પંદરમી ઑગસ્ટે કરવા જેવો એક સંકલ્પ : સૌરભ શાહ

આજકાલ કંઇક એવો ટ્રેન્ડ થઇ ગયો છે કે ફલાણો એક્ટર ટૅરરિસ્ટ છે એવું કહી દો એટલે તમે જાણે દેશપ્રેમી થઇ ગયા.

દેશના સૈનિકોની શહાદતને વખાણો એટલે તમે જાણે રાષ્ટ્રપ્રેમી થઇ ગયા.

દેશનાં વખાણ કરો એટલે ભારતમાતાના સપૂત થઇ ગયા.

તમે પોતે આતંકવાદની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ન હો તો તે સારું જ છે. તમે દેશના બહાદુર જવાનોના બલિદાનને આદર આપીને એમની હિંમતને બિરદાવો એના જેવું બીજું રૂડું શું. અને તમે તમારી માતૃભૂમિનાં વખણ નહીં કરો તો કોનાં વખાણ કરશો. આ બધું સરસ જ છે અને આવકાર્ય પણ ખરું.

પરંતુ માત્ર આટલું કરીને છૂટી જવાથી આપણે રાષ્ટ્રભક્ત, દેશપ્રેમી કે રાષ્ટ્રના પનોતા પુત્ર સાબિત થઇ જતા નથી.

રાષ્ટ્રપ્રેમી તરીકે પુરવાર થવા માટે આ ઉપરાંત બીજું ઘણું ઘણું કરવું પડે.

શું શું?

સૌથી પહેલાં તો આ દેશ માટે ગૌરવ કેળવવું પડે. આ દેશ તો આવો જ છે અને ભારતમાં તો બધું આવું જ ચાલે અથવા ‘ફિર ભી મેરા ભારત મહાન’ જેવી જોક્‍સવાળી મેન્ટાલિટી છોડવી પડે.

ભારતનો સાચો ઇતિહાસ જાણીને ભારતની સંસ્કૃતિ અને પરંપરા માટેનો આદર, સાચુકલો આદર, આપણી અંદર ઉગાડવો પડે, ઉછેરવો પડે. મોગલો, અંગ્રેજો અને સામ્યવાદીઓએ લખેલા ભારતના જુઠ્ઠા ઇતિહાસમાંથી બહાર આવવું પડે. ભારતની પ્રજાને અને ભારતીયોની ખાસિયતોને માન આપતાં શીખવું પડે.

આ પહેલી વાત.

બીજી વાત એ કે આપણે કામ એવું કરીએ જે સીધી યા આડકતરી રીતે આ દેશ માટે ઉપયોગી થાય. શિક્ષકો વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક ભણાવીને આ દેશને ઉપયોગી થતા હોય છે. ધંધોવેપાર કરનારાઓ પોતાની કમાણીમાંથી કરવેરા ભરીને દેશને ઉપયોગી થતા હોય છે અને રિક્‍શાચાલકોથી માંડીને બીજા સેંકડો વ્યવસાયો કરનારાઓ આ દેશની સિસ્ટમ પ્રોપર્લી ચાલતી રહે એ માટે દિવસરાત મહેનત કરીને દેશને ઉપયોગી થતા હોય છે. આ તમામ પ્રકારના લોકો જ્યારે પોતાનું કામ નિષ્ઠાથી, વફાદારીથી, કામચોરીની દાનત રાખ્યા વિના કરતા હોય છે ત્યારે દેશ માટેની દાઝ પ્રગટ કરતા હોય છે.

પણ તમે જોયું હશે કે એવા પણ કેટલાક ભારતીયો હોય છે જેઓ વિદેશમાં જઇને વસ્યા છે (કંઇ ખોટું નથી એમાં), ત્યાં બે પાંદડે થઇને સારું જીવન જીવી રહ્યાં છે (ઘણું સરસ કહેવાય એ તો) અને તેઓ પોતાની કમાણીમાંથી એક ડૉલર ભારતના કલ્યાણ માટે મોકલતા નથી (ચાલો, એનોય વાંધો નહીં. જેવી જેની દાનત અને સગવડ) પણ ત્યાં બેઠાં બેઠાં ભારતની સરકારને, ભારતપ્રેમીઓને, ભારતની ઉજ્જ્વળ પરંપરા-સંસ્કૃતિને મનફાવે તેવા અપશબ્દોમાં કોસ્યા કરે છે. પોતાની લઘુતાગ્રંથિ છુપાવવા કે પોતાની ગિલ્ટ ફીલિંગને દબાવવા પોતે જે માતાનું ધાવણ પીને ઉછર્યા છે તેને ધોલધપાટ કરી રહ્યા છે. આ ખોટું કહેવાય. ખોટું જ નહીં આ દેશદ્રોહ કહેવાય. તમે જે પરદેશમાં રહીને કમાણી કરતા હો એને તમારે વફાદાર રહેવું જ જોઇએ. તમારી ફરજ છે એ. અને સાથોસાથ તમારી ફરજ એ પણ છે કે તમારે તમારી માતૃભૂમિ માટે પણ વફાદારી દેખાડવાની હોય — જો તમારે રાષ્ટ્રભક્તોમાં તમારી ગણના કરાવવી હોય તો. દેશદ્રોહીનું લેબલ ચિપકાવીને ફરવું હોય તો આવી કોઇ વફાદારી દેખાડવાની જરૂર નથી.

ત્રીજી વાત.

દેશના અતીત માટેના ગૌરવની વાત કહી. વર્તમાનમાં તમારી પ્રવૃત્તિની વાત કહી. હવે ભવિષ્યની વાત. આ દેશનું ભવિષ્ય આપણાં હાથમાં છે એવી સભાનતા આપણામાં હોવી જોઇએ. ભવિષ્યનું ભારત કેવું હશે, કેવું હોવું જોઇએ અને આપણે બહેતર ભારત સર્જવા માટે આજે શું કરીએ છીએ, આવતી કાલે શું કરવાના છીએ તેમ જ આપણી નવી પેઢી પાસે શું કરાવવાના છીએ, એમને પ્રેરણા મળે એવી કઇ વાતો એમની સમક્ષ રજુ કરવાના છીએ.

૧૯૪૭ પછીના અલમોસ્ટ ૭ દાયકા સુધી આપણે દેશમાંના કેટલાંક દેશદ્રોહી તત્વો પાસેથી તેમ જ વિદેશી કુપ્રચારને કારણે પોતાને નીચી નજરે જોતા થઇ ગયા હતા. આપણું બ્રેઇનવૉશ થઇ ગયું હતું કે આપણે તો મદારીઓના દેશમાં જન્મ્યા છીએ જ્યાંના લોકો અંધશ્રદ્ધાળુ છે, જગતની વસ્તીમાં વધારો કર્યા સિવાય બીજું કોઇ કામ આપણને આવડતું નથી, પર્યાવરણની સુરક્ષા કરતાં આવડતું નથી, આપણી નમાલી અને મતલબી-સ્વાર્થી પ્રજા વિદેશી આક્રમણો સામે ઝૂકી જાય છે.

હવે ખબર પડતી જાય છે કે આ તો બધો કુપ્રચાર હતો, આપણી આંખમાં ધૂળ નાખવામાં આવી હતી. આપણે આપણી જાતમાંથી શ્રદ્ધા ગુમાવી બેસીએ અને દેશદ્રોહીઓ આપણા પર ચડી બેસે એવી સાઝિશ દાયકાઓથી ચાલતી રહી છે.

આવી ગેરમાહિતીઓ ન ફેલાય અને દેશ માટેના કુપ્રચારની ઝુંબેશ ભૂંસાઈ જાય એવું ભારત ભવિષ્યમાં આપણે સર્જવાનું છે અને નવી પેઢીને આપતા જવાનું છે.

૧૫મી ઑગસ્ટ નિમિત્તે આ જ સંકલ્પ હોઈ શકેઃ ભારતને એની ઓરિજિનલ ચમક પાછી આપવામાં મદદરૂપ બનીએ, દેશદ્રોહીઓના મનસૂબાઓ પર પાણી ફરી જાય એવી પ્રવૃત્તિઓમાં ફાળો આપીએ અને દેશપ્રેમ જતાવવાની ખોખલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને બદલે રાષ્ટ્રપ્રેમની નક્કર પ્રવૃત્તિઓ માટે સક્રિય ફાળો આપીએ.

દેશની સરકારોનું ભવિષ્ય ભલે દર પાંચ વર્ષે આવતી ચૂંટણીઓથી નક્કી થતું હોય પણ દેશનું લાંબાગાળાનું ભવિષ્ય તો આ ચૂંટણીઓમાં મત આપનારા કરોડો દેશવાસીઓ રોજેરોજ શું કરે છે ને શું નહીં – એના આધારે જ નક્કી થતું હોય છે.

જય હિંદ.
જય શ્રી રામ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. Appreciate all your suggestions. The world is getting smaller and smaller, communication and interdependence wise.
    Average citizen is confused and wants to secure himself recklessly. So many advices and caution signs are pouring upon all around. Desperation is evident. Protecting our culture against madness of violent religion is absolutely important. PM Modiji is our hope by all means.
    Jai Hind
    Bharat Mata ki Jai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here