની કમાલ તો ખરી જ, સૈફની પણ મોટી કમાલ.
અરે હા! રિશીની યુવાનીનો રોલ સૈફ જ ભજવશે એવું કેવી રીતે નક્કી થયું હશે? સ્ટાર વેલ્યુ વગેરે તો સાચું જ. પણ કથાની દ્રષ્ટિએ જોઈએ તો બે જસ્ટિફિકેશન મને લાગે છે. રિશી માને છે અને કહે પણ છે કે, ‘તુમ મુઝે બહોત અચ્છે લગતે હો… નહીં નહીં… તુમ જૈસે હો ના,અભી… બહોત સાલોં પહેલે મૈં બિલકુલ ઐસા હી થા… એક્ઝેક્ટ, ડિટ્ટો…’
એટલે રિશી પોતાની વાત કરતા હોય ત્યારે એમને પગડી-દાઢીવાળો સૈફ નજર સામે દેખાય એ નૅચરલ છે. પણ એટલું જ નથી. સૈફ પણ રિશીના પાસ્ટને પોતાના વર્તમાન સાથે આયડેન્ટિફાય કરતો થઈ જાય છે. ‘છોકરી સાથે વાત-બાત કર્યા વગર એની સાથે સાત જન્મો રહેવાની પ્રતિગ્યા કરનારા’ રિશીને હસી કાઢતો સૈફ જેમ જેમ રિશીની હરલીન’જી’ માટેની પૅશનને જાણતો જાય છે એમ રિશીના ધૂનીપણાને પણ જસ્ટિફાય કરતો થઈ જાય છે. રિશી જ્યારે હરલીનને કલકત્તા લઈ જવાતી હતી ત્યારે હરલીનના પિતા વગેરે સમક્ષ હરલીન સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરે છે (‘મૈં વીર સિંહ… તોડી કુડી… ઐ હરલીન નાલ…બ્યાહ કરના ચાંદા હૂં’) અને હરલીનના બાપા વગેરેના હાથે ઢોરમાર ખાય છે. આ વાત કહીને રિશી સૈફને કહે છે, ‘મેં બેવકૂફી કરી કહેવાય ( કે આ રીતે સ્ટેશન પર જઈ છોકરીના બાપનો માર ખાધો)’ પણ હવે સૈફ રિશીના આવા આવેશોને જસ્ટિફાય કરે છે કે, ‘ ના, તમે જે કર્યું તે બરાબર જ કર્યું… એની શાદી થવાની હતી… તમને થયું કે હું શું કરું… તો તમે જે કર્યું તે ઠીક જ હતું, હું સમજી શકું છું…’
અને રિશી સૈફની આ સમજ બદલ થોડાક ખુશ થાય છે પણ દીપિકા માટે કેમ આ સાલાને આવી સમજ નથી આવતી એનો થોડોક મીઠો રોષ બે-ચાર શબ્દોમાં જ વ્યક્ત કરી લે છે: ‘ઓયે સમજદાર, એ કીં હો રયા હૈ… કહીં દિલ્લી મેં (દીપિકા સાથે) ઇશ્ક તો નહીં હો ગયા…’
આટલો રૅપો જેની સાથે થઈ જાય તેના ભૂતકાળનાં દ્રશ્યોમાં માણસ પોતાની જાતને જોતો થઈ જ જાય ને.
રિશીએ સૈફ્ને ડેલ્હી નહીં પણ દિલ પર આંગળી મૂકીને દિલ્લી બોલવાનું કહ્યું છે એટલે આપણે પણ દિલ્હીને બદલે દિલ્લી જ રાખીશું.
હરલીન માટેના પ્રેમની રિશીની તીવ્રતા કેટલી હશે કે હરલીનની માત્ર એક ઝલક જોવા એ દિલ્લીથી હજાર માઈલનો પ્રવાસ કરીને કલકત્તે જાય છે. અને કલકત્તામાં હરલીનને જોઈને એને શું લાગે છે! અહીં બીજું ગીત આવે છે. રાહત ફત્તેહ અલી ખાન ( નુસરત ફત્તેહ અલી ખાનના ભત્રીજા)ના અવાજમાં જબરજસ્ત ગીત છે. ઈર્શાદ કામિલના શબ્દો અદ્ભુત છે. ગીતનું મુખડું શિવકુમાર બટાલવીના ખૂબ જાણીતા પંજાબી ગીતમાંથી (ક્રેડિટ આપીને) લીધું છે. મુંબઈ જેવામાં રહેતી યુવાની વટાવી ચૂકેલી શહેરી પંજાબણોને તમે પૂછશો તો તમને, પોતાના ગ્રે થઈ રહેલા લાંબા વાળ પર હાથ ફેરવીને શરમાતાં શરમાતાં જણાવશે કે, ‘અમે નાના હતા ત્યારે જુવાન છોકરાઓ આ ગીત બહુ સંભળાવતા!’
અજ્જ દિન ચડેયા તેરે રંગ વરગા… આજે દિવસ ઉગ્યો છે તારા રંગ જેવો… ગોરી ચિટ્ટી પંજાબી કુડીની ત્વચા જેવો સોનેરી-લિસ્સો ઉઘાડ છે આજના દિવસનો !
જૂના સૈફને રસ્તા પર ઊભાં ઊભાં દૂરના મકાનના ઝરુખા પર વાળ કોરા કરવા આવેલી હરલીન નજરે પડે છે તેની એક સેકન્ડ પહેલાં જ ગીત શરૂ થઈ જાય છે:
અજ્જ દિન ચડેયા તેરે રંગ વરગા…ફૂલસા હૈ ખિલા આજ દિન
રબ્બા મેરે દિન યે ના ઢલે…વો જો મુઝે ખ્વાબ મેં મિલે
ઉસે તુ લગા દે અબ ગલે…તેનુ દિલ દા વાસ્તા
રબ્બા આયા દર પે યાર કે…સારા જહાં છોડછાડ કે
મેરે સપને સંવાર દે…તેનુ દિલ દા વાસ્તા
પછી કોર્ટમાં વકીલ જેમ પોતાના અસીલ વતી દલીલ કરતાં નામદાર જજસાહેબને કહે કે આવા જ કેસમાં અગાઉ આ પ્રકારના ચુકાદાઓ અપાયા છે અને પ્રિસીડન્ટ્સની નકલો જજના ટેબલ પર મૂકે એમ અહીં કવિ ભગવાનને કહે છે કે તારે કંઈ નવું કામ નથી કરવાનું. તેં અગાઉ પણ પ્રાર્થનાઓના જવાબમાં જૂના ગુનાઓ માફ કરીને બધાનું આવું કામ કરી જ આપ્યું છે, હું કંઈ આઉટ ઑફ ટર્ન તારી પાસે કોઈ ફેવર થોડો માગું છું?
બક્ષા ગુનાહોં કો,સુન કે દુઆઓં કો
રબ્બા પ્યાર હૈ, તુને સબકો હી દે દિયા
મેરી ભી આહોં કો, સુન લે દુઆઓં કો
મુઝકો વો દિલા, મૈંને જીસકો હૈ દિલ દિયા
આસ વો, પ્યાસ વો …ઉસકો દે ઈતના બતા
વો જો મુઝે દેખ કે હંસે,પાના ચાહું રાતદિન જિસે
રબ્બા મેરે નામ કર ઉસે,તેનુ દિલ દા વાસ્તા
જુવાન વીરસિંહ ઉર્ફે સૈફ હરલીનને જોઈને, એક શબ્દની આપલે વિના દિલ્લી પાછો ફરે છે ત્યારે એના ચહેરા પર ભરપૂર સંતોષ છે. આપલે થાય છે તો માત્ર બે જ ચીજની. એક, હરલીને ઘરેથી બનાવેલી દૂધ-શક્કર વિનાની ચાયના પ્યાલા અને દિલ્લીના નાથુ હલવાઈને ત્યાંથી સૈફે હરલીન માટે ખરીદેલી બુંદીની. અને બીજી આપલે એકમેક પ્રત્યેની લાગણીની, એ લાગણીમાં ભળી ગયેલી પ્રતિબદ્ધતાની અને આ કમિટમેન્ટ ભવિષ્યમાં સાકાર થશે જ એવી મક્કમતાની. કશું જ બોલાતું નથી. છતાં બધું જ સમજાય છે—સમજદારોને!
‘અજ્જ દિન ચડેયા’ ગીતનો એક અંતરો દિગ્દર્શકે ફિલ્મમાં લીધો નથી. કારણ જે હશે તે. પણ સીડીમાં એ છે. એક પ્રેમી પોતાના પ્રેમને ખાતર ભગવાન સાથે પણ અલમોસ્ટ ઝઘડો કરવા તૈયાર થઈ જાય છે, ભગવાનને ટોણો પણ મારે છે અને માગેલું મળી જાય તો ભગવાન તારું ભલું થશે એવા આશીર્વાદની લાલચ પણ એ ઉપરવાળાને આપી શકે છે. ખરેખર, પ્રેમ જેન્યુઈન પાગલો જ કરી શકે, બીજાઓ બહુ બહુ તો પ્રેમની વાતો કરી શકે.
માંગા જો મેરા હૈ, જાતા ક્યા તેરા હૈ
મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી
કૈસા ખુદા હૈ તુ, બસ નામ કા હૈ તુ
રબ્બા જો તેરી ઈતની સી ભી ના ચલી
ચાહીયે જો મુઝે, કર દે તુ મુઝકો અતા
જીતી રહે સલ્તનત તેરી, જીતી રહે આશિકી મેરી
દે દે મુઝે ઝિન્દગી મેરી, તેનુ દિલ દા વાસ્તા
રબ્બા આયા દર પે યાર કે, સારા જહાં છોડછાડ કે
મેરે સપને સંવાર દે, તેનુ દિલ દા વાસ્તા
અજ્જ દિન…ચડેયા… તેરે રંગ વરગા…આ…
અજ્જ દિન ચડેયા તેરે રં…ગ… વરગા…આ…
અજ્જ દિ…ન…ચડેયા…તેરે રંગ વરગા…આ…
દિન ચડેયા… તેરે રંગ વરગા…
અજ્જ દિન ચડેયા…
સલામ, રાહત ફતેહ અલી ખાન અને સલામ, ઈર્શાદ કામિલ! ઍન્ડ અ બિગ હગ ટુ પ્રીતમ ચક્રવર્તી!
દૂધ-ખાંડ વગરની કાળી ચા પીનારા વીરસિંહની ફિલસુફી છે કે તાકાત માટે દૂધશૂધ પીઓ, લસ્સીવસ્સી પીઓ, ચામાં શું કામ દૂધ નાંખવાનું- અહીં તો પંજાબ માર ખાઈ ગયું.
જય વર્ધન સિંહને વિધાઉટ શુગર-બ્લૅક કૉફી પીતાં જોઈને મીરાં ‘યક્…!’ કરે છે અને કહે છે, ‘છોકરીઓને ઈમ્પ્રેસ કરવા તું બ્લૅક કૉફી પીએ છે!’
જય કહે છે, ‘પણ તું તો ઈમ્પ્રેસ થઈ રહી હોય એવું લાગતું નથી!’
પણ હરલીન વીરસિંહની કાળી ચાથી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. ઈન્ટરવલ જે દ્રશ્યમાં પડે છે તે દ્રશ્યમાં હરલીન પોતાના માટે કાળી ચા બનાવીને ભાવતી ન હોવા છતાં પીતી રહે છે. ઈન્ટરવલ પછી મીરાં (ઉર્ફે દીપિકા, ‘ઓસો’ની શાંતિ) પણ ‘વન બ્લૅક કૉફી, પ્લીઝ…’નો ઑર્ડર આપવાની છે.
‘લવ:આજ–કલ’નો ફ્રાઈડે રિવ્યુ કરતી વખતે મેં લખ્યું હતું: ‘…ફરક હોય તો માત્ર એટલો જ કે જય બ્લૅક કૉફી (વિધાઉટ શુગર અને મિલ્ક)નો ચાહક છે, વીર પોતે જુવાન હતો ત્યારથી બ્લૅક ટી (વિધાઉટ શુગર અને મિલ્ક) પીએ છે. જનરેશન ગૅપને કારણે સર્જાતી પ્રેમ વિશેની સમજણમાં બસ, માત્ર આટલો જ ફરક છે- ચા અને કૉફી જેટલો. શુગર અને મિલ્કની કમી ત્યારે પણ હતી, આજે પણ છે…’
પ્યારમાં ક્યારેક મિલનની મીઠાશની કમી હોય તો પણ ચલાવી લેવું. વિરહનો કડવો સ્વાદ દૂર કરવા એકમેકના સંપર્કસમા દૂધની કમી હોય તો પણ વાંધો નહીં—મહત્વનું શું છે? દૂધ-સાકર કે પછી જે ઓરિજિનલ તત્વ છે તે? દૂધ-ખાંડના અભાવ જેવા સંઘર્ષના દિવસો-વર્ષો વીતી ગયા પછી પ્રેમનો મૂળ સ્વાદ-મૂળ રંગ, જીવનને મળતો હોય છે.
વેલ, કાળી ચા અને બ્લૅક કૉફીના પ્રતીકને તમે તમારી રીતે ઈન્ટરપ્રીટ કરી લેજો. દિગ્દર્શકે આ ખૂબસૂરત પ્રતીકને બિલકુલ બોલકું થવા દીધું નથી તો પછી હું શું કામ ચ્યુંઈંગ ગમની જેમ એનું અર્થઘટન લંબાવીને આટલી સરસ વાતને ચૂંથવાની જાહિલગીરી કરી રહ્યો છું?
‘લવ: આજ-કલ’માં આવું જ એક બિલકુલ સાયલન્ટ પણ ઘણું જ મહત્વનું પ્રતીક છે? ક્યું? યાદ કરો અને આવતીકાલ સુધી આપના આ જાહિલ દોસ્તને રજા આપો. જ્યાંસુધી આ જાડ્ડીભમ્મ પેનમાં ઈન્ક છે ત્યાં સુધી આ લેખશ્રેણી લખાતી રહેશે. યે વાદા રહા. અથવા તો યે અપણી ધમકી રહી!
• • •
આ સિરીઝના આગલા લેખો:
પંદર વર્ષ પછી ‘લવ:આજ-કલ’ — મિરેકલ આજે પણ બને છે : સૌરભ શાહ
‘લવ:આજ-કલ’ ફરી એકવાર —૨ : સૌરભ શાહ
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Sirji I m speechless