( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 12 જાન્યુઆરી 2025)
કુટુંબ એક છેતરામણો શબ્દ છે. આ શબ્દમાં માણસ પોતાની અંગત અને સામાજિક બાબતોમાં લાગણીની સલામતી શોધતો હોય છે, એવું માનીને કે આ શબ્દની બહાર એને એ નહીં મળે. કુટુંબ શબ્દના અર્થનો વિસ્તાર કરીને કહેવું જોઈએ કે જેમનામાંથી તમને અંગત કે સામાજિક દૃષ્ટિએ લાગણીની સલામતી મળે કે તમારું કુટુંબ. એટલું જ નહીં, જ્યાંથી તમારી રોજીરોટી આવતી હોય તે સ્થળના સાથીઓ પણ તમારું કુટુંબ.
એકબીજાનો સ્વાર્થ જાળવીને પોતાનું પણ હિત સચવાય એવી વ્યવસ્થા ધરાવતી મંડળીને કુટુંબ કહી શકાય? જો હા, તો પરંપરાગત સંયુક્ત કુટુંબો ઉત્તમ હતાં. નબળો સભ્ય સચવાઈ જતો અને તાકાતવર સભ્યોની તાકાત એકમેક સાથે મળીને અનેકગણી થઈ જતી.
અમેરિકાના ‘ટાઈમ’ના સાપ્તાહિકે વીસેક વર્ષ પહેલાં એશિયાઈ દેશોમાં ફૅમિલી બિઝનેસ ધરાવતાં ઉદ્યોગગૃહોની કવરસ્ટોરી કરી ત્યારે મુખપૃષ્ઠ પર ધીરુભાઈના બે પુત્રોની તસવીર પ્રગટ કરી હતી. એ વાત અલગ છે કે લગભગ એ જ ગાળામાં બંને ભાઈઓ ઝઘડીને છૂટા પડ્યા. મૂકેશ અને અનિલનો દાખલો આ દેશમાં અપવાદ નથી. લાખો ભાઈઓ, કાકાઓ, મામા-ફોઈના પિતરાઈઓ, માસીઆઈઓ, સાઢુઓ, સાળા-બનેવીઓ અને અફકોર્સ પિતા-પુત્રો આ દેશમાં સહિયારો બિઝનેસ કરી રહ્યા છે અને એમાંના કેટલાક અંબાણી બ્રધર્સની જેમ ઝઘડીને છૂટા પણ પડતા હોય છે.
સહિયારા સ્વાર્થને કારણે જ કુટુંબમાં એકબીજાને સાચવી લેવાની આવડત પ્રગટી જતી હોય છે. સ્વાર્થ આગળ વધીને ખોટી મહત્ત્વાકાંક્ષામાં પલટાઈ જાય ત્યારે કે સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આ જ ભાઈઓ-કાકાઓ ઈત્યાદિઓ કોર્ટે ચડે છે, ચાંદીની એક-એક ચમચી માટે ઝઘડે છે અને વર્ષોના વિખવાદ તથા લાખો રૂપિયાના અદાલતી ખર્ચ પછી સમાધાનો માટે વતેસર થઈ ગયેલી વાતને લવાદ પાસે લઈ જવામાં આવે છે. છેવટે બેઉ પક્ષોએ હોટેલમાં જઈને ખાધાપીધા વિના તોડેલા ગ્લાસ બદલ ચોક્કસ કેટલા આના ચૂકવવા પડ્યા તેની ગણતરી કરીને તાળો મેળવવો પડે છે.
સંયુક્ત કુટુંબમાં હળીમળીને, સંપીને સાથે રહેવા માટે એકમેકના સ્વાર્થ ખૂબ નજીકથી જોડાયેલા હોવા જોઈએ. દરેક સભ્યને ખરા હૃદયથી અહેસાસ હોવો જોઈએ કે હું મારા ભાઈની/ પિતાની/ કાકાની સાથે રહીને ધંધો નહીં કરું તો મારી રોજીરોટી છિનવાઈ જશે, મારે મર્સીડીઝ વેચીને નેનો લેવી પડશે અને નેનો જ હશે તો તે વેચીને ફૂટપાથ પર ચાલતાં જવું પડશે.
કુટુંબના સભ્યો જ્યારે સંયુક્ત પરિવારમાં નથી રહેતા અને પોતપોતાનું ઘર માંડીને પોતપોતાના સ્વતંત્ર વ્યવસાય-ધંધો શરૂ કરે છે ત્યારે પણ દરેક વિભક્ત પરિવાર વચ્ચે પ્રેમભર્યો આત્મીય વ્યવહાર શક્ય છે.
વન્સ ઈન અ વ્હાઈલ મોટા ઘરે સૌ ભાઈઓ – ભાભીઓ – કઝીન્સ જમવા માટે ભેગાં મળે ત્યારે આનંદમંગળનું વાતાવરણ રચાય છે, જાણે પ્રભુ હમણાં જ આ સુખી વિસ્તારને આશીર્વાદ આપવા ઊતરી આવશે.
પણ સાવધાન, જુદા જુદા રહેતા ભાઈઓ ધંધામાં સાથે હશે તો વળી વિખવાદની શક્યતા ખરી. જેઠાણીની નાકની ચૂંક કરતાં દેરાણીની ચૂંક મોટી કેમ? બેઉ ભાઈઓ સાથે ધંધો કરે છે તોય નાનો કેમ વધારે વાપરે છે? તે વખતે કોઈ વિચારતું નથી કે જેઠ-જેઠાણી ગયા વર્ષે મકાઉ જઈ આવ્યા ત્યારે નાનો ભાઈ કુટુંબને લઈ માથેરાન જઈને પાછો આવી ગયો હતો.
પૈસો. કુટુંબનો સૌથી મોટો દોસ્ત અને સૌથી મોટો દુશ્મન પૈસો છે, માણસનો પણ. અને માણસના સ્વભાવ કરતાં કુટુંબનો સ્વભાવ જુદો નથી. માણસના સ્વભાવમાં રહેલા વિરોધાભાસો જેટલા જ, બલકે વધારે વિરોધાભાસો તમને કુટુંબમાં જોવા મળે કારણ કે કુટુંબના સભ્યોની સંખ્યા સાથે આ વિરોધાભાસોનો ગુણાકાર થાય. પૈસાની સાથે એક બીજું ફેક્ટર જે કામ કરી જાય છે તે મહત્ત્વાકાંક્ષા. અથવા તો કહો કે ખોટી મહત્ત્વાકાંક્ષા. મહત્ત્વાકાંક્ષા ખોટી નથી પણ ખોટી મહત્ત્વાકાંક્ષા જોખમી છે. મહત્ત્વાકાંક્ષા એટલે? અત્યારે તમે ને તમારો ભાગીદારભાઈ એક લાડવો કમાઈને અડધો અડધો વહેંચી લેતા હો અને તમે વિચારો કે આવતા વર્ષે બે લાડવા કમાઈએ જેથી બેઉના ભાગે એક-એક આવે તેને મહત્ત્વાકાંક્ષા કહેવાય.
ખોટી મહત્ત્વાકાંક્ષા એટલે? અત્યારના એક લાડવામાંથી પેલાને અડધો આપવાને બદલે હું પોણો કેવી રીતે લઈ જઉં તેની યોજના. અથવા તો આવતા વર્ષે પેલા પાસે જ બધી મજૂરી કરાવીને એકના બે કમાઈએ પણ હું એમાંથી દોઢ ઘરભેગો કરી લઈશ એવાં સપનાં.
કુટુંબની વ્યવસ્થા આખરે તો માણસની બે મુખ્ય જરૂરિયાતોને સાચવી લેવા માટેની વ્યવસ્થા છે. એક, માણસની રોટી – કપડાં – મકાનની સમસ્યા. અને બે, માણસની ઈમોશનલ સિક્યુરિટી માટેની ઝંખના, અંગત અને સામાજિક બાબતોમાં લાગણીની સલામતી મેળવવાની ઝંખના.
હસવા માટે, રડવા માટે, ગુસ્સે થવા માટે, આનંદમાં રહેવા માટે માણસને કુટુંબની, કુટુંબના તમામ સભ્યોની ક્યારેક ને ક્યારેક જરૂર પડવાની. જે માણસ પોતાની જાત સાથે હસી શકે છે, પોતાનામાં રડી શકે છે, પોતાની નબળાઈઓ જાણીને પોતાના પર ગુસ્સે થઈ શકે છે અને કોઈના વિના પોતાની જાતને આનંદમાં રાખી શકે છે એને પરિવાર હોય કે ન હોય, કુટુંબ હોય કે ન હોય, કોઈ ફરક પડતો નથી. આવી વ્યક્તિને તમે એક માણસનો પરિવાર કહી શકો. હકીકતમાં એના માટે વિશ્ર્વ આખું એક કુટુંબ છે.
વસુધૈવ કુટુમ્બકમનો ખરો અર્થ આ જ છે: જેણે પોતાની જાતને જ પોતાનો પરિવાર બનાવી લીધો છે એ જ સમસ્ત વિશ્ર્વને પોતાના આ પરિવારમાં સમાવી લેવાની ઊંચાઈ મેળવવાને સમર્થ છે. બાકી, અત્યારે જેને સૌ કુટુંબ કહે છે તે ખરેખર એક બહુ છેતરામણો શબ્દ છે.
પાન બનારસવાલા
આ વિશાળ જગતમાં આપણે જે કંઈ જોઈએ છીએ તે બધું ઈશ્ર્વરથી વ્યાપ્ત છે. એને તજો (ત્યજો, ત્યાગ કરો) અને ભોગવો.
(‘ઈશોપનિષદ્’ના પ્રથમ શ્ર્લોકનો ગાંધીજીએ કરેલો અનુવાદ)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો